ડો.શરદ ઠાકર: ‘પપ્પા, મારે નવા શૂઝ લેવા છે. જૂના બૂટ ફાટી ગયા છે.’ પંદર વર્ષના આર્યને એના પિતા પાસે રજૂઆત કરી.‘દીકરા, હું તો આ મહિને તારા માટે કપડાં ખરીદવાનું વિચારતો હતો. જો ને, આ તારું શર્ટ કોલર પાસેથી સાવ ઘસાઇ ગયું છે.’ પપ્પાએ પુત્રનું ધ્યાન દોર્યું. એમની વાત સાચી હતી. શર્ટનો કોલર ઘસાયેલો હતો અને ડાબા હાથની બાંય સહેજ ફાટેલી હતી. ખરી જરૂર નવા શર્ટની હતી, પણ આર્યન માને તો ને! એણે પોતાની વાત પકડી રાખી, ‘ના, પપ્પા! આ મહિને શૂઝ, આવતા મહિને કપડાં! શર્ટ ફાટ્યું છે ત્યાં સિલાઇ મરાવીને ચલાવી લેવાશે, પણ ફાટેલા બૂટ સારા નહીં લાગે.’ ‘એના કરતાં એમ કેમ નથી કહેતો કે તને જૂતાંનો શોખ છે?!’ પિતાએ હસીને પુત્રનો કાન પકડ્યો, ‘તારું ચાલે તો તું એકલું પેન્ટ પહેરીને ફરે, પણ શર્ટને બદલે એક જોડી જૂતાં વધારે ખરીદે! પણ એટલું યાદ રાખજે દીકરા, કે માણસની શોભા એનાં કપડાં કે જૂતાં પરથી નથી આંકવામાં આવતી, એની આંકણી તો એના સદગુણોથી થાય છે.’ ‘એટલે વળી શું પપ્પા?’‘એ તને નહીં સમજાય, દીકરા! તું હજુ નાનો છે. આવતીકાલે પહેલી તારીખ છે. પગાર ઘરમાં આવશે કે તરત આપણે તારા માટે શૂઝ ખરીદવા ઊપડી જઇશું. જા, અત્યારે તારા હો...