શિક્ષક વિદ્યાર્થી જોક્સ્
1.
*ટીચર : બોલો, તાજમહેલ કયાં આવ્યો છે?*
વિધાર્થીઓ : આગ્રામાં.
*ટીચર : આગ્રામાં નહી, દિલ્હીમાં આવેલ છે....!*
આ વાત પ્રિન્સીપાલ પાસે પહોંચી....
પ્રિન્સીપાલ : (ટીચરને) તમે કેમ તાજમહેલ દિલ્હીમાં આવેલ છે એમ શીખવાડો છો?
*ટીચર : જયાં સુધી છ મહિનાનો બાકી પગાર નહીં મળે ત્યાં સુધી તાજમહેલ દિલ્હીમાં જ રહેશે...!!!*
😜😜🤭
2.
3.
કોરોના પછી શાળાના પ્રથમ દિવસે-
સાહેબ : આજે પ્રથમ દિવસ છે. તો તમારે કંઈ પૂછવું હોય તો પૂછો બાળકો.
ભૂરો : સાહેબ, વેકેશન કયારે પડશે.?
પછી તો ભૂરાને સાહેબે આખા વરહનો ભેગો માર્યો હોં..
4.
*શિક્ષક* : "દાજ્યા ઉપર ડામ" કહેવત ઉદાહરણ દ્વારા સમજાવ.
*વિદ્યાર્થી* : સર, પેટ્રોલપંપ ઉપર નરેન્દ્રમોદીનો હસતા ચહેરાવાળો ફોટો!
*શિક્ષક*: શાબાશ!
5.
ટીચર :- બોલ ભુરા,
ખોળાના ખુંદનાર ને અંગ્રેજી માં શું
કહેવાય?
ભુરો :લેપટોપ...!
🤣🤣🤣🤣🤣
6.
બકો અંગ્રેજીનાં ઉચ્ચાર શીખતો હતો. શિક્ષિકાએ Hour, Honest, Honorમાં H સાયલન્ટ આવે. બોલાય નહીં એ શીખવ્યું...
કલાસ પછી ટીચરે બકાને ટિફિન ગરમ કરી લાવવાનું કહ્યું...
બકો ટીચરનું ટિફિન ખાઈ, સફાચટ કરી ખાલી ટિફિન લાવ્યો....
ટીચર - શું થયું, બકા, I told you to go and HEAT my tiffin?
બકો - મેડમ હું સમજ્યો તેમાં પણ 'H' સાયલન્ટ હશે!
😜😜😜😜🤣🤣🤣
7.
😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂
*બકાએ* એના સંસ્કૃતના પ્રોફેસર ને પૂછ્યું:- સાહેબ,
*"हीन शोरक नपाम्रधु।"*
*"हीन शोरक नपारादिम॥"*
*"हीन शोमर रगाजु"।*
*"हीन शोरक दानिं,लीगचु"।।*
આ શ્લોકનો અર્થ શું થાય ?
પ્રોફેસર સાહેબે ખૂબ વિચાર્યું, 🤔
ઘણી ચોપડીઓ વાંચી....😰
આખી લાયબ્રેરી ફરી વળ્યા ....😤
ગુગલ પણ જોયું... 😩
પણ કશું નહીં સમજાયું....🙄
૪ દિવસ પછી પ્રોફેસર *બકા* પાસે આવ્યા...
અને સમર્પણ ભાવે હાથ 🙏જોડી ને પુછ્યું કે,
હે *બકા* મહારાજ....
તમે તેં આ શ્લોક ક્યાં વાંચ્યો...???
મને આનો અર્થ સમજાતો જ નથી.
*બકો* થોડુ હસ્યો ને કહે, 🙂
સાહેબ આમાં શ્લોક બ્લોક જેવું કાંઇ જ નથી જરા ઊલટું વાંચી જુઓ.....🙃
સમજાઈ જશે.
સાહેબે ઉલ્ટું વાંચતાની સાથે.....!!
જે પડી ગયા તે.....😧😖😣
હજી બેભાન જ છે. 🙄
8.
Comments
Post a Comment