2000 ની નોટ બંધ...
●●●૧●●●
નોટબંદી બાદ મોદી સરકારનો વધુ એક મોટો નિર્ણય
દેશભરમાંથી 2000ની ચલણી નોટો પછી ખેંચાશે
હવેથી RBI 2 હજારની એકપણ નવી નોટો બહાર નહિ પાડે
દેશભરમાંથી 2000ની નોટો પરત ખેંચવાનું એલાન
બજારમાં હાલ જેટલી નોટો છે તે માન્ય ગણાશે
30 સપ્ટે. 2023 સુધી જ માન્ય રહેશે 2000ની નોટ
અફવાઓ ન થાય એ માટે જણાવાનું કે, 2000/- ની નોટ આઉટ ઓફ સર્ક્યુલેશનનો નિર્ણય લેવાયેલ છે તેની કાયદેસરતા રદ કરવામાં આવેલ નથી.
2000/- ની નોટથી કઈ પણ ખરીદ - વેચાણ થઈ શકશે અને બેંકમાં પણ દાખલ / રજૂ કરી શકાશે માત્ર તેનું સરક્યુલેશન ઘટાડવાનું હોવાથી બેન્કો રોકડ ઉપાડ વખતે 2000/- નું પેમેન્ટ નહીં કરે.
આમ, આ સૂચના બેંકને વધુ લાગુ પડે છે, જાહેર જનતાને ઓછી.
●●●૨●●●
2024 માં એક માથે પડેલી "નોટ" બદલી નાખો, પછી કશું બદલવા ની જરૂરત નહી પડે
●●●3●●●
🙏 *અંત: કરણ થી ભાવભીની શ્રદ્ધાંજલિ* 🙏
💐💐🌹🌹🌹🌹🌹🌹🌹💐💐
જન્મ: ૦૮-૦૧૧-૨૦૧૬.
અવસાન: ૩૦-૦૯-૨૦૨૩.
🙏🙏🙏🙏🙏
આટલી નાની ઉંમરમાં (ફક્ત ૭ વર્ષ)
દરેક ને ધેલું લગાડી ને
આમ જતી રહે તે કેટલું વસમું લાગે...
રૂપે રંગે તું કેટલી સુંદર...
તને કેમે કરીને વિસરીએ...
અને
તારું નામ પણ કેટલું સુંદર...
.
... બે હજાર ની નોટ
😟😫😢😭
●●●4●●●
As per the latest information, you can *deposit your old ₹2,000 Notes even after 30th September 2023*.
8 banks in India have been specially assigned the task of accepting your notes for as long as it is needed.
*No ID proof required*
*No source of income.*
The 8 banks are:
.
.
Banks of Yamuna
Banks of Ganga
Banks of godavari
Banks of Brahmaputra
Banks of cauveri
Banks of tapi
Banks of narmada
And Banks of sabarmati
😜😜😜😜
●●●5●●●
*ગુલાબી શ્રદ્ધાસુમન*
-વ્યંગકાર, રાજેશ ઠાકર
પ્રિય 2000,
અમારી જિંદગી ને ગુલાબી ગુલાબી કરી નાખનાર તું માત્ર સાત વર્ષના ટૂંકા સમયમાં જ અમારી દુનિયાને બેરંગ કરી ચાલી જઈશ એવું ધાર્યું ન્હોતું. બસ જાણે આરબીઆઈનાથ જ કે કાલે શું થવાનું છે એ રૂએ તું હતી હવે ન્હોતી થઇ જઈશ એનુ દુઃખ છે. જન્મદાતા જ તારા અંતનુ કારણ બન્યા એનુ દુઃખ તને અને અમને રહેવાનું પણ શું કરીએ ઉપરવાળા આગળ બધા લાચાર છીએ. મોદીને ગમે એ ખરું, મોદી કરે એ સારા માટે એવુ આશ્વાસન લઇ તારા જવાના દુઃખ ને હળવું કર્યા સિવાય કોઈ વિકલ્પ જ ક્યાં રહ્યો છે. આ વિકલ્પશૂન્ય રાજનીતિમાં અમારા માટે હજારનો વિકલ્પ બનીને આવેલી તું પણ રંગમુક્ત અર્થનીતિ ની ભેટ ચડી ગઈ એનો વસવસો રહેશે
વ્હાલી 2000, જયારે જુની નોટોએ અમારાથી મોઢું ફેરવી લીધું ત્યારે અમારા તરફ ગુલાબી હાસ્ય વેરતી તું અવતરિત થઇ હતી એ કેમ ભુલાશે? હોલિકા સમાન નોટબંધી ના ખોળિયે તારો જન્મ ધુળેટીના રંગો જેવો લાગ્યો હતો. અમે વ્હાલસોયી એકહજાર ની વિદાય ના વિલાપને વિસરી ગયા હતાં. આમેય માનવ સહજ સ્વભાવ છે કે નક્કામા થઇ ગયેલા જુના સંબંધો ને કોંરાણે મૂકી દેવા અને નવા લાભદાયી સંબંધોને વળગવુ. વળી અહીં તો એક ના ડબલ જેવો બેવડો લાભ હતો એટલે વર્ષોની સાથી એક હજાર ની જગ્યા તને આપવામાં સહેજ પણ ખચકાટ ન્હોતો.
પ્રિય, અમને તારો રંગ માત્ર નહિ તારા ઢંગ પણ અનુકૂળ હતાં. તું ગણવામાં અને સાથે ફરવામાં જેટલી સહેલી હતી એટલી જ સરળ બે નંબરીયાઓને લોકર કે તિજોરી મા સંઘરવામા હતી. જે ખિસ્સા ને લખપતિ થવાનો મોકો તે આપ્યો હતો એ ખિસ્સા તારા જવાથી નાદારી અનુભવશે.
પ્રિય, તારા ગુલાબી મિજાજના અસલી આશિકો જેટલાંજ નકલી પ્રેમીઓ પણ બન્યા. નકલી નોટો છાપનારાઓ ની મહેનત ઘટી, કાગળનો વપરાશ ઘટ્યો અને નફો વધ્યો એટલે નોટબંધી ની આફત તારા નકલી પ્રેમીઓ માટે અવસર બની. માત્ર તારા જન્મદાતાઓ ને જ આફત ને અવસર માં ફેરવતા આવડે એવી માન્યતાને તારા સાથ અને સહકારે નકલી આશિકોએ ખોટી પાડી. ખરેખર તો તારી સાથેની આ એક પ્રકારની લવજેહાદ જ ગણાય.
તું કાળાનાણાં અને આતંકવાદ પર સર્જીકલ સ્ટ્રાઇકના સ્વરૂપે જન્મી તો ખરી પણ સત્તા મળ્યા પછી ફરી જતા વાયદા જેવી નીવડી. તારા જન્મનું કારણ ( કાળું નાણું, આતંક, ભ્રષ્ટાચાર )અમારી પાસે તારી યાદ સ્વરૂપે અકબંધ રહેશે. જયારે જયારે કોઈ લાંચિયા અધિકારી, ભ્રસ્ટાચારી રાજકારણી કે બેનંબરી ના દરોડામાં નીકળતા થપ્પાઓમાં તારી હાજરી નહિ હોય ત્યારે તું ખુબ યાદ આવીશ.
ભવિષ્યમાં કોઈ તારા જીવન પર ગુલાબી ફાઈલ્સ કે ગુલાબી સ્ટોરી નામની સ્ટોરી બનાવી કરોડો કમાઈ લેશે પણ એ કમાણીમાં તારી પ્રત્યક્ષ હાજરી નહિ હોય એ અફસોસ ચોક્કસ રહેશે. સાત વર્ષના ટૂંકા આયખા બાદ તારા બાળમરણની તારીખ 30 સપ્ટેમ્બર નક્કી થઇ છે. ફાંસી નો કેદી એના મૃત્યુની રાહ જોતા જોતા રોજ મરે એવી સ્થિતિની પીડા તને હશે જ. પણ અમારી દુનિયાનો નિયમ છે ખભાનો ઉપયોગ પૂરો થઇ જાય એટલે બંદૂક બીજો ખભો શોધી લે.
ભ્રષ્ટાચાર, બ્લેક્મની, આતંકવાદ અને નકલી નોટના ચાર ખભા તારી અંતિમ વિદાય માટે તૈયાર છે, અમારા ભાગે ફરી દોણી પકડવાનું આવ્યું છે...
રામ બોલો ભાઈ રામ.....
✒️ *રાજેશ ઠાકર (વ્યંગ લેખક)*✒️
(rajthaker207@gmail. Com)
●●●6●●□
Comments
Post a Comment