કોરોના કથાઓ (રાષ્ટ્રીય કલા કેન્દ્ર,સુરત સંકલિત )

 [10/11/2020, 11:36] +91 98980 16611: કિરીટ વખારીઆ

રહેઠાણ - સુરત

મો. નં. - ૯૮૨૪૧૧૨૬૬૧

કોરોના - તું બદ-ઈરાદાથી ભલે અાવ્યો , અમે તો માનવતાવાદને ઉજાગર કરી દીધો .

પ્રત્યક્ષ અને પરોક્ષ અનુભવોની સત્યકથા

     કોરોના - તારા અકળ અાગમન સાથે કેટલાય નિર્દોષ જીવોનો તેં ખાતમો બોલાવી દીધો પણ અમે એટલે કે માનવ-સમાજે , એના પર નિયંત્રણ મૂકી મૃત્યુ-આંકને નીચો કર્યો છે .

         આમ તો ચીન , તારી બનાવેલ ચીજો બે-ચાર મહિનામાં પણ ટકતું નથી , તો અા કોરોનાવઈરસ કેમ ટકી રહ્યું છે ?

   તારી સામે ટક્કર લેતા-લેતા સામાજીક-કાર્યકરોમાં સજાગતા-સતર્કતા- એકતા આવી ગઈ .

     હજુ તો CBSC કોર્સવાળા વિધ્યાર્થીઓની રજા પૂરી થઈ-ન-થઈ ત્યાં તો લોક-ડાઉનની જાહેરાત . દિકરાની વહુ તેમના છોકરાઓ સાથે પિયરમાં હોવાથી ઘરકામની પૂરેપૂરી જવાબદારી પ્રજ્ઞાના શિરે આવી ગઈ .

   મેં અને દિકરાએ સહર્ષ મદદરૂપ થઈ એના કામને હળવું કરી નાખ્યું ,જેમકે ઝાપટ-ઝૂપટ કરી ફર્નિચર લૂછવું , વોશીંગ મશીનમાંથી કપડાં લઈ સૂકવી દેવા , શાક સમારી અાપવું , વાસણો વિછળી અાપવા , અંતાક્ષરી રમતા-રમતા તેને રસોઈ કરે ત્યારે કંપની આપવી . અમારા મોટા ઘરના કચરા-પોતા કરતા-કરતા પ્રજ્ઞાને , ત્રણ વર્ષ પહેલા ઘાયલ થયેલ પગમાં સખત દુ:ખાવો ઉપડતા ડો.ની એપોઈન્ટમેન્ટ લીધી . પગમાં અસહ્ય પીડાને લીધે તે ગાડીમાં ડ્રાઈવરની બાજુની આગલી બેઠક પર જ બેઠી .ડો.ને ત્યાં જતા રસ્તામાં ત્રણ જગાએ પોલીસ- ચેકીંગ થયું . ડો.ના રિપોર્ટસની માંગણી કરી અને હળવી પણ સખતાઈભર્યા અવાજે સૂચન કર્યું કે કોરોનાયુક્ત સંજોગોમાં એણે પાછલી સીટ પર જ બેસવું જોઈએ . 

    પ્રજ્ઞા , દિકરોને હું કોરોનાના સંક્રમણમાં આવ્યા પછી પ્રજ્ઞાની હાલત વધુ કથળતા ,  મહાવીર-ટ્રોમામાં દાખલ કરી . ડોક્ટરોએ આપેલ   માહિતિ અને સૂચન પ્રમાણે સિસ્ટરો અને તેમની નીચેનો સ્ટાફ ખડે પગે દરદીઓની કાળજી લેતા હતા .

બધીજ હોસ્પિટલોમાં કોવિડ-દરદીઓ માટે અલાયદા માળ રાખવામાં આવ્યા હતા . કડક તકેદારી રાખવામાં અાવતી કે દરદીના કોઈ પણ સગા-વહાલા , એ પ્રતિબંધકારક વિભાગમાં દાખલ ન થાય . 

‌     PPE -કિટ પહેરીને ફરજ બજાવતો સ્ટાફ ગરમીથી અકળાય ત્યારે જે બે-પાંચ મિનિટનો ફાજલ સમય મળે ત્યારે તેઓને ફાળવેલી સાતેક ખુરશી પર બેસી , સતત ચાલુ રહેતા સિલિંગ -ફેન , પેડસ્ટ્રિયલ-ફેન , પાસે ઠંડક મેળવી લેતા . કુદરતી -હાજતે જવા માટે પણ સંયમ જાળવવો પડતો . કારણ — ૧ — જુદા-જુદા દરદીઓની સરભરાની અાવશ્યકતાને પહેલું પ્રાધાન્ય

     ૨ — કિટ કાઢી કરીને હાજતે જવા વધારે સમય લાગે

       કિટ પહેરેલી અવસ્થામાં હાથની હથેળીમાં મેડિકેટેડ પાવડર લગાડ્યા પછી પણ સતત ખંજવાળ આવતી .

           દરદીઓને ગરમ-પાણી , લીંબુ-પાણી , કાઢો , નાસ્તો , બે સમયનું જમણ નિયમિત મળતું .

અમૂક જગ્યાઓએ ,દાતાઓ તરફથી સ્વૈચ્છિક દાન મળતા ,ફળ-ફળાદિ , સૂકો મેવો અને સૂંઠ-ગંઠોડાની ગોળીઓ પણ અપાતી .

       હું  ટ્રસ્ટી હોવાથી હોસ્પિટલની આ સેવાઓથી વાકેફ હતો પણ પ્રજ્ઞા એ સેવાઓની સાક્ષી બની .

       સામાજીક પ્રસંગોએ ભાડે અપાતા વિવિધ પાર્ટી-પ્લોટ , હોલ , ભવનોને જરૂરી સુવિધા વડે કોરોનાગ્રસ્ત દરદીઓ પાસે નજીવી રકમ લઈને ડોક્ટરો અને કાર્યક્ષમ માણસોને  રોકી , દરદીઓની કાળજી લેવાતી .

      કેટલીયે સંસ્થાઓ અથવા તો મિત્ર-વર્તુળોઓએ ભૂખ્યા માણસોને બે વખતની રસોઈ સમયસર મળે તેની જવાબદારી ઉપાડી લીધી .

      સરકાર તેમજ ખાનગી સંસ્થાઓએ જરૂરિયાતમંદ નાગરિકોને અનાજનું વિતરણ કર્યું .અમૂક લોકોએ બહારગામ રહેતા ગરીબ વર્ગને ગામ જવાની વ્યવસ્થા કરી અાપી .

       આ રીતે ભારતના દરેક શહેરના સામાજીક-કાર્યકરો જેમકે — ડોક્ટર , નર્સ ,સિસ્ટર , તેમની નીચેનો સ્ટાફ , હોસ્પિટલના ટ્રસ્ટી તેમજ વિવિધ કાર્યકરો , દવાની દુકાનવાળા , પોલીસ -ટ્રાફિક પોલીસ , રસોઈયા , દરેક શહેરોના કોર્પોરેશનના વિવિધ વિભાગના કર્મચારીઓને ખડે પગે ઊભા રહી નાગરિકોને સહકાર આપતા જોયા છે , તે કેમ કરી ભૂલાય .

     જે વ્યક્તિઓ હંમેશા મિત્રોમાં જ આનંદ માણતા તેઓને પરિવારના સભ્યોની અગત્યતા ધ્યાનમાં અાવી .

       મહામારીના આ રોગે તો માનવતાવાદના દ્વાર ખોલી દીધા .

[10/11/2020, 18:06] +91 98980 16611: કિરીટ વખારીઆ

રહેઠાણ - સુરત

મો. નં. - ૯૮૨૪૧૧૨૬૬૧

કોરોના - તું બદ-ઈરાદાથી ભલે અાવ્યો , અમે તો માનવતાવાદને ઉજાગર કરી દીધો .

પ્રત્યક્ષ અને પરોક્ષ અનુભવોની સત્યકથા

     કોરોના - તારા અકળ અાગમન સાથે કેટલાય નિર્દોષ જીવોનો તેં ખાતમો બોલાવી દીધો પણ અમે એટલે કે માનવ-સમાજે , એના પર નિયંત્રણ મૂકી મૃત્યુ-આંકને નીચો કર્યો છે .

         આમ તો ચીન , તારી બનાવેલ ચીજો બે-ચાર મહિના પણ ટકતી નથી , તો અા કોરોનાવઈરસ કેમ ટકી રહ્યું છે ?

   તારી સામે ટક્કર લેતા-લેતા સામાજીક-કાર્યકરોમાં સજાગતા-સતર્કતા- એકતા આવી ગઈ .

     હજુ તો CBSC કોર્સવાળા વિધ્યાર્થીઓની રજા પૂરી થઈ-ન-થઈ ત્યાં તો લોક-ડાઉનની જાહેરાત . દિકરાની વહુ તેમના છોકરાઓ સાથે પિયરમાં હોવાથી ઘરકામની પૂરેપૂરી જવાબદારી પ્રજ્ઞાના શિરે આવી ગઈ .

   મેં અને દિકરાએ સહર્ષ મદદરૂપ થઈ એના કામને હળવું કરી નાખ્યું ,જેમકે ઝાપટ-ઝૂપટ કરી ફર્નિચર લૂછવું , વોશીંગ મશીનમાંથી કપડાં લઈ સૂકવી દેવા , શાક સમારી અાપવું , વાસણો વિછળી અાપવા , અંતાક્ષરી રમતા-રમતા તેને રસોઈ કરે ત્યારે કંપની આપવી . અમારા મોટા ઘરના કચરા-પોતા કરતા-કરતા પ્રજ્ઞાને , ત્રણ વર્ષ પહેલા ઘાયલ થયેલ પગમાં સખત દુ:ખાવો ઉપડતા ડો.ની એપોઈન્ટમેન્ટ લીધી . પગમાં અસહ્ય પીડાને લીધે તે ગાડીમાં ડ્રાઈવરની બાજુની આગલી બેઠક પર જ બેઠી .ડો.ને ત્યાં જતા રસ્તામાં ત્રણ જગાએ પોલીસ- ચેકીંગ થયું . ડો.ના રિપોર્ટસની માંગણી કરી અને હળવી પણ સખતાઈભર્યા અવાજે સૂચન કર્યું કે કોરોનાયુક્ત સંજોગોમાં એણે પાછલી સીટ પર જ બેસવું જોઈએ . 

    પ્રજ્ઞા , દિકરોને હું કોરોનાના સંક્રમણમાં આવ્યા પછી પ્રજ્ઞાની હાલત વધુ કથળતા ,  મહાવીર-ટ્રોમામાં દાખલ કરી . ડોક્ટરોએ આપેલ   માહિતિ અને સૂચન પ્રમાણે સિસ્ટરો અને તેમની નીચેનો સ્ટાફ ખડે પગે દરદીઓની કાળજી લેતા હતા .

બધીજ હોસ્પિટલોમાં કોવિડ-દરદીઓ માટે અલાયદા માળ રાખવામાં આવ્યા હતા . કડક તકેદારી રાખવામાં અાવતી કે દરદીના કોઈ પણ સગા-વહાલા , એ પ્રતિબંધકારક વિભાગમાં દાખલ ન થાય . 

‌     PPE -કિટ પહેરીને ફરજ બજાવતો સ્ટાફ ગરમીથી અકળાય ત્યારે જે બે-પાંચ મિનિટનો ફાજલ સમય મળે , ત્યારે તેઓને ફાળવેલી સાતેક ખુરશી પર બેસી , સતત ચાલુ રહેતા સિલિંગ -ફેન , પેડસ્ટ્રિયલ-ફેન , પાસે ઠંડક મેળવી લેતા . કુદરતી -હાજતે જવા માટે પણ સંયમ જાળવવો પડતો .

 કારણ — ૧ — જુદા-જુદા દરદીઓની સરભરાની અાવશ્યકતાને પહેલું પ્રાધાન્ય

     ૨ — કિટ કાઢી કરીને હાજતે જવા વધારે સમય લાગે

       કિટ પહેરેલી અવસ્થામાં હાથની હથેળીમાં મેડિકેટેડ પાવડર લગાડ્યા પછી પણ સતત ખંજવાળ આવતી .

           દરદીઓને ગરમ-પાણી , લીંબુ-પાણી , કાઢો , નાસ્તો , બે સમયનું જમણ નિયમિત મળતું .

અમૂક જગ્યાઓએ ,દાતાઓ તરફથી સ્વૈચ્છિક દાન મળતા ,ફળ-ફળાદિ , સૂકો મેવો અને સૂંઠ-ગંઠોડાની ગોળીઓ પણ અપાતી .

       હું  ટ્રસ્ટી હોવાથી હોસ્પિટલની આ સેવાઓથી વાકેફ હતો પણ પ્રજ્ઞા એ સેવાઓની સાક્ષી બની .

       સામાજીક પ્રસંગોએ ભાડે અપાતા વિવિધ પાર્ટી-પ્લોટ , હોલ , ભવનોને જરૂરી સુવિધા વડે કોરોનાગ્રસ્ત દરદીઓ પાસે નજીવી રકમ લઈને ડોક્ટરો અને કાર્યક્ષમ માણસોને  રોકી , દરદીઓની કાળજી લેવાતી .

      કેટલીયે સંસ્થાઓ અથવા તો મિત્ર-વર્તુળોઓએ ભૂખ્યા માણસોને બે વખતની રસોઈ સમયસર મળે તેની જવાબદારી ઉપાડી લીધી .

      સરકાર તેમજ ખાનગી સંસ્થાઓએ જરૂરિયાતમંદ નાગરિકોને અનાજનું વિતરણ કર્યું .અમૂક લોકોએ બહારગામ રહેતા ગરીબ વર્ગને ગામ જવાની વ્યવસ્થા કરી અાપી .

       આ રીતે ભારતના દરેક શહેરના સામાજીક-કાર્યકરો જેમકે — ડોક્ટર , નર્સ ,સિસ્ટર , તેમની નીચેનો સ્ટાફ , હોસ્પિટલના ટ્રસ્ટી તેમજ વિવિધ કાર્યકરો , દવાની દુકાનવાળા , પોલીસ -ટ્રાફિક પોલીસ , રસોઈયા , દરેક શહેરોના કોર્પોરેશનના વિવિધ વિભાગના કર્મચારીઓને ખડે પગે ઊભા રહી નાગરિકોને સહકાર આપતા જોયા છે , તે કેમ કરી ભૂલાય .

     જે વ્યક્તિઓ હંમેશા મિત્રોમાં જ આનંદ માણતા તેઓને પરિવારના સભ્યોની અગત્યતા ધ્યાનમાં અાવી .

       મહામારીના આ રોગે તો માનવતાવાદના દ્વાર ખોલી દીધા .

[10/11/2020, 19:24] +91 79909 50492: એક સત્ય ઘટના

શિર્ષક: માનસિક શક્તિ એક અજોડ શસ્ત્ર.

પાત્ર: ડૉક્ટર પ્રદીપ

 સ્પંદન હોસ્પિટલ ચીખલી

 જિલ્લો: નવસારી

     સમાજ માટે સૌથી વધુ સમર્પિત વ્યક્તિ જે ભગવાન પછી નો દરજ્જો ધરાવે છે, હા મિત્રો બરાબર વિચાર્યું એ છે  ડોક્ટર. અને હું એક એવા જ ડોક્ટર ની સત્યઘટના આપની સમક્ષ લાવી રહી છું.એ છે ડોક્ટર પ્રદીપ ,એક કર્તવ્ય નિષ્ઠ ડૉક્ટર,જેમનો જીવન  સૌથી વધુ વ્યસ્ત છે,એમનાં કામ ના કલાકો પણ નક્કી નથી હોતા,કોઈ અણધાર્યો અક્સ્માત થાય તો રાત્રે પણ દર્દી ની મુલાકાત લેતા નથી ખચકાતાં.એજ ડોક્ટર જ્યારે પોતે મુસીબત માં મુકાય ત્યારે એમને શી વેદના થાય એ આપણે એમના જ શબ્દો માં સાંભળીયે:

     સપનામાં પણ ન કલ્પ્યું હતું કે જેમના માટે જીવન સમર્પિત કર્યું છે એવા મારા દર્દીઓ ને મારે એકલાં મૂકવા પડશે.આ મારા દિલ ની પેહલી વેદનાં! દર્દીઓ ને કઈ રીતે સમય પર આવી ને સાજા કરી શકીશ?પણ એમાં મારા મિત્ર ડોક્ટર્સ મને મદદ રૂપ થયા અને એમને સાચવી લીધાં.મિત્રો થયું એવું કે  કોરોના વાઈરસ એ મને ઝપેટ માં લઇ લીધો હતો.

       એ એક એવો પળ હતો જ્યારે મને ખબર પડી કે મને કોરોના થયો છે.તમે વિચારશો કે મને કઈ રીતે ખબર પડી કે મને કોરોના છે.તો મિત્રો થયું એવું કે મને થોડો તાવ,શરદી અને ખાંસી હતી.તો મે રિપોર્ટ કરવાનું નક્કી કર્યું.મારી પત્નિ ડોક્ટર જ્યોતિ એ પણ એ વાતનું સમર્થન કર્યું. રીપોર્ટ નોર્મલ આવ્યો,પણ મને લાગ્યું કે સીટી સ્કેન કરાવી લઉ નહી તો મારા લીધે મારા દર્દીઓ મુસીબત માં મુકાશે.તેથી મે સ્કેન કરાવ્યું જેમાં દાગ દેખાયું,અને હું કોરોના પોઝિટિવ આવ્યો.તરત મે મારી જાત ને એકલી પાડી. જેને તમે કહો છો લોકોથી દૂર થવું,isolate થવું.એના આઠમા દિવસે મને તાવ ખૂબ વધ્યો ૧૦૪ ની ઉપર.મને હાંફ ચઢવા લાગ્યો.તેથી ૨૬ જૂન,૨૦૨૦ ના રોજ હું શન સાઈન ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ થયો જે સુરત ખાતે હતી. તાવ ઉતરવાનું નામ નહી લઈ રહ્યો હતો.મને લાગ્યું કે હું આગ વરસાવતા રણ પ્રદેશમાં ઊભો છું.મારી આંખો બળી રહી હતી. માથું જાણે ફાટી રહ્યું હતું. સ્વાદે તો મારી સાથે દુશ્મની લઈ લીધી હતી.હું ફક્ત નમક નો સ્વાદ લઈ શક્તો હતો. ખાંસી થી ગળા માં દુખવા લાગ્યું હતું.આખું શરીર જાણે તુટી રહ્યું હતું.પણ મન થી હું મજબૂત હતો.મારું મનોબળ જ મારી શક્તિ હતી.હું આ બધી નકારાત્મક પરિસ્થિતિ ને સકારાત્મક લેતો ગયો.મે વિચાર્યું કે હું કોઈ સાહસ ની રમત રમું છું.હું આસમાન માં ઊંચે જાણે કૂદી રહ્યો હતો. કે ખાઈ માં નીચે ઉતરી રહ્યો હતો.મને સાંસ લેવામાં તકલીફ થઈ રહી હતી પણ મે વિચાર્યું કે જાણે હું હાફ મેરેથોન દોડ દોડી રહ્યો હતો. અહીં ફેફસાં મારા મિત્રો બન્યાં હતાં. જે ઓકસીજન લેવામાં મારી મદદ કરી રહ્યા હતાં અને અંતમાં હું સાજો થયો અને ૫ જુલાઇ,૨૦૨૦ ના રોજ હોસ્પિલમાંથી ઘરે પાછો આવ્યો.આ સફર થોડા દિવસ નો હતો પણ એ સફર માં મને મારા ડોક્ટર્સ મિત્રો એ જીતી લીધાં હતાં. એમણે મને આ કપરા સમય માં મારો સાથ આપ્યો.જેમાં ડૉક્ટર  મયુર વાઘેલા, ડૉક્ટર જીજ્ઞેશ અને ડૉક્ટર બ્રિજેશ શુક્લા નો ફાળો ખૂબ રહયો. મારા પત્નિ ડૉક્ટર જ્યોતિ બેન મારા આધારસ્તંભ તરીકે ઊભા હતાં.બધાની સેવા અને દુઆ થી હું સાજો થઇ ગયો.

    અહી એક વાત કહેવા માંગીશ મિત્રો,તમારી તંદુરસ્તી જ તમારા રોગો ને નષ્ટ કરે છે. એ માનસિક હોય કે શારીરિક .દવા તો સારવાર નો એક ભાગ છે.તો અંત માં તંદુરસ્ત રહો અને મનથી મક્કમ રહો.તમારો મનોબળ જ તમારો સાચો મિત્ર છે,એક અજોડ શસ્ત્ર છે.

ઘટના મારી કલમે -

સંગીતાબેન શર્મા

વી.એસ.પટેલ કૉલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ.

બીલીમોરા.

કોન્ટેક્ટ નંબર-૭૯૯૦૯૫૦૪૯૨

[16/11/2020, 14:52] +91 96386 80194: 16/11/20

📒 *મનપસંદ પોસ્ટ* 📒

*માણસ બીજાને મદદરૂપ બને તો તેનું જીવન સાર્થક ગણાય*

*સુખનો પાસવર્ડ-* મુંબઈ સમાચાર

*લેખક:- ✒આશુ પટેલ*

https://www.facebook.com/aashupatelwriter

*-લોકડાઉન દરમિયાન કારમાં જઈ રહેલા એક યુવાને બે ગરીબ બળકોને પાણી વિના ટળવળતાં જોયાં ત્યારે...*

૨૦૨૦ના વર્ષનો સમય બધા માટે કઠિન બની રહ્યો. આ વર્ષ દરમિયાન લોકો ખૂબ હેરાન થયા. પરંતુ આ સમય દરમિયાન ઘણા માણસોએ બીજાઓને મદદરૂપ બનવાની કોશિશ કરી. આવો જ એક હૃદયસ્પર્શી કિસ્સો મને જાણવા મળ્યો એટલે વાચકમિત્રો સાથે શેર કરવાનું મન થયું.

સુરતનો યુવાન હર્ષ દૂધવાલા મે મહિનાના ધોમધખતા તાપમાં કોઈ અર્જન્ટ કામથી કાર લઈને બહાર નીકળ્યો. તે સિટીલાઈટ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સાયન્સ સેન્ટર પાસે તેણે ફૂટપાથ પર બે ગરીબ બાળકોને જોયા.

હર્ષે કાર તેમની પાસે ઊભી રાખી. તેની કારમાં બિસ્કિટના બે-ત્રણ પેકેટ્સ પડ્યા હતા. તેણે તે છોકરાઓને બિસ્કીટના પેકેટ્સ ઓફર કર્યા, ત્યારે તે છોકરાઓએ આશાભરી મીટ માંડીને તેને કહ્યું કે અને અમને ખૂબ જ તરસ લાગી છે, અમારે પાણી પીવું છે. અમે ક્યારના પાણી શોધી રહ્યા છીએ.

હર્ષ પાસે એ વખતે કારમાં પાણી નહોતું. તે તેના ઘરથી દૂર નીકળી ગયો હતો. બપોરના એકાદ વાગ્યે આકરા તડકામાં પાણી માટે વલખાં મારી રહેલા ગરીબ બાળકોને જોઈને તે વ્યથિત થઈ ગયો, પણ તેને અગત્યના કામે ક્યાંક પહોંચવું પડે એમ હતું એટલે તેણે તે છોકરાઓને કહેવું પડ્યું કે ‘સોરી, મારી પાસે પાણી નથી.’

એ પછી હર્ષ ત્યાંથી આગળ નીકળી ગયો. પરંતુ તેના માનસપટ પરથી પેલા ગરીબ છોકરાઓના ચહેરાઓ હટતા નહોતા.

તે બે કિલોમીટર જેટલે દૂર પહોંચ્યો ત્યારે તેણે જીવન જરૂરિયાતની વસ્તુની એક દુકાન ખુલ્લી જોઈ. તેણે તરત કાર ઊભી રાખીને ત્યાંથી પાણીની બોટલ્સ ખરીદી લીધી અને તે પાછો બે કિલોમીટર દૂર, પોલીસનો માર ખાવાના ડર સાથે, તે બાળકો પાસે પાછો આવ્યો અને તેણે તે બાળકોને પાણી આપ્યું. પાણી જોઈને તે બાળકોની આંખોમાં ખુશીની ચમક આવી.

એ જોઈને હર્ષને પણ આનંદ થયો. એ દિવસે તેણે ઓસ્ટ્રેલિયા તેની માતા જ્યોતિ દૂધવાલાને કોલ કર્યો ત્યારે તેને કહી. માતા સાથે એ છોકરાઓ વિશે વાત કરતાં કરતાં તે રડી પડ્યો. તેણે કહ્યું કે લોકો કેટલી તકલીફો ભોગવી રહ્યા છે. તેની માતાએ કહ્યું કે તારામાં આ સંવેદનશીલતા જોઈને મને ગૌરવની લાગણી થાય છે.

મને આ કિસ્સો જાણવા મળ્યો ત્યારે મારા મનમાં પણ તે યુવાન માટે માનની લાગણી જાગી.

આજના સમયમાં મોટાભાગના યુવાનો સ્વકેન્દ્રી બનતા જાય છે એવી સ્થિતિમાં હર્ષ દૂધવાલાએ જે કર્યું એના માટે તેને શાબાશી આપવી જોઈએ.

પોતાના માટે તો બધા લોકો જીવતા હોય છે, પણ બીજા માટે કશુંક કરવાની ઈચ્છા થાય તો જીવન લેખે લાગ્યું કહેવાય. માણસ બીજાને મદદપ બને તો તેનું જીવન સાર્થક ગણાય.

*Source:-*

http://www.bombaysamachar.com

_____________________

ટીમ

✍🏼

*Limited 10 પોસ્ટ* વતી

કૃષિત પટેલ

(આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

[70 ગ્રુપ, 16000 જેટલા વાચકો *નિજાનંદ* અને માત્ર *માતૃભાષાના પ્રસાર-પ્રચાર* માટે ધબકતું, મારુ *Limited 10 ✉  પોસ્ટ*, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]

*જોડાઓ, અમારી સાથે*

વોટ્સએપ: 07041143511

ટેલિગ્રામ:

https://t.me/limited10post

[25/11/2020, 13:15] Rashtriy Kala Kendra Corona E Book Surat: કોરોના કાળ ની સત્ય ઘટના

શિર્ષક: અંધારા થી પ્રકાશ તરફ.

" વો કોઈ ઔર ચિરાગ હોતે હૈ જો હવાઓ સે બૂઝ જાતે હૈ.હમને તો જલને કા હુનર ભી તુફાનો સે સિખા હૈ."

      હા મિત્રો,એક એવા જ ઝિંદાદિલ ડૉક્ટર ની સત્યઘટના હું આપની સમક્ષ લાવી રહી છું.એક એવા ડૉક્ટર જે એમનાં દર્દીઓ માટે ભગવાન તુલ્ય છે.દર્દીઓ કહે છે અમે ભગવાન જોયા નથી પરંતુ અમે ભગવાન ને દિલમાં વસાવ્યા છે.એક એવા ભગવાન જે અમારી વચ્ચે જ રહે છે ડૉક્ટર દિપક નાં રૂપમાં. મિત્રો દિપક એટલે કે પ્રકાશ.અને દિપક એટલે વંદનીય ગણાય છે કેમકે એ બીજાઓ માટે બળે છે.અને એમને પ્રકાશ આપે છે.અમારા ડૉક્ટર દિપક એવા જ એક ડૉક્ટર છે જે નિઃસ્વાર્થભાવે પોતાના દર્દીઓ માટે જીવન સમર્પિત કરવાનાં વિચાર સાથે એમની સેવામાં લાગી ગયા હતા.અહી જ્યારથી કોરોના કાળ શરૂ થયો ત્યારથી લઈને (માર્ચ થી) ૨૬ સપ્ટેમ્બર,૨૦૨૦ સુધી એમણે સતત કોરોના સંદિગ્ધ દર્દીઓ ને જોયા અને એમને સાજા કર્યા હતાં.આ ૨૬ સપ્ટેમ્બર,૨૦૨૦ એ  કોરોના સંદિગ્ધ  દર્દીઓ ને જોવાની છેલ્લી તારીખ નહી હતી પરંતુ એક અંતરાલ હતું.જેમને આપ સૌ ઇન્ટરવલ કહો છો. કારણ કે એ સમયે ડૉક્ટર દિપક પોતે મુસીબત માં મુકાયા હતાં.તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતાં.તો હવે આપણે એમના જ શબ્દોમાં સાંભળીયે કે શી વેદના થઈ હતી એમને.

  હું ડૉક્ટર દિપક આજે આપની સમક્ષ મારો covid નો અનુભવ વ્યક્ત કરું છું.હું મારી નાની એવી ફેમિલી સાથે ખુશહાલ જીવન જીવું છું.મારું ધનવંતરી ક્લિનિક બીલીમોરા ખાતે છે.હું દરરોજ નાં સો થી દોઢસો જેટલા દર્દીઓની સારવાર કરું છું.એક દિવસ એવો આવ્યો કે જ્યારે મને ખબર પડી કે મને કોરોના છે.મને તાવ હતો અને ગળા માં દુઃખાવો હતો તેમજ શરદી ખાંસી પણ હતી.મારો તાવ ચઢ ઉતર કરી રહ્યો હતો.મે વિચાર્યું કે મારે કોરોના નો રીપોર્ટ કરાવવો જોઇએ.કારણ કે મેં સતત કોરોના સંદિગ્ધ દર્દીઓ ની સારવાર કરી હતી.હું માનસિક રીતે સશક્ત હતો.હું સમજી ગયો હતો કે મને કોરોના છે.મે એક લેબ માં સીબીસી સીઆરપી ટેસ્ટ કરાવ્યું જે નોર્મલ આવ્યું.મે SGPT SGOT અને D DIMMER ટેસ્ટ પણ કરાવ્યું.અને RT PCRF પણ કરાવ્યું. તારીખ ૨૬ સપ્ટેમ્બર નાં રોજ મારો રેપિડ ટેસ્ટ નો રીપોર્ટ પોઝીટીવ આવ્યો જે મારી પોતાની ક્લિનિક પર જ થયું હતું.હું બધું wind up કરી ને ઘરે જતો રહ્યો અને કોરોન્ટાઇન થઈ ગયો. લાઈફ માં પેહલી વાર હું આટલી અશક્તિ અનુભવી રહ્યો હતો.મને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.પણ આ બધાં માં હું એક વાત થી ખુશ હતો કે  હું કોરોના પોઝિટિવ આવ્યો એના પાંચ દિવસ પહેલા મારી દોઢ વર્ષ ની બેબી એના નાના-નાની ના ઘરે જતી રહી હતી. મારી પત્ની નાં પણ મે બધાં ટેસ્ટ કરાવ્યા જે નેગેટિવ આવ્યા.પણ અમે બંને કોરોન્ટાઇન થઈ ગયા હતા.મારી પત્ની મારી સાથે આધારસ્તંભ તરીકે ઊભી હતી.અને મારી સેવા કરી રહી હતી.એક દિવસ મારા પિતાજી નો ફોન આવ્યો અને એમણે મને કહ્યું કે હવે તારે ક્લિનિક પર ક્યારેય જવાની જરૂર નથી ,પરંતુ મે એમને સમજાવ્યાં કે તમે તો આટલા મજબૂત છો તો તમે આમ હિંમત ન હારી શકો.અને તમે જ તો મને શીખવ્યું હતું કે પોતાના કર્મથી ક્યારેય પીછેહઠ નહી કરવી જોઇએ તો તમે કેમ આટલા સંવેદનશીલ થઈ ગયા. એમણે ખૂબ ગર્વ થી મને કહ્યું કે મને નહી ખબર હતી કે મારો દિપક આટલો મજબૂત છે.હવે મને વિશ્વાસ છે કે મારા દિપક ને કાઈ નહિ થશે.

     ખરેખર કહું તો મિત્રો મારો CORADS -૪ આવ્યો હતો,જે ખૂબ વધારે હતો.મારો તાવ ઉતરવાનું નામ નહી લઈ રહ્યો હતો.એ તો પેરાસિટામોલ નો દુશ્મન બની ગયો હતો.પણ અહી પણ મારી ચિંતા એ નહી હતી.પણ મારી ચિંતા નો વિષય મારા દર્દીઓ હતાં જે મારા ભરોસે બેઠા હતા.દર્દીઓ મારી ક્લિનિક પર હતાં,એ વખતે મારી એક આસિસ્ટન્ટ ડૉક્ટર મને મદદ રૂપ થઈ. એમણે મારા દર્દીઓ ને સાચવી લીધા અને એમની સારવાર કરી.હું ફોન થી એમને ગાઈડ કરી રહ્યો હતો.કેમેરા માં મારા દર્દીઓ ને જોયા કરતો અને નિરીક્ષણ કરી ને મારી આસિસ્ટન્ટ ડૉક્ટર અને ક્લિનિક ની  sisters ને ગાઈડ કરતો.એ ઉપરાંત બીજા ઘણા દર્દીઓ મને ફોન થી consult કરી લેતા. એક વાત હું ચોક્કસ કહીશ કે કોરોના કાળમાં હું ઘણું બધું શીખ્યો.હું એક physhisian થી ઓર્થોપેડીક ડૉક્ટર પણ બન્યો.હા  થયું એવું  કે એક દિવસ મારી પાસે એક એવો દર્દી આવ્યો જેણે એક ઓર્થોપેડીક ડૉક્ટર પાસે જવું જોઈતું હતું.પણ એ મારી પાસે આવ્યો અને મને કહ્યું કે કોરોના નાં વાતાવરણ ને લીધે ઓર્થોપેડીક ડૉક્ટર એ મારા ઘૂંટણ ની સારવાર કરવાની ના પાડી દીધી.મે જોયુ તો એના ઘૂંટણ ની હાલત ખૂબ ખરાબ હતી.ઘૂંટણમાં પરું થયું હતું એ પાકી ગયું હતું જે મે નીડલ   થી  કાઢી નાખ્યું.અને  તે વખતે મને લાગ્યું કે કોરોના કાળ મને ઘણું બધું શીખવાડી રહ્યો છે.આ તો એક ફ્લેશબેક હતું મિત્રો.હું આપને મારી કોરોના કાળ ની વેદનાં કહી રહ્યો હતો .એક રૂમ માં કામ વગર ,બંધ બેસી ને જે હું રહ્યો એ વ્યક્ત કરવા મારી પાસે શબ્દો નથી.મારી લાઈફ નો એ સૌથી ખરાબ સપ્તાહ મને લાગ્યો.એવી લાઈફ જીવવી અશક્ય છે .૩૧ સપ્ટેમ્બર,૨૦૨૦ નાં મારી તબિયત સારી થઈ. તારીખ ૪ ઓક્ટોબર અને ૫ ઓક્ટોબર નાં રોજ મે પાછું રેપિડ ટેસ્ટ કરાવ્યું.જે બંને વખતે નેગેટિવ આવ્યું.હું સાજો થયો કારણ કે એમાં મારા દર્દીઓ ની દુઆઓ કામ આવી મને.

   તારીખ ૮ ઓક્ટોબર નાં રોજ સવારે હું ક્લિનિક પર આવ્યો,જે પૂર્ણ રીતે  senetize થઈ હતી. બધાં એ મારો સ્વાગત એક યોદ્ધા તરીકે કર્યો.આખરે તો યમરાજ ને છેતરીને જ આવ્યો હતો ને.મિત્રો મારી immunity સ્ટ્રોંગ હતી અને HB ૧૮ ટકા  હોવા છતાં મને કોરોના એ હલાવી નાખ્યો હતો.પણ મારા મનોબળ અને સકારાત્મક વિચાસરણી એ તેમજ મારી જાગરૂકતા એ  મને  કોરોના ની સામે જીતાડી દીધો.એમાં વધારા માં લોકોની દુઆઓ મારા માટે શ્રી સત્યનારાયણ નાં પ્રસાદ માફક રહી.અને હું સાજો થયો.અને જે  કામ ની મે સપથ લીધી હતી તેને માટે ક્લિનિક પર હાજર થયો.

  અંતમાં  હું આપ સૌને એક વાત કહેવા માંગીશ, તમારી સલામતી તમારા હાથ માં છે. માનસિક રીતે સ્વસ્થ રહો, મજબૂત રહો,અને જુઓ જીત તમારી જ છે પછી.

સંગીતાબેન શર્મા

બીલીમોરા.

કોન્ટેક્ટ નંબર-૭૯૯૦૯૫૦૪૯૨

[03/12/2020, 18:05] +91 99099 21100: રામબાણ વાગ્યા હોય  તે જાણે.. 

ઈ.સ. ૨૦૧૯, નવેમ્બરમાં છ મહિના માટે અમેરિકા આવ્યા.. અને આજે આ લખું છું ડીસેમ્બર ૨૦૨૦માં ત્યારે હજુ પણ અહી અમેરિકામાં જ છીએ. કેટકેટલું બની ગયું આ વરસમાં.. કોરોનાના કારમા  ખપ્પરમાં ન જાણે  કોણ અને કેટલા લોકો હોમાશે. ગમે તેટલા પોઝીટીવ રહેવાનો પ્રયાસ કરીએ તો પણ ભીતરમાં એક ફફડાટ કયાં શમે છે ? એમાં યે ઘરમાં ત્રણ વ્યક્તિ  ડોકટર હોય( દીકરો, દીકરી અને વહુ ) ..ત્યારે એ ફફડાટ અનેકગણો વધી જતો હોય છે. 

૧૯  જુલાઈ..૨૦૨૦ નો એ દિવસ. સમાચાર આવ્યા. 

“ ડો. દિપક દોશી, જેતપુર,..કોરોના પોઝીટીવ. કોઈ પેશન્ટને તપાસતા ઇન્ફેકશન લાગી ગયું. રાજકોટ હોસ્પિટલમાં દાખલ થયા” 

જેતપુરથી મિત્ર આલોક ચટ્ટ છાપાનું આવું કટિંગ પણ વોટ્સ અપમાં  મોકલે છે. 

 આ ડો.દિપક યુ. દોશી એટલે મારા સગા જેઠ,  અમારા કુટુંબના મોભી. ભાભીની વિદાયને હજુ પૂરા છ મહિના પણ નહોતા થયા. ત્યાં.. 

 કોરોનાના દર્દીની આસપાસ તો કોઈને ફરકવા ન દે.માત્ર મોબાઈલનો સહારો. 

“ અરે, ભાઈ, તું ચિંતા ન કર. હું થોડાં દિવસમાં સાજો થઇને ઘેર આવી જવાનો.” 

બાર દિવસ ઝઝૂમ્યા. રોજ વાતો થાય અને પોતે એકદમ બરાબર છે એ જ રટણ ચાલુ રાખે. દીકરો આશિષ સુરતમાં પેથોલોજીસ્ટ. તે રાજકોટ આવ્યો.  માંડ માંડ મળી શકયો. બસ..એટલું જ.

૩૧ જુલાઈ. બસ.. બધું પૂરું. ભીની આંખે આશિષે એકલાએ અગ્નિદાહ દીધો. આટલું વિશાળ  કુટુંબ પણ ચાર ખભ્ભા પણ  આજે નસીબ ન થયા. અમને બધાને તો ફક્ત મોટા ભાઈ હવે નથી રહ્યા એટલા સમાચાર જ. શું કરવું ? શું કરી શકાય ?  

  “ એકલા આવ્યા અને એકલા જવાના..”   આ વાતનો એહસાસ  સાંપ્રત સમયમાં કદાચ સૌ કરી રહ્યા છે. 

જયારે અનેક લોકો ભીડમાં બિન્દાસ ફરતા જોવા મળે છે. ત્યારે અફસોસ સાથે એક જ સવાલ થાય છે કે આ લોકો શું આવો  કોઇ અનુભવ જાતે થાય ત્યારે અને તો જ સમજશે ? જીવનમાં બધા અનુભવો જાતે લેવા જેવા નથી હોતા.  તમે તમારી જિંદગી માટે બિન્દાસ બની શકો. પણ અહી સવાલ તમારા એકની જિંદગીનો જ નથી. એ અનેકને સ્પર્શે છે. એનું શું ? 

ખેર !  રામબાણ વાગ્યા હોય તે જાણે. આ કપરા કાળમાં જેમણે સ્વજનો ગુમાવ્યા છે. એમની  જિંદગીમાં પડેલી અંગત ખોટ કોણ પૂરી શકવાનું ? એ સૌ દિવંગત આત્મા માટે પ્રાર્થના. 

“ હે ઈશ્વર, એ સૌ  માટે મંગલ  મંદિર ખોલીશ ને ?

- Nilam Doshi, America

[03/12/2020, 18:12] +91 99099 21100: કોરોના કથા

-----------------

હર તરફ આગ હૈ દામન કો બચાયે કૈસે...

-----------------------------------------------------

         બહુ જ ચોકસાઈથી બધા બારી-બારણાં બંધ રાખ્યાં હતાં, છતાં પાછલે બારણેથી એ ઘરમાં પ્રવેશી જ ગયો. કોરોના એક એવો ગાંડોતૂર હાથી છે કે જેને હજુ સુધી નાથવો મુશ્કેલ રહ્યો છે. બરાબર બેસતા વર્ષની સાંજે મારા હસબન્ડને ટેમ્પરેચર આવ્યું, ટેસ્ટ કરાવ્યા અને કોરોના ડિટેક્ટ થયો.

         હવે એવા દિવસોની સફર શરુ થવાની હતી જે ચિંતા, ભય અને અજંપાથી ભરેલી રહેવાની હતી. બેસતા વર્ષે આમ પણ નક્કી કર્યું હતું કે અમદાવાદમાં કોરોના વિસ્ફોટ છે એટલે ક્યાંય કોઈ સગાવ્હાલા ને મળવા ન જવું. હવે તો ૧૪ દિવસ બધાએ ઘરમાં જ રહેવાનું હતું. રિપોર્ટ આવ્યા પછી  બે કલાક મનમાં ખૂબ ગડમથલ ચાલી. કેવી રીતે હું બધું સંભાળીશ ? નોકર વગર ,બહાર ગયા વગર બધું ખૂબ અઘરું હતું. પણ ધીરે ધીરે મન મક્કમ કર્યું અને આખી સિસ્ટમ  ગોઠવી દીધી. અમારા જ ફેમિલી ડોક્ટરે હોમ  આઈસોલેશન ટ્રીટમેન્ટ કરવાની શરૂ કરી. 

         પળે પળે પડકાર ઝીલવાનો હતો. આટલાં વર્ષો રોજ સવારે સાથે ચા પીધી હોય ,સાથે જમવા બેઠા હોઈએ એ બધાથી વિરુદ્ધ સહેજ બારણું  ખોલીને એમની ચા, ઉકાળા,

 દૂધ ,જમવાનું મૂકી દેવાનું.એક વ્યક્તિ અચાનક જ જાણે કાળા પાણીની સજા ફરમાવી હોય એમ ઓરડામાં પુરાઈ જાય .મારું મન ઘણા પ્રશ્નો પૂછી રહ્યું હતું અને મારે જ જવાબ શોધવાના હતા .સંબંધની ઉષ્મા તો બરકરાર હતી પણ રૂમમાં નહીં જઈ શકવાની નિ:સહાયતા મને ખૂબ વસમી લાગતી . આખરે ચૌદ દિવસ પૂરા પણ થઈ ગયા. કોરોના વિદાય થયો .જીવનનો આ કાળખંડ થોડો કપરો હતો પણ બાકી રહેલા જીવનનું મૂલ્ય સમજાવતો ગયો. કદાચ પ્રેમનો રંગ વધુ ઘેરો બની જીવનને સતરંગી બનાવી જ દેશે .

                                               - ભાર્ગવી પંડ્યા

[03/12/2020, 18:21] +91 99099 21100: *કેન્સર, કોવિડ અને કલ્યાણી વ્યાસ*

હું કલ્યાણી વ્યાસ, ઉંમર વર્ષ ૫૯. જીવનમાં સઘળું ઇચ્છયું, એ મળ્યું. પ્રેમાળ પતિ. બે જોડિયાં પુત્રો અને સુખી  સંસાર. પણ વર્ષ ૨૦૧૪માં સ્ટેમ સેલ કેન્સરનું નિદાન થયું. ત્યારબાદ ઓટોલોગસ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ પણ કેન્સરમુક્ત સમયગાળો અઢી વર્ષથી વધારે ન રહ્યો. કેન્સર ફરી આવ્યું અને કેમોથેરાપીની વણથંભી સારવાર ચાલુ થઈ. કોવિડ-૧૯ મહામારીમાં મારે તો સવિશેષ કાળજી લેવી પડે. જો કોઈ વ્યક્તિને કેન્સર, હાઇપર ટેન્સન, કલેસ્ટરૉલ કે ડાયાબિટીસ હોય તો કોવિડ જીવલેણ બનવાના ચાન્સ વધારે હોય છે. અને મને તો આ બધી જ બીમારીઓ પહેલેથી જ હતી. કાળજી તો લીધી પણ આખરે પહેલાં મારા મમ્મી અને પછી મારા પતિ અને પછી હું આરટીપીસીઆર ટેસ્ટમાં પોઝિટિવ જાહેર થયા. મારા મમ્મીને તાવ હતો એટલે ઘરનાં બધાની ટેસ્ટ્સ કરાવી હતી અને.. 

મુશ્કેલીનો પાર નહોતો. મુખ્યમંત્રીસાહેબનાં પત્ની મારા સહેલી. એમને મારી મેડિકલ હીસ્ટ્રી ખ્યાલમાં હતી. તેઓએ રાજ્યનાં શ્રેષ્ઠ કોવિડ એક્સપર્ટનો અભિપ્રાય લીધો અને ઉત્તર મળ્યો: ‘દાખલ થઈ જાવ’. અલબત્ત મને તાવ કે એવા કોઈ લક્ષણ નહોતા. રાજકોટમાં અમારા ડોક્ટર્સ ફેમિલી ફ્રેંડ્સનું માર્ગદર્શન સતત રહ્યું. સગાવહાલાઓએ નાણાંકીય મદદની ઓફર કરી. પૂજ્ય મમ્મીને તો ભાઈને ત્યાં મોકલી દીધી હતી કારણ કે અહીં એમની સારવાર કોણ કરે? 

પ્રથમ આઠ દિવસ તો કોઈ લક્ષણો નહોતા. ડોકટરની સૂચના કે તાવ ૧૦૦થી વધે કે ઑક્સિજન ૯૫થી ઘટે તો હોસ્પિટલ ભેગા થઈ જવું. રસોઈ સહિત ઘરકામ કરી શકતી હતી પણ પછી તાવ આવ્યો. હોસ્પિટલ જવાનું મન ન જ થાય પણ ન છૂટકે દાખલ થઈ. એકલા જ જવાનું સાથી વિના, સંગી વિના, એકલા જ જવાનું. પણ હું ય ફાઇટર છુ. આમ ઘણું અઘરું. મારા કોવિડગ્રસ્ત પતિને જો કે કોઈ લક્ષણો નહોતા. મને પણ થયું કે હું ય બહાર આવી જ જઈશ. હોસ્પિટલ કોઈ રહેવા જેવી જગ્યા હોતી નથી. શ્વાસ માટે વલખાં મારતા દર્દીઓ જોઈએ, ‘ઓ મા, મરી ગઈ, મરી ગઈ, મરી ગઈ’- એવી બૂમો સંભળાય એટલે હિંમત ઓગળી જાય. ફોનથી બધા પોતીકાં સાથે સંપર્ક રહ્યો, એ સારું થયું.  ૧૪ દિવસ માંડ વીત્યા. પણ હું બચી ગઈ. કેમોથેરાપી બંધ હતી. કેન્સર વકરવાનો ભય હતો પણ નસીબ સંજોગે સ્થિતિ વધારે બગડી નહોતી. 

અત્યારે કેમોથેરાપી ફરી ચાલુ છે. જન્મ, મૃત્યુ અને લગ્ન નિશ્ચિત જ હોય છે. મૃત્યુ આવવાનું હશે ત્યારે આવશે જ. હિંમત રાખવી, ખૂબ હસવું અને સૌને મદદ કરવી એવો મારો સ્વભાવ. ઈશ્વર પર શ્રદ્ધા તો છે જ. કુટુંબનાં સભ્યોનો સ્નેહ અને સંભાળ અનન્ય. એટલે અત્યારે શ્વાસ ચાલે છે.

[03/12/2020, 18:22] +91 99099 21100: ૮૬ વર્ષમાં આવી બીમારી કોઈ દિ જોઈ નથી. 

કોરોના એક ભયાનક બીમારી છે અને મારી ૮૬ વર્ષોની ઉંમરમાં મેં આવી બીમારી કદી જોઈ નથી. ધરતી ઉપર જે અત્યાચાર, ખૂનખરાબા વધી રહ્યા છે એને પહોંચી વળવા સરકાર, પોલિસ કે ન્યાયતંત્ર કામ કરે પણ આ કોરોના સામે આપણે સૌ લાચાર છીએ. અમારી ઉંમરે તો ઘરમાં જ પૂરાઈને બેસી રહેવું જરૂરી છે. તબિયત સાચવવી અને જો થાય તો આમાંથી હેમખેમ બહાર નીકળી જવું, એ જ મોટી સફળતા ગણાય.  

લોકડાઉનનાં કપરાં કાળમાં ઘરમાં જ બંધ સૌ કોઈ કંટાળ્યા હતા. સપ્ટેમ્બરનાં છેલ્લાં અઠવાડિયામાં અમારા બે દીકરાઓ અને બે દીકરીઓ અને એમનાં સૌ કુટુંબીજનો મળીને કુલ ૨૬ વ્યક્તિઓ ઉદેપુર ફરવા ગયા હતા. મારી જવાની ઈચ્છા નહોતી પણ સૌની ઈચ્છાને માન આપીને મેં પણ જવા તૈયારી બતાવી. ત્યાં સૌ સાવચેતીનું પાલન કર્યું. રીસોર્ટની બહાર ફરવા પણ નહોતા ગયા પણ ચેપ લાગ્યો. કુટુંબનાં આઠ વ્યક્તિઓનો વારાફરતી કોરોના પોઝિટિવ રીપોર્ટ આવ્યો. ઉદેપુરથી પાછા આવીને હું મારા દીકરીને ત્યાં અમદાવાદ રોકવાની હતી પણ મારા જમાઈ અને મને કોરોના પોઝિટિવ આવતા હું તરત જ મારા ગામ વ્યારા આવી ગઈ. 

મને તાવ હતો અને કશી ય સૂઝ પડતી નહોતી. કોઈ ભાન નહોતું. વ્યારા ક્યારે આવી, એ પણ ખ્યાલ ન રહ્યો. મારા પૌત્રએ મને વાહનમાંથી ઉતારી. ગામમાં પરત આવીએ ત્યારે બધા બોલાવે, વાતો કરે પણ આ તો કોરોના. બધા પાસે આવતા જ ડરે. દીકરાએ સીટીસ્કેન, બ્લડ રીપોર્ટ કરાવ્યો. દરમ્યાન હું વધારે સારી સારવાર મળે એ હેતુથી એમ્બ્યુલન્સ મારફત મારા બીજા દીકરાને ત્યાં સુરત આવી, હોસ્પિટલમાં દાખલ થઈ. કોઈ મળવા ન આવે, સાથે કોઈ હોય પણ નહીં. મનમાં સતત ડર રહે. એટલું સારું કે મને અન્ય કોઈ બીમારી નહોતી. પાંચ દિવસની સારવારનાં અંતે હું સાજીસામી ઘરે આવી ગઈ. અશક્તિ ખૂબ જ. દસ દિવસ પછી વ્યારા પાછી ફરી. ખાવાનું ભાવે નહીં. કોઈ મળવા આવે નહીં. લોકો ય અછૂત જેવુ વર્તન કરે. આ તે કેવી બીમારી! દીકરા વહુએ ખૂબ સેવા કરી. અશક્તિ બે મહિના સુધી રહી. હવે સારું છે. બસ, ભગવાનને એ જ પ્રાર્થના. આ વિકટ પરિસ્થિતિમાંથી સૌને બચાવે.  

ચંદ્રિકા પ્રભાકર ભટ્ટ.                                                                                                    કોટમાં                                                                                                                   વ્યારા

[06/12/2020, 18:55] +91 93776 90910: *આવું કાંઈ હોય!*

- નિર્ઝરી મહેતા

“મમ્મી, પ્લીઝ મારાં રૂમમાં તમે માસ્ક પહેરીને આવો!” તાવલી દીકરીને સાંજના ચા-નાસ્તો આપવા તેના રૂમમાં પેઠી કે દીકરીએ કહ્યું.

આજ સવારે જ તેની ‘રીંગસેરીમની’ ઉજવાઈ’તી! પરિચયમાં આવતાં બંગાળી યુવક તેના મનમાં વસી ગયો. અમે એ સંબંધ વધાવ્યો. સવારે જ ‘બંગાળી વધૂ’ થનારીને ઉલ્લાસ-ઉષ્મા સાથે લ્હાણ આપવા વરપક્ષનાં આણંદથી આવેલ. અમે પણ કોરોના અંગે તકેદારી રાખી પંદર જ જણ ભેગાં થયેલ. ખાણી-પીણી-સુશોભન બધુ જ અમે જાતે કરેલું... હોંશીલી સહેલીઓ, મિત્ર જેવાં કઝિન ભાઈ-બહેનો વિના જ જીવનનો અમૂલો પ્રસંગ ઉજવ્યો. બે ય બાજુનાં મોટેરાં દસેક હતાં.

આગલી સાંજે સ્હેજ ઢીલી દીકરીને તાવ હતો તે બધાંની વિદાય પછી ખયાલ આવ્યો. ને દીકરીને તેના રૂમમાં આરામ કરવા મોકલી... મેં દીકરીની આગ્રહભરી સૂચના સાંભળી – માની. મોટી થયેલ દીકરી મિત્ર જ ગણાય. ડૉક્ટરનો સંપર્ક કર્યો. પણ તેને શ્વાસ, સ્વાદ, ગંધ, કશામાં તકલીફ ન મળે. ગળું, આંખ, કાન, નાક, સાવ નરવાં! ઑક્સિજન લેવલ પણ ટનાટન! ડૉક્ટર કહે કોરોના સિવાય પણ વાયરસ હોય છે. પણ તાવ ચાર દિવસ અણઉતાર! આખરે ઘરે ટોપરાની લેબમાંથી આવી સેમ્પલ લઈ ગયા. સાંજે તો ભાઇલાલ અમીન હોસ્પિટલમાં લઈ જવાની સૂચના! લઈ ગયાં. તેને જ અંદર લઈ ગયાં. થોડી વારે બહાર આવી- હોસ્પિટલનાં કપડાં ને વ્હીલચેરમાં. ને... બસ હાથ હલાવતી તેને લઈ ગયા કોરોના વોર્ડમાં. સાથે કોઈએ રહેવાનું ન હતું! કાંઈ

હું ફાટી આંખે જોઈ રહી! આવું કાંઈ હોય! એને તો લગ્ન પછી ‘વહાલમ’ સાથે એકલી મોકલવાની હતી! અને આમ અહીં એકલી! – આવું તો કાંઈ હોય! હું અને મોટો પુત્ર ભારે મનથી ઘરે આવ્યાં. પતિ છેલ્લા વરસની કેન્સરની સારવાર પછી હજી સ્વસ્થ થયેલ. ડૉક્ટરની સલાહ પ્રમાણે ઘરનાં ત્રણે જુદા રૂમમાં રહી ક્વોરન્ટાઇન રાખ્યું. કામ કરનારાંને પણ ના કહી દીધી આવવાની!

ઘરમાં જે સન્નાટો સાંય સાંય કરતો હતો! ન છૂટકાનું મળવાનું, ખાવાનું, બોલવાનું! જાણે પેરા રોબોટ અમે!

દીકરી સાથે હોસ્પિટલમાં અમે અને સહુ પરિચિતો વાત વિડીયો કૉલે કરીએ. પણ પહેલા બે દિવસ તો દીકરી ફીકરમાં તરફડે. આટલાં મોટેરાં હાજર- તેમને કોરોના થયો હશે? તાવ આવે 6 દિવસ થયેલ. તેનાં બ્લડ રિપોર્ટમાં CT તત્ત્વ ઘણું વધું હતું તેથી અમને કોઈને સંક્રમણ ન થયું. ડૉક્ટર્સે અમને ‘ગ્રીન કાર્ડ’ આપી દીધું! ને તેને એટલી તો હાશ થઈ!

એમ થાય – સગાઈ પછીના સપનાંમાં મીઠી રાતો ગાળવાની જગ્યાએ આ કેવી nightmare જેવી રાતો ગાળી એણે! આવું કાંઈ હોય!!!

દીકરી દસ દિવસે ઘરે આવી. હોસ્પિટલમાં લેવાતી ઉષ્માભરી કાળજી સાથેની સારવારની વિગતો દીકરી પાસેથી અને હોસ્પિટલ અથોરિટી પાસેથી મળતી રહી. હોસ્પિટલાઇઝેશન પછી પણ પાંચ દિવસ તાવ ન ઉતર્યો. ફરીથી એક્સરે, બ્લડ ટેસ્ટ કરાયાં. તે મુજબ દિવસમાં ત્રણ વાર ઈંજેકશન, જરૂરી સ્ટીરોઈડ, વગેરે દવાનો દોર ચાલ્યો. આખરે તે ઘરે આવી. હજી સાત દિવસ તેને રૂમ ક્વોરન્ટાઈન હતું. અમે મા-દીકરાએ એનો રૂમ તસુએ તસુ સેનિટાઈઝ જાતે કર્યો. કામકાજ કરનારાં મહિને આવ્યાં. રસોઈવાળાં બહેન રોટલી-ઢેબરાં ઘર બહાર મૂકેલ ટેબલ પર મૂકી જાય. બાકી બધું દીકરીની રુચિ ઉઘડે – શક્તિ વધે તેવું હું બનાવું. ‘અમને બહુ પહોંચે છે’ તેનો મનમાં ભાર રાખતી દીકરીનો મૂડ હળવો રાખવાનો અમે સહુ પ્રયત્ન કરતાં. બાળવાર્તામાં પારધિની જાળમાં ફસાયેલ પંખીઓની જેમ અમે સહુએ મળી જાળ ઊંચકી કોરોનાનાં સકંજામાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો!!!

*નિર્ઝરી મહેતા, વડોદરા (9377690910).*

[29/12/2020, 15:43] +91 95586 62604: કોરોનાની સત્ય ઘટના

શીર્ષક- સન્નાટો

નામ- પીનાપટેલ"પિન્કી"

મોનં-9558662604

અમારી વિસ્તારની એક સોસાયટીમાં એક બેન ને શરદી ઉધરસ કંઈ નહોતું,

  ફક્ત કફ જામી ગયેલો તેમના પતિએ તેને કહ્યું ચાલ કોરોના નો રિપોર્ટ કરાવી લઈએ.

તેમને ના પાડી.

   હજુ તો કોરોનાની શરૂઆત હતી તેથી ડર લાગતો હતો કે જો મને રિપોર્ટ પોઝિટિવ આવશે તો મને હોસ્પિટલમાં અને ઘરના બધાને ઘરની અંદર પુરી દેશે એટલે તેમને લોકલ ડોક્ટરની દવા શરૂ કરી.

   પરંતુ એક અઠવાડિયું થયું છતાંયે  તેમને કોઈ ફેર ના પડ્યો ત્યારે  તેમના પતિ રિપોર્ટ કરાવવા લઈ ગયા.

    જ્યારે રિપોર્ટનું સેમ્પલ આપી ઘરે આવ્યા ત્યારે આખી સોસાયટી તેમની માટે ભગવાનને પ્રાર્થના કરતી હતી  રિપોર્ટ નેગેટિવ આવે તો સારું. પરંતુ બીજા દિવસે સવારે તેમના પર ફોન આવ્યો કે તેમનો રિપોર્ટ પોઝિટીવ છે. 

તે બેન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.  તે વખતે તો ટીવીમાં નામ આવતું હતું. અમારા વિસ્તારમાં પ્રથમ કેસ હતો. તેથીઅમારા આખા વિસ્તારમાં ફફડાટવ્યાપી ગયો. જાણે સન્નાટો છવાઈ ગયો.  108 એમ્બ્યુલન્સ આવી ગઈ તે બેનને લઈ ગઇ તેમની  આખી સોસાયટી આજુબાજુ વિસ્તાર સેનેટાઇઝ કરી દીધી  અને આખી સોસાયટીને કન્ટેન્મેન્ટ ઝોન મૂકી દીધી.

         તેમના ઘરના સભ્યો , આડોશી-પાડોશી ના રિપોર્ટ કરાવ્યા, બધાને રિપોર્ટ નેગેટિવ આવ્યા. પરંતુબધાને એટલી તકલીફ પડવા લાગી. કોઈ ઘરની બહાર નીકળતું ન હતું.

આજુબાજુ ની સોસાયટી માંથી થોડીઘણી મદદ મળી રહી.  14 દિવસ તો કદી પણ ભૂલી  શકાશે નહી.  તે બેન સ્વસ્થ થઈને પાછા ઘરે આવ્યા. તે બહુ મોટી વાત હતી તેઓ કોરોના સામે જંગ જીતી ગયા હતા.  એ બેન સ્વસ્થ થયા અને અમે બધા મુક્ત થયા.

  હજુ એ કોરોના મહામારી વધી રહી છે. આપણા અંદરથી ડર નીકળી ગયો છે. તે સારી વાત છે. પરંતુ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.

     "સાવચેતી એજ સલામતી"

પીનાપટેલ"પિન્કી"

વિસનગર

[29/12/2020, 15:45] +91 87587 73688: *ખીલ્યું કમળ કોરોના-કાદવે* 

"વાહ, આ ફૂલનાં કુંડા ક્યારે લાવી તું?  કેવા સરસ ફૂલ ખીલ્યાં છે!" સામે ધરવામાં આવેલી ટ્રેમાંથી ચાનો કપ ઉઠાવવા છાપું ખસેડ્યું, ત્યારે કુંડામાંનાં ફૂલો જોઈ એમણે સવાલ કર્યો.

"હમ્મ, એક વર્ષથી એ જ જગ્યાએ પડ્યાં છે. આપણું કશે ધ્યાન છે ખરું?" હીંચકે બાજુમાં બેસતાં મેં આગળ બોલવાનું ટાળ્યું, કારણકે મને ખબર હતી કે મારી વાત, ધંધામાં અતિવ્યસ્ત  એમનાં સુધી પહોંચવાની તો નથી જ! 

કેટલાં દિવસ પછી, મેં છાપાનું પાનું હાથમાં લઈને ચાની ચૂસકી લીધી! આજે ચા મને રોજ કરતા વધારે મીઠી લાગી! અત્યારે ઓછામાં ઓછું એકવીસ દિવસ તો બંનેએ ઓફીસે જવાનું નથી, હાશ! 

"મમ્મી, આજે રાતે પિઝ્ઝા ખાઈશું.‌" સ્વીટીને સ્વપ્ન આવ્યું કે શું, રૂમમાંથી બોલતાં નીકળી.

"ના, હવે બહારનું ખાવાનું બંધ." મારાથી બોલતા તો બોલાઈ ગયું પણ અઠવાડિયે ચાર વખત બહાર જમવાની ટેવને ટાળવી અઘરી તો ખરી, સાથે ઘરે બનાવવાની મહેનત કરવાની, જે હોય તેમાંથી ચલાવવાનું!  વિચારતાં મને ચક્કર આવવા માંડ્યા.

ઘરની અંદર પ્રવેશતાં કામની શરૂઆત ક્યાંથી કરવી? ફરી મૂંઝાઈ હું!

છાપાનાં અક્ષરે-અક્ષર વંચાઈ ગયાં  હશે એટલે કંટાળીને એમણે રસોડાનાં બારણે ઉભા રહીને બૂમ પાડી, "મૈત્રી શું કરે છે?"

બેઝિનમાં પડેલાં ગંદા વાસણો પર મારી દયામણી નજર પડતા જ એ સમજી ગયા કે, આજથી કામવાળી નહીં આવે! 

રોષનો ભોગ બનતાં વાસણો પર એમને દયા આવી ગઈ! એ મારા હાથમાંથી ધોવાતું વાસણ લઈને ધોવા માંડ્યા. "આજથી આ કામ મારું!"  હું શંકાની નજરે એમને જોતી ઝાડું શોધવા લાગી.

મને સાફસફાઈ કરતાં, રસોઈ કરતાં, કપડાં ધોતા  ત્રણ વાગી ગયાં. પગ લાંબા કરી સોફા પર ગોઠવાઈ ત્યાં તો થાકનાં કારણે આંખ બંધ થઈ ગઈ.   

થોડીવારે આંખ ખૂલી ત્યારે એ પાણીનો ગ્લાસ લઈને ઉભા હતા. ખુશીથી છલકાતાં, શરમાતાં મેં રસોડે દોટ મૂકી.

મેં સાંજે શાક-ભાખરી ટેબલ પર પીરસ્યા, બધાંએ વખાણીને ખાધાં, જાણે મારો બધો થાક ઉતરી ગયો! રાતે નિદ્રાદેવીને મનાવવાની જરૂર ન પડી. 

દિવસને ઊગવાની કેટલી ઉતાવળ! આંખ મીંચાઈ મીંચાઈ નથીને સવારે દસ્તક દઈ દીધી.  હું મીઠડી ઊંઘને 'થૅન્ક યુ' કહીને, આળસ મરડીને ઉભી થઈ. ઘડિયાળ તરફ નજર કરી તો  રોજ કરતાં વધારે ઝડપથી ભાગતી હતી. દોડતી હું રસોડામાં પહોંચી, એમને ઉઠે એટલે તરત ચા જોઈએ ને!

રસોડાનો ઓટલો અસ્તવ્યસ્ત જોઈ હું ચિડાઈ ગઈ, ઘર બહારનાં સળવળાટ પર ધ્યાન ગયું.

"ગુડ મોર્નીગ, ગરમા-ગરમ મસાલા ચાય." કહેતા એ ચાનો કપ પકડાવતા મને હીંચકા તરફ ખેંચી ગયાં. કુંડામાં ઉગેલા પેલા બે ફૂલો પણ હસી ઉઠ્યાં!

કોરોનાકાળની આ મારી અને એમની વાત ઘણાં ઘરોની કહાની છે ને? 

વંદના વાણી

વ્યારા

[29/12/2020, 19:59] +91 99090 25234: સાંત્વના

*******

મારી વ્હાલામાં વ્હાલી સખી રવીનાનો એક દિવસ અચાનક મેસેજ આવ્યો,

"જ્યારે મારે ખરેખર તારી જરૂર હતી ત્યારે મને એક કોલ પણ ન કરવા બદલ આભાર, જ્યારે અમે આખું ઘર માનસિક રીતે તૂટી પડ્યા હતા ત્યારે જેની પાસેથી મને સાંત્વનાની સૌથી વધુ આશા હતી એવી તે મને બે શબ્દો પણ ન કહ્યા એ બદલ તારો આભાર....."

વાંચીને  હું ડઘાઈ ગઈ, કે મારાથી બહુ મોટી ચૂંક થઈ ગઈ. મેં એને સીધો કૉલ કર્યો. એણે મને બધી વાત કરી કે 

"મારા સસરાને કોરોના પોઝિટિવ આવ્યો છે. અમે એમનાથી અહીં દૂર ભાવનગર ને મારા સાસુને સસરા ત્યાં ઘરે છે. એ હોસ્પિટલ હતા એ દિવસો અમારા માટે સૌથી જીવનના સૌથી ખરાબ દિવસો હતા. એક તો એમની પાસે જઈ ન શકીએ. ઘરે સાસુ એકલા. એમની પણ ઉંમર ખાસી, ને મારો બાબો છ મહિનાનો તો ન અમે એમની પાસે જઈ શકીએ કે ન એ અમારી પાસે આવી શકે. વળી હોસ્પિટલ ફોન કરીએ એટલે પપ્પાનો અવાજ બહુ ઢીલો લાગે, કારણ કે એમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, વળી એ રોજ હોસ્પિટલમાં કોઈને કોઈના મોતના સમાચાર સાંભળે ને સામે લોકોને તરફડતા જુએ એટલે આજીવન એકદમ મજબૂત રહેનાર પપ્પા એકદમ જ હિંમત હારી ગયા. અમે બંને પતિ-પત્ની રાત આખી પડખા બદલીએ કે પપ્પાને એકદમ સારું થઈ જાય. એ સમય અમારા માટે સૌથી કપરો સમય હતો. સમસ્યા સાંભળવી અને અનુભવવી એ બંને બહુ અલગ વસ્તુ છે. ને આવા સમયે તે એક કૉલ પણ ન કર્યો તો મને બહુ દુઃખ થયું..."

મેં સખીને બોલવા દીધી. એ ધ્રુસકે ધ્રુસકે રડતી હતી. દિલ હળવું કરતી હતી. મને ખબર હતી આટલા દિવસમાં એણે જે અનુભવ્યું એટલે આમ અંગત પાસે બોલવું સ્વાભાવિક હતું. મેં બધું સાંભળ્યું. પછી એની માફી માંગી કે હા મારી ચૂંક થઈ કે જ્યારે તારે હિંમતની જરૂર હતી ત્યારે હું તારી સાથે ન હતી. આ સમય જ એવો કપરો ચાલે છે માણસ ઇચ્છવા છતાં પોઝિટિવ રહી નથી શકતો. આટલા દિવસ જે ડૂમો એણે સાચવ્યો હતો એ આંસુ દ્વારા ખાલી થઈ જવા દીધો. પછી એણે કહ્યું કે,

"સખી ખરેખર પોતાનાઓ પર આવે ત્યારે કશું જ નથી સૂઝતું, ઈશ્વર આવો કપરો સમય કોઈને ન આપે, હવે પપ્પાને સારું છે, ઘરે આવી ગયા છે, ને બીજા કોઈને પણ કોરોના થયો નથી..."

ત્યારે મને સમજાયું કે આ સમયે તમારા બે શબ્દો કોઈને હિંમત આપતા હોય તો એમને હિંમત આપજો. ભલે એ કહે નહિ પણ સાંત્વનાના શબ્દો એમની હિંમત જરૂર વધારશે. આસપાસ કોઈ વિશે ખબર પડે તો હિંમત વધારજો, એમનો ડર નહીં.. હવે જ્યારે પણ કોઈ અંગતના સમાચાર સાંભળું હું એને એક વખત કૉલ કરી સાંત્વના જરૂર આપું છું....

© હિના એમ. દાસા

      જૂનાગઢ

[29/12/2020, 20:01] +91 79909 50492: શિર્ષક :કોરોના યોદ્ધાઓને મારી સલામી

 લેખક: સંગીતા શર્મા

 સત્ય ઘટના

4/09/2020  ની એક કાળી સવાર હતી...હા મિત્રો કાળી સવાર! એ રોજ મારા  કૉલેજમાં અભ્યાસ કરતી એક દીકરી ના મમ્મી ને  કોરોના આવ્યો હતો. જેની એમને ખબર પડી જ્યારે તેઓ બધા કોરોના ટેસ્ટ માટે કંડોલ પાડા દવાખાને ગયા હતાં.અને એમની  મમ્મી ને તાવ આવતો હતો અને શરીર દુખતું હતુ અને બીજા દિવસે ટેસ્ટ થતાં એમની  મમ્મી નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને એમને ઘરે થી એમ્બ્યુલ્સમાં નવસારી હોસ્પિટલ લઇ ગયા હતાં અને એમને  પારસી હોસ્પિટલમાં એડમીટ કર્યા હતાં. પહેલા દિવસે એની મમ્મી ને 17 દવા પીવા આપી હતી અને પેટ પર ઈન્જેક્શન મૂક્યાં હતા, રોજ પાંચ દિવસ સુધી.એમના ઘરે બધાના ટેસ્ટ કરવામાં આવ્યાં. અને એમને બધાને   હોમકોરોનટાઈન કર્યા હતાં. જેના પરિણામે એ લોકો  ઘરે થી બહાર  જઈ શકતા ન હતાં. શાકભાજી અને જરૂરી વસ્તુઓ બહાર થી ફળિયા વાળા લાવી આપતા હતાં.કોરોનટાઈન હોવા ને કારણે  એ દીકરીથી છેલ્લા વર્ષની પરીક્ષા આપવા અવાયું નહીં. મિત્રો આખું વર્ષ જ જેણે મેહનત કરી હોય આજે એ પરિક્ષા થી વંચિત પડી...આ તો કેવી ઘડી! એક તરફ માં ની તકલીફ બીજી બાજુ પરીક્ષા ન આપી શકવાનું દુઃખ,આ તો કેવી પરિસ્થિતિ. એની મમ્મી હોસ્પિટલમાં તકલીફમાં અને એમનાં વગર ઘરે આ લોકો તકલીફ માં.  એને અને એનાં ભાઈ ને મમ્મી વગર ગમતુ નહી હતુ.માં વગર શું જીવન છે એ બે પળ માં એમને સમજાઈ ગયું. એમની મમ્મી ને હોસ્પિટલ માં બે દિવસ સુધી તાવ આવ્યો હતો. પછી થોડુ સારુ હતું. પાંચ દિવસ સુધી પારસી હોસ્પિટલમાં રાખ્યા પછી એમની મમ્મી ને પાંચ દિવસ પછી એરુ એગ્રિકલ્ચર કૉલેજમાં કોરોનટાઈન  કર્યા હતાં. એમની મમ્મી ને બે દિવસ પછી પાછો તાવ આવવા લાગ્યો અને માથુ દુખવાં લાગ્યું. જમવાનુ પણ  ભાવતું ન હતું એમને એ કડવુ લાગતું. તેથી એમનાં મમ્મી જમતાં નહી બરાબર .દસ દિવસ પછી એમનાં  મમ્મી ના રીપોર્ટ ફરીથી કરાવ્યા .કોરોના તો સારો થઈ ગયો હતો પણ ન્યુમોનીયા થઈ ગયો હતો. એટલે એમનાં મમ્મી ને પાછા નવસારી ઓરેન્જ હોસ્પિટલમાં એડમીટ કર્યા. રોજ પાંચ બાટલા ચઢાવવામાં આવતા હતાં!એમને આટલા દિવસમાં ઘણી તકલીફો  પડી. ઘરે પણ એમનાં પપ્પા,ભાઈ,બા-દાદા બધાં જ  દુઃખી હતાં અને બધાં એમના ઘરે પાછા આવવાની રાહ જોતા હતાં. વીસ દિવસ પછી એઓ પરત ફર્યા. એમનાં મમ્મી સારા  થઈ ને ઘરે આવી ગયાં. ઘરે આવ્યા પછી પણ એમનાં શરીરમાં કમજોરી લાગતી હતી. એકવીસ દિવસ પછી એમને કોરોન્ટાઈન  માંથી મુક્તિ મળી હતી. કાળા કાળ ને હરાવી ને એક નવી પ્રભા એમને મળી હતી.ભગવાન આવી તકલીફ કોઈ ને ના આપે બસ એ જ મન માંથી અવાજ  નીકળ્યો.એમનાં મમ્મી ઘરે સારા થઈ ને આવ્યા પછી એઓ બધાં  ખુબ ખુશ હતા,આખરે તો યમરાજ ના મુખ માંથી બહાર આવ્યાં હતાં. ફ્લેસબેક-એ દીકરી નો મારા પર ફોન આવ્યો હતો કે મેમ મારાથી પરિક્ષા આપવા નહી અવાશે...ત્યારે કારણ જણાવતા એણે મને કહ્યું કે એમને હોમ કોરોન્ટાઈન કર્યા છે.અને પછી જ્યારે બધું બરાબર થયું અને જિંદગી ઓ બચી ત્યારે આ આખી ઘટના વિગત વાર ખબર પડી...ઘણું દુઃખ થયું મને કે આ કેવું સંકટ લોકો પર અને દેશ પર આવ્યું છે.ભગવાન ને પ્રાથના કરી મે કે માનવ માત્ર ભૂલ ને પાત્ર ,એમની ભૂલો ને માફ કરી દે અને આ સંકટ થી એમને આઝાદ કરી દે.

ઘટના સ્થળ:

ચાપલધરા,વચલા ફળિયુ

તાલુકા:-વાંસદા, જિલ્લા:-નવસારી

ઘટના મારી કલમે

સંગીતાબેન શર્મા

બીલીમોરા

૭૯૯૦૯૫૦૪૯૨

[29/12/2020, 20:01] +91 79909 50492: કોરોના કાળ ની સત્ય ઘટના

શિર્ષક: અંધારા થી પ્રકાશ તરફ.

લેખક: સંગીતા શર્મા

" વો કોઈ ઔર ચિરાગ હોતે હૈ જો હવાઓ સે બૂઝ જાતે હૈ.હમને તો જલને કા હુનર ભી તુફાનો સે સિખા હૈ."

      હા મિત્રો,એક એવા જ ઝિંદાદિલ ડૉક્ટર ની સત્યઘટના હું આપની સમક્ષ લાવી રહી છું.એક એવા ડૉક્ટર જે એમનાં દર્દીઓ માટે ભગવાન તુલ્ય છે.દર્દીઓ કહે છે અમે ભગવાન જોયા નથી પરંતુ અમે ભગવાન ને દિલમાં વસાવ્યા છે.એક એવા ભગવાન જે અમારી વચ્ચે જ રહે છે ડૉક્ટર દિપક નાં રૂપમાં. મિત્રો દિપક એટલે કે પ્રકાશ.અને દિપક એટલે વંદનીય ગણાય છે કેમકે એ બીજાઓ માટે બળે છે.અને એમને પ્રકાશ આપે છે.અમારા ડૉક્ટર દિપક એવા જ એક ડૉક્ટર છે જે નિઃસ્વાર્થભાવે પોતાના દર્દીઓ માટે જીવન સમર્પિત કરવાનાં વિચાર સાથે એમની સેવામાં લાગી ગયા હતા.અહી જ્યારથી કોરોના કાળ શરૂ થયો ત્યારથી લઈને (માર્ચ થી) ૨૬ સપ્ટેમ્બર,૨૦૨૦ સુધી એમણે સતત કોરોના સંદિગ્ધ દર્દીઓ ને જોયા અને એમને સાજા કર્યા હતાં.આ ૨૬ સપ્ટેમ્બર,૨૦૨૦ એ  કોરોના સંદિગ્ધ  દર્દીઓ ને જોવાની છેલ્લી તારીખ નહી હતી પરંતુ એક અંતરાલ હતું.જેમને આપ સૌ ઇન્ટરવલ કહો છો. કારણ કે એ સમયે ડૉક્ટર દિપક પોતે મુસીબત માં મુકાયા હતાં.તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતાં.તો હવે આપણે એમના જ શબ્દોમાં સાંભળીયે કે શી વેદના થઈ હતી એમને.

  હું ડૉક્ટર દિપક આજે આપની સમક્ષ મારો covid નો અનુભવ વ્યક્ત કરું છું.હું મારી નાની એવી ફેમિલી સાથે ખુશહાલ જીવન જીવું છું.મારું ધનવંતરી ક્લિનિક બીલીમોરા ખાતે છે.હું દરરોજ નાં સો થી દોઢસો જેટલા દર્દીઓની સારવાર કરું છું.એક દિવસ એવો આવ્યો કે જ્યારે મને ખબર પડી કે મને કોરોના છે.મને તાવ હતો અને ગળા માં દુઃખાવો હતો તેમજ શરદી ખાંસી પણ હતી.મારો તાવ ચઢ ઉતર કરી રહ્યો હતો.મે વિચાર્યું કે મારે કોરોના નો રીપોર્ટ કરાવવો જોઇએ.કારણ કે મેં સતત કોરોના સંદિગ્ધ દર્દીઓ ની સારવાર કરી હતી.હું માનસિક રીતે સશક્ત હતો.હું સમજી ગયો હતો કે મને કોરોના છે.મે એક લેબ માં સીબીસી સીઆરપી ટેસ્ટ કરાવ્યું જે નોર્મલ આવ્યું.મે SGPT SGOT અને D DIMMER ટેસ્ટ પણ કરાવ્યું.અને RT PCRF પણ કરાવ્યું. તારીખ ૨૬ સપ્ટેમ્બર નાં રોજ મારો રેપિડ ટેસ્ટ નો રીપોર્ટ પોઝીટીવ આવ્યો જે મારી પોતાની ક્લિનિક પર જ થયું હતું.હું બધું wind up કરી ને ઘરે જતો રહ્યો અને કોરોન્ટાઇન થઈ ગયો. લાઈફ માં પેહલી વાર હું આટલી અશક્તિ અનુભવી રહ્યો હતો.મને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.પણ આ બધાં માં હું એક વાત થી ખુશ હતો કે  હું કોરોના પોઝિટિવ આવ્યો એના પાંચ દિવસ પહેલા મારી દોઢ વર્ષ ની બેબી એના નાના-નાની ના ઘરે જતી રહી હતી. મારી પત્ની નાં પણ મે બધાં ટેસ્ટ કરાવ્યા જે નેગેટિવ આવ્યા.પણ અમે બંને કોરોન્ટાઇન થઈ ગયા હતા.મારી પત્ની મારી સાથે આધારસ્તંભ તરીકે ઊભી હતી.અને મારી સેવા કરી રહી હતી.એક દિવસ મારા પિતાજી નો ફોન આવ્યો અને એમણે મને કહ્યું કે હવે તારે ક્લિનિક પર ક્યારેય જવાની જરૂર નથી ,પરંતુ મે એમને સમજાવ્યાં કે તમે તો આટલા મજબૂત છો તો તમે આમ હિંમત ન હારી શકો.અને તમે જ તો મને શીખવ્યું હતું કે પોતાના કર્મથી ક્યારેય પીછેહઠ નહી કરવી જોઇએ તો તમે કેમ આટલા સંવેદનશીલ થઈ ગયા. એમણે ખૂબ ગર્વ થી મને કહ્યું કે મને નહી ખબર હતી કે મારો દિપક આટલો મજબૂત છે.હવે મને વિશ્વાસ છે કે મારા દિપક ને કાઈ નહિ થશે.

     ખરેખર કહું તો મિત્રો મારો CORADS -૪ આવ્યો હતો,જે ખૂબ વધારે હતો.મારો તાવ ઉતરવાનું નામ નહી લઈ રહ્યો હતો.એ તો પેરાસિટામોલ નો દુશ્મન બની ગયો હતો.પણ અહી પણ મારી ચિંતા એ નહી હતી.પણ મારી ચિંતા નો વિષય મારા દર્દીઓ હતાં જે મારા ભરોસે બેઠા હતા.દર્દીઓ મારી ક્લિનિક પર હતાં,એ વખતે મારી એક આસિસ્ટન્ટ ડૉક્ટર મને મદદ રૂપ થઈ. એમણે મારા દર્દીઓ ને સાચવી લીધા અને એમની સારવાર કરી.હું ફોન થી એમને ગાઈડ કરી રહ્યો હતો.કેમેરા માં મારા દર્દીઓ ને જોયા કરતો અને નિરીક્ષણ કરી ને મારી આસિસ્ટન્ટ ડૉક્ટર અને ક્લિનિક ની  sisters ને ગાઈડ કરતો.એ ઉપરાંત બીજા ઘણા દર્દીઓ મને ફોન થી consult કરી લેતા. એક વાત હું ચોક્કસ કહીશ કે કોરોના કાળમાં હું ઘણું બધું શીખ્યો.હું એક physhisian થી ઓર્થોપેડીક ડૉક્ટર પણ બન્યો.હા  થયું એવું  કે એક દિવસ મારી પાસે એક એવો દર્દી આવ્યો જેણે એક ઓર્થોપેડીક ડૉક્ટર પાસે જવું જોઈતું હતું.પણ એ મારી પાસે આવ્યો અને મને કહ્યું કે કોરોના નાં વાતાવરણ ને લીધે ઓર્થોપેડીક ડૉક્ટર એ મારા ઘૂંટણ ની સારવાર કરવાની ના પાડી દીધી.મે જોયુ તો એના ઘૂંટણ ની હાલત ખૂબ ખરાબ હતી.ઘૂંટણમાં પરું થયું હતું એ પાકી ગયું હતું જે મે નીડલ   થી  કાઢી નાખ્યું.અને  તે વખતે મને લાગ્યું કે કોરોના કાળ મને ઘણું બધું શીખવાડી રહ્યો છે.આ તો એક ફ્લેશબેક હતું મિત્રો.હું આપને મારી કોરોના કાળ ની વેદનાં કહી રહ્યો હતો .એક રૂમ માં કામ વગર ,બંધ બેસી ને જે હું રહ્યો એ વ્યક્ત કરવા મારી પાસે શબ્દો નથી.મારી લાઈફ નો એ સૌથી ખરાબ સપ્તાહ મને લાગ્યો.એવી લાઈફ જીવવી અશક્ય છે .૩૧ સપ્ટેમ્બર,૨૦૨૦ નાં મારી તબિયત સારી થઈ. તારીખ ૪ ઓક્ટોબર અને ૫ ઓક્ટોબર નાં રોજ મે પાછું રેપિડ ટેસ્ટ કરાવ્યું.જે બંને વખતે નેગેટિવ આવ્યું.હું સાજો થયો કારણ કે એમાં મારા દર્દીઓ ની દુઆઓ કામ આવી મને.

   તારીખ ૮ ઓક્ટોબર નાં રોજ સવારે હું ક્લિનિક પર આવ્યો,જે પૂર્ણ રીતે  senetize થઈ હતી. બધાં એ મારો સ્વાગત એક યોદ્ધા તરીકે કર્યો.આખરે તો યમરાજ ને છેતરીને જ આવ્યો હતો ને.મિત્રો મારી immunity સ્ટ્રોંગ હતી અને HB ૧૮ ટકા  હોવા છતાં મને કોરોના એ હલાવી નાખ્યો હતો.પણ મારા મનોબળ અને સકારાત્મક વિચાસરણી એ તેમજ મારી જાગરૂકતા એ  મને  કોરોના ની સામે જીતાડી દીધો.એમાં વધારા માં લોકોની દુઆઓ મારા માટે શ્રી સત્યનારાયણ નાં પ્રસાદ માફક રહી.અને હું સાજો થયો.અને જે  કામ ની મે સપથ લીધી હતી તેને માટે ક્લિનિક પર હાજર થયો.

  અંતમાં  હું આપ સૌને એક વાત કહેવા માંગીશ, તમારી સલામતી તમારા હાથ માં છે. માનસિક રીતે સ્વસ્થ રહો, મજબૂત રહો,અને જુઓ જીત તમારી જ છે પછી.

સંગીતાબેન શર્મા

બીલીમોરા.

કોન્ટેક્ટ નંબર-૭૯૯૦૯૫૦૪૯૨

[29/12/2020, 20:01] +91 79909 50492: એક સત્ય ઘટના

શિર્ષક: માનસિક શક્તિ એક અજોડ શસ્ત્ર.

પાત્ર: ડૉક્ટર પ્રદીપ

 સ્પંદન હોસ્પિટલ ચીખલી

 જિલ્લો: નવસારી

લેખક : સંગીતા શર્મા

     સમાજ માટે સૌથી વધુ સમર્પિત વ્યક્તિ જે ભગવાન પછી નો દરજ્જો ધરાવે છે, હા મિત્રો બરાબર વિચાર્યું એ છે  ડોક્ટર. અને હું એક એવા જ ડોક્ટર ની સત્યઘટના આપની સમક્ષ લાવી રહી છું.એ છે ડોક્ટર પ્રદીપ ,એક કર્તવ્ય નિષ્ઠ ડૉક્ટર,જેમનો જીવન  સૌથી વધુ વ્યસ્ત છે,એમનાં કામ ના કલાકો પણ નક્કી નથી હોતા,કોઈ અણધાર્યો અક્સ્માત થાય તો રાત્રે પણ દર્દી ની મુલાકાત લેતા નથી ખચકાતાં.એજ ડોક્ટર જ્યારે પોતે મુસીબત માં મુકાય ત્યારે એમને શી વેદના થાય એ આપણે એમના જ શબ્દો માં સાંભળીયે:

     સપનામાં પણ ન કલ્પ્યું હતું કે જેમના માટે જીવન સમર્પિત કર્યું છે એવા મારા દર્દીઓ ને મારે એકલાં મૂકવા પડશે.આ મારા દિલ ની પેહલી વેદનાં! દર્દીઓ ને કઈ રીતે સમય પર આવી ને સાજા કરી શકીશ?પણ એમાં મારા મિત્ર ડોક્ટર્સ મને મદદ રૂપ થયા અને એમને સાચવી લીધાં.મિત્રો થયું એવું કે  કોરોના વાઈરસ એ મને ઝપેટ માં લઇ લીધો હતો.

       એ એક એવો પળ હતો જ્યારે મને ખબર પડી કે મને કોરોના થયો છે.તમે વિચારશો કે મને કઈ રીતે ખબર પડી કે મને કોરોના છે.તો મિત્રો થયું એવું કે મને થોડો તાવ,શરદી અને ખાંસી હતી.તો મે રિપોર્ટ કરવાનું નક્કી કર્યું.મારી પત્નિ ડોક્ટર જ્યોતિ એ પણ એ વાતનું સમર્થન કર્યું. રીપોર્ટ નોર્મલ આવ્યો,પણ મને લાગ્યું કે સીટી સ્કેન કરાવી લઉ નહી તો મારા લીધે મારા દર્દીઓ મુસીબત માં મુકાશે.તેથી મે સ્કેન કરાવ્યું જેમાં દાગ દેખાયું,અને હું કોરોના પોઝિટિવ આવ્યો.તરત મે મારી જાત ને એકલી પાડી. જેને તમે કહો છો લોકોથી દૂર થવું,isolate થવું.એના આઠમા દિવસે મને તાવ ખૂબ વધ્યો ૧૦૪ ની ઉપર.મને હાંફ ચઢવા લાગ્યો.તેથી ૨૬ જૂન,૨૦૨૦ ના રોજ હું શન સાઈન ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ થયો જે સુરત ખાતે હતી. તાવ ઉતરવાનું નામ નહી લઈ રહ્યો હતો.મને લાગ્યું કે હું આગ વરસાવતા રણ પ્રદેશમાં ઊભો છું.મારી આંખો બળી રહી હતી. માથું જાણે ફાટી રહ્યું હતું. સ્વાદે તો મારી સાથે દુશ્મની લઈ લીધી હતી.હું ફક્ત નમક નો સ્વાદ લઈ શક્તો હતો. ખાંસી થી ગળા માં દુખવા લાગ્યું હતું.આખું શરીર જાણે તુટી રહ્યું હતું.પણ મન થી હું મજબૂત હતો.મારું મનોબળ જ મારી શક્તિ હતી.હું આ બધી નકારાત્મક પરિસ્થિતિ ને સકારાત્મક લેતો ગયો.મે વિચાર્યું કે હું કોઈ સાહસ ની રમત રમું છું.હું આસમાન માં ઊંચે જાણે કૂદી રહ્યો હતો. કે ખાઈ માં નીચે ઉતરી રહ્યો હતો.મને સાંસ લેવામાં તકલીફ થઈ રહી હતી પણ મે વિચાર્યું કે જાણે હું હાફ મેરેથોન દોડ દોડી રહ્યો હતો. અહીં ફેફસાં મારા મિત્રો બન્યાં હતાં. જે ઓકસીજન લેવામાં મારી મદદ કરી રહ્યા હતાં અને અંતમાં હું સાજો થયો અને ૫ જુલાઇ,૨૦૨૦ ના રોજ હોસ્પિલમાંથી ઘરે પાછો આવ્યો.આ સફર થોડા દિવસ નો હતો પણ એ સફર માં મને મારા ડોક્ટર્સ મિત્રો એ જીતી લીધાં હતાં. એમણે મને આ કપરા સમય માં મારો સાથ આપ્યો.જેમાં ડૉક્ટર  મયુર વાઘેલા, ડૉક્ટર જીજ્ઞેશ અને ડૉક્ટર બ્રિજેશ શુક્લા નો ફાળો ખૂબ રહયો. મારા પત્નિ ડૉક્ટર જ્યોતિ બેન મારા આધારસ્તંભ તરીકે ઊભા હતાં.બધાની સેવા અને દુઆ થી હું સાજો થઇ ગયો.

    અહી એક વાત કહેવા માંગીશ મિત્રો,તમારી તંદુરસ્તી જ તમારા રોગો ને નષ્ટ કરે છે. એ માનસિક હોય કે શારીરિક .દવા તો સારવાર નો એક ભાગ છે.તો અંત માં તંદુરસ્ત રહો અને મનથી મક્કમ રહો.તમારો મનોબળ જ તમારો સાચો મિત્ર છે,એક અજોડ શસ્ત્ર છે.

ઘટના મારી કલમે -

સંગીતાબેન શર્મા

વી.એસ.પટેલ કૉલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ.

બીલીમોરા.

કોન્ટેક્ટ નંબર-૭૯૯૦૯૫૦૪૯૨

[29/12/2020, 20:30] +91 98258 59591: રાહુ..કેતુ કે મંગળ નહીં પણ જાલીમ કોરોનાનુ નડતર

્્્્્્્્્્્્્્

કોવિડ_૧૯ કોરોના વાયરસની  મહામારીએ આખા વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે.ચીનના કાળા કરતૂત સમો એ કાળમુખો શયતાન ભારતમાં જરા મોડો પ્રવેશ્યો.. પ્રારંભમાં લાગતું હતું કે એ લાંબું નહીં ખેંચે પણ એણે બધી ધારણા ખોટી પાડી અને લોકડાઉન દરમિયાન  વડાપ્રધાનની અનેક અપીલને નહીં માનીને લોકો બગીચામાં વિહરતા‌ હોય એમ માસ્ક પહેર્યા વિના અને સોશિયલ ડિસ્ટન્સ નહીં પાળી બેફામ વર્તતા આખરે એવી પરિસ્થિતિ સર્જાઈ કે બધું તહસનહસ થઈ ગયું.વેપાર ધંધા રોજગાર ઠપ થઈ ગયા્્અંનેક લોકો રસ્તા પર આવી ગયા્.બધુ જ પડી ભાંગ્યું.અનેક આયોજનો ખોરવાઈ ગ્રાહ્ય પરિસ્થિતિ નો ભોગ હું પણ બન્યો.42 વર્ષથી પત્રકાર વ્યવસાયમાં છુ્.ખતરનાક પૂર અને પ્લેગ જેવી મહામારીનો સામનો કર્યો હતો ્સમાચારો માટે સતત દોડતો રહેતો હતો..પણ કોરોનાએ મને મારી ઉંમર બતાવી દીધી ્સિનિયર સિટીઝન હોવાથી પરિવારજનોએ બહાર નીકળવાની જ મનાઈ ફરમાવી દીધી એમાં મારી નાની પુત્રી ડોક્ટર સિદ્ધિનો તો એવો આગ્રહ કે દરવાજા બહાર નીકળવાનુ જ નહીં.અહી વિધિની વક્રતા પણ જોવા જેવી છે.અમે હાલ ઘરમાં ચાર જણા છીએ.જેમા‌ હુ્..મારી પત્ની ભાવના અને મારા સાસુ દેવીબેન ત્રણેય સિનિયર સિટીઝન‌ છીએ ્પુત્રી ડોકટર સિદ્ધિ મસ્કતિ હોસ્પિટલમાં સેવા આપે છે ્તેના લગ્ન જૂનમાં નિરધાર્યા હતા્્અગાઉથી અનાવિલ સમાજની દયાળજી આશ્રમની વાડી પણ બૂક કરાવી દીધી હતી.. દરમિયાન કોરોનાનો કહેર શરૂ થઈ ગયો.અમને એમ કે થોડા સમયમાં કોરોના જશે.પણ એ તો સતત વધવા માંડ્યો ્ડો.સિદ્ધિની કોરોના વોરિયર  તરીકે ફરજ વધી ગઈ.તેણે અમારા ત્રણ વડિલોનો પણ ખ્યાલ રાખવાનો હતો્્તેણે સુરતમાં જ રહેતા તેના ફિયાન્સ ધ્રુવ જાની સાથે વાતચીત કરી અને ધ્રુવે તેના પિતા હિમાંશુભાઈને જાણ કરી આ પરિસ્થિતિમાં લગ્ન મોકુફ રાખવા નિર્ણય લીધો...મારી‌ મોટી.પુત્રી નેહલ મિલિન્દ ગાવડેએ  બુક કરાવેલી એર ટિકિટ કેન્સલ કરાવવી પડી. દિવાળી બાદ લગ્ન યોજવા નિર્ણય કર્યો... દરમિયાન કોરોના વધુ વકર્યો...મારી તબીબ પુત્રી લગ્નના શમણાં એકબાજુ મુકી ફિલ્ડમાં કોરોના વોરિયર બની ઝઝુમતા માંડી .અને અમે ત્રણ સિનિયર સિટીઝન્સની પણ સંભાળ રાખવા માંડી.દરમિયાન તેના લગ્ન અંગે ફરી તૈયારી  કરી ત્યાં જ જયપુર ખાતે મારી મોટી પુત્રી નેહલનો પરિવાર કોરોનામાં સપડાયો્્્તેઓ સારા થયા બાદ હવે અમે સાદાઈથી લગ્નવિધિ કરીશું.સાસરુ સુરતમાં જ નજીક હોવાથી તે અમારો ખ્યાલ પણ રાખી શકશે..ભગવાનને પ્રાર્થના કરીએ કે આ કોરોના જલ્દી જાય...સૌ ફરી આનંદોલ્લાસથી અગાઉ જેમ જીવવા માંડીએ..અસ્તુ

                    .,...અંમૃત વડિયા

[29/12/2020, 20:59] +91 80002 76441: *સત્ય કથા*

શીર્ષક - *કોરોના સમયે પરિવારના પારખાં*

પ્રકાર -લઘુ કથા 

નોંધ- સમય ,સ્થળ ,સ્થાન ,નામ બદલ્યા છે.

શબ્દો-300 

 રિયા શર્મા વ્યવસાયે સરકારી શાળામાં શિક્ષિકા.સરળ સ્વભાવની ક્યાયરેય કોઈ અજાણી વ્યક્તિને મદદ માટે પણ ના નહિ કહે,ઉંમરના અભાવે તેને થાક અને કામ કરવામાં કરે  એટલું ધાર્યું ન થતું. 16 માર્ચ પછી મહિનાના અંતમાં સરકારે  લોકડાઉન જાહેર કરી દીધું,ત્યાર બાદ ખરી કસોટી થઈ રિયાની.એક સ્ત્રી સાથે વધતી ઉંમર અને સરકારી નોકરી ઘરની જવાબદારીમાં સાસુ અને દીકરો મંત્ર.લોકડાઉનથી જે રાહત સરકારના અમુક ભાગના કર્મચારીઓને થઈ તે રિયાને નહિ,નગર પાલિકા તરફથી પ્રાથમિક શાળાના શહેરના સર્વ શિક્ષકોનો કોરોના કામગીરીનો સર્વેના ઓર્ડર કાઢવામાં આવ્યા.સાથે બાળકોને શિક્ષણ આપવાનું,બાળકના પરિવારની સ્થિતિથી અવગત રહેવું,અને સાથે કોરોનાની કામગીરી શરૂ કરી. સમય સુચકતા અને શુધબુધથી પોતાને આ કામમાં પણ ઢાળી દીધી,કામગીરી અને શિક્ષણ કાર્ય  કરતા કરતા ક્યારે એના ઘર પરિવારના સભ્યને કોરોના થઈ ગયો તે ખબર ના પડી.તો પછી પોતાને હોમ કોરેન્ટાઇન કર્યા બાદ એકલા હાથે તે એક સ્ત્રી થકી દર દર ભટકી ઘરના સભ્યને હોસ્પિટલમાં દાખલ કર્યા ત્યાર બાદ ઘરને સાચવ્યું સાથે દીકરાનું ભણવાનું અને બધી જ બાબતમાં તે આગળ વધી,પરંતુ તે હવે એકલી પડી ગઈ.માતા પિતા સિવાય કોઈએ એને સાથ તો દૂર સહકાર પણ આપવાની ના પાડી દીધી, રિયાને જતાવવામાં આવ્યું કે તું સરકારી નોકરી કરે તમારે શું બધી મદદ મળી રહે,અહીં કોણ ?માનવતાનો જે ધર્મ કરતી હતી તેને આજે માનવતા પરથી વિશ્વાસ ઉડી ગયો,જે નણંદને સખી સમજતી હતી તે આજે પારકા કરતા પણ દુશમનની જેમ વ્યવહાર કરતા  તે અંદરથી સમસમી ગઈ.આમ જોવા જઈએ તો રિયા ઘણી મજબૂત અને કઠણ મનની પણ આ પરિસ્થિતિમાં તે અંદરથી જ ભાંગી પડી,એકબાજુ પતિ શહેરથી દૂર અને નાનો દીકરો,સાથે સાસુને કોરોના, હોસ્પિટલમાં જવાનું 12 વર્ષના દીકરાને એકલો ઘરમાં બંધ કરવાનો,રોગ પણ એવો કે જેમાં પરિવારથી અલગ થઈને રહેવું,જ્યાં પરિવાર દરેક તહેવારમાં એકઠા થતા હતા ત્યાં આજે પરિવારોમાં રોગને લીધે દરાર પડતી જોવા મળી. બાહ્ય રોગે લોકોના બાહ્ય દેખાવની સાથે  આંતરિક મનની વાત પણ ખબર પડીગઈ.  આ મહામારીએ તેને બધા જ રીતના અનુભવો  કરાવી દીધા,

*નોંધ*સત્ય ઘટના નામ સ્થળ બદલ્યા છે

*ગાયત્રી પટેલ સુરત*

*8000276441*

[29/12/2020, 22:04] +91 73593 32155: કોરોના ની સત્ય ઘટના

શીર્ષક: આપવીતી

Dr. Anjali prajapati

Mo.7359332155

આ સત્ય ઘટના લખાણ માં હું મારી પોતાની જ વાત જણાવા જઈ રહી છુ.

આ વાત છે લગભગ દોઢ બે મહિના પહેલાની. જ્યારે હું પોતે નામ અંજલી પ્રજાપતિ એક વેટરનરી ડૉક્ટર તરીકે ની ઇન્ટરનશીપ માં હતી. મારે આખો દિવસ ની ઇન્ટરનશીપ દરમિયાન અગણિત પશુઓ ની સારવાર માં દિવસ પસાર થતો. આ દરમિયાન મને કોરોના નો ચેપ લાગેલો અને એના એક મહિના પછી તરત મારે ઉચ્ચતર અભ્યાસ માટે ની પરિક્ષા આપવાની હતી. આમ તો અમેં કોરોના ને લાગતા બધા જ નિયમો નું પાલન કરતા હતા અને ત્યાં આવનાર દરેક પશુપાલક ને પણ નિયમો પાળવા માટે જણાવતા હતા. પણ આ તો એક ચેપી રોગ છે, જે કોઈ ને દેખાતો નથી. ન જાણે ક્યાં થી અને ક્યારે આ રોગ નું મારા શરીર માં આગમન થયું કંઈજ સમજ ન પડી. અને આ રોગ ની શરૂઆત થઈ મને તાવ આવવાથી. એક દિવસ ઠંડી ચડી ને તાવ આવ્યો. મેં મારા ઘરે આ વાત કરી તો એમના મુજબ આ એક વાતાવરણ ના બદલાવ ને લીધે થયું હોવાનું માનવામાં આવ્યું. તો અમે એક દિવસ માટે અવગણ્યું. બીજા દિવસે હું સવારે ઉઠું છું પણ મારું ગળું સાવ બેસી ગયું હોય છે, કે મારા થી પાણી પણ નથી પીવાતું. આ લક્ષણ પણ અમે વાતાવરણ ના બદલાવ નું કારણ ઘણી અવગણ્યું અને ગરમ પાણી ના કોગળા ચાલુ રાખ્યા. પણ આ તો લક્ષણો ઘટવાને બદલે વધારે પ્રબળ બનતા જતા હતા. ધીમે ધીમે મારું જમવાનું ઓછું થઈ ગયું મને ચક્કર આવવા લાગ્યા અને ઉધરસ જામી ગઈ, અને પછી મેં કોરોના ટેસ્ટ કરવાનું નક્કી કર્યું. અમે સૌપ્રથમ તો શહેરી બુથ ઉપર ટેસ્ટ કરવા ગ્યા, પરંતુ રજા નો દિવસ હોવાથી ત્યાં કાઈ મેડ પડ્યો નઈ. ત્યાર પછી અમે સાંજે પાંચ વાગ્યે સિવિલ હોસ્પિટલ માં ટેસ્ટ માટે ગયા. સિવિલ માં બાર જણા ની લાઈન માં ઉભા રયા પછી મારો નંબર આવ્યો. ડોક્ટર એ મારા નાક માં છેક ઊંડે થી સમ્પલે લીધું અને પાંચ મિનિટ રાહ જોવા માટે કહ્યું. પાંચ મિનિટ પછી ડૉક્ટર રિપોર્ટ લઈ ને આવ્યા અને મને કોરોના પોઝિટિવે હોવાનું જણાવ્યું. આ વાત સાંભળી હું અને પપ્પા બન્ને ચિંતા માં મુકાઈ ગયા.

ઘરે આવી ને મમ્મી અને ભાઈ ને આ વાત જણાવી અને ઘરે ઉપરના રૂમમાં કવોરંટાઇન થઈ ગઈ.

હવે હું વાત કરું મારા કવોરંટાઇન સમય ની,જેમાં મેં એકવીસ દિવસ વિતાવ્યા. સૌથી પહેલા તો મારો ભાઈ મને મારી આવનારી પરીક્ષા માટે ના પુસ્તકો ઉપર આપી ગયો અને ત્યાર થી એના આંટા રોજ ચાલુ જ રહ્યા. ક્યારેક નાસ્તો આપવા તો ક્યારેક પાણી આપવા ને ક્યારેક જમવાનું આપવા ને રાત્રે ઉકાળો ને દૂધ આપવા. બસ મારા કોરોના સમય માં ભાઈ તરફ થી બવ સેવાઓ મળી. મમ્મી પાપા ને તો હું ક્યારેક અગાસી પાર નીકળી ને મળતી તો ક્યારેક એક જ ઘર માં રેવા છતાં અમે વિડિઓ કોલ થી વાતો કરતા. કોરોના પોઝિટિવ ને ત્રણ દિવસ થયા હતા પણ મારે લક્ષણો માં કોઈ જ બદલાવ નહોતો દેખાતો. તો અમે પ્રાઈવેટ ડૉક્ટર ની દવા લેવાનું નક્કી કર્યું. ત્યાં ડૉક્ટર એ x-ray અને CT-scan કરાવ્યું. ત્યાર બાદ શરૂઆત નું ઇન્ફેકશન હોવાનું જણાવ્યું અને દવાઓ આપી. સવાર સાંજ બપોર બસ દવાઓ દવાઓ દવાઓ. મારા આ ચેપ ના કારણે મારા પરિવાર એ પણ કોરોના ટેસ્ટ કરાવ્યો અને સદનસીબ એ બધાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. મેં મારી દવાઓ ચાલુ રાખી અને સફળતા થી કોરોના ને હરાવ્યો અને કવોરંટાઇન સમય બાદ ફરી કોરોના ટેસ્ટ કરાવી કોરોના નેગેટિવ નું પરિણામ મેળવ્યું અને મારી આવનારી પરીક્ષા માં ખૂબ જ પોઝિટિવ પરિણામ મેળવ્યું.

આ મહામારી માં આપડે બસ હિમ્મત અને પોઝિટિવ થીંકીંગ ની જરૂર છે તો જ આપડે આ મહામારી થી બચી ને તેને હરાવી શકીશું...!!!

અસ્તુ

જયહિંદ

જયભારત.

[29/12/2020, 22:20] +91 98988 84268: કોરોના કાળની  સત્યકથા...

*જીંદગીભર ભુલાશે નહીં*

મારી સાથે બેંકમાં કામ કરતા હેતાબેન નાયક ના એલ & ટી મા મેનેજર તરીકે કામ કરતા હસબંડ ચિરાગભાઈ નો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતાં સુરતની મિશન હોસ્પિટલમાં દાખલ કર્યા. ઘરમાં સિનિયર સિટીઝન પપ્પા રવિભાઈ અને આ બે બહેનો, બંને નોકરી કરે, ની  સ્થિતિ કફોડી થઈ ગઈ.ચિરાગભાઈ ના કોરોનાના સમાચાર જાણી રવિભાઈ આઘાત સહન ન થતાં બે દિવસ બોલતા પણ બંધ થઈ ગયાં. લોકડાઉ ન અને ચિરાગભાઈ હોસ્પિટલમાં, રવિભાઈને ડોક્ટર ને બતાવવા પણ કોણ લઈ જાય? સગાં કે આજુબાજુના લોકો પણ આવી ન શકે  એટલે ગભરામણ અનેકગણી વધી ગઈ. હેતાબેને સ્વસ્થ રહી નિર્ણય લઈને પપ્પાને નિર્મળ હોસ્પિટલમાં દાખલ કર્યા તો રવિભાઈ પણ પોઝીટીવ. ઘરમાં બે બહેનોજ, દીકરી બહારગામ, સગાવહાલા કોઈને બોલાવી ન શકાય કે તેઓ અાવી પણ ન શકે. અઠવાડિયા પછી ચિરાગભાઈ ને રજા મળી, હોમ કવોરં ટાઈન કર્યા. રવિભાઈ તો છ દિવસ પછી ગુજરી ગયા..અને શરૂ થઈ વિકરાળ પરિસ્થિતિ..ઘર સેનેતાઈઝ થયું, હોમ કવોરાં ટાઈન નું બેનર લાગ્યું. હવેતો પાડોશીઓ અને સોસાયટી વાળા પણ એમની સાથે ગુનેગાર જેવું વર્તન કરે. કચરાવાલી કચરો ન ઉપાડે, એસ.એમ.સી. વારંવાર ફોન કરી ઘરમાંજ રહેજો..ની ધમકી જેવી સૂચના ઓ આપે..બહાર ન નીકળવા,.. ચૌદ ચૌદ દિવસના બે બ્લોકમા એક બહેન તો ભાંગી પડી. હેતાબેન હિંમત ના હાર્યા.એક ઘર મા બે વ્યક્તિ કવોરાંતાઈન. .બીજાને ક્યાં રાખવા એ યક્ષ પ્રશ્ન બની રહ્યો. હોસ્પિટલમાં તો બંને ભગવાન ભરોસેજ હતાં.કોઈ કેર ટેેકર ન હોય.. વોર્ડબોય દૂર દવા મુકી જાય, ડોકટરો હેલ્લો.કેમ છો..દૂરથી પૂછી જાય..

આવા અણધાર્યા વિપરીત સંજોગોમાં પણ હેતા બેન ઓફિસ ના કામની ચિંતા કર્યા કરે. ચિરાગભાઈ ધીમેધીમે રીકવર થયા. હેતાબેન ના અવાજમાં થોડો  રણકો સંભળાવા માંડ્યો. એમનો આત્મવિશ્વાસ અને સંજોગો પ્રમાણે નિર્ણય લેવાની આવડત કામ કરી ગઈ. પપ્પા રવિભાઈ ના મૃત્યુ નો ઘા તો સમય જતાં રુઝાતા રૂઝાશે, પણ આ સમય દરમિયાન નું વાતાવરણ, પળ પળ નું એકાંત, નજરકેદ જેવા દ્રશ્યો ક્યારેય ભુલાશે નહી..

__________________________

*પ્રવીણ સરાધીઆ*

   *સુરત*

   Mob : ૯૮૯૮૮ ૮૪૨૬૮

______________________

[31/12/2020, 14:16] +91 99099 21100: કોરોનાકાળના મારા અનુભવો

          પ્રથમ માર્ચની બપોરે શોપીઝન એપ પર મેગા નવલકથા સ્પર્ધાની જાહેરાત થઈ અને દસ માર્ચથી એની શરૂઆત પણ થઈ ગઈ. સ્પર્ધાનો સમયગાળો ત્રણ મહિનાનો હતો, પરંતુ ત્રેવીસમી માર્ચ સુધીના મારા દિવસ રાત એ રીતે વીતતા ગયા કે મને એવી પ્રતીતિ થતી ગઈ કે હું ક્યારેય નવલકથા લખી જ નહીં શકીશ! ત્રેવીસમી તારીખે લૉકડાઉનની જાહેરાત થઈ, એ સાથે એ નિરાશા આશામાં પરિવર્તન પામી! છતા થોડા દિવસોમાં મને મારી કમજોરી ધ્યાને ચડી કે હું એક-દોઢ કલાકથી વધુ લખી શકતો નથી.

        મારી દિકરીએ આ બાબતે મને ખૂબ પીઠબળ પૂરું પાડ્યું અને લખવા મને ઉત્સાહિત કરતી રહી. લખતા થાક લાગે તો અમે લૂડો, ચેસ અથવા કેરમની સહાય લેતા અને ક્યારેક હું રસોઈમાં પણ હાથ સાફ કરી નાંખતો! પંદર-સત્તર વર્ષ પૂર્વે બંને બહેનો પરણી અને અમો બંને ભાઈઓ કુંવારા હતા ત્યારે હું રસોડામાં મમ્મીને મદદ કરતો, પરંતુ અમારી પત્નીઓએ પછી એ કાર્ય કરવાની તક નહોતી આપી, એ લૉકડાઉનને લીધે મળી. મારા હાથની વાનગીઓ એમ તો બધાને જ ગમી, પરંતુ મારા મમ્મી અને દિકરીને સૌથી વધુ ગમી. એ બંને વારંવાર મારા વખાણ કરી મારી પત્નીને ચીડવતા રહેતા. આમ જ નોંકઝોંકમાં દિવસો વીતતા ગયા અને લૉકડાઉનનો સમયગાળો વધતો ગયો. અમે કેટલાક મિત્રોએ મળી કાયદાનું પાલન કરવા સાથે ગરીબોની વ્યથાનો વિચાર કર્યો અને કુદરતે સખીઓની વણઝાર લગાવી દીધી. અમે અમારા વિસ્તારના એક-એક ગરીબને ચાલીસ દિવસ ચાલી શકે એટલું અનાજ એ સમયે અને બીજી વાર પણ વહેંચ્યું. 

           એમ તો મારા પાંચ વ્યવસાય છે, પરંતુ સૌથી પ્રિય અને જૂનો વ્યવસાય, જે મારું હુન્નર છે. હું ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર છું, એ કારણે એક ડોક્ટરની જેમ મેં પણ કોરોનાકાળમાં આકસ્મિક સેવાઓ આપી છે. એ સમયે દિલ્હીમાં હઝરત નિઝામુદ્દીન મરકઝની અંદરથી દેશી-વિદેશી તબ્લીગીઓ ફંસાયેલા હોવાના સમાચાર મળ્યા. કોરોનાની મંદીમાં મરણાસન્ન અવસ્થામાં પહોંચી ગયેલું આપણા દેશનું મિડીયા આ બાતમી મળતા સફાળું જાગી ઉઠ્યું. કોરોનાનાં ફેલાવા પાછળ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત હજારો ધનવાન વિદેશીઓને ભૂલાવી મિડીયાએ માંડ પૈસા ભેગા કરી ઈસ્લામને શીખવા માટે નીકળેલ ગરીબ તબ્લીગીઓને સાણસામાં લઈ કોરોના જેહાદને આખા દેશમાં ચગાવી ધર્મવાદનું ઝેર ફેલાવ્યું. સ્વાભાવિક રીતે આ બધી ગતિવિધિઓથી મારું મગજ ખૂબ જ ખિન્ન હતું, કારણ કે હું તબ્લીગી વિચારધારા ધરાવું છું અને મારી દરેક ખૂબીઓ એને જ કારણે છે. ત્યાં સુધી કે હું જમવાનું બનાવતા પણ એને લીધે જ શીખ્યો છું.

          એક રાત્રે અગિયાર વાગ્યે મારા એક લંગોટિયા મિત્રનો ફોન આવ્યો, એના ઘરે પાવર વોલ્ટેજની સમસ્યા હતી. એ મિત્ર સત્તાધારી પક્ષના એક કોર્પોરેટરની ખૂબ જ નજીકના સંબંધમાં છે અને અવારનવાર એને જાહેરમાં પીઠબળ પણ પૂરું પાડે છે. દિલ્હીની ઘટનાને કારણે મારો ગુસ્સો ચરમસીમા પર હતો, પરંતુ હું ન જાઉં તો મારું કર્તવ્ય લાજે અને મારો અંતરાત્મા મને ધિક્કારે.

           અંધારાને કારણે એ ટોર્ચથી મીટરપેટીમાં અજવાળું પાથરી રહ્યો હતો. વોલ્ટેજ મીટર વાયરમાં લગાવી હું એની તરફ જોઈ બોલ્યો, “મારાથી દૂર રહેજે, હું પણ તબ્લીગી છું, તને કોરોના લાગી જશે તો મારું નામ બદનામ થઈ જશે!”

           સાલાએ મને પીઠમાં જોરથી એક મુક્કો માર્યો, “એ ડોબા, આપણા બંને વચ્ચે આવું કંઈ આજ સુધી થયું છે? તું મારો ભાઈ છે, ડોબા!”

           સાચું કહું? મને એનું વાક્ય અને મુક્કો બંને ખૂબ જ ગમ્યા, જોરથી વાગ્યો હોવા છતાય! મારી ખિન્નતા ક્યાંય ઉડી ગઈ, એક શાંતિ હ્રદયમાં વ્યાપી ગઈ. એના ઘરની વીજળી શરૂ થઈ, એ સાથે મારા દિલમાં પણ અજવાળું પથરાઈ ગયું, ‘મિડીયા અને ધર્માંધ લોકો ગમે તેટલું ઝેર ફેલાવે, આ દેશના ભાઈ-ભાઈ ક્યારેય અલગ નહીં પડી શકે!’

✍️સોલી ફિટર

[02/01, 01:45] +91 99099 21100: આ કેવું સંકટ?

સંગીતાબેન શર્મા

4/09/2020 ના રોજ મારી કૉલેજમાં અભ્યાસ કરતી એક દીકરીના મમ્મીને  કોરોના આવ્યો હતો.  ત્યારપછી તેઓ બધા કોરોના ટેસ્ટ માટે કંડોલ પાડા દવાખાને ગયા હતાં.એની મમ્મી ને તાવ આવતો હતો અને શરીર દુખતું હતુ અને બીજા દિવસે ટેસ્ટ થતાં એમની  મમ્મી નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને એમને ઘરે થી એમ્બ્યુલ્સમાં નવસારી હોસ્પિટલ લઇ ગયા હતાં અને એમને  પારસી હોસ્પિટલમાં એડમીટ કર્યા હતાં. પહેલા દિવસે એની મમ્મી ને 17 દવા પીવા આપી હતી અને પેટ પર ઈન્જેક્શન મૂક્યાં હતા, રોજ પાંચ દિવસ સુધી.એમના ઘરે બધાના ટેસ્ટ કરવામાં આવ્યાં. અને એમને બધાને   હોમકોરોનટાઈન કર્યા હતાં. જેના પરિણામે એ લોકો  ઘરે થી બહાર  જઈ શકતા ન હતાં. શાકભાજી અને જરૂરી વસ્તુઓ બહાર થી ફળિયા વાળા લાવી આપતા હતાં.કોરોનટાઈન હોવા ને કારણે  એ દીકરીથી છેલ્લા વર્ષની પરીક્ષા આપવા અવાયું નહીં. ઘરે એને અને એનાં ભાઈ ને મમ્મી વગર ગમતુ નહી હતુ.માં વગર શું જીવન છે એ બે પળ માં એમને સમજાઈ ગયું. એમની મમ્મી ને હોસ્પિટલ માં બે દિવસ સુધી તાવ આવ્યો હતો. પછી થોડુ સારુ હતું. પાંચ દિવસ સુધી પારસી હોસ્પિટલમાં રાખ્યા પછી એમની મમ્મી ને પાંચ દિવસ પછી એરુ એગ્રિકલ્ચર કૉલેજમાં કોરોનટાઈન  કર્યા હતાં. એમની મમ્મી ને બે દિવસ પછી પાછો તાવ આવવા લાગ્યો અને માથુ દુખવાં લાગ્યું. જમવાનુ પણ  ભાવતું ન હતું એમને એ કડવુ લાગતું. તેથી એમનાં મમ્મી જમતાં નહી બરાબર .દસ દિવસ પછી એમનાં  મમ્મી ના રીપોર્ટ ફરીથી કરાવ્યા .કોરોના તો સારો થઈ ગયો હતો પણ ન્યુમોનીયા થઈ ગયો હતો. એટલે એમનાં મમ્મી ને પાછા નવસારી ઓરેન્જ હોસ્પિટલમાં એડમીટ કર્યા. રોજ પાંચ બાટલા ચઢાવવામાં આવતા હતાં એમને ! એમને આટલા દિવસ મા ઘણી તકલીફો  પડી. ઘરે પણ એમનાં પપ્પા,ભાઈ,બા-દાદા બધાં જ  દુઃખી હતાં અને બધાં એમના  એમની ઘરે પાછા આવવાની રાહ જોતા હતાં. વીસ દિવસ પછી એઓ પરત ફર્યા. એમનાં મમ્મી સારા  થઈ ને ઘરે આવી ગયાં. ઘરે આવ્યા પછી પણ એમનાં શરીર મા કમજોરી લાગતી હતી. એકવીસ દિવસ પછી એમને કોરોનટાઈન માંથી મુક્તિ મળી હતી. ભગવાન આવી તકલીફ કોઈ ને ના આપે બસ એ જ મન માંથી અવાજ નીકળ્યો. એમનાં મમ્મી ઘરે સારા થઈ ને આવ્યા પછી એઓ બધાં  ખુબ ખુશ હતા,આખરે તો યમરાજ ના મુખ માંથી બહાર આવ્યાં હતાં. ફ્લેસબેક-એ દીકરી નો મારા પર ફોન આવ્યો હતો કે મેમ મારાથી પરિક્ષા આપવા નહી અવાશે...ત્યારે કારણ જણાવતા એણે મને કહ્યું કે એમને હોમ કોરોન્ટાઈન કર્યા છે.અને પછી જ્યારે બધું બરાબર થયું અને જિંદગી ઓ બચી ત્યારે આ આખી ઘટના વિગત વાર ખબર પડી... ઘણું દુઃખ થયું મને કે આ કેવું સંકટ લોકો પર અને દેશ પર આવ્યું છે! મેં ભગવાનને પ્રાર્થના કરી કે માનવ માત્ર ભૂલને પાત્ર, એમની ભૂલો ને માફ કરી દે અને આ સંકટ થી એમને આઝાદ કરી દે.

ઘટના સ્થળ: ચાપલધરા,વચલા ફળિયુ તાલુકા:-વાંસદા, જિલ્લા:-નવસારી

સંગીતાબેન શર્મા

વી.એસ.પટેલ કૉલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ – બીલીમોરા - ૭૯૯૦૯૫૦૪૯૨

[02/01, 06:41] +91 79909 50492: કોરોના યોદ્ધાઓને મારી સલામી

સત્ય ઘટના

4/09/2020  ની એક કાળી સવાર હતી...હા મિત્રો કાળી સવાર! એ રોજ મારા  કૉલેજમાં અભ્યાસ કરતી એક દીકરી ના મમ્મી ને  કોરોના આવ્યો હતો. જેની એમને ખબર પડી જ્યારે તેઓ બધા કોરોના ટેસ્ટ માટે કંડોલ પાડા દવાખાને ગયા હતાં.અને એમની  મમ્મી ને તાવ આવતો હતો અને શરીર દુખતું હતુ અને બીજા દિવસે ટેસ્ટ થતાં એમની  મમ્મી નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને એમને ઘરે થી એમ્બ્યુલ્સમાં નવસારી હોસ્પિટલ લઇ ગયા હતાં અને એમને  પારસી હોસ્પિટલમાં એડમીટ કર્યા હતાં. પહેલા દિવસે એની મમ્મી ને 17 દવા પીવા આપી હતી અને પેટ પર ઈન્જેક્શન મૂક્યાં હતા, રોજ પાંચ દિવસ સુધી.એમના ઘરે બધાના ટેસ્ટ કરવામાં આવ્યાં. અને એમને બધાને   હોમકોરોનટાઈન કર્યા હતાં. જેના પરિણામે એ લોકો  ઘરે થી બહાર  જઈ શકતા ન હતાં. શાકભાજી અને જરૂરી વસ્તુઓ બહાર થી ફળિયા વાળા લાવી આપતા હતાં.કોરોનટાઈન હોવા ને કારણે  એ દીકરીથી છેલ્લા વર્ષની પરીક્ષા આપવા અવાયું નહીં. મિત્રો આખું વર્ષ જ જેણે મેહનત કરી હોય આજે એ પરિક્ષા થી વંચિત પડી...આ તો કેવી ઘડી! એક તરફ માં ની તકલીફ બીજી બાજુ પરીક્ષા ન આપી શકવાનું દુઃખ,આ તો કેવી પરિસ્થિતિ. એની મમ્મી હોસ્પિટલમાં તકલીફમાં અને એમનાં વગર ઘરે આ લોકો તકલીફ માં.  એને અને એનાં ભાઈ ને મમ્મી વગર ગમતુ નહી હતુ.માં વગર શું જીવન છે એ બે પળ માં એમને સમજાઈ ગયું. એમની મમ્મી ને હોસ્પિટલ માં બે દિવસ સુધી તાવ આવ્યો હતો. પછી થોડુ સારુ હતું. પાંચ દિવસ સુધી પારસી હોસ્પિટલમાં રાખ્યા પછી એમની મમ્મી ને પાંચ દિવસ પછી એરુ એગ્રિકલ્ચર કૉલેજમાં કોરોનટાઈન  કર્યા હતાં. એમની મમ્મી ને બે દિવસ પછી પાછો તાવ આવવા લાગ્યો અને માથુ દુખવાં લાગ્યું. જમવાનુ પણ  ભાવતું ન હતું એમને એ કડવુ લાગતું. તેથી એમનાં મમ્મી જમતાં નહી બરાબર .દસ દિવસ પછી એમનાં  મમ્મી ના રીપોર્ટ ફરીથી કરાવ્યા .કોરોના તો સારો થઈ ગયો હતો પણ ન્યુમોનીયા થઈ ગયો હતો. એટલે એમનાં મમ્મી ને પાછા નવસારી ઓરેન્જ હોસ્પિટલમાં એડમીટ કર્યા. રોજ પાંચ બાટલા ચઢાવવામાં આવતા હતાં!એમને આટલા દિવસમાં ઘણી તકલીફો  પડી. ઘરે પણ એમનાં પપ્પા,ભાઈ,બા-દાદા બધાં જ  દુઃખી હતાં અને બધાં એમના ઘરે પાછા આવવાની રાહ જોતા હતાં. વીસ દિવસ પછી એઓ પરત ફર્યા. એમનાં મમ્મી સારા  થઈ ને ઘરે આવી ગયાં. ઘરે આવ્યા પછી પણ એમનાં શરીરમાં કમજોરી લાગતી હતી. એકવીસ દિવસ પછી એમને કોરોન્ટાઈન  માંથી મુક્તિ મળી હતી. કાળા કાળ ને હરાવી ને એક નવી પ્રભા એમને મળી હતી.ભગવાન આવી તકલીફ કોઈ ને ના આપે બસ એ જ મન માંથી અવાજ  નીકળ્યો.એમનાં મમ્મી ઘરે સારા થઈ ને આવ્યા પછી એઓ બધાં  ખુબ ખુશ હતા,આખરે તો યમરાજ ના મુખ માંથી બહાર આવ્યાં હતાં. ફ્લેસબેક-એ દીકરી નો મારા પર ફોન આવ્યો હતો કે મેમ મારાથી પરિક્ષા આપવા નહી અવાશે...ત્યારે કારણ જણાવતા એણે મને કહ્યું કે એમને હોમ કોરોન્ટાઈન કર્યા છે.અને પછી જ્યારે બધું બરાબર થયું અને જિંદગી ઓ બચી ત્યારે આ આખી ઘટના વિગત વાર ખબર પડી...ઘણું દુઃખ થયું મને કે આ કેવું સંકટ લોકો પર અને દેશ પર આવ્યું છે.ભગવાન ને પ્રાથના કરી મે કે માનવ માત્ર ભૂલ ને પાત્ર ,એમની ભૂલો ને માફ કરી દે અને આ સંકટ થી એમને આઝાદ કરી દે.

ઘટના સ્થળ:

ચાપલધરા,વચલા ફળિયુ

તાલુકા:-વાંસદા, જિલ્લા:-નવસારી

ઘટના મારી કલમે

સંગીતાબેન શર્મા

બીલીમોરા

૭૯૯૦૯૫૦૪૯૨

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...