મયાના ઘરે લગનમાં...
તારીખ ના રોજ બુલાખી ચાલીના મહેન્દ્ર ઉર્ફ મયાના દીકરાનું લગ્ન હતું. એમાં એણે મન મૂકીને ચાલીના છોકરાં એટલે કે લંગોટિયાઓને ખાસ આમંત્રણ આપી બોલાવ્યા હતાં.
@BL Mahendra Ambalal Moti
ભાઈ મહેન્દ્ર ઉર્ફ વહાલાં મયાના દીકરાના લગ્ન બાબતે કેટલીક વાતો શેર કરવાં માંગુ છું.
1. પ્રિવાનશુંના લગ્નમાં મને આમંત્રણ બદલ સૌ પ્રથમ તો એનો આભાર.🙏
2. એણે મને જ નહીં પણ લગભગ તમામ લંગોટિયાઓને લગ્નમાં બોલાવ્યા હતાં એના હૃદયની વિશાળતા અને આપણા સૌ અને ચાલી માટેનો પ્રેમ પ્રદર્શિત કરે છે.એનો મને ભરપૂર આનંદ થાય છે.👍
3. ચાલી માંથી નીકળી અને વડોદરા જેવાં શહેરમાં સ્થાયી થવું, સમૃધ્ધ થવું, બાળકોને ઠેકાણે પાડવા આ બધી બાબતો ભયંકર શ્રમ, મહેનત માંગી લે છે. જે એણે સિધ્ધ કરી બતાવ્યું છે. એનો પણ ખૂબ જ આનંદ થાય છે.🤗
4. જાણવા મળ્યા મુજબ એના એવડા મોટા કુટુંબમાં એકતા, સંપ અને સુમેળ જળવાઈ રહે એ માટે એ પ્રયત્નશીલ રહીને ઘસાઈને પણ સૌને આનંદ આપી રહ્યો છે. અભિનંદન...👏👏👏
5. લગ્નમાં બોલાવવા અને જાનમાં લઈ જવાની ઉદારતાને સલામ.🫶
6. લગભગ દોઢ કિલોમીટર લાંબો વરરાજાનો વરઘોડો, અને એ પણ વડોદરા જેવાં શહેરમાં અને એ પણ છાણીના મુખ્ય માર્ગ પર, અને એ પણ બગી, બેન્ડવાજા અને વિશાળ મેદની.... આહા... શું વૈભવ જોવા મળ્યો...દિલ ગદગદ અને આનંદ વિભોર થઈ ગયું. શું વટ અને જાહોજલાલી જોવા મળી ! સવર્ણોને પણ શરમાવે એવી...વાહ... મયા તારી માયા...👌👌👌 કમાલ કરી દીધી ભાઈ.
7. રીસેપ્શન માટેનો હોલ... બધાએ જોયો જ છે અને અનુભવ્યું પણ હશે... શું ભવ્યતા અને ઝાકમઝોળ ! ચાલીના છોકરાનું આ સાહસ... કહેવું પડે ભાઈ, ગૌરવશાળી ઘટના.🥰
8. અને બધાં લંગોટિયાનું સ્ટેજ પર એકત્રિત થવું...એક ઐતિહાસિક ઘટના...😳 હું પણ મારા દીકરાના લગ્નમાં 30 લાખ ખર્ચીને પણ આવું નહોતો કરી શક્યો. વટી ગયો હો ભાઈ...એનો અદકેરો આનંદ...
9. જોરદાર અને સફળ આયોજન.👏👏👏
10. તને અને તારા સમગ્ર ફેમિલીને અને નવપરણિત યુગલને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેરછાઓ...💐🙌🌹
Comments
Post a Comment