KFC વાળાની કહાની

🙏🏻
*"KFC story:*
*દિલને પીગળાવી દેશે KFC ના માલિકની સ્ટોરી"*

અમેરિકાના કર્નલ હાર્લેન્ડ સેન્ડર્સ (Colonel Harland Sanders) નું નામ એટલું જાણીતું નથી.
પરંતુ દુનિયાભરમાં કે એફ સી રેસ્ટોરન્ટનું નામ જાણીતું છે.
જીંદગીમાં તેના જેવા દુઃખો તો બધાને પડતા હશે
પરંતુ મનોબળ જો દરેકને મળે તો ?
જીંદગીના ૬૫ વર્ષ સુધી એ માણસ રીબાયો છે.
કર્નલના પિતા એ પાંચ વર્ષનો હતો ને મૃત્યુ પામ્યા.
૧૬ વર્ષે તેણે ભણવાનું છોડી દીધું.
૧૭ વર્ષની ઉંમર થતા સુધીમાં તો જીંદગીની ૪ નોકરીઓ છૂટી ગઈ.

૧૮ વર્ષે લગ્ન થયા.
૧૮ થી ૨૨ વર્ષ રેલ્વેમાં કન્ડક્ટરની નોકરી કરી અને ત્યાં ફેલ ગયો.
એ પછી તે આરમીમાં જોડાયો ત્યાંથી ફેંકાઈ ગયો.
લો સ્કૂલમાં એડમિશન માટે અરજી કરી અને રીજેક્ટ થયો.
ઈન્સ્યોરન્સનો સેલ્સમેન બન્યો અને ત્યાં પણ ફેલ ગયો.
૧૯ વર્ષની ઉંમરે પિતા બન્યો
અને
૨૦ વર્ષની ઉંમરે તેની પત્ની તેની છોકરીને લઈને ઘર છોડીને ચાલી ગઈ.

કેવા સપનાઓ સાથે એક યુવાને જીંદગીની શરૃઆત કરી હશે !
એને પોતાના સપના નહીં હોય ?
એક પણ સપનું સાકાર ના થાય ત્યારે અંદરથી એ કેવો તૂટી ગયો હશે!
આર્મીમાં જોડાવા નીકળેલો છોકરો નાનકડી કોફીની દુકાનમાં વાસણ સાફ કરનારો અને રસોઈ કરનારો બની જાય છે.
દીકરીનું ખેંચાણ હોવાને લીધે પોતાની દીકરીને ઉપાડી જવા તેણે પ્રયત્ન કર્યો અને તેમાંય ફેલ ગયો.

પત્નીને તેણે મનાવી લીધી
અને
૬૫ વર્ષની વયે રીયાયર્ડ થયો ત્યાં સુધી સામાન્ય પગાર સાથે નોકરી કરતો રહ્યો.
જે દિવસે નિવૃત્ત થયો તે દિવસે ૧૦૫ ડોલરનો ચેક મળ્યો પરંતુ એ પૈસા પોતે ન વાપરી શકે તે શરતે.
આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો અને એ એમાંય નિષ્ફળ ગયો.

જીંદગીના ૬૫માં વર્ષે એક પછી એક નિષ્ફળતાઓ જોયા પછી એક દિવસ ઝાડ નીચે બેસીને પોતાના મનની ઈચ્છાઓ એ લખવા બેઠો,
જીવનમાં તે શું-શું કરવા વિચારતો હતો ?
અને
તે શું-શું કરી શક્યો હોત ?
તે વિશે વિચારતા-વિચારતા તેને અચાનક ખ્યાલ આવ્યો કે,
એ કોઈ પણ વ્યક્તિ કરતા વધુ સારી રીતે એક વસ્તુ સારી રીતે કરી શકે તેમ છે અને તે છે રસોઈ.

૧૦૫ ડોલરના ચેકની સામે ૮૭ ડોલર ઉધાર લઈને પોતાના મસાલાથી અને પોતાની રીતથી તેણે ચિકન ખરીદીને ફ્રાય કર્યું.
એની આજુબાજુના ઘરોમાં એ ચિકન વેચાઈ ગયું.
અમેરિકાના ઓહાયો પાસે કેન્ટકી નામનું રાજ્ય છે અને તેણે કેન્ટકી ફ્રાય ચિકન (કેએફસી) નામની દુકાન ચાલુ કરી.

૬૫ વર્ષની ઉંમરે આપઘાત કરવા નીકળેલો માણસ ૮૮ વર્ષની ઉંમરે અબજોપતિ બન્યો.
જીવનમાં કશું પણ નવેસરથી શરૃ કરવા માટે ક્યારેય મોડું નથી થયું હોતું.
*મહત્વની વાત છે તમારો દ્રષ્ટિકોણ અને વર્તન.*
*નિરાશામાં ભાગી ન છૂટો.*
*કામ ગમે તેટલું અઘરું હોય તો પણ તમે તેમાં સફળ થઈ શકો છો.*
*જીંદગીના નવા ક્ષેત્રમાં નવેસરથી શરૃઆત કરીને નવા શિખરો સર કરવા માટે તમે ક્યારેય ઘરડા નથી હોતા.*

આજે KFC નું સામ્રાજ્ય ૧૨૦ દેશોમાં ફેલાયેલ છે.
સમગ્ર દુનિયામાં આના ૧૮૦૦૦ જેટલા રેસ્ટોરન્ટ્સ છે અને ૨૦ અરબ ડોલર કરતા પણ વધારે આની એક વર્ષની આવક છે.

મોરલ :
ઘણા લોકોની સમસ્યા હોય છે કે,
તેમની આખી જિંદગી સંઘર્ષો કરવામાં જ વીતી ગઈ.
કર્નલ સેન્ડર્સની આ સ્ટોરી એ લોકો માટે વરદાન રૂપ સાબિત થઇ શકે છે.
લગભગ પોતાની લાઈફમાં ૧૦૦૯ વાર રીજેક્ટ થયેલ આ વ્યક્તિની સ્ટોરી આપણને શીખવાડે છે કે,
*નિરાશ ક્યારેય ન થવું.*
*અંતિમ શ્વાસ સુધી કોશિશ ચાલુ રાખો,*
*કિસ્મત બદલાતા વાર નથી લાગતી.*

આપણને શું શીખવા મળ્યું?

*સફળતા ઉંમર નથી જોતી.*
*બસ કામ પૂરી મહેનત અને ખંત થી કરવું.*
*જેથી ચોક્કસ સફળતા મળશે.*
*દરેક rejection નો અર્થ ending નથી.*
*પોતાના ટેલેન્ટ પર વિશ્વાસ રાખવો.*
*એ આ દુનિયામાં બધું અપાવે છે.*
🙏🏻🙏🏻

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...