કન્યા વિદાયના ગીતો
કન્યાવિદાયના ગીતો
🌹મિત્રો સાંસારિક જીવનના પ્રસંગોમાં કન્યાવિદાય જેવો કરુણમંગલ પ્રસંગ બીજો એકેય નથી.
🌹કવિ દાદનું કન્યાવિદાયનું પેલું ગીત “કાળજા કેરો કટકો” તમે સાંભળ્યું હશે જ. આ ગીત સાંભળીને ભવ ભલા મરદ મુછાળા માણસોથી માંડી સમાજના સર્વે પણ દ્રવી જાય છે.જો તમે દિકરી હો, કે દિકરીના પપ્પા હો, અને આ ગીત સાંભળીને તમારી આંખો ન ભીંજાય, તો જ નવાઇ.. !!
🌹કવિ કાલીદાસના અભિજ્ઞાન શાકુંતલમાં પુત્રી શકુંતલાને વિદાય કરતાં કણ્વ ઋષિ જેવા ત્યાગી પણ દુખી હૃદયે કહે છે :”સંસાર છોડીને સંન્યાસી બનેલા અમારા જેવા વનવાસીને પુત્રી વિદાયનું આટલું દુખ થતું હોય તો સંસારીઓને કેટલી થતું હશે !”
આપણી સમજૂ,લાગણીશીલ,હેતાળ,પ્રેમાળ,સ્નેહાળ લાડ્ક્ડીને જયારે સાસરે વળાવવાની કરુણ મંગલ ઘડી આવે છે ત્યારે તેના બાપના હૃદયની વ્યથા તો જેને અનુભવી હોય,તેને જ ખ્યાલ આવે છે.જન્મથી માંડી ૨૦-૨૨ વર્ષની દીકરીને મોટી કરીને સ્વગૃહેથી વિદાય આપતાં બાપનું હૃદય અંદરથી ભાંગી પડતું હો ય છે.અને અનેક મીઠી મૂઝવણો તેના હૃદયને કોરી ખાતી હોય છે.
🌹દીકરી સાસરે વળાવતી વખતે ન રડ્યાં હોય તેવાં બાપ કેટલાંહશે?કદાચ૦.૦૧ %.કન્યા વિદાયના આં કરુણ મંગલ પ્રસંગે ભલભલા મૂછાળા બાપ કે જેની આંખમાં કડી પણ આંસુ આવતા નથી તેવા 'મરદ મૂછાળા' બાપ પણ દીકરીના આં પ્રસંગે ભાંગીને ભૂકો થઇ જાય છે.અને એક બાળક બનીને હીબકાં હારે રડતાં હોય છે.અને ત્યારે બાપનું એ 'રૂદન' પણ દીપી ઉઠતું હોય છે.
🌹દીકરી જયારે સાસરે જવા વિદાય થાય છે.ત્યારે જ પિતાનું પુરુષત્વ ,માતૃત્વ પ્રાપ્ત કરે છે.વિદાયની એ ક્ષણ પિતાને આંખમાં આંસુ અને હૃદયમાં માતૃત્વ જન્માવે છે.
🌹કન્યા વિદાયની વસમી ઘડીએ પિતા તેના હૈયા પર પથ્થર મૂકીને કાળજા કેરા કટકાને વિદાય આપે છે.એ ક્ષણે પિતા બેચૈન થઈને જાણે મનોમન બોલી ઊઠે છે: "દીકરી તારા સૌભાગ્ય નું સિંદુર આજે ધોળી આવ્યો છુ,તારી અને મારી જુદાઈ નું વચન કોઈ ને દઈ આવ્યો છુ, કાળજા કેરા કટકા ને વેગળી નથી કરી કયારેય, તારી વિદાય ની આ વેળા ,હૈયું કંપાવી જાય છે, શા માટે ભગવાને આ રીવાજ બનાવ્યો ? "
🌹કન્યાવિદાય / બાલમુકુંદ દવે
સોડમાં લીધાં લાડકડી !
આંખ ભરી પીધા લાડકડી !
હીબકાંને હૈયામાં રૂધ્યાં
ને પારકાં કીધા લાડકડી !
🌹દિ – દિલ સાથે જોડાયેલો એક અતૂટ શ્વાસ………
ક – કસ્તૂરીની જેમ સદાય મહેકતી અને મહેકાવતી……..
રી – રિધ્ધિ-સિધ્ધિ આપનારી અને પરિવારને ઉજળો કરતી એવી એક પરી…..
🌹દિકરી વહાલનો દરીયો એ ફક્ત કહેવાની કે સાંભળવાની કોઈ વાત નથી, એ તો અનુભવવાની એક અનંત લાગણી છે.
🌹કન્યાવિદાયની કપરી ક્ષણોને ગુજરાતના સાહિત્યકારોએ પોતાની રચનાઓમાં,શબ્દોમાં, ભાવમાં અને સુરમાં શુધ્ધ સ્નેહ અને પુત્રી પ્રત્યેના પ્રેમ છલોછલ છલકાય છે. જીવથીય વધુ જાળવીને ઉછેરેલી, આંખના રતન સમી એ દિકરી જ્યારે પળમાં પારકી થઈ વિદાય માંગે છે ત્યારે ગમે તેવા કઠણ હૈયાનો પિતા પણ રડી ઉઠે છે.
🌹આવા કરુણ મંગલ પ્રસંગની કરુણતા અને દિકરીના સુખી ભવિષ્યની વાંછનાની મિશ્ર લાગણીએથી ભીંજાયેલી રચનાઓને હું આપની સમક્ષ રજુ કરું છું. આશા છે કે આપને સ્પર્શી જશે.ગમશે ને ઉપયોગી થશે.
જે જે જ્ઞાત/ અજ્ઞાત રચનાકારોની રચનાઓ મેં અત્રે લીધી છે તે સર્વે મહાનુભાવોનો દિલથી આભાર વ્યક્ત કરું છું.
🌹આ દશ આ દશ પીપળો
આ દશ દાદાનાં ખેતર
દાદા કાનજીભાઈ વળામણે
દિકરી ડાહ્યાં થઈને રહેજો
ભૂલજો અમ કેરી માયા
મનડાં વાળીને રહેજો
સસરાના લાંબા ઘૂંઘટા
સાસુને પાહોલે પડજો
જેઠ દેખીને ઝીણાં બોલજો
જેઠાણીના વાદ ન વદજો
નાનો દેરીડો લાડકો
એનાં તે હસવાં ખમજો
નાની નણંદ જાશે સાસરે
એનાં માથાં રે ગૂંથજો
માથાં ગૂંથીને સેંથાં પૂરજો
એને સાસરે વળાવજો
આ દશ આ દશ પીપળો
આ દશ દાદાનાં ખેતર
માતા કાશીબેન વળામણે
દિકરી ડાહ્યાં થઈને રહેજો
🌹પરણ્યા એટલે પ્યારા લાડી
ચાલો આપણા ઘેર રે
ઊભા રહો તો માંગુ મારા
દાદા પાસે શીખ રે
હવે કેવી શીખ રે લાડી
હવે કેવા બોલ રે
પરણ્યા એટલે પ્યારા લાડી
ચાલો આપણા ઘેર રે
ઊભા રહો તો માંગુ મારી
માડી પાસે શીખ રે
હવે કેવી શીખ રે લાડી
હવે કેવા બોલ રે
પરણ્યા એટલે પ્યારા લાડી
ચાલો આપણા ઘેર રે
ઊભા રહો તો માંગુ મારા
વીરા પાસે શીખ રે
હવે કેવી શીખ રે લાડી
હવે કેવા બોલ રે
પચાલો આપણા ઘેર રે
ઢોલીડાં ઢળુક્યા રે લાડી
ચડી બેસો ગાડે રે
🌹ગીત: વિદાય ગીત
હો મારી લાડલી, મારી લાડલી
મારી લાડલી બેનાં તું ઘર ની લાડલી બેનાં
હો વિદાય ની આ વસમી વેળા
રોકી ના રોકાય બેનાં રોકી ના રોકાય
આસુડાં લૂછી લે બેનાં
જાજુ ના રોવાય બેનાં જાજુ ના રોવાય
પાપા પગલી કાલે ભરતી આજે છોડી જાય
આંબલી પીપળી આંગણ રમવા ગોતે તારો ભાઈ
છાની રહીજા બેનડી મારી જાજુ ના રોવાય
હો વિદાય ની આ વસમી વેળા
રોકી ના રોકાય બેનાં રોકી ના રોકાય
રોકી ના રોકાય (૨)
🌹વળાવતી વખતનું લગ્નગીત ]
જ્યારે બેની સાસરીયે જાયે હૃદય ઘુમ ઘુમ થાયે
બેની માતાના લાડ તે છોડી મૂક્યા
બેની સાસુના સ્નેહ તે જોડી દીધાં
ધીરે ધીરે સાસરે ચાલી…. હૃદય ઘુમ…
બેની પિતાના હેત તે છોડી મૂક્યા
બેની સસરા સાથ તે જોડી દીધા
પ્રિય સાથ છોડી ચાલી બેની સાસરે…
બેની વીરાના સાથ તે છોડી દીધા
બેની જેઠના દિયરના સ્નેહ જોડી દીધા
નણંદી સંગે ચાલી…. હૃદય ઘૂમ ઘૂમ થાયે….
🌹– તને સાચવે …(બરકત વિરાણી,કલ્યાણજીભાઈ)
તને સાચવે પારવતી અખંડ સૌભાગ્યવતી
તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી
માના ખોળા સમું આંગણું તે મૂક્યું
બાપના મન સમું બારણું તે મૂક્યું
તું તો પારકા ઘરની થતી અખંડ સૌભાગ્યવતી
તને સાચવે પારવતી અખંડ સૌભાગ્યવતી
ભગવાનને આજ ભળાવી દીધી
વિશ્વાસ કરીને વળાવી દીધી
તારો સાચો સગો છે પતિ અખંડ સૌભાગ્યવતી
તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી.
🌹પરણ્યાં એટલે….( નવી વહુના આગમન સાથે આ ગવાય)
પરણ્યાં એટલે પ્યારાં લાડી,ચાલો આપણે ઘેર રે.
ઉભા રહો તો માગું મારા દાદા સીખ રે.
હવે કેવી સીખ રે લાડી,હવે કેવાં બોલ રે…
.પરણ્યા એટલે પ્યારા લાડી ચાલો આપણા ઘેર રે
ઊભા રહો તો માંગુ મારી માતા પાસે સીખ રે,
હવે કેવી સીખ રે લાડી હવે કેવા બોલ રે
પરણ્યા એટલે પ્યારા લાડી ચાલો આપણા ઘેર રે
ઊભા રહો તો માંગુ મારા વીરા પાસે શીખ રે
હવે કેવી શીખ રે લાડી હવે કેવા બોલ રે
પરણ્યા એટલે પ્યારા લાડી ચાલો આપણા ઘેર રે
ઢોલીડાં ઢબુક્યા રે લાડી ચડી બેસો ગાડે રે.
🌹વિદાય ગીત-
દાદા ને આંગણ આંબલો,આંબલો ગોળ ગંભીર,
એક રે પાન અમે ચૂંટિયું,દાદા નવ દેશો તમે ગાળ.,
અમે તે લીલુડાં વનની ચરકલી,
ઊડી જાશું પરદેશ જો….
દાદા ને વ્હાલા એના દીકરા,
દીકરી દીધી રે પરદેશ,
મૈયરના ખોળા બેનીએ વિસારી દીધાં,
સાસરની વાટ્યું વ્હાલી કીધી જો…
🌹દીકરી ચાલી પોતાને સાસરે;
મૂકી માબાપ ભાઈને આશરે.
હવે માંડવો આ કેવો સૂમસામ છે
એનો સૂનકાર ઠેઠ ઘેર પહોંચશે.
દીકરી ગુંજતી ઘરની દીવાલો;
થશે મૂંગી:ને મૌન એનું ખૂંચશે.
ઠામઠેકાણું મળ્યું એની હાશ રે:
પણ આસુંઓ છલકશે ઉદાસ રે..
પંખી ટહુકા મૂકીને ઝાડ છોડી ગયું
એના ગમતા આકાશ પાસે દોડી ગયું
જાણે શ્વાસ છૂટી પડ્યો શ્વાસ રે
દીકરી ચાલી
પોતાના સાસરે.
- સુરેશ દલાલ
🌹બાબુલ કા યે ઘર બહેના બસ કુછ દિન કા ઠિકાના હૈ
દુલ્હન બનકે તુઝે પિયા ઘર જાના હૈ
દુલ્હન: બાપૂ તેરે આઁગન કી મૈં તો ખિલતી કલી હૂઁ
ઇસ આઁગન કો છોડ ક્યોં કિસી ઔર કા ઘર સજાના હૈ
પિતા: બેટી બાબુલ કે ઘર મેં કિસી ઔર કી અમાનત હૈ
દસ્તૂર યે દુનિયા કા હમ સબ કો નિભાના હૈ
સાથી: દસ્તૂર યે દુનિયા કા હમ સબ કો નિભાના હૈ
...
દુલ્હન: મૈયા તેરે આઁચલ કી મૈં તો એક ગુડિયા હૂઁ
ફિર ક્યોં ઇસ આઁચલ કો છોડ તેરા ઘર ભી બેગાના હૈ
ભાઈ: માઁ કે દિલ પે ક્યા ગુજરે બહના તૂ યે મત પૂછ
કલેજે કે ટુકડેકો રો રો કર ભુલાના હૈ
દુલ્હન: ભૈયા તેરે બાગ કી મૈં કૈસી ચિડિયારે
રાત ભર કા બસેરા હૈ સુબહ ઉડ જાના હૈ
ભાઈ: બહના તેરે બચપન કી યાદેં હમ સબ કો સતાયેંગી
ફિર ભી તેરી ડોલી કો કાઁધા તો લગાના હૈ
🌹કોઈ આપે અનન્ના દાન, કોઈ આપે વસ્ત્રના દાન
અમે દીધા છે કન્યાના દાન જતન કરી જાળવજો.
વેવાઈ વેવાઈઓને વીનવે , રાખજો અમારી પુત્રીનું ધ્યાન
જતન કરી જાળવજો.
અમે સોંપ્યું અમારું રતન,જતન કરી જાળવજો.
વેવાઈ છોરું કછોરું જો થાય ક્ષમા એને આપજો
રાખજો તમારી પુત્રી સમાન જતન કરી જાળવજો.
🌹ગીત: વિદાય ગીત
હો મારી લાડલી, મારી લાડલી
મારી લાડલી બેનાં તું ઘર ની લાડલી બેનાં
હો વિદાય ની આ વસમી વેળા
રોકી ના રોકાય બેનાં રોકી ના રોકાય
આસુડાં લૂછી લે બેનાં
જાજુ ના રોવાય બેનાં જાજુ ના રોવાય
પાપા પગલી કાલે ભરતી આજે છોડી જાય
આંબલી પીપળી આંગણ રમવા ગોતે તારો ભાઈ
છાની રહીજા બેનડી મારી જાજુ ના રોવાય
હો વિદાય ની આ વસમી વેળા
રોકી ના રોકાય બેનાં રોકી ના રોકાય
રોકી ના રોકાય (
રે.
🌹– દાદાને આંગણ …
દાદા ને આંગણ આંબલો,આંબલો ગોળ ગંભીર,
એક રે પાન અમે ચૂંટિયું,દાદા નવ દેશો તમે ગાળ.,
અમે તે લીલુડાં વનની ચરકલી,
ઊડી જાશું પરદેશ જો….
દાદા ને વ્હાલા એના દીકરા,
દીકરી દીધી રે પરદેશ,
મૈયરના ખોળા બેનીએ વિસારી દીધાં,
સાસરની વાટ્યું વ્હાલી કીધી જો…
🌹– ધીરે રે છેડો…(અવિનાશ વ્યાસ.)
ધીરે રે છેડો રે ઢોલિ ઢોલકા,
એક વેલથી પાન વિંખાઇ રહ્યું,
આ મંગળ ટાણાની મેંદીને પીસતાં પીસતાં મનડું પીસાઈ રહ્યું.
જાઓ રે છૂપાઈ ઓ શરણાઈ,તારા સૂર નથી રે હવે સુણવાં,
હું મોરલીએ ડોલન્તો નાગ નથી,કે નાચ નાચું ને માંડુ ધૂણવાં,
આ મંગલ દિને શાણપણું,મેં તો રાખ્યું તો ય રિસાઈ ગયું
એક વેલથી પાન પીંખાઈ રહ્યું,ધીરે રે છેડો રે ઢોલી ઢોલકાં
જરીએ જડેલ તને અંબર દીકરી,દીધાં મેં ગોતી ગોતી
સોના રે દીધાં ને રૂપા રે દીધાં,માણેક દીધાં ને મોતી,પણ
એક ના દીધું તને આંસુનું મોતી,તને દઉં ના દઉં ત્યાં વેરાઈ ગયું
એક વેલથી પાન પીંખાઈ રહ્યું,ધીરે રે છેડો રે ઢોલી ઢોલકાં.
🌹સમી સાંજનો… (અનીલ જોશી)
સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઉઘલતી મ્હાલે.
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.
પાદર બેસી ફફડી ઊઠતી
ઘરચોળાની ભાત,
ડૂસકે ડૂસકે હડસેલાતી
બાળપણાની વાત
સમી સાંજનો ઢોલ ઢબૂકતો….
પૈંડું સીંચતા રસ્તો આખો
કોલાહલમાં ખૂંપે
શૈશવથી ચીતરેલી શેરી
સૂનકારમાં ડૂબે.
સમી સાંજનો ઢોલ ઢબૂકતો….
જાન વળાવી પાછો વળતો
દીવડો થરથર કંપે
ખડકી પાસે ઊભો રહીને
અજવાળાને ઝંખે
સમી સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉઘલતી મ્હાલે.
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.
🌹– દીકરી ચાલી.( સુરેશ દલાલ- સ્વર-પુરુષોત્તમ ઉપાધ્યાય)
દીકરી ચાલી પોતાને સાસરે;
મૂકી માબાપ ભાઈને આશરે.
હવે માંડવો આ કેવો સૂમસામ છે
એનો સૂનકાર ઠેઠ ઘેર પહોંચશે.
દીકરી ગુંજતી ઘરની દીવાલો;
થશે મૂંગી:ને મૌન એનું ખૂંચશે.
ઠામઠેકાણું મળ્યું એની હાશ રે:
પણ આસુંઓ છલકશે ઉદાસ રે..
પંખી ટહુકા મૂકીને ઝાડ છોડી ગયું
એના ગમતા આકાશ પાસે દોડી ગયું
જાણે શ્વાસ છૂટી પડ્યો શ્વાસ રે
દીકરી ચાલી પોતાના સાસરે.
🌹
દેખંતા ડુંગર બેનને વહાલેરા લાગ્યા.
માતાના ખોળા બહેનને વિસારી મેલ્યા
સાસુના ખોળા બેનને વહાલેરા લાગ્યા,... દેખંતા ડુંગર
🌹બાબુલ કી દુઆએઁ લેતી જા, જા તુઝકો સુખી સંસાર મિલે
મૈકે કી કભી ન યાદ આએ, સસુરાલ મેં ઇતના પ્યાર મિલે
નાજ઼ોં સે તુઝે પાલા મૈંને, કલિયોં કી તરહ ફૂલોં કી તરહ
બચપન મેં ઝુલાયા હૈ તુઝકો, બાઁહોં ને મેરી ઝુલોં કી તરહ
મેરે બાગકી ઐ નાજુક ડાલી, તુઝે હરપલ નઈ બહાર મિલે
જિસ ઘર સે બઁધે હૈં ભાગ તેરે, ઉસ ઘર મેં સદા તેરા રાજ રહે
હોઠોં પે હઁસી કી ધૂપ ખિલે, માથે પે ખુશી કા તાજ રહે
કભી જિસકી જ્યોત ન હો ફીકી, તુઝે ઐસા રૂપ-સિંગાર મિલે
બીતેં તેરે જીવન કી ઘડિયાયાં આરામ કી ઠંડી છાઁવ મેં
કાઁટા ભી ન ચુભને પાએ કભી, મેરી લાડલી તેરે પાઁવ મેં
ઉસ દ્વાર સે ભી દુખ દૂર રહે, જિસ દ્વાર સે તેરા દ્વાર મિલે
🌹 કોઈ આપે અનન્ના દાન, કોઈ આપે વસ્ત્રના દાન
અમે દીધા છે કન્યાના દાન જતન કરી જાળવજો.
વેવાઈ વેવાઈઓને વીનવે , રાખજો અમારી પુત્રીનું ધ્યાન
જતન કરી જાળવજો.
અમે સોંપ્યું અમારું રતન,જતન કરી જાળવજો.
વેવાઈ છોરું કછોરું જો થાય ક્ષમા એને આપજો
રાખજો તમારી પુત્રી સમાન જતન કરી જાળવજો.
🌹આવ્યો અવસર આંગણિયે
આવ્યો અવસર આનંદનો આંગણિયે આજ,
રુડાં ગીતો ગુંજ્યાં ફળિયે આજ;
હરખ હરખ હરખાતું કુટુંબ કબીલું આજ,
લીલાં તોરલીયા હરખાય બારણે.
હૈયું રુએ બાપનું, ભરી બારણાને બાથ,
છુટી રહ્યો સાથ સઘળો આજ.
માતા વળી લૂછે આંસુ પાલવ પકડી,
આત્મીય હતી તે વળાવી આજ.
સહેલી બધી વીટળાઇ રહી એકબીજાને સાથ,
સખી તો થઇ પરાઇ આજ.
સખી સહેલીઓ ગુંજે રે સંભરણા અતીતનાં,
ને સખી જાય પરાયાને ઉજાળવા.
‘શ્યામ’વસમી આ વિદાયને ઉતારે શબ્દમાં,
ને દીકરી ચાલી સાસરે આજ.
-ઘનશ્યામ વઘાસીયા
🌹વ્હાલસોયી લાગણી ઘરથી પરાયી થાય છે,
ભલભલા પાષાણ હૈયાને પલાળી જાય છે.
જે પૂજાતી વ્હાલથી લક્ષ્મી ગણી પિતૃગૃહે,
કોઈના ઘરની થવા મિલ્કત સવાયી જાય છે.
કાલ સુધી એ છલકતી થૈ ખુશી ઘરઆંગણે,
આજ પાલવમાં બધી યાદો સમાવી જાય છે.
એક આંખે છે વ્યથા ને એક આંખે છે ખુશી,
અશ્રુના કૈં કેટલા તોરણ સજાવી જાય છે.
આજથી ચાતક થશે ઘરનાં ખૂણા, ભીંતો, ગલી,
આગમનની આશ જીવનને જીવાડી જાય છે.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
🌹દીકરી વિદાય પછી
આ ઓરડો, આ ઓસરી, આ ફળિયું, હવે
લાગે સાવ સૂનાં સૂનાં, દીકરી વિદાય પછી.
સદાય હસતી આંખમાં ઘટના બની નવી,
આંસુ વહ્યાં ઊના ઊના, દીકરી વિદાય પછી.
હંમેશા હેતથી બોલાવતી,ને પ્રેમથી પુકારતી,
એ અવાજ પડઘાય ઓરડે, દીકરી વિદાય પછી.
આ બારણું, આ મંડપ ઊભા સાવ સૂનાં,
લટકે છે તોરણ આંસુનાં, દીકરી વિદાય પછી.
આસોપાલવના તોરણ અને ઉદાસ આ હવા
વૃક્ષો ઊભા બધાં છાનામાના, દીકરી વિદાય પછી.
ઊડી ગયું પંખી, કલરવ કરતું આંગણેથી,
લ્યો,ઘૂઘવે છે દરિયા લૂના, દીકરી વિદાય પછી.
આ પાદર આખુંય હિબકાં ભરે ને
હૈયડાં વલોવાય,’શ્યામ’નાં, દીકરી વિદાય પછી.
-ઘનશ્યામ વઘાસીયા
🌹દીકરી ચાલી સાસરે
ખેલતું કૂદતું ફળિયું લઇને, દીકરી ચાલી સાસરે
આંગણું ઘરનું સૂનું કરીને, દીકરી ચાલી સાસરે
બારી-બારણા ય રડતાં મૂકી,દીકરી ચાલી સાસરે
છોડી ગુંજતાં ઘરનો સાથ રે,દીકરી ચાલી સાસરે
સખીઓ સાથે જનેતા ભળી,શ્રાવણ વરસે નયન,
માને મેલી પિતાને સાથ રે,દીકરી ચાલી સાસરે
આંખો બની દરિયો આજ, દીકરી ચાલી સાસરે
બાપને મૂકી ભાઇને આશરે, દીકરી ચાલી સાસરે
‘શ્યામ’ના આંસુ શેં સુકાય,દીકરી ચાલી સાસરે
-ઘનશ્યામ વઘાસીયા
🌹દીકરી મારી
દીકરી તારા વીનાની સુકી મારા સંસારની વાડી !
ફુલો વીના સુની પડી વાડી યાદ કરજે દીકરી મારી
ઉર્મી તણો કો છોડ ઊગ્યો પણ અન્નજળ થયા પુરા
સ્નેહના ખાતરથી ખીલવી હતી ફુલ સમી દીકરી મારી
લેખ હશે ત્યારે તારી ચાહે દીકરી દોડી આવજે
પંચ્મ સુરે પાપાની યાદમાં ગીતો ગાશે દીકરી મારી
મારે માથે હેતાળ હાથ ફેરવી પુછે ખબર મારી
કોઇ જુવે ના તેમ છાની ખબર લેશે દીકરી મારી
ઉછળતી કુદતી ને હસતી ગાતે ખોળે રમતી મારા
શાંત ઝરણાંની જેમ દુર વહેતી રહેશે દીકરી મારી
જીવનની ઉર્મિઓને ખોળે ભરી દીકરી સાસરે જશે
હૈયામાં જીવનભર એક ખાલિપો ભરી જશે દીકરી મારી
સુખ અને દુખની આવન-જાવન નશીબના ખેલ
ના અડકે એકેય દુઃખ તને સુખી રહેજે દીકરી મારી
(નરેશ કે.ડૉડીયા)
🌹કન્યાવિદાય… લેખ તારા લઈ ગયા રે લોલ
આંગણે આસોપાલવનાં ઝાડ, કે બગલાં બેસી ગયાં રે લોલ
બગલાં ઊડી ગ્યાં પરદેહ, કે પગલાં પડી રીઆં એ લોલ.
દાદા મારા, એક જોયો પરદેહ, કે દીકરી દઈ દીધાં રે લોલ.
ધેડી મારી, હવે નો કરીએ વશાર્ય, કે લેખ તારા લઈ ગયા રે લોલ.
આંગણે આસોપાલવનાં ઝાડ, કે બગલાં બેસી ગયાં રે લોલ.
બગલાં ઊડી ગ્યાં પરદેહ, કે પગલાં પડી રીઆં રે લોલ.
કાકા મારા, એક જોયો પરદેહ, કે દીકરી દઈ દીધાં રે લોલ.
ભતરીજ, હવે નો કરીએ વશાર્ય, કે લેખ તારા લઈ ગયા રે લોલ.
આંગણે આસોપાલવનાં ઝાડ, કે બગલાં બેસી ગયાં રે લોલ.
બગલાં ઊડી ગ્યાં પરદેહ, કે પગલાં પડી રીઆં રે લોલ.
🌹 વિદાયવેળા પિતાની દિકરીને શીખ
પતિનું ઘર અએ દુનિયા આજથી તારી બની જાશે
હવે કન્યા મટી તું અએક સન્નારી બની જાશે
પતિ સેવાને સાચો ધર્મ સમજીને અદા કરજે
કુટુબે પ્રેમ દર્શાવી બધા દિલમાં જગા કરજે
પરાયા ઘરને પોતાનું કરી શોભાવવાનું છે
દયાનું હેતનું ઝરણું તને વર્ષાવવાનું છે
સલામી લે અમારી યાદ હૈયે સંઘરીને જા
દુઆઅઓ આ કવિની તારા પાલવમાં ભરીને જા
-કુતૂબ આઝાદ
🌹કન્યા વિદાય વેળાએ
પિયરનું આંગણું ત્યાગીને બહેની જાય છે આજે,
મૂકી માબાપની માયા વિદાય થાય છે આજે.
સખીરી લગ્ન છે તારા ને કિસ્મત આજ જાગી છે,
બરાત આવી છે આંગણમાં અને શરણાઈ વાગી છે.
તું આ શરણાઈ જેવા સૂર મીઠાં વેરતી જાજે,
અહીંના સોણલા સર્વે અહીં ખંખેરતી જાજે.
પતિનું ઘર એ દુનિયા આજથી તારી બની જાશે,
હવે કન્યા મટી તું એક સન્નારી બની જાશે
પતિ સેવાને સાચો ધર્મ સમજીને અદા કરજે,
કુટંબે પ્રેમ દર્શાવી બધા દિલમાં જગા કરજે.
પરાયા ઘરને પોતાનું કરી શોભાવવાનું છે,
દયાનું હેતનું ઝરણું તને વર્ષાવવાનું છે.
સુવાસો થઈ સદા ચર્ચાઈ તારી વાત સાસરીએ,
દુઆ છે તારા પગલાંની પડે ત્યાં ભાત સાસરીએ.
ગરીબી હોય તો ત્યાં જઈ ગરીબીમાં ખુશી થાજે,
તને વાતાવરણ જેવું મળે તેમાં ડુબી જાજે.
દુલ્હન આજે બની છે તું ચમકતું એ મુકદ્દર છે
લૂછી લે આંસૂઓ પ્યારી ખુશીનો આજ અવસર છે
કળીના જેમ ખીલી ફૂલ પેઠે મુસ્કુરાતી જા,
મોહબ્બતનું નવા જીવનનું મીઠું ગીત ગાતી જા
તને ભૂલી નહિ જઈએ દ્શ્ય એ સાદ આપે છે
અમારી આંખના આસૂંઓ આશિર્વાદ આપે છે.
સલામી લે, અમારી યાદ, હૈયે સંઘરીને જા,
દુઆઓ આ કવિની તારા પાલવમાં ભરીને જા.
નહિ’આઝાદ’ ભૂલે કોઈ પણ આ યાદગારોને,
ખુદા આબાદ રાખે તારા ગુલશનની બહારોને.
-કુતૂબ ‘આઝાદ’
🌹દીકરી વિદાય
દીકરી હું તને કરું આજ વિદાય,
મારી લાડલી ઘર છોડી ને જાય…
ફૂલોથી તારી રાહ સજાવી,
આંસુ થકી આંખ છલકાય,
સુખ્ નો સૂરજ આંગણ મલકાય,
દુઃખ કેરી છાયા દૂર દૂર જાય,
મારી લાડલી ઘર છોડી ને જાય…
બાળપણ તારું મારી સંગ વિતાવ્યું,
હરપળ એ ક્ષણ ને વિચારું,
આંસુ ને ખુશાલી તારા,હ્ર્દયે મેં આજ ખંડારી,
તારા સ્મિતથી આખું ઘર મલકાય,
મારી લાડલી ઘર છોડી ને જાય…
તારા જનમની એ શુભ વધામણી,
હરપળ એ ક્ષણને સંભારું,
પિતા નહીં, એક સાચા મિત્ર બની,
તારા નજૂક હાથને થામ્યો,
તારા નાજુક પગલાની આહટ,
આજ હજુ એ આહટ સંભળાય.
મારી લાડલી ઘર છોડી ને જાય…
સૂરજ ઉગશે,તારા ઊગશે,
ચાંદની ચંદા સાથ ચમકશે,
તારી ચુડી ,તારા પાયલ,
સાસરીયાના આંગનમાં છનકશે,
સુનું સુનું આ ઘર મારું,
તારી યાદો હરપળ આવે,
તું નથી આ ઘરમાં તોયે,
તારી હાજરી હરક્ષણ વર્તાય,
મારી લાડલી ઘર છોડી ને જાય…
– વિશ્વદીપ બારડ
🌹લગ્નની વિદાય સમયનું રુદન
હાથોમાં મંહેદી શોભે ને ફુલોની મહેક,
નવા સબધોનું પાનેતર પહેરી ને તે,
આજે તો લાડલી બની છે રે દુલ્હન….
બાપાની લાડકી ને માંની છે દુલારી,
ચાલી રે ચાલી તેતો તેના ધામે ચાલી
અમે અપાવેલી ઢીંગલીની માયા મુકીને,
તેનું બાળપણ પણ મુકીને રે ચાલી,
તેનો અવાજ દિલમાં કેદ કરીને ચાલી,
બધી શરારત ને જીદ મુકીને ચાલી,
તેના હાસ્ય માટે અમે કરતા જતન,
બસ ઘરને તે તો રડતુ મુકીને ચાલી,
આજે વ્હાલી બહેન છોડી ચાલી અમને.
તેના ઝઘડા મુકીને મૌન મુકીને ચાલી,
કેટલાય નવા સંબધો બાંધવા ચાલી,
આજે પુત્રી માંથી પત્ની બની ચાલી,
બસ દીપક હતી અમારા કુળનીતેતો,
આજે બીજા કુળની પણ દીપક થઈ.
તેનો પ્રકાશ હવે જગમગશે સમાજમાં.
આંખોમાં નવા સ્વપનોના આકાશને
તે તો આજે ચાલી તેના ઘરે ચાલી,
બસ કાચની ઢીંગલી છે અમારી આતો,
કરજો જતન પ્રેમથી બસ ના તુટે તેમ,
અમારા કાળજાનો ટુકડો સોંપ્પો છે તમને,
અમારા લોહીથી ને આંસુથી સીચી છે.
તેની આંખ માં કદીય ન આવે પાણી,
કરજો તેવું જતન બસ હવે તમે પણ,
તેની ભૂલને અમારી કચાશ જ માનજો,
ને મીંઠો ઠપકોય અમને જ પાઠવજો.
-બટુક સાતા
🌹કન્યા વિદાય( ગઝલ્)
મંડપ વિખાયો ને સખી બચપણ તજી જતી રહી,
મીઠી પળો હવા બની પાદર ભણી જતી રહી.
એ પાંગરી હતી કદી આ હાથ પર, અવાજ પર,
નિજને ભૂલી જવા નદી જેવી નદી જતી રહી.
એણે ભરી પળો મધુર કલકલ કરી ધમાલથી,
થઈ સાવ શૂન્ય રાવટી , ક્ષણમાં સદી જતી રહી.
તે આવી અશ્રુધારનું જ બીજું રૂપ હો, શક્ય છે,
આવી, વસી પડળ અને હળવેકથી જતી રહી.
બદલ્યો હતો સદા મને ફૂલો તણાં સ્વરૂપમાં,
પમરાટનાં કવન સજાવી , મઘમઘી જતી રહી.
-ડૉ. કિશોર જે. વાઘેલા( ભાવનગર)
🌹એક બાપનું હૈયું
ઢબૂકતો ઢોલ આંગણે મારે આજ,
પાનેતરમાં ઢબૂરાઇ છે મારી ઢીંગલી,
માથે સજ્યો છે મોડ,
ને મીંઢળ બાંધ્યું છે હાથ…..
પગમાં ઝાંઝર રણઝણે
હાથમાં મેંહદી ને ચૂડીઓનો શણગાર,
ભાલે સોહે ચાંદલો ને આડ,
ને વદને મઢ્યો પીઠીનો ઉજાસ……..
કાલે તો તું મારી આંગળી ઝાલીને
મારી સાયકલે બેસીને જતી’તી નિશાળ,
આજે કેમ રહેતો મારો જીવ ઝાલ્યો???
કેમેય જીવીશ તારા વિના !!!!!
જાય જ્યારે તું પિયુ સંગે પરદેશ!!!!
જીવનની આ રીત છે,તારી હો કો સંગ પ્રીત,
સોણલાનું સજાવી કાજળ આંખોમાં આજ,
પોતાનાને પારકા કરી, પારકાને પોતાના કરવા કાજ,
જુઓ ! ત્યાં મંડપનો થાંભલો પકડી
એક બાપનું હૈયું રોઇ રહ્યું છે ચોધાર આંસુએ આજ..
-preeti tailor
🌹વિદાય
દીકરી હું તને કરું આજ વિદાય,
મારી લાડલી ઘર છોડી ને જાય…
ફૂલોથી તારી રાહ સજાવી,
આંસુ થકી આંખ છલકાય,
સુખ્ નો સૂરજ આંગણ મલકાય,
દુઃખ કેરી છાયા દૂર દૂર જાય,
મારી લાડલી ઘર છોડી ને જાય…
બાળપણ તારું મારી સંગ વિતાવ્યું,
હરપળ એ ક્ષણ ને વિચારું,
આંસુ ને ખુશાલી તારા,હ્ર્દયે મેં આજ ખંડારી,
તારા સ્મિતથી આખું ઘર મલકાય,
મારી લાડલી ઘર છોડી ને જાય…
તારા જનમની એ શુભ વધામણી,
હરપળ એ ક્ષણને સંભારું,
પિતા નહીં, એક સાચા મિત્ર બની,
તારા નજૂક હાથને થામ્યો,
તારા નાજુક પગલાની આહટ,
આજ હજુ એ આહટ સંભળાય.
મારી લાડલી ઘર છોડી ને જાય…
સૂરજ ઉગશે,તારા ઊગશે,
ચાંદની ચંદા સાથ ચમકશે,
તારી ચુડી ,તારા પાયલ,
સાસરીયાના આંગનમાં છનકશે,
સુનું સુનું આ ઘર મારું,
તારી યાદો હરપળ આવે,
તું નથી આ ઘરમાં તોયે,
તારી હાજરી હરક્ષણ વર્તાય,
મારી લાડલી ઘર છોડી ને જાય…
-ખ્યાતી માલી
🌹કન્યા વિદાય
સમી સાંજનો ઢોલ ઢબૂકતો,
જાન ઉઘલતી મ્હાલે,
કેસરીયાળો સાફો ઘરનું,
ફળીયું લઇને ચાલે.
પાદર બેસી ફફડી ઉઠતી,
ઘરચોળાની ભાત.
ડૂસકે ડૂસકે હડસેલાતી,
બાળપણાની વાત.
પૈડું સીંચતા રસ્તો આખો,
કોલાહલમાં ખૂંપે.
શૈશવથી ચીતરેલી શેરી,
સૂનકારમાં ડૂબે.
જાન વળાવી પાછો વળતો,
દીવડો થર થર કંપે.
ખડકી પાસે ઉભો રહીને,
અજવાળાને ઝંખે.
સમી સાંજનો ઢોલ ઢબૂકતો,
જાન ઉઘલતી મ્હાલે.
કેસરીયાળો સાફો ઘરનું
ફળીયું લઇને ચાલે.
– અનિલ જોશી
🌹દિકરી વિદાય
દિકરી તારા સોભાગ્યનું સિંદુર આજ ઘોળી લાવ્યો છું,
વિઘાતાએ જે લખ્યું હતું તે સરનામું શોઘી લાવ્યો છું,
કાળજા કેરો કટકો તુ, વેગળી નથી કરી ક્યારેય ,
તારી ને મારી જુદાઇનું કોઇને વચન દઇને આવ્યો છું,
દિકરી તારા માટે આજ પાનેતર લઈને આવ્યો છું,
સપના મારા જે હતા પાલવમાં બાંઘી લાવ્યો છું,
પારકી અમાનત છે તુ બીજાની ક્યાં સુઘી સંભાળુ,
ભારે હૈયે તારી કંકોત્રી હેતના તેડા લખવા લાગ્યો છું,
ઢીંગલી જેવી લાડલી માટે રણઝણ ઝાંઝર લાવ્યો છું,
હદય મારું રડે છે પણ મુખ પર સ્મિત લાવ્યો છું,
પથ્થર જેવો બાપ પણ રડી પડે છે દિકરી ની વિદાયથી,
આંગણું મારૂ સુનું થાશે હું વિવશ બની ઉભો છું,
સંસાર તારો સ્વર્ગ બને એજ આશિષ ગુંથી લાવ્યો છું,
દર્પણ છે તુજ મારૂ એવો અરીસો લાવ્યો છું,
પારકાને પોતિકા ગણી બન્ને કુળને શોભાવજે ,
લુછી નાંખ આંસુ દિકરી ખુશીનો અવસર લાવ્યો છું,
ખુણે ખુણે સંભળાશે તારો નાદ , હરપળે આવશે અમોને તારી યાદ,
કોને પાડીશું હવે અમે સાદ, સાસરવાસને શોભાવજે એવી અમ આસ.
– એક કંકોત્રી માંથી ( લેખક અજ્ઞાત )
🌹દીકરી ના આવ્યા હોંશીલા તેડા
દીકરી ના આવ્યા હોંશીલા તેડા..
યુ.એસ.જાવાના કંઇ કર્યા કોડ..
મનમાં ઉગી મીઠી એક મૂંઝવણ,
લઇ શું જાવું દીકરી માટે?
નથી ત્યાં ક્શી યે ખોટ. સાયબી છલકે દોમદોમ……
ત્યાં કુંવરબાઇ ના મામેરા સમ .
લિસ્ટ આવ્યું લાંબુલચક…..!!.
અહીં ઝળહળતા પ્રકાશ ના ધોધ માં,
આંખ્યુ જાય અંજાય..
માટી ના કોડિયા ની મીઠી રોશની લાવજો,
ને વળી તુલસીકયારાની મઘમઘતી મંજરી..
હ્લ્લો ને હાય માં અટવાતી રહી,
જેશ્રીક્રુશ્ણ ના નાદ બે-ચાર લાવજો.
લાવજો છાબ ભરી કોયલના ટહુકા,
ને ઉષા ના પાલવમાંથી ઉગતા-
સૂરજ નો રાતોચોળ રંગ……..
ગોકુળ ની ગલીઓનો ગુલાલ અને,
‘
રજ વનરાવનની લાવજો…
ખોવાઇ ગયેલ જાત ને જોઇ શકું,
આયનો એવો એક લાવજો..
ગુણાકાર-ભાગાકાર કરી કરી,
ગણિત થઇ ગયું હવે પાકું,
ડોલરિયા આ દેશમાં…
વહાલના સિક્કા બે-ચાર વીણી લાવજો.
‘કેમ છો બેટા’?કોઇ ન પૂછતું ભીના કંઠે,
આંસુ લૂછવાને ટીસ્યુ નહી,પાલવ તારો લાવજો.
સગવડિયા આ પ્રદેશ માં ..
લાવજો હાશકારી નવરાશ,
ને છાંટજૉ કુટુંબમેળા ના કંકુછાંટણા………..
મસમોટા આ મારા મકાન ને..
ઘર બનાવવાની રીતો જરુર લાવજો,
ઉપરથી તો છઇએ લીલાછમ્મ..
પણ મૂળિયાં તો એની માટી ને તરસે….
પરફયુમ –ડીઓ નહીં.
ભીની માટી ની ભીનાશ ભરી લાવજો
થોડું લખ્યું ,જાજું કરી વાંચ
-સંકલન/ સંપાદન - જયંતીભાઈ પરમાર "નિર્દોષી"
Comments
Post a Comment