અમદાવાદી
*માય ડીયર અમદાવાદી ને સમર્પણ .....* 😂😀😎 *આ તો બે ઘડી ગમ્મત...* જો જો... વાત બહાર જાય નહિ.... 😀 *મુંબઈસ્થિત સોલિસિટર શ્રી રામદાસ ગાંધીએ ‘સફર સોલિસિટરની’ પુસ્તક લખ્યું છે. તેઓ થોડાં વર્ષ અમદાવાદમાં પણ રહ્યા હતા. તેમણે નોંધ્યું છે કે અમદાવાદના લોકો ‘ટીંડોળાં’નું શાક સૌથી વધુ બનાવતા. ‘ટીંડોળાં’ એક એવું શાક છે કે તેમાં નકામો ભાગ ઓછો હોય અને વળી ચઢી પણ જલદી જાય.* ✅ તેમણે એમ પણ નોંધ્યું છે કે *જો કોઈ નારંગી કે મોસંબી ખરીદતું હોય તો તેમને તરત પૂછવામાં આવતું કે ઘરે કોઈ માંદું છે ? કોઈ બીમાર હોય ત્યારે જ લોકો ફળ ખરીદતા. કેવો હતો એક જમાનામાં અમદાવાદી ?* ✅ *સાયકલ લઈને પોતાના ૨-૩ મિત્રો સાથે ચ્હાની હોટલમાં જાય. હોટલની બહાર સાયકલ પાર્ક કરીને થડા પર બેઠેલાને સૂચના આપે : ‘બોસ, આ સાયકલનું ધ્યાન રાખજો...’ એ પછી ૩-૪ મિત્રો હોટલમાં સ્થાન લઈને તરત જ સૂચના આપે... "એ ભાઈ પંખો ચાલું કરો." પંખો ચાલું થાય તેની દસમી મિનિટે બે કટિંગ (અરધી) ચ્હાનો ઓર્ડર ‘માણેક ચોકની માર્કેટમાં એક કિલો સોનાનો ઓર્ડર આપતા હોય તે રીતે’ આપવામાં આવે. ત્યાં એક જણ બૂમ પાડે... ‘એ ટેણી... આજનું છાપું તો લાવ...’ ૨-૪ મિ...