વિમાન દુર્ઘટના અમદાવાદ ૧૨.૬.૨૫

 


[12/06, 14:33] Suresh Asha Langotiyo: *અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન કેર્સ ની ઘટના ની માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે.*

[12/06, 14:33] Suresh Asha Langotiyo: લંડનની ફ્લાઇટ ટેકઓફ સમયે ક્રેશ થયાની પ્રાથમિક માહિતી

[12/06, 14:33] Suresh Asha Langotiyo: અમદાવાદ એરપોર્ટ પર એર ઇન્ડિયા મુસાફર વિમાન દુર્ઘટનાગ્રસ્ત


133 મુસાફરો સવાર હતા વિમાનમા

[12/06, 16:49] Suresh Asha Langotiyo: *37 વર્ષે ફરી એ જ જગ્યાએ અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું:* 133 લોકોનો ભોગ લેનાર એ દુર્ઘટનામાં શું થયેલું? અમદાવાદના વેપારી સહિત માત્ર બે જ જણા બચેલા 

https://divya.bhaskar.com/VYLcWzbw8Tb 



37 વર્ષ જૂની આ ઘટના પણ મને યાદ છે 😢

[13/06, 16:58] BL Hitesh Phillip Mahiji: અમદાવાદ પ્લેન ક્રેશ 

આનું નામ કહેવાય ઈશ્વર કૃપા 

પૂરી વિગત જાણો-

ભૂમિ ચૌહાણ ગઈ કાલે અમદાવાદ પોતાના ઘરેથી લંડન જવા માટે નિકળી પરંતુ રસ્તામાં એટલો બધો ટ્રાફિક હતો કે તે 

એરપોર્ટ માત્ર ૧૦ મીનીટ મોડી પડી, બધું જ કન્ફમ હોવા છતાં તેને સમય પૂરો થયો એટલે પ્લેનમાં જવા ન દીધી 

આ છોકરી ખુબ નિરાશ થઈ ગઈ, અંદર 

પરસાળ બેંચમાં બેસીને હતાશ થઈ ગઈ, પસ્તાવો પણ થયો 

ત્યારે અડધી કલાકમાં જ સમાચાર આવ્યા કે જે પ્લેનમાં પોતે જવાની હતી તેનું મેઘાણી નગર પાસે આ પ્લેન ક્રેશ થયું છે 

આ સાંભળતા જ તેની થોડીવાર તો આંખે અંધારા આવી ગયા અને તેમના પરિવારજનો ભૂમિને ઘેર લઈ ગયા 

એક આબાદ બચાવ થયો 

વાહ ઈશ્વર વાહ ! તારી ગતિ ન્યારી છે 

તાત્પર્ય : તમે ક્યાંય જતાં હો તો વહેલાં પહોચ્યે લાભ છે કે મોડાં પહોચ્યે લાભ છે તે માત્ર કુદરતે જોવાનું છે 

તમે કહી શકો કે અમદાવાદના ભરચક ટ્રાફિકે આ છોકરીની જીંદગી બચાવી લીધી

[13/06, 17:20] Suresh Asha Langotiyo: અફવા તો નથી ને ભત્રીજા?


આ સોશિયલ મીડિયા છે.


કારણકે પ્લેન ની કેપેસિટી પ્રમાણે ૨૫૨ પ્રવાસી પુરા હતાં. 🙏

[13/06, 17:53] BL Robinson‪ Parera: હમણાં ઘણા મહિનાઓ કે ૧-૨ વર્ષથી એર ઇંડિયામાં ખૂબ જ ધાંધલી ચાલતી આવી છે, રોજ ફ્લાઇટ કેન્સલ, કેન્સલ થઈને એકાદ વીક પછી બીજી એરેન્જ કરી આપે અમુક વાર આ પણ કેન્સલ થવાના કિસ્સા ઘણા છે. લંડન-ગેટવિક-અમદાવાદની ડાઇરેક્ટ ફ્લાઇટમાં થતું હોય છે. અને લંડન હીથ્રોથી આવતી ફ્લાઇટ ક્યારેક સમયસર કોઈને નથી મળતી આવું પણ બનતું હોય છે. ૫-૬ કલાક મિનિમમ મોડું થતું હોય છે.


હું સપ્ટેમ્બર ૨૦૨૪માં ઇંડિયા આવ્યો ઇમર્જન્સિમાં મારા પપ્પાને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો ત્યારે. અત્યારે તો પપ્પાને ૧૦૦% રિકવરી છે. હું ક્યારે પણ એર ઇંડિયા પસંદ નથી કરતો. ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે આપણા દેશની સુવિધા હોવા છતાં એમિરેટ્સ, કતાર કે પછી એતિહાડ ને જ હું પસંદ કરું છું. ભલે આ એર લાઇન્સ થોડી મોઘી છે પણ એમિરેટ્સની વાત કરું તો જ્યારથી આ એર લાઇન્સ સ્ટાર્ટ થઈ છે ત્યાંરથી અત્યાર સુધી એક પણ આવું એક્સિડેન્ટલ ઈવેન્ટ નથી થઈ, એક પણ જાનહાનિ નથી થઈ.


હું આવ્યો ઇંડિયા ત્યારે બીજી કોઈ ફ્લાઇટ જલ્દી મળી nahoti. ૫/૯/૨૪ બૂકિંગ સમયે ૬/૯/૨૪ બપોરે ૧૨ વાગ્યાની ફ્લાઇટ હતી. ૬ તારીખે સવારે સમય ૪ વાગે ઉપડશે એમ દેખવા લાગ્યો. અને આ વિશે ક્યારેય પણ કોઈને કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવતી નથી આવું ઘણા કિસ્સામાં જોયું છે.


એરપોર્ટ પર પહોંચી ફ્લાઇટ ની રાહ જોતા ફ્લાઇટ ઉપાડી સાંજે ૬:૩૦ વાગે. હું ઇંડિયા ૬ તારીખની મોડી રાત્રે (અથવા એમ કહી શકાય કે ૭/૯/૨૪ તારીખ ની શરૂઆતનો સમય) ૧:૪૫ વાગ્યે મુંબઈ ઉતરી સવારે ૬:૨૦ વિસરારા કનેક્ટિંગ ફ્લાઇટ અમદાવાદ આવાનું હતું. પણ મોડું થતા આ લંડન હીથ્રોથી ઉપડેલી ફ્લાઇટ પહોંચી સવારે ૬:૩૦ વાગે. કનેક્ટિંગ ફ્લાઇટ નીકળી ગઈ હતી અમને બીજી ફ્લાઇટ અરૈંજ કરી આપી આ હતી બપોરે ૩:૩૦ વાગે ૯ કલાક વેટિંગ કરવાનું. 


બીજી બાજુ પપ્પા વેન્ટિલેટર પર હતા થોડા ટાઈમ માટે કોમામાં પણ ગયા હતા. ટેન્શન વધતું જતું હતું. બોમ્બેથી બીજી કોઈ રીતે આવતા પણ ૧૧-૧૨ કલાક લાગતા. એટલે નક્કી કર્યું કે બપોરે આપેલી ફ્લાઇટમાજ આવવું. આ ફ્લાઇટ એરપોર્ટ પર બોર્ડિંગ માટે મૂકવામાં આવી ૫:૩૦ વાગે આપેલા સમયથી પણ ૨ કલાક મોડી. 


આવા ઘણા કિસ્સા છે, મારા એક મિત્રમાં પેરેન્ટ્સ ડાઇરેક્ટ અમદાવાદ માટે નીકળ્યા ફ્લાઇટ એરપોર્ટ પર આવ્યા પછી કીધું ફ્લાઇટ મોડી છે, પાછી કેન્સલ થઈ, પછી એર ઇંડિયાએ એક વીક પછી બીજી એડજસ્ટ કરી આપી, આ પણ કેન્સલ થઈ પાછી ૩ દિવસ પછી ફ્લાઇટ આપી એમાં ૧૨ કલાક ડિલે પછી ઇંડિયા પહોચ્યા. આ બધી તકલીફ ટાટા ગ્રુપને કારભાર પાછો સોપ્યા પછી પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે. ટાટા ગ્રુપ ઓફ કંપનીઝ ઘણી મોટી છે એટલે એનો વાક ના કાઢવો, એમ કહીને આંખ આડા કાન ન જ થાય કારણ નાની મોટી તકલીફ જેવી કે એસી ન ચાલવું સીટ આગળ ની સ્ક્રીન કે એના કોઈ બટન્સ કામ ન કરવા, વગેરે વગેરે….આ બધી નાની નાની વસ્તુ પાછળ કઈક મોટી ટેક્નિકલ ખામી હોઈ શકવાની શક્યતાઓ રહેલી છે. જે સમય જતા વિકરાળ સ્વરૂપ લઈ શકે છે.

[13/06, 17:53] Suresh Asha Langotiyo: તો આ પણ એક બીજો ચમત્કાર જ કહેવાય જીવન ભર યાદ કરશે એ છોકરી 🙏

[13/06, 17:56] BL Robinson‪ Parera: જેમ સંઘી કનેક્શન મળી જાય એમ આ bamcef વાળા પણ ગમે ત્યાંથી કનેક્શન શોધી જ કાઢે.

મૂળ ભારતીય પણ બ્રિટિશ નાગરિક હોવા છતાં BAMCEF નો કાર્યકર ?મને તો કાલનું હસવું આવે છે.

🤣

[13/06, 18:06] BL Robinson‪ Parera: જેમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મેડિકલ ફીલ્ડ માટે ટોપ છે, યુનિટેસ્ટ નેશન આ વિશ્વ કક્ષા પર શાંતિ માટેનું કામ કરે છે એમ, એર લાઈન્સ માટે એલાયન્સ હોય છે જેમનાઓ એક સ્ટાર્ટ એલાયન્સ જેમાં ઘણી બધી એર લાઈન્સ જોડાયેલી છે એમ એર ઇંડિયાએ પોતાનું સભ્યપદ લીધું હતું.

એના નિયમો મુજબ દુર્ઘટના ગ્રસ્ત લોકોના પરિવાર ઓછામાં ઓછું ૧ થી ૧.૫ કરોડ સુધીનું વળતર આપવું જરૂરી છે. અને નિષ્પક્ષ તપાસ કરી જો સાબિત થાય કે એર લાઇનની ખામીને લીધે કે એર લાઇન્સની ભૂલને લીધે આ અકસ્માત થયો છે તો આ વળતરની રકમના ૨-૩ ઘણો વધારો થઈ જતો હોય છે.

એટલે હાલમાં એકાદ કરોડનું વળતરની વાત સાંભળીને અંજાઈ જવાની પણ જરૂર નથી.

[13/06, 18:12] Suresh Asha Langotiyo: આપણે ભારત માં ૩૭ વર્ષ પછી આ ક્રેશ નો કિસ્સો જોયો.પણ એતો કુદરત નું કરવું કહેવાય ને રોબિન બાકી કૃ મેમ્બર અને કેપ્ટન પણ નાં બેસે ને જો આવી ઘટના ની જાણ હોત તો કોઈ પક્ષી આવી ગયું હશે એન્જિન માં બાકી તો ફ્લાઇટ તો બરાબર ઓક ચેક થાય તો જ ઉડાન ભરે એવી મને તો ખબર છે.


દિલ્હી મુંબઇ જેવાં મોટાં શહેરો માં તો મિનિટ વિમાન ઉડે છે એક ગયું અને બીજું આવ્યું છતાં ક્રેશ ની ઘટનાં વર્ષો સુધી નથી બનતી એ પણ હકીકત છે.

આભાર.

🙏🌹🙏 


મારો અનુભવ કહું તો રમુજી છે હું પહેલી વખત વિમાન માં બેઠેલો ત્યારે દરવાજા બંધ થયાં અને મને ઘભરાટ ચાલું થયેલો એક એર હોસ્ટ્સ માઇક પર બોલે છે સીટ બેલ્ટ બાંધી લો, પછી આગળ વિમાન માં કંઈ ખામી આવે તો ક્યાં થી કેવી રીતે કૂદવાનું એ સમજાવે છે એ સંભાળી મને ચક્કર આવેલાં હું ઊભો થઈ ગયેલો મેં કહ્યું મને ઉતારી દો એટલે મને બે ત્રણ ચૂંસવા ની ગોળીઓ આપી બેસાડી દીધેલો ત્યારે બાદ અને પછી પ્લેન ઉડ્યું પછી મઝા આવી ગયેલી પછી તો એનેક વાર પ્લેન ની મુસાફરી કરી પહેલી વખત જે ગભરાટ અનુભવેલ એવું કંઈ ક્યારેય ત્યારબાદ થયું નહતું. આભાર 🙏🌹🙏

[13/06, 18:16] Suresh Asha Langotiyo: બોટ માં પણ આવી ગભરાટ અને ચક્કર વાળી સ્થિતિ ઉભી થાય છે સાલું ચારે બાજું પાણી જોઈને ગભરાટ થઈ જાય છે.😢🤣😂

[13/06, 19:05] BL Ashok Shiva Lalo satyavati Parmar9952: તૂટી પડેલા વિમાનના પાયલોટ કેપ્ટન સુમિત સભરવાલના કંટ્રોલ રૂમને છેલ્લા શબ્દો :" વિમાનના બન્ને એન્જીન ફેલ થઈ ગયા છે,કદાચ રન વે પર રિટર્ન થઈ નહીં શકાય,જીવતો ના રહુ તો મારી દીકરીને કહેજો પપ્પા તને ખુબ જ પ્યાર કરે છે "..... 😭😭😭😭😭😭😭😭😭😭😭😭

[13/06, 19:19] BL Robinson‪ Parera: ના હું એમ નથી કહેતો કે ખામી હતી અને વિમાન સેવા ચાલુ જ રાખી છે. પરંતુ જો કોઈ પણ ફ્લાઇટ મોડી થાય તો એને ખૂબ જ ખર્ચો વેઠવો પડે છે. કારણ કે એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જ, જેટલો ટાઈમ પ્લેન ઊભો રહે જ્યાં સુધી પેસેન્જર્સ બેસી જાય ટેક ઓફ કરે ત્યાં સુધીનું ભાડું, મોડું થાય એટલે પેસેન્જર્સને આપવાની સુવિધા જેવી કે લોન્જ/રેસ્ટ રૂમનો ચાર્જ, દરેક જર્ની સ્ટાર્ટ થતા પહેલા કોમપુલસોરી વિમાનમાં જમવાની સાફસફાઈની વ્યવસ્થાના ચાર્જ, ઈંધણ પુરવાનું અને એ પૂરાવાના ચાર્જ, મોડું થવાથી ઊભી થતી અવ્યવસ્થાને કારણે જે તે એરપોર્ટને ચૂકવવાનો એકસ્ટ્રા ચાર્જ, વગેરે વગેરે એક જર્ની કરતા ડબલ ખર્ચો જો ખાલી અડધો કલાક મોડું થાય તો પણ થઈ જતો હોય છે. કારણ એરપોર્ટ/એરપોર્ટ ઓથોરિટી અને એર લાઇન્સ બંને જુદી જુદી બોડી છે. એસટી બસ જેવું નથી કે બસ અને બસ સ્ટેન્ડ બંને એક જ બોડી છે એમ.


આ ખર્ચો થવા પાછળ નું અને મોડું થવા પાછળ મોટેભાગે રસ્તામાં મોડું કે ટ્રાફિકને કારણે નથી થતું કારણ જેમ જમીન પર હાઇવે હોય છે એમ ઉપર એર હાઇવેઝ પણ હોય છે જેમાં એક ફ્લાઇટ ચાલતી હોય તો બીજી એનાથી ૧૦૦૦-૧૫૦૦ ફીટ દૂર ઉપર કે નીચે કે આજુ બાજુ રેહતી હોય છે જે એટીસી મેનેજ્ડ કરતું હોય છે. દરેક જર્ની સ્ટાર્ટ કરતા પહેલા થતું ટેક્નિકલ ઇન્સ્પેક્શન, એમાં કઈક તકલીફ જણાય તો જ મોડું થતું હોય છે.

અને હમણાં હમણાં એર ઇંડિયામાં છેલા સમય પર અમુક વાર પાયલોટ ના કહી ડેટા હોવાથી કેન્સલ થાય છે. એટલે કાયમ આવું થતું હોય મોડું તો એની પાછળ કઈક ગંભીર કારણો જે તે સમયે હોય છે. વીડિયોમાં ક્લિયર જોઈ શકાય છે કે કોઈ પક્ષી નથી અથડાયું. 


અને આ વાત એકદમ નગ્ન સત્ય છે કે એર ઇંડિયા ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ સસ્તી અને ડાયરેક્ટની ફ્લાઇટ ગેટવિક એરપોર્ટ લંડનથી અમદાવાદ હોવાથી બધા પસંદ કરે છે બાકી એની ફેસિલિટી ઝીરો છે. ફ્લાઇટ અટેન્ડન્ટ, ક્રૂ મેમ્બર્સ, પાયલોટ ના યુનિફોર્મની ક્વાલિટી અપ તો ધી માર્ક નથી જોવા મળતી. આ વાતો એક દૂરના રિલેટિવ્સના મોટાભાઈ અમદાવાદ એરપોર્ટ પર જોબ કરે છે એમના ૧-૨ મિત્ર જ એર ઇન્ડિયામાં જોવ કરે છે એમના જોડેથી મળેલી માહિતી ઉપરથી આ કહી શકું હું. કેમ કે એરપોર્ટ પર કામ કરનારો દરેક માણસ એરપોર્ટ ઓથોરિટીની અંડર કામ નથી કરતો. ૫૦% સ્ટાફ જુદી જુદી એરલાઇન્સમાં કામ કરતા કસ્ટમર આસિસ્ટન્ટ અને ફ્લાઇટ આસિસ્ટન્ટ હોય છે. જનરલી એરપોર્ટ ઓથોરિટીની અંડરમાં સિક્યોરિટી સ્ટાફ અને સિક્યોરિટી ચેક કરનાર સ્ટાફ અને ઇમિગ્રેશન ઓફિસર્સ અને સ્ટાફ આવતા હોય છે.

[13/06, 19:38] BL Robinson‪ Parera: આ ખોટી માહિતી છે. કેમ કે આ પાયલોટ અને એટીસી એટલે કે એર ટ્રાફિક કંટ્રોલ ટાવર. બંને એક વ્યક્તિ ના હોય શકે. આ એક ઇન્સ્ટાગ્રામ/યુટ્યુબ પરનો ડિજિટલ ક્રીએટર એટલે કે સાદી ભાષામાં રીલ બનાવનારો છોકરો છે. 

વાત રહી પપ્પા ખૂબ પ્રેમ કરે છે કહેવાની તો કોઈ પણ પાયલોટ એટીસી સાથે આવી સીધી રીતે વાત નથી કરતા એના માટે એક પ્રોપર લેંગ્વેજ અને એના કોડ્સ હોતા હોય છે. જેમ હમના એક શબ્દ બહુ ચર્ચામાં છે એ mayday એનો મતલબ જ્યારે કોઈ ભયંકર નિવારી ન શકાય તેવી કોઈ ખામી સર્જાય જેનાથી અકસ્માત થવાનો હોય ત્યારે પાયલોટ આ મેસેજ એટીસી ને આપતા હોય છે. જેમાં એન્જિનમાં ખામી કે વિંગ્સમાં ડેમેજ થયેલું હોય આવી ખામીનો સમાવેશ થાય છે. 

કેપ્ટન એટલે કે અનુભવી સિનિયર પાયલોટ અને એની બાજુમાં ફર્સ્ટ ઓફિસર જે પણ એક પાયલોટ જ હોય છે. અને આ બંનેની પાછળની સીટ પર એક ત્રીજો અનુભવી પાયલોટ કમ એન્જિનિયર ૩ લોકો કોકપિટમાં હોય છે. આ લોકોને કોઈ આવી પર્સનલ વાટ ન કરવી તથા આવા મુશ્કેલીના સમયમાં શાંત રહી કઈ રીતે પેસેન્જર્સનો જીવ બચાવવો અને પોતાના કરતા હવાઈ યાત્રીઓને પ્રાધાન્ય આપવું એની પ્રોપર ટ્રેનિંગ આપી હોય છે, આ આપણે સૌ જાણીએ છીએ.


જનરલી લાંબી મુસાફરીમાં ઓટો પાયલોટ મોડ ચાલુ હોય છે. જે પ્લાનની આગળ એના નાક જેવા પાર્ટમાં આવેલા રડારની મદદથી ચાલે છે જે આગળનું ૪૦-૫૦ કિમી સુધીના હવામાનની માહિતી લઈ શકે એટલું એડવાંસ હોય છે. જે રેડિયોમાં આવતા ધ્વનિ તરંગોથી જેમ રેડિયો સંભળાય એવા ઇન્ફ્રારેડ તરંગોથી કમ કરતું હોય છે જે રડાર ટાર્ગો ફેંકે અને આ તરંગો પાછા આવે એની ફ્રિક્વન્સી પરથી આગળનું હવામાન વરસાદ વાદળ કેવા વાદળ પાણીથઈ ભરેલા છે કે નહીં વગેરે વગેરે ચેક કરીને આગળનો રસ્તો કેવો છે આ માહિતી આપે છે. આ રડાર સ્પેશ્યલ અમુક ચોક્કસ પ્રકારના શીલ્ડથી ઢાંકેલુ હોય છે જે એકદમ સરળતાથી આ કિરણોને લાવા લઈ જવાનું કામ કરે અને સાથે સાથે મજબૂત પણ હોય કેમ કે વિમાનનો આ ભાગ છે જે સૌથી પહેલા હવા સાથે અથડાય છે અને ખૂબ જ ફોર્સ થી ખૂબ જ ડ્રેગ સાથે અથડાય છે. એટલે જેટલા પણ ભયંકર જીવલેણ અકસ્માત થાય છે આ ટેક ઓફ અને લેન્ડ કરતા જ થતા હોય છે જો વિમાન હવામાં હોય તો બચાવી લેવું જમીનની નજીક હોવ કરતા સહેલું છે.

[13/06, 19:45] BL Robinson‪ Parera: વિમાનમાં ઉપર ૩૫૦૦૦ સુધીની ઊંચાઈ પર ચાલવું આ ઓછું ખર્ચાળ છે. કારણ ત્યાં ફોર્સ એન્ડ ડ્રેગ ઓછું હોય છે આ ઊંચાઈથી નીચે ચાલવા કરતા. પરંતુ ત્યાં તાપમાન ખૂબ ઓછું -૫૦/-૬૦ સુધી ઓછું હોતું હોય છે આવા તાપમાનમાં જીવવુ અઘરું છે કારણ આ પ્રેશર ઓછું થાય એમ માણસનું શરીર સહન ન કરી શકે અને બ્રાઇન હેમરેજ કે હાર્ટ એટેક જેવી તકલીફ થવાની શક્યતાઓ રહેલી છે એટલે વિમાન ઉડ્યા પાછી એક પણ વિન્ડો કે દરવાજો ખુલ્લો ના હોય એર ટાઇટ હોય છે એનું કારણ જ્યારે વિમાન ટેક ઓફ કરે તરત એની અંદર અમુક ચોક્કસ ગેસ અને વાયુથી વિમાનમાં પ્રેશર જમીન પર હોય આટલું કરવામાં આવે છે. જેથી માણસો આસાનીથી કોઈ તકલીફ વગર રહી શકે. આજ કારણ છે ટેક ઓફ અને લેન્ડ કરતા કાનમાં સામાન્ય દુઃખાવો કે બંધ થઈ જવા જેવો અનુભવ થતો હોય છે. આ પ્રેશર મેન્ટેન રહે એટલે વિમાનમાં બધીજ વિન્ડો અને દરવાજા એર પ્રૂફ કે એર ટાઇટ હોય છે અને જેમ આ પ્રેશર ઓછું થાય એમ વીમા હાલવા ડોલવા લાગે. અને ધીમે ધીમે બધા બે ભાન થઈને ઓક્સિજનની કમીને કારણે મારી જતા હોય છે. આવા સીન અમુક હોલીવુડ મૂવીમાં જોવા મળતા હોય છે.


આ લખવાનું કારણ બીજું કઈ નથી ફકત આપ સૌની જાણકારી માટે જ છે.


133એક છે કોકપિટ રેકોર્ડર જે કોકપિટમાં શું વાત થઈ છે આ રેકોર્ડ કરે અને આ ડિલીટ કરવું કે એડિટ કરવું આ કોઈ પાઇલટના હાથમાં નથી હોતું. એમાં કેપ્ટન અને ફર્સ્ટ ઓફિસર્સ એક બીજા જોડે વાત કરતા હોય છે જેમાં વાર ફરતી પોતાને આપેલ કામ મુજબ કમાન્ડ બોલતા હોય છે અને બીજો એને ચેક કે કોપી એમ બોલીને કહેતો હોય છે કે હા કમાંડ મુજબી કામ કર્યું. જેમ કે ટેક ઓફ કરતા ફોર્સ ડ્રેગ, પછી વિંગ્સની પોઝિશન, ફ્યુલ કન્ઝમ્પ્શન, વગેરે વગેરે એક જાણ પૂછે બીજો આ કમાંડ પૂરો કરીને ચેક/કોઈ એમ કહીંને આગળ કેમ કરે. આ બધુજ આ કોકકપિત રેકોર્ડરમાં રેકોર્ડ થાય.


બીજું છે ફ્લાઇટ રેકોર્ડર જે વિમાન અને એટીસી વચ્ચે થયેલી વાતચીત જેવી છે લેન્ડિંગ માટે પરમિશન, ટેક ઓફ પ્રોપર થઈ કે નહીં, સ્પીડ શું છે કઈ ઈમરજન્સી છે તો એના સોલ્યૂશન માટે સલાહ સૂચન, લેન્ડિંગ માટે જગ્યા આપવી કયા રનવે પર લેન્ડ કરવું, ઇમર્જન્સિ લેન્ડિંગમાં બીજા વિમાનને હવામાં વેટ કરવા કેહવું વગેરે વગેરે રેકોર્ડ થતું હોય છે.


આ બંને રેકોર્ડર અને એક્સિડેંટ સ્પોટના ફોટો અને અન્ય એવિડેન્સની મદદથી ઇન્વેસ્ટિગેટ થાય છે. આ બંને રેકોર્ડર સૌથી સુરક્ષિત જગ્યા એટલે કે વિમાનના પાછળના ભાગમા હોય છે જે ઉંચા તાપમાન કે વિમાન પાણીમાં ડૂબી જાય કે અતિશય ઠંડા વાતાવરણમાં પણ ખૂબ સુરક્ષિત રહે એમ એની બનાવટ હોય છે.


*જે ડોક્ટર્સના મોત થયા છે તેમના શબ પડ્યા છે અને અમને મકાન ખાલી કરાવે છે !*


✒ રમેશ સવાણી, નીવૃત્ત આઈ.પી.એસ.


કોઈપણ દુર્ઘટના થાય ત્યારે તંત્ર લોકો પર મનમાની કરે છે. 12 જૂન 2025ના રોજ, અમદાવાદમાં ટાટા કંપનીનું પેસેન્જર પ્લેન બોઈંગ 787-8 ડ્રીમલાઈનર ટેકઓફ થયુ ત્યાં મેઘાણીનગરમાં મેડિકલ સ્ટુડન્ટ હોસ્ટેલ પર તૂટી પડ્યું. ડોક્ટરના પરિવારજનો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે બીજી તરફ તાત્કાલિક મકાન ખાલી કરવા ડોક્ટર્સ પર દબાણ થઈ રહ્યું છે. 


સૌથી આઘાતજનક બાબત એ છે કે કુલ કેટલા મેડિકલ સ્ટુડન્ટસ/ ડોક્ટર્સના મોત થયા? કેટલા નાગરિકોના મોત થયા? તેની વિગત સરકાર છૂપાવી રહી છે. 


ડો. અનિલ અને તેમના પત્ની આસિસ્ટન્ટ પ્રોફેસર છે. તેની સ્થિતિ મજૂર જેવી છે. શરીર અને કપડાં પર કાળી રાખ ચોંટેલી છે. 13 જૂનની રાત્રે નવ વાગ્યે તે સરકારી મકાન ખાલી કરી રહ્યા છે. તે રડતાં રડતાં કહે છે કે “જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે હું અને મારા પત્ની હોસ્પિટલમાં ડ્યુટી પર હતા. ઘર પર મારી અઢી વર્ષની દીકરી અને કામવાળી હતી. દીકરીના શ્વાસોશ્વાસમાં ધુમાડો ઘૂસી જતાં હાલ સારવાર હેઠળ છે. મારે અત્યારે દીકરી પાસે હોવું જોઈએ તેના બદલે હું સામાન ફેરવી રહ્યો છું. મારુ અડધું ઘર બળી ગયું છે. પરંતુ ઘર ચલાવવા બેઝિક સામાન જોઈએ તે લેવા માટે સમય તો આપો ! શું અમે માણસ નથી? હું મકાન ખાલી કરવા બે-ત્રણ દિવસનો સમય માંગું છું. જે ડોક્ટર્સના મોત થયા છે તેમના શબ પડ્યા છે અને અમને મકાન ખાલી કરાવે છે !”


પ્લેન ક્રેશ ઘટનાની તપાસ માટે અસરગ્રસ્ત જગ્યા ખાલી કરાવવાની જરુરિયાત હોય તે સમજી શકાય છે. પરંતુ શું તંત્રએ Disaster managementની તાલીમ લીધી જ નહીં હોય? શું તંત્રનું આ પગલું ડિઝાસ્ટર મેનેજમેન્ટની સમજણનો અભાવ દર્શાવતું નથી? સંવેદનાનો અભાવ સૂચવતું નથી? જેમના અડધા ઘર સળગી ગયા છે, જેમના પરિવારજનો હોસ્પિટલમાં એડમિટ છે, તેમને સરકારી મકાન ખાલી કરવાનો બે દિવસનો સમય આપે તો વાંધો શું? વળી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી ન હતી. તાત્કાલિક સામાન લઈને ક્યાં જવું? તે પ્રશ્ન પણ મૂંઝવે !


સૌથી આશ્ચર્યની બાબત એ છે કે ગુજરાતના મીડિયા પણ આ બાબતે ચૂપ છે !


https://www.facebook.com/story.php?story_fbid=1280342180766643&id=100063726189171&rdid=oS34XN5KvVzDJSAQ#


*જે ડોક્ટર્સના મોત થયા છે તેમના શબ પડ્યા છે અને અમને મકાન ખાલી કરાવે છે !*


✒ રમેશ સવાણી, નીવૃત્ત આઈ.પી.એસ.


કોઈપણ દુર્ઘટના થાય ત્યારે તંત્ર લોકો પર મનમાની કરે છે. 12 જૂન 2025ના રોજ, અમદાવાદમાં ટાટા કંપનીનું પેસેન્જર પ્લેન બોઈંગ 787-8 ડ્રીમલાઈનર ટેકઓફ થયુ ત્યાં મેઘાણીનગરમાં મેડિકલ સ્ટુડન્ટ હોસ્ટેલ પર તૂટી પડ્યું. ડોક્ટરના પરિવારજનો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે બીજી તરફ તાત્કાલિક મકાન ખાલી કરવા ડોક્ટર્સ પર દબાણ થઈ રહ્યું છે. 


સૌથી આઘાતજનક બાબત એ છે કે કુલ કેટલા મેડિકલ સ્ટુડન્ટસ/ ડોક્ટર્સના મોત થયા? કેટલા નાગરિકોના મોત થયા? તેની વિગત સરકાર છૂપાવી રહી છે. 


ડો. અનિલ અને તેમના પત્ની આસિસ્ટન્ટ પ્રોફેસર છે. તેની સ્થિતિ મજૂર જેવી છે. શરીર અને કપડાં પર કાળી છે.😢🤣😂 ચોંટેલી છે. 13 જૂનની રાત્રે નવ વાગ્યે તે સરકારી મકાન ખાલી કરી રહ્યા છે. તે રડતાં રડતાં કહે છે કે “જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે હું અને મારા પત્ની હોસ્પિટલમાં ડ્યુટી પર હતા. ઘર પર મારી અઢી વર્ષની દીકરી અને કામવાળી હતી. દીકરીના શ્વાસોશ્વાસમાં ધુમાડો ઘૂસી જતાં હાલ સારવાર હેઠળ છે. મારે અત્યારે દીકરી પાસે હોવું જોઈએ તેના બદલે હું સામાન ફેરવી રહ્યો છું. મારુ અડધું ઘર બળી ગયું છે. પરંતુ ઘર ચલાવવા બેઝિક સામાન જોઈએ તે લેવા માટે સમય તો આપો ! શું અમે માણસ નથી? હું મકાન ખાલી કરવા બે-ત્રણ દિવસનો સમય માંગું છું. જે ડોક્ટર્સના મોત થયા છે તેમના શબ પડ્યા છે અને અમને મકાન ખાલી કરાવે છે !”


પ્લેન ક્રેશ ઘટનાની તપાસ માટે અસરગ્રસ્ત જગ્યા ખાલી કરાવવાની જરુરિયાત હોય તે સમજી શકાય છે. પરંતુ શું તંત્રએ Disaster managementની તાલીમ લીધી જ નહીં હોય? શું તંત્રનું આ પગલું ડિઝાસ્ટર મેનેજમેન્ટની સમજણનો અભાવ દર્શાવતું નથી? સંવેદનાનો અભાવ સૂચવતું નથી? જેમના અડધા ઘર સળગી ગયા છે, જેમના પરિવારજનો હોસ્પિટલમાં એડમિટ છે, તેમને સરકારી મકાન ખાલી કરવાનો બે દિવસનો સમય આપે તો વાંધો શું? વળી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી ન હતી. તાત્કાલિક સામાન લઈને ક્યાં જવું? તે પ્રશ્ન પણ મૂંઝવે !


સૌથી આશ્ચર્યની બાબત એ છે કે ગુજરાતના મીડિયા પણ આ બાબતે ચૂપ છે !


https://www.facebook.com/story.php?story_fbid=1280342180766643&id=100063726189171&rdid=oS34XN5KvVzDJSAQ#





































































*હૃદયસ્પર્શી વાત*
*એર ઈન્ડિયાની વિમાની દુર્ઘટના.*

કેટલાક માટે આ ફક્ત વધુ એક સમાચાર કે તાજી હકીકત.
પણ મારા માટે તો તે જીવન કેટલુ નાજુક અને અનિશ્ચિત છે એની હૃદયને સ્પર્શતી યાદ અપાવનારી ઘટના બની.

ચાર જીંદગીઓ. ચાર વાતો. ચાર શક્તિશાળી પાઠો – જેમણે મારા માટે સમય, જીવનનો હેતુ અને દરેક ક્ષણની કૃપા વિશેનું દૃષ્ટિકોણ બદલ્યું.

પ્રથમ: એક પરિવાર જે વર્ષો સુધી યુકે સ્થળાંતર કરવાનું સ્વપ્ન જોઈ રહ્યો હતો.
જીવન વચ્ચે આવતું રહ્યું – જવાબદારીઓ, વિલંબો, નિર્ણયો.
અંતે તેઓ વિમાનમાં ચઢી શક્યા… પણ તેમની મંજિલ સુધી કદી પહોંચી ન શક્યા.

અને મને સમજાયું:
આપણે કેટલી બધી વસ્તુઓ “ક્યારેક” માટે મૂકી રાખીએ છીએ.
પણ જો આપણે રાહ જોતાં રહીશું, તો એ “ક્યારેક” કદી આવી જ નહીં શકે.

બીજું: એક સ્ત્રી જેને એ ફ્લાઈટમાં હોવું હતુ.
તે મોડી પહોંચી. ચેક-ઇન ચૂકી ગઈ. એટલું જ નહિ, ખૂબ જ પ્રયત્ન કર્યા કે somehow ચઢી જાય… પણ મંજૂરી ન મળતી.
તે ગુસ્સામાં હતી, દુ:ખી હતી, હારેલી લાગતી હતી.
પણ પછી સમજાયું: એ વિલંબ એના માટે દૈવી રક્ષણ હતું.

કારણ કે, જે આપણને જોઈએ છીએ એ હંમેશાં નથી મળતું – કારણ કે ઈશ્વર તે જુએ છે જે આપણે જોઈ શકતા નથી.
ક્યારેક ઈશ્વરની “ના” આપણું જીવન બચાવે છે.

ત્રીજું: એક પુરુષ બચી ગયો.
વિમાન બે ભાગમાં વહેંચાઈ ગયું… અને એ એ ભાગમાં હતો જેમાં આગ લાગી નહોતી.
તે મુંજાયેલી અવસ્થામાં જીવતો ઊભો રહ્યો… એવી ઘટનામાથી, જેના માથી જીવતું બહાર નીકળવું શક્ય જ નહોતું લાગતું.

એ નસીબ નહોતું – એ હેતુ હતો.
અને મને એ પવિત્ર પંક્તિ યાદ આવી: “દરેક કાર્ય માટે એક સમય છે અને આકાશની નીચે દરેક વસ્તુ માટે એક ઋતુ છે.” (ઉપદેશક 3:1) એ તેનો સમય નહોતો.

ચોથી વાત: અને પછી તે લોકો – જે પાછા ફર્યા નહિ.
સપનાઓ ધરાવનારા લોકો. પરિવાર ધરાવતા લોકો. અધૂરી રહેલી કહાનીઓ ધરાવતા લોકો.
જેમને તેમણે સવારે શાંતિથી અલવિદા કહ્યું… એમ જાણતા કે એ છેલ્લી વાર હતી.

તેમની જીંદગીઓ યાદ અપાવે છે કે સમય ભેટ છે, ખાતરી નથી.
જ્યાં સુધી આપણે જીવી રહ્યાં છીએ, ત્યા સુધી એ ક્ષણને પૂર્ણ જીવવી જોઈએ.
આખા જીવન માટે વચન આપવામાં આવતું નથી.
આપણી પાસે છે – આ ક્ષણ. એક શ્વાસ. એક ધબકતું દિલ. એક તક.

તો જયાં સુધી આજે છે...
જયાં સુધી તમે શ્વાસ લઈ શકો છો, શક્તિ ધરાવો છો, પ્રયાસ કરી શકો છો – તેનો સંપૂર્ણ ઉપયોગ કરો.
"સફળ ક્ષણ" ની રાહ ન જોવો.

હમણાં પ્રેમ કરો. હમણાં માફી માંગો. હમણાં માફ કરો. હમણાં સપના જુઓ. હમણાં કહો.

કારણ કે જીવન હંમેશાં ચેતવણી લઈને નથી આવતું.
અને ક્યારેક… “ફરી વાર” ફરી નથી આવતી.

#AirIndia #વિમાનદુર્ઘટના 🤔







































































































Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

૭/૧૨ પત્રક વિષે વિસ્તૃત માહિતી...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...