અંજલિ આપને ધરું છું... 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹 માર્ટીન ...નામ પડે અને એક આનંદની લહેરખી પસાર થઈ જાય. કે પછી ટ્રીન ટ્રીન ટ્રીન ફોન ડીસ્પ્લે પર એમનું નામ ઝબકે એટલે ઉર ઉલ્લાસ વ્યાપી વળે. જી, હા.આ બિલકુલ કપોળ કલ્પિત વાત નહીં, પણ સ્વાનુભવ થકી નિપજેલી વાત છે . આજના જમાનામાં ઘણી વ્યક્તિનું નામ પડતાં જ ઘરના દરવાજા બંધ કરીને સંતાઈ જવાનું મન થાય કે રણકતાં ફોનને કટ કરીને સાયલન્ટ મોડ પર મૂકી દેવાનું મન થાય અથવા ફોનને રીસિવ કરવાનું જ ટાળીએ. એના બદલે માર્ટીન એક એવી વ્યક્તિ કે જેના નામની , ફોનની અને સાહચર્યની પ્રતીક્ષા અગોચર મનમાં હમેશાં રહ્યાં કરે. એકાદ અઠવાડિયું જાય ને મનમાં થાય કે આમને મળીએ. સામાન્ય સંજોગોમાં તો રવિવારે ચર્ચમાં કે ચર્ચ પછી મુલાકાત થઈ જાય. પણ આ કોરોનાકાળ મળવું કઠીન હોવાથી મળવાની ઈચ્છા ખાસ થાય. આ પ્રકારનો અનુભવ ફક્ત મારો કે પરિવારનો જ નહીં પણ એમની સાથે સંકળાયેલા સૌ કોઈનો હશે. ફક્ત આગમનથી જ ખુશી આપનારી વ્યક્તિ સાથે પછી આગળ વધીને, બેસીને વાતો કરવાની કે અનુભવો શેર કરવાની કેટલી મજા આવતી હશે એ તો ...
•••1••• ગઈકાલે વુમન્સ વર્લ્ડ કપ 2025ની સેમિફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામેની શાનદાર જીત બાદ જેમિમાહ રોડ્રિગ્સને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. ઇનામ મેળવ્યા બાદ, તેમણે એક ભાવનાત્મક ભાષણ આપ્યું હતું, જેમાં પોતાની શ્રદ્ધા, ટીમના સાથ અને પડકારજનક સમયમાં તેમને મળેલા સહકાર વિશે વાત કરી હતી. *જેમિમાહ રોડ્રિગ્સના ભાષણના મુખ્ય અંશો:* *1). ખ્રિસ્તી ધર્મની શ્રદ્ધા:* તેમણે સૌ પ્રથમ જીસસ-પ્રભુ ઈસુનો આભાર માન્યો અને કહ્યું કે તે આ સિદ્ધિ પોતાના દમ પર મેળવી શક્યા ન હોત. *2). મુશ્કેલ સમય:* તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક મહિના તેમના માટે ખૂબ જ મુશ્કેલ હતા અને તે ઘણી ચિંતા અને દુઃખમાંથી પસાર થયા હતા. *3). બાઇબલનો સંદર્ભ:* જ્યારે તે થાકી ગયા હતા, ત્યારે તેમણે બાઇબલના એક વચનનો વિચાર કર્યો કે stand still God will fight for you. "શાંત રહો અને ભગવાન તમારા માટે લડશે". *4). ટીમનો સાથ:* તેમણે પોતાના સાથી ખેલાડીઓ, ખાસ કરીને હરમનપ્રીત કૌર, દીપ્તિ શર્મા અને રિચાનો આભાર માન્યો, જેઓએ તેમને પ્રોત્સાહન આપ્યું. *5). અભિમાનનો અભાવ:* તેમણે કહ્યું કે આ જીતનો શ્રેય એકલા પોતાન...
તમે એકલા આવ્યા છો કે સાથે કોઈ રિલેટિવ પણ આવ્યા છે?" ડો. ખાખરાવાલાએ ગંભીરતાપૂર્વક પૂછયું. 'સમજી ગયો, સાહેબ મારા બ્રેઈનનો રિપોર્ટ સારો નહીં આવ્યો હોય, પણ એ જે હોય તે તમે મને જ કહી શકો છો, સર... મારા ફેમિલીને જણાવવાની જરૂર નથી. હકીકતમાં અમારા ઘરમાં સૌથી મજબૂત મન ધરાવતો સભ્ય હું જ છું. મારી વાઈફ તો બિચારી સાવ પોચી છે અને મા-બાપ ઘરડાં થઈ ગયાં છે. બાળકો નાનાં છે, મારે જે હોય તે મને એકલાને જ કહી દો.’ 'ભલે ત્યારે...’ ડો. ખાખરાવાલાએ શબ્દો બરાબર ગોઠવીને પછી જેટલું કહી શકાય તેટલું કહેવાનું શરૂ કર્યું.. 'મિ. સંયમ, તમને બ્રેઈન ટ્યૂમર છે. સામાન્ય રીતે ૮ ટ્યૂમર હોય ત્યારે અમે બાયોપ્સીની સલાહ આપીએ છીએ, પણ તમારા કેસમાં એવું શક્ય નથી. યોર ટ્યૂમર ઇઝ ઇનઓપરેબલ. એ એવી જગ્યાએ આવેલું છે અને એની સાઈઝ પણ એટલી મોટી છે કે ઓપરેશન કરવા જતાં...’ ડોક્ટરની વાત સાંભળીને સંયમને આંચકો તો જોરદાર લાગ્યો અને એ આંચકો સકારણ હતો. એની ઉંમર હજી તો ચાલીસ જ વર્ષની હતી. જિંદગીનાં કીમતી વર્ષો એણે બિઝનેસ જમાવવામાં જ ખર્ચી નાખ્યાં હતાં. અલબત્ત, એમાં સમય આવ્યો ત્યારે જ આ માઠા સમાચાર સામે આવી ઊભા ...
Comments
Post a Comment