વિશિષ્ટ શિવ મંદિરો...

 



👑 *શિવ વિશેષ: શ્રાવણમાં* 👑

જો તમે શિવભક્ત હોવ કે ભારતમાં આવેલા રોચક અને અદ્ભુત શિવમંદિર વિશે જાણવામાં રસ ધરાવતાં હોય તો આ લખાણ ચોક્કસથી વાંચશો.

ॐ નમ: શિવાય....

🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

સૌરાષ્ટ્રમાં આવેલ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ વિષે તો કોણ અજાણ હશે.પરંતુ, મંદિરના પ્રાગંણમાં આવેલ 'બાણ સ્તંભ' કે જેને 'દિશાદર્શક સ્તંભ' પણ કહેવામા આવે છે તે એક અદ્ભુત માહિતી ધરાવે છે.આ સ્તંભ કેટલો પુરાણો છે એ હજી સુધી કોઈ જાણી શક્યું નથી. પણ, છઠ્ઠી શતાબ્દીનાં શાસ્ત્રોમાં આનો ઉલ્લેખ મળે છે જેથી ઘણો પુરાણો છે તેમ સમજી શકાય. મંદિરની દક્ષિણે આવેલ અરબ સાગર સામે સ્થિત આ સ્તંભ દરિયા સામે બાણનુ મુખ રાખીને ઊભો છે. જેના નીચે એક લખાણ પણ જોવા મળે છે.

'आसमुद्रान्त दक्षिण धृव पर्यतअबाधित  ज्योतिर्मार्ग।'

જેનો અર્થ થાય છે કે આ બિંદુથી દક્ષિણ દિશામાં ( એટલાન્ટીકની દિશામાં)સીધી રેખામાં એકપણ અવરોધ કે બાધા નથી. અર્થાત કે એકપણ જમીનનો ટુકડો નથી. આશ્ચર્યની વાત એ છે કે આટલાં વર્ષો પહેલાં કોઈને  દક્ષિણ ધૃવની માહિતી હતી કે પૃથ્વી ગોળ છે એ વિશે કોઈ જાણતું હતું?? આજની તારીખે પણ આ દિશામાં જતાં એકપણ ભૂભાગ આવતો નથી. આટલાં વર્ષો પછી પણ લોકો 'અબાધિત' અને 'માર્ગ' વિશે જાણી શક્યા છે પણ, તેના વચ્ચેનો 'જ્યોતિ' શબ્દ શું સૂચવે છે એ હજી રહસ્ય અકબંધ છે.એક રોચક બાબત એ પણ છે કે; આટલા લાંબા કાળથી કેટકેટલાયે કુદરતી આંધી,તોફાન,સુનામી આવ્યા છે પણ, સાગરે કદી પોતાની મર્યાદા લાંઘી નથી.

ॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐ ॐॐॐॐॐॐॐ

મધ્યપ્રદેશના મોરૈના ના પહાડગઢના ઘોર જંગલ વિસ્તારમાં આવેલ 'ઈશ્વરા મહાદેવ' મંદિર સાથે વર્ષોથી એક રહસ્ય જોડાયેલું છે.આ મંદિરમાં શિવલિંગ પર સવારના બ્રહ્મ મુહૂર્ત માં કોઈ અદ્રશ્ય શક્તિ આવીને ચંદન,બીલીપત્ર અને અક્ષતથી પૂજા કરી જાય છે અને શિવલિંગ પર પહાડમાથી અવિરત જળધારા ચાલુ જ રહે છે.પૂજા કોણ કરી જાય છે એ આજ સુધી કોઈ જાણી શક્યું નથી. આ રહસ્ય જાણવા પહેલાના રાજાઓ, મંદિરના પૂજારીઓ તથા બીજા પણ ઘણા લોકોએ કોશિષ કરી છે,પણ બ્રહ્મ મુહૂર્ત થતાં જ લોકો અચેતન થઈ જાય છે.રહસ્ય જાણવા મંદિરમાં કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા, પણ કેમેરા ચાલુ  હોય અને રેકોર્ડિંગ થતું નથી. અહીં ચઢાવવામાં આવતાં બીલીપત્ર ત્રણ, પાંચ, સાત, નવ, અગિયાર મુખવાળા હોય છે.લોકોનું માનવું છે કે અમરત્વ પામનાર વિભિષણ અથવાતો ઘણાં વર્ષો પહેલાં મંદિરમાં પૂજા કરતા એ સિધ્ધ પુરુષ આ શક્તિ ધરાવે છે.રોજ સવારે મંદિરના દ્વાર ખોલવામા આવે તો  પૂજા થઈ ચૂકેલ હોય છે.

ॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐ

ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડામાં આવેલ લગભગ ૫૮૦૦ વર્ષ જૂનું 'દ્રોણેશ્ર્વર મહાદેવ' મંદિર એક રોચક ઈતિહાસ ધરાવે છે. કહેવામાં આવે છે કે ગુરુ દ્રોણાચાર્ય  પાંડવોની શોધમાં અહી આવ્યા હતા તે વખતે તેમણે અહીં શિવલિંગની સ્થાપના કરી હતી. શિવલિંગ પર જળ અભિષેક માટે તેમણે પહાડમાં તીર મારીને ગંગાને અહી પ્રગટ કર્યાં હતાં.આટલાં બધાં વર્ષો બાદ પણ એ શિવલિંગ પર જલાભિષેક શરુ જ છે. શિયાળો,ઉનાળો, ચોમાસુ- ૨૪કલાક જલાભિષેક ચાલુ જ રહે છે. મંદિરની પાસે આવેલ નદીમાં પાણી સુકાય જાય તો પણ જલાભિષેકમાં કદી કોઈ ફેર પડ્યો નથી. વૈજ્ઞાનિકોએ પણ આ સ્થળનું સંશોધન ખૂબ કર્યું છે પરંતુ જલાભિષેક ક્યાંથી આવે છે? કેવી રીતે આવે છે? તે જાણી શક્યા નથી. મંદિરની બહાર પણ એક કુંડ બનાવેલ છે જેમાં પણ મંદિરની જેમ ગૌમુખીમાંથી જળધારા ચાલુ જ રહે છે.

ॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐ

ભાવનગરના કોળિયાક નજીક દરિયામાં આવેલ શિવમંદિર ૨૪ કલાકમાંથી ૧૨કલાક પાણીમાં અને ૧૨ કલાક બહાર દેખાય છે.જેમાં ૬ કલાક દિવસના અને ૬ કલાક રાત્રિના મંદિરમાં દર્શન કરી શકાય છે. દર્શન કરવા ભક્તોએ ત્રણ કિલોમીટર ચાલીને દરિયામાં જવું પડે છે.ભરતી દરમિયાન મંદિર સંપૂર્ણ જળમય થઈ જાય છે ઓટ આવતાં જ ફરી મંદિરમાં દર્શન શક્ય બને છે. જળમય મંદિરની ધજા હંમેશા બહારથી જોઈ શકાય છે.દરિયાએ કદી ધજાને ઓળંગવાની હિંમત કરી નથી.કહેવામા આવે છે કે પાંડવોએ કુરુક્ષેત્રના યુધ્ધ બાદ હત્યાના કલંકના નિવારણ માટે શ્રીકૃષ્ણનાં દિશાનિર્દેશ મુજબ અહીં આવી શિવલિંગની સ્થાપના કરી હતી. જેથી આ મંદિરને 'નિશ્કલંક મહાદેવ' કહેવામા આવે છે.અહી પાચેય પાંડવ દ્વારા બનાવેલ પાંચ શિવલિંગ છે.આથી આ મંદિર ૫૦૦૦ હજાર વર્ષ પુરાણુ કહી શકાય.

ॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐ

મધ્યપ્રદેશના ખજૂરોહોમાં આવેલ ભગવાન શિવનું 'મતંગેશ્વર મંદિર' આવેલ છે.જેના શિવલિંગને જીવિત શિવલિંગ પણ કહેવામા આવે છે કેમકે, આ શિવલિંગની ઊંચાઈ દર વર્ષે વધી રહી છે. હાલમાં આ શિવલિંગ જમીન ઉપર ૯ ફૂટ છે.કહેવાય છે કે જમીનની નીચે પણ એટલુ જ ઊંડુ હોવાથી તેની લંબાઈ ૧૮ ફૂટ છે. તેની ઊંચાઈ વધવાનું કારણ તેના અંદર છૂપાવેલ મરકત મણિ સાથે જોડાયેલ છે.

卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐

ॐ નમ: શિવાય. 

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...