નિવૃત્તિ પછીનું માન જાળવો...

 #સિનિયર_સિટિઝન


 *નિવૃત્તિ  પછી ઘરમાં 24 કલાક રહેવાનું હોય છે. બાળકો મોટા થઈને નોકરી કરતા થઈ ગયા હોય છે. કોઈ જગ્યાએ પુત્રવધુ પણ નોકરી કરતા હોય છે. ત્યારે ઘરમાં ઘર ચલાવવાની બધીજ જવાબદારી વડીલો પર આવે છે.* 

            *દિકરા અનેવહુને  સવારે અને સાંજે   જમવાનું તૈયાર મળે એટલે તેઓ બેફિકર બની ઘરનો  બધોજ બોજ માતાપિતા પર નાખી ફરતા હોય છે.આ સમયે સમજદારી ના દાખવી તો માતાપિતાને કામવાળા તરીકે ગણી લે છે.*

      *એક વાર્તા જોઈએ જેમાં નિવૃત પિતાએ દીકરાને ઘરની જવાબદારી કેવી રીતે સોંપી તે જોઈએ.*


 *વાર્તા*

રાત્રે 11 વાગ્યા હતા...હજુ દેવાંગ અને તેની.પત્ની આવ્યા ન હતા...લગ્ન પહેલા તો સમજ્યા  દેવાંગ  મોડો  આવતો.

પણ લગ્ન પછી નું આ તેનું શિડયુલ મને વાગતું હતું..

યુવાન છોકરા ને ટોકવા અંદર થી ગમતું ન હતું...એટલે હું ચૂપ રહી તમાશો જોતો રહેતો હતો...


મેં મારી મર્યાદા સાચવી રાખી હતી એટલે જ  દેવાંગ કે તેની પત્ની ડિમ્પલ મારી સાથે માથાકૂટ કરતા કે ઉચ્ચા અવાજે વાત કરતા દસ વખત વિચાર કરતા....

હું તેમની વ્યક્તિગત જીંદગી માં કદી માથું મારતો ન હતો ,

તેનો મતલબ એ લોકો દિવસે દિવસે સ્વચ્છંદી બનતા જતા હતા....હવે તેમને તેમની મર્યાદા અને જવાબદારી બતાવવા નો સમય આવી ગયો હોય તેવું મને લાગતું હતું....


સ્મિતા પણ રોજ કહેતી છોકરા વિદેશ રહે કે અહીં રહે..

બધું આપણા માટે તો સરખું જ છે.

ઘર ને ધર્મશાળા કે હોટલ સમજી ગયા છે...રોજ મોડા આવવા નું... વિકેન્ડ ના નામે ઘર ની જ્વબદારીઓ ઘરડા માઁ બાપ ઉપર નાખી બહાર બે દિવસ ભાગી જવું...

તેમની જરૂરિયાતો કીધા વગર બધી પુરી થાય છે એટલે માઁ બાપ સાથે બે ઘડી બેસી તેની લાગણી કે તકલીફો જાણવા નો પ્રયત્ન પણ આ લોકો કરતા નથી..


સ્મિતા બહાર થી દુઃખી હતી અને હું અંદર થી ..એટલો જ માત્ર ફરક હતો...


ભગવાન ની કૃપા થી મને અને સ્મિતા ને કાર અને એક્ટિવા આવડતા હતા..અમે નિવૃત થયા પણ...શારિરીક ખડતલ હતા... અમારા દરેક કામ અમે જાતે કરતા...થોડા સમય પહેલા હું શાક લેવા ગયો ત્યારે એક્ટિવા ઉપર થી પડી ગયો હતો..ત્યારે જાતે કાર ડ્રાઇવ કરી સ્મિતા મને ડોક્ટર પાસે લઈ ગઈ...રિપોર્ટ એક્સરે બધું તેણે કરાવ્યું..પણ દીકરા વહુ માંથી કોઈ રજા લેવાનું નામ લેતા ન હતા....

આવા વર્તન વ્યવહાર ની નોંધ હું મૂંગા મોઢે લઈ રહ્યો હતો..પણ સ્મિતા ના વર્તન ઉપર આવવા લાગ્યું હતું...


આજે જ્યારે રાત્રી ના 11 વાગે ડોર બેલ વાગ્યો ત્યારે...

સ્મિતા બેડરૂમ માંથી બહાર આવી બારણું ખોલ્યું...સામે દેવાંગ અને ડિમ્પલ હસતા હસતા મસ્તી તોફાન કરતા ઘર માં પ્રવેશ્યા...જાણે કોઈ કામવાળી બાઈ એ બારણું ખોલ્યું હોય..નહિ સોરી નહિ શરમ સંકોચ


તેથી..સ્મિતા થી રહેવાયું નહીં..એ બોલી બેઠી....આ ઘર છે ધર્મશાળા નથી ઘર માં આવવા જવા નો સમય નક્કી કરો..મોડા આવવા ના હોતો જાણ કરો....બાકી રોજ મોડા મોડા આવવું...શનિ રવિ બહાર જતું રહેવું એ યોગ્ય નથી..

ઘર પ્રત્યે અને  માઁ બાપ પ્રત્યે પણ તમારી પણ કંઇક જવાબદારી અને ફરજ બને છે..


ત્યાં...દેવાંગ અને ડિમ્પલે ..સ્મિતા ને સામે જવાબ આપ્યો...

તો અમારે આખો દિવસ તમારી સામે હાથ જોડી બેઠા રહેવાનું..અમારી પણ દુનિયા હોય....


હું બેડરૂમ માંથી બહાર આવ્યો...

મેં કીધું સ્મિતા...રાત મોડી થઈ ગઈ છે...ખોટી ચર્ચા કરી આજુબાજુ ના સાંભળે તેવો તમાશો નથી કરવો....

તે લોકો ની વાત સાચી..તેમની અલગ પ્રકાર ની દુનિયા છે..નવરાં તો આપણે છીયે...


મેં દેવાંગ સામે જોઈ કીધું

બેટા દેવાંગ..તારા શબ્દો મેં યાદ રાખ્યા..છે...શબ્દો ના બાણ તે છોડ્યા છે.. યોગ્ય સમયે બાણ તારે જ પાછા ખેંચવા પડશે...


સ્મિતા ભીની આંખે બેડરૂમ માં આવી...અને બોલી..બધું તૈયાર માલે મળી ગયું..તેની ચરબી ચઢી ગઈ છે....જાતે ઉભા થાય તો ખબર પડે.....અહીં જાત ઘસી નાખી છે ઘર માટે....સમીર...સમજે છે શું તેમના મનમાં...


મેં સ્મિતા ના માથે હાથ ફેરવી કીધું ડાર્લિંગ...

દરેક વાત માં જીભાજોડી ન હોય...અમુક વાતો નો જવાબ..શાંતિ સંયમ થી અને યોગ્ય સમયે અપાય...

જ્યાં આપણી લાગણી ને નજર અંદાજ કોઈ પણ કરતા હોય ..ત્યાં લાગણી માટે ભીખ માંગવા કરતા...આપણે આપણો રસ્તો બદલી લેવો એ ડાહી વ્યક્તિ નું કામ છે..

ભીખ માં માગેલ લાગણી નું આયુષ્ય કેટલું સ્મિતા ?.....


હવે પછી ના ઘર ના દરેક નિર્ણય હું લઈશ..તારે ચૂપ રહેવાનું છે....


બીજે દિવસે..મેં છાપું..વાંચતા વાંચતા કીધું..

દેવાંગ આપણા ઘર ના તાળા ની બે ચાવીઓ છે... હવે એક ચાવી તમે સાથે રાખજો....અમે ચોવીસ કલાક ઘર માં રહેવા બંધાયેલ નથી અમારી પણ દુનિયા છે...


હવે તમે પણ સમય થી બંધાયેલ નથી અને અમે પણ...

હવે થી અમારા સમય કે દિવસ નું  ઠેકાણું નહીં આમેય નિવૃત વ્યક્તિ છીયે ઘરે કોણ અમારી રાહ જોતું હોય..?

ઘરે તાળું જોવો ત્યારે સમજી લેજો પપ્પા મમ્મી ફરવા ગયા છે...


દેવાંગ જીણી નજર થી મને જોતો રહ્યો...એ સમજી ગયો પપ્પા હવે મેદાન માં આવ્યા છે...

મેં કીધું કાલ સવાર થી હું અને તારી.મમ્મી મોર્નિંગ વોક કરવા ગાર્ડમાં જવાના છીયે ત્યાંથી રોજ મંદિરે  આરતી ના દર્શન કરી પાછા આવશું...તમે તમારું નિત્યક્રમ પતાવી ઘર ને તાળું મારી જતા રહેજો...અમે અમારા સમયે ઘરે આવશું....સાંજે પણ મંદિર ની આરતી સત્સંગ કરી રોજ નવ વાગે ઘરે આવશું....


ઓફીસે થી વળતા શાક અને રસોડા માં ખૂટતી વસ્તુ ની યાદી બનાવી જાતે લેતા આવજો....

હવે અમે ઘર ની જવાબદારી માંથી નિવૃત થવા માંગીએ છીયે


દેવાંગ અને ડિમ્પલ નીચું માથું કરી સાંભળી રહયા હતા


પપ્પા સીધી રીતે કહો ને  તમારે અમને જુદા કરવા છે.

.દેવાંગ બોલ્યો...


એ તારી સમજ શક્તિ ઉપર આધાર રાખે છે.. મેં ફક્ત ઘર ની જવાબદારીઓ ટ્રાન્સફર કરી છે..ઘર ટ્રાન્સફર કરવા ની વાત નથી કરી....તારા મમ્મી પપ્પા પણ નોકરી કરતા હતા..

બધું જાતે જ કરતા હતા ને ?


એ બન્ને ઓફીસે ગયા પછી...મેં કીધું સ્મિતા હવે ઘર ની જવાબદારીઓ ખબર પડશે..સવારે દૂધ વહેલું ઉઠી ને લેવું ઘરકામ કરવા આવશે ત્યારે આપણે ઘર માં નહિ હોઈએ

સવાર ના ટિફિન અને રાત્રી ના ડિનર ની જવાબદારી હવે તેઓ ના માથે છે..


શુક્રવારે...રાત્રે મને કાર ને સાફ કરતા જોઈ... દેવાંગ બોલ્યો.. પપ્પા બહાર જવાની તૈ્યારી કરો છો..


હા બેટા " વિકેન્ડ...." Weekend"


શનિવાર રવિવાર સોમવાર..મંગળવારે અમે પાછા આવશું....આબુ અંબાજી..હું અને તારી મમ્મી જઇયે છીયે......

બહુ દોડી દોડી ને નોકરી કરી..  તમારી દુનિયા હોય તેમ

અમારી પણ દુનિયા હોય ને....જે યુવાની માં અમે ન કર્યું એ હવે કરશું..કહી હું ફરી કાર સાફ કરવા લાગ્યો...


દેવાંગ સમજી ગયો ..પપ્પા અમારા શબ્દો અમને પાછા આપે છે....


આપણે પણ માઁ બાપ છીયે બાળકો ને દુઃખી કરી આપણે કદી સુખી ન થઈએ.. પણ આ વિચાર બાળકો ને પણ આવવો જોઇયે..


દેવાંગ અને ડિમ્પલ  દિવસે દિવસે થોડા કુણા પડતા જતા હતા...તેઓ એ બે મહિના ઘરની જવાબદારી સંભાળી એટલે ખબર પડી.... કે પપ્પા મમ્મી ની વાત ખોટી નથી...


એક દિવસ અમે શનિવારે સવારે સમાન લઈ કાર માં મુક્તા હતા ત્યાં દેવાંગ બોલ્યો પપ્પા ક્યાં જાવ છો..મેં હસતાં હસતાં કીધું ...વિકેન્ડ..Weekend


પણ પપ્પા અમને શનિવાર રવિવાર તમારા વગર ઘર માં ગમતું નથી....અમને અમારી ભૂલ સમજાણી છે....તમારી લાગણી અમે દુભાવી હોય તો માફ કરો...


અરે બેટા.... અમારી લાગણી તો તમારા ઉપર એટલી જ છે જે પહેલા હતી.... વાત ફક્ત બેજવાબદારી ભર્યા વર્તન વ્યવહાર ની હતી...ઘરડા માઁ બાપ કોઈ વખત તો  તમારી સાથે બેસવા કે ફરવા ની આશા રાખે કે નહીં ?


જો બેટા...અમે તો વિકેન્ડ માં હવે બહાર જવાના છીયે પણ એકલા નહિ...હવેથી તમે બન્ને પણ અમારી સાથે હશો...બેટા દેવાંગ અને ડિમ્પલ તમે તમારો સમાન  પેક કરો..વીકેન્ડ હવે થી આપણે સાથે ઉજ્વશું..


દેવાંગ દોડી ને મને ભેટી પડ્યો..

અને ડિમ્પલ ..સ્મિતા ને ભેટી ને બોલી ..સોરી પપ્પા....મમ્મી.....


મેં કીધું બેટા સોરી સાંભળવા અમે આ બધું નથી કર્યું..ઘર એક મંદીર છે...હોટલ નહિ....

જીવન નો...ક્યાં ભરોસો છે...સાથે જેટલો સમય રહેવાય એટલો રહેવા પ્રયત્ન કરો.. પછી.રૂપિયા ખર્ચવા છતાં..નહિ એ સમય પાછો આવે કે નહિ એ વ્યક્તિઓ...


आदमी मुसाफिर है, आता है, जाता है

आते जाते रस्तें में यादें छोड जाता है....


झोंका हवा का, पानी का रेला

मेले में रह जाए जो अकेला

फिर वो अकेला ही रह जाता है....

સર્વે સિનિયર સીટીઝન મિત્રો ને સમર્પિત......

*🌹આપણી સ્થિતિ બરાબર વચ્ચે છે શું કરવું તે અત્યારથી વિચારી લેજો!!!!!*🌹🌺

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...