ગોત્ર
. *📿 શું તમે જાણો છો કે, તમારું ગોત્ર કયું છે?
ગોત્ર એ કોઈ અનુષ્ઠાન કે અંધવિશ્વાસ નથી પરંતુ આપણો પ્રાચીન કોડ છે. આ આખા લેખનને ક્રમાનુસાર એકાગ્રતાથી વાંચન કરશો જે તમારા અતીત પર નિર્ભર કરે છે. તમે તમારા અસલી ગોત્રની તાકાત જાણો છો ?
*(૦૧) ✍️ ગોત્ર એ તમારું ઉપનામ નથી પણ આપણો આધ્યાત્મિક ડી.એન.એ. (D.N.A.) છે.*
આપણામાંથી ઘણાબધા નહિ જાણતા હોય કે, આપણે કયા ગોત્રથી છીએ. આપણને એવું લાગે કે, લગ્ન સમયે અથવા પૂજામાં પંડિતજીએ કહેલી કોઈ વેદોક્ત પંક્તિ છે. વાસ્તવમાં એવું નથી. આપણા ગોત્રનો મતલબ છે; આપણે કયા ઋષિના મન, વિચારથી જોડાયેલા છીએ. લોહીના સંબંધથી નહિ પણ વિચાર, ઉર્જા, આવૃત્તિ અને જ્ઞાનથી સંલગ્ન છીએ. કોઈપણ હિન્દૂ કોઈપણ જ્ઞાતિ, નાત કે જાતના હોય એ દરેક આધ્યાત્મિક રૂપથી કોઈ ઋષિ પરંપરા સાથે જોડાયેલા છીએ. આ આપણા ગોત્રના ઋષિ એ આપણા બૌદ્ધિક પૂર્વજ છે. તેમની બુદ્ધિ, તેમનું માનસિક પેટર્ન તેમની માનસિક આવૃત્તિ આ બધું જ આપણા માધ્યમથી પરિવાર, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યે વહેતુ થાય છે.
*(૦૨) ✍️ ગોત્રનો મતલબ જાતિ નથી.*
આજે લોકો ગોત્ર સાથે જાતિનું જોડાણ કરી નાખે છે. ગોત્ર:- બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્રની બાબતમાં નથી. ગોત્ર એ જાતિ, ઉપનામ ત્યાં સુધી કે રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં તે પહેલા આપણા ગોત્રનો ઉદભવ થયેલો છે. આ ઓળખની સૌથી પ્રાચીન પ્રણાલી (પરંપરા) છે. જે શક્તિ નહિ પણ જ્ઞાન આધારિત છે. દરેકનું એક ગોત્ર હોય છે. ત્યાંસુધી ઋષિઓએ પણ પોતાના વિદ્યાર્થીઓને ગોત્રની ઓળખ આપી જેમને શિક્ષણને પ્રામાણિકતાથી અપનાવ્યું. જે વિદ્યાભ્યાસ શીખવા માટે આ માધ્યમ અપનાવવામાં આવ્યું. ગોત્રનું કોઈ ખાસ ઓળખ, લેબલ નથી. આ આધ્યાત્મિક વિરાસતની મહોર છે.
*(૦૩) ✍️ દરેક ગોત્રના એક ઋષિ હોય છે.*
આ ઋષિ શ્રેષ્ઠ વિચાર ધારાથી આવે છે. દા.ત. માની લો કે, આપનું વશિષ્ઠ ગોત્ર છે. એનો મતલબ છે કે, આપના પૂર્વજ ઋષિ વશિષ્ઠ મહર્ષિ હતા. આ ઋષિએ ભગવાન શ્રીરામ અને ત્યાંસુધી કે, રાજા દશરથને જ્ઞાન અને માર્ગદર્શન આપ્યું હતું.
*એવી રીતે ભારદ્વાજ ગોત્ર.*
આપ આ ઋષિ જોડે જોડાયેલા છો, જેમને વેદોના કેટલાક ભાગ લખ્યા અને યોદ્ધાઓ અને વિદ્વાનોને શિક્ષણ આપેલું. આમ, કુલ ૪૯ મુખ્ય ગોત્ર છે. જે દરેક ઋષિઓ સાથે જોડાયેલા છે, જે ખગોળશાસ્ત્રી, ચિકિત્સક,યોદ્ધા, મંત્ર, ગુરુ અને પ્રકૃત્તિ વૈજ્ઞાનિક હતા.
*(૦૪) ✍️ આપણા વડીલ, પૂર્વજો એક ગોત્રમાં વિવાહ કરવા માટે કેમ સંમત નથી?*
આ એક તથ્ય છે કે, જે ક્યારેય શાળાઓમાં ભણાવવામાં નથી આવતું. (આજની આપણી શિક્ષણ પદ્ધતિ ઋષિ પ્રેરિત ગુરુકુળ આધારિત નથી. જે રાજકારણની મેલી મુરાદના આપણે હિંદુઓ શિકાર બની ગયેલા છીએ.) પ્રાચીન ભારતમાં ગોત્રનો ઉપયોગ આનુવંશિક રેખાઓને ટ્રેક કરવા માટે થતો હતો. ગોત્ર પુરુષ વંશથી અસ્તિત્વમાં આવે છે. જેનો અર્થ છે, પુરુષ જે ગોત્રનો હોય તેનો વંશ દીકરો ઋષિ વંશને આગળ વધારે છે. એટલા માટે જો એક જ ગોત્રની બે વ્યક્તિ (વર-કન્યા) વિવાહ કરે તો એ આનુવંશિક રીતે ખૂબ જ નજીકનો સંબંધ ધરાવે છે એટલે એ ભાઈ બહેન કહેવાય છે. પરિણામે તેમના સંતાનોને માનસિક અને શારીરીક અસર થઈ શકે છે.
*✍️ ગોત્ર પ્રણાલી:- પ્રાચીન ભારતીય D.N.A. વિજ્ઞાન જેને ભારતીય ઋષિ પ્રણાલી હજારો વર્ષો પહેલાથી જાણતા હતા. જ્યારે પશ્ચિમી વિજ્ઞાન દ્વારા આનુવંશિક શોધ થઈ તેનાથી પણ બહુ વર્ષો પહેલાથી હિન્દૂ પરંપરામાં ગોત્ર પ્રણાલી વણાયેલી હતી.
*(૦૫) ✍️ ગોત્ર :- આપણી માનસિક વિચાર ધારાનું ઉદભવ સ્થાન છે.* તો વ્યક્તિગત પરીક્ષણ કરીએ. કેટલાક માણસો જન્મજાત વિચારક હોય છે. કેટલાકને ખૂબ જ આધ્યાત્મિક જિજ્ઞાસાની ભૂખ હોય છે. કેટલાક સ્વભાવગત શાંત હોય છે. *કારણ શું?* કારણ કે, આપણું ગોત્ર ઋષિ મન અત્યારે પણ ઋષિ સંકેત અનુસાર આચરણ કરે છે. જેવી રીતે તેમને વિચાર્યું, અનુભવ્યું, પ્રાર્થના થકી શીખવાડ્યું. જો તમારા ગોત્ર કોઈ યોદ્ધા ઋષિ હોય, તો તમે સાહસીક હશો. જો તમે ઉપચારક ઋષિના ગોત્રમાં હશો તો તમે આયુર્વેદ અને ચિકિત્સા પસંદ કરશો. આ સંયોગ નથી પણ તમને ગોત્ર પ્રેરિત મળેલી ઋષિની અણમોલ ભેંટ છે, જેનું ખૂબ ઊંડાણ છે. જે આપણે આગળ જોયું.
*(૦૬) ✍️ ગોત્રનો ઉપયોગ શિક્ષણને ગોત્ર અનુસાર આપવામાં આવતો હતો.*
પ્રાચીન ગુરુકુળોમાં ઋષિઓ બધા જ વિદ્યાર્થીઓને એકસરખું શિક્ષણ ન'હોતા આપતા. ગુરુ સૌથી પહેલા વિદ્યાર્થીને એ સવાલ પૂછતાં કે, બેટા.. તમારું ગોત્ર કયું છે? કારણ કે, ગુરુ જાણતા હતા કે, વિદ્યાર્થી સૌથી વધુ કયું શિક્ષણ ગ્રહણ કરવામાં રુચિ રહેશે. જ્ઞાનનો કયો વિષય તેના માટે યોગ્ય રહેશે. કયો મંત્ર તેની ઉર્જા માટે ઉત્તમ રહેશે. *અત્રિ ગોત્રનો વિદ્યાર્થી* ધ્યાન, જ્ઞાન અને મંત્રમાં શિક્ષિત થઈ શકશે. *કશ્યપ ગોત્રનો વિદ્યાર્થી* આયુર્વેદ જ્ઞાનમાં ઊંડાણપૂર્વક જઈ શકશે. ગોત્ર એ માત્ર ઓળખ ન'હોતી એ શીખવાની શૈલી અને જીવન પથ હતો.
*(૦૭) ✍️ અંગ્રેજોએ આપણા ઋષિઓની મજાક ઉડાવી. બૉલીવુડ ફિલ્મોમાં સનાતન ધર્મની મજાક ઉડાવી. જે આપણે ભૂલી ગયા.*
અંગ્રેજોએ આપણી ભારતીય ઋષિ પ્રેરિત વૈદિક ધરોહરને જોઈ અને બકવાસ કહી. તેમને ગોત્રની મજાક ઉડાવી. કારણ કે, એmne આપણી પરંપરાનું જ્ઞાન નહોતું. બાકી કસર બૉલીવુડ ફિલ્મોએ પુરી કરી. આપણને જ્યારે પંડિત કે બ્રાહ્મણ ગોત્ર પૂછે ત્યારે એવું લાગે કે, આ અઘરો સવાલ છે. કારણ કે, આપણને ખબર જ નથી. ધીરે ધીરે આપણે આપણા દાદા દાદીને પણ પૂછવાનું બંધ કરી દીધું. આપણે આપણા સંતાનોને જણાવવાનું બંધ કરી દીધું. પરિણામેં ૧૦૦ વર્ષમાં ૧૦,૦૦૦ વર્ષ જૂની આપણી ધરોહર પ્રણાલી આજે, ખતમ થવાના કિનારે આવી ગઈ છે. આપણા ઋષિઓએ આપણા માટે જીવંત રાખેલું આપણે ખતમ કરવાના આરે આવીને ઊભા છીએ.
*(૦૮) ✍️*જો તમને તમારું ગોત્ર જાણતા નથી, તો તમે તમારી ઓળખ ખોઈ નાખી છે.*
જેવી રીતે તમે કોઈ શાહી પરિવાર સાથે જોડાયેલા છો પણ તમને તમારું ઉપનામની ખબર નથી, એટલી આ ગંભીર બાબત છે. આપણું ગોત્ર એ પૈતૃક G.P.S. છે. જે આપણને સાચા મંત્રો તરફ લઈ જાય છે. સાચું અનુષ્ઠાન, સાચો ઉર્જા ઉપચાર, સાચો આધ્યાત્મિક માર્ગ, વિવાહ બંધનની સાચી જોડી વગેરે.. આ બધાથી અજાણ આપણે આપણા ધર્મમાં આંધળા થઈને ચાલી રહ્યા છીએ.
*(૦૯) ✍️ ગોત્રનું જીવનમાં મહત્વ:-* ગોત્ર અનુષ્ઠાન ખાલી દેખાડો નથી. જ્યારે પંડિત, પૂજારી તમારું ગોત્ર પૂછે છે; એ કોઈ ઔપચારિકતા નથી. પરંતુ એ તમોને ઋષિ ઉર્જા સાથે જોડે છે. અનુષ્ઠાન દર્શન માટે અને તમોને આશીર્વાદ આપવા માટે તમારા આધ્યાત્મિક વંશને બોલાવે છે. એટલા માટે સંકલ્પ 【કોઈપણ પૂજાની શરૂઆત】 પહેલા તમારું ગોત્ર કહેવું ખૂબ જરૂરી હોય છે. હું જમદગ્નિ ઋષિ કે ભારદ્વાજ ઋષિની સંતાન છું. આપણી આત્માના વંશ વિષે પુરી જાગરૂકતા સાથે દિવ્ય આશીર્વાદ માગું છું. આ જ પવિત્ર અને વાસ્તવિક છે.
*(૧૦)✍️ ગોત્ર અનુષ્ઠાન માત્ર દેખાવ નહોતો.* જ્યારે પંડિત, બ્રાહ્મણ પૂજા સમયે આપનું ગોત્ર પૂછે છે ત્યારે કોઈ જ ઔપચારિકતા નથી. હજુ પણ ઘણું મોડું થઈ જાય એ પહેલા તમારા ગોત્રની જાણકારી મેળવવી ખૂબ જરૂરી છે. એ બાબતે તમે જાણવાની કોશિશ કરો. પણ તમારા વંશને જાણી લીધા પછી કરવી. તમે 1940 કે 2025 ના વર્ષમાં જન્મ ધારણ કરેલ વ્યક્તિ નથી. *તમે હજારો વર્ષ પહેલા એક ઋષિ દ્વારા પ્રજ્વલિત અખંડ જ્યોતિના વાહક છો.* તમે રામાયણ, મહાભારત પહેલા સમયની ગણતરીથી પણ પહેલા શરૂ થયેલી એક કહાનીનો અંતિમ અધ્યાય (વર્તમાન) છો.
*(૧૧) ✍️ આપણું ગોત્ર આપણી આત્મા માટે ભૂલી ગયેલા પાસવર્ડ સમાન છો.* આજની દુનિયામાં આપણે વાઇફાઇ, પાસવર્ડ, ઈ-મેલ લોગીંગ વગેરે કોડથી યાદ રાખીએ છીએ. પરંતુ આપણે આપણો પ્રાચીન પાસકોડ ભૂલી જઈએ છીએ. અને તે છે આપણું "ગોત્ર" .. આ એક શબ્દ "ગોત્ર" જે આપણું પૈતૃક જ્ઞાન, માનસિક આદતો, કર્મ સંબંધી યાદો ત્યાંસુધી કે, આપણી આધ્યાત્મિક નબળાઈઓ અને ભીતરની તાકાતની પુરી ધારાઓને ખોલી શકે છે. આ માત્ર એક લેબલ નથી. આ એક ચાવી છે, જેનો તમે ઉપયોગ કરો છો અથવા ખોઈ નાખો છો.
*(૧૨)✍️ સ્ત્રીઓ લગ્ન પછી પોતાનું ગોત્ર નથી ગુમાવતી પણ એને ચુપચાપ સુરક્ષિત રાખે છે.*
ઘણાબધા એવું માને છે કે, સ્ત્રીઓ લગ્ન બાદ પોતાનું ગોત્ર બદલી નાખે છે. પરંતુ સનાતન ધર્મ સૂક્ષ્મ છે. શ્રાદ્ધ જેવા અનુષ્ઠાનમાં સ્ત્રીનું ગોત્ર અત્યારે પણ પિતા તરફથી સ્વીકારવામાં આવે છે. કારણ કે, ગોત્ર વાય (Y) ક્રોમોસોમ (પુરુષ વંશ) ના માધ્યમથી યાત્રા કરે છે. સ્ત્રીઓ ઉર્જા મેળવી લે છે પરંતુ આનુવંશિક રૂપથી વહન કરતી નથી. લગ્ન પછી પણ સ્ત્રીનું ગોત્ર તેણીની સાથે જ રહે છે.
*(૧૩) ✍️ દેવતાઓએ પણ ગોત્ર નિયમનું પાલન કરેલું છે.* રામાયણમાં જ્યારે ભગવાન શ્રીરામ અને માતા સીતાનો વિવાહ થયો ત્યારે ગોત્રની ખરાઈ કરવામાં આવેલી હતી.
★ શ્રીરામ : ઈશ્વાસુક વંશ, ગોત્ર : વશિષ્ઠ.
★ સીતા : જનકની દીકરી, ગોત્ર : કશ્યપ વંશ.
જેમને પ્રેમના વલ્ગર બંધનથી બંધાઈને વિવાહ નહોતો કરેલો. ભગવાને પણ ધર્મનું પાલન કરેલું. આ પ્રણાલી કેટલી પવિત્ર છે અને રહેશે.
*✍️ (૧૪) ગોત્ર પ્રારબ્ધ કર્મથી જોડાયેલું છે.* તમે ક્યારેય એવું અનુભવ્યું કે, બચપણથી એવા ખાસ કામ, આદતો, વિચારો તરફ આકર્ષિત થયા છો? એ આપણા પ્રારબ્ધથી આવે છે, એવા કર્મો આપણને એનું ફળ આપવાનું શરૂ કરી દે છે. જ્યાં ગોત્ર પણ એની અસર છોડીને પ્રભાવિત કરે છે. અલગ અલગ ઋષિઓની અલગ અલગ કર્મ પ્રવૃત્તિઓ હતી. તમે તેમની ઉર્જા પ્રાપ્ત કરીને એમના સમાન કર્મની બ્લ્યુપ્રિન્ટ પ્રાપ્ત કરી રહ્યા છો. જ્યાં સુધી તમે સભાનપણે આ ચક્રને નહિ તોડો ત્યાં સુધી આ ઉર્જા આપણને મળતી રહેશે. ગોત્ર જાણવાથી આપણને કર્મ પથને સમજવાની મદદ મળે છે.
*✍️ (૧૫) દરેક ગોત્રના વિશિષ્ઠ મંત્રો અને આરાધક દેવ હોય છે.* ગોત્ર માત્ર માનસિક વંશવાળી નથી પરંતુ તે વિશિષ્ઠ દેવતાઓ અને બીજ મંત્રથી જોડાયેલું હોય છે. તે આપણા આત્મા સાથે ખૂબ સરસ રીતે ભીતરની સંવેદના સાથે જોડાયેલું હોય છે. આપણને કદાચ આશ્ચર્ય થાય કે, કેટલાક મંત્રો આપણા માટે કામ કેમ નથી કરતા! કારણ એ છે કે, આપણે આપણા ફોનને ખોટા ચાર્જર સાથે ચાર્જ કરવાની ભૂલ કરી છે. સાચા અને યોગ્ય મંત્ર + આપણું ગોત્ર = આઘ્યાત્મિક ધારા પ્રવાહિત થાય છે. આ જાણી લેવાથી આપણું ધ્યાન, મંત્ર સાધના અને ઉપચાર શક્તિ દશ (૧૦) ઘણી વધી જાય છે.
*ગોત્ર:-* ભ્રમ નિર્માણ થાય ત્યારે આંતરિક માર્ગદર્શક બને છે. આજની દુનિયામાં બધા જ ક્યાંકને ક્યાંક ખોવાયેલા અને માર્ગ ભૂલેલા દેખાય છે. આપણો ઉદ્દેશ, સંબંધો, આપણું કેરિયર અને ધર્મ બાબતે ભ્રમિત છીએ. પરંતુ આપણે ચુપચાપ બેસીને આપણું ગોત્ર, આપણા ઋષિ અને આપણા પૈતૃક ગુણોનો વિચાર કરતા રહીએ તો આપણને આંતરિક સ્પષ્ટતા મળતી રહેશે. આ બાબતથી જોડાયેલા રહીએ અને થોડું ખોવાઈયેલાના મજબૂત મૂળ સુધી પહોંચ્યાંનો અનુભવ કરી શકીશું.
*✍️ (૧૬) મહાન હિન્દૂ રાજાઓએ પણ ગોત્રનું સન્માન કર્યું છે.* ચંદ્રગુપ્ત મૌર્યથી લઈને રાજા હર્ષવર્ધન, શિવાજી મહારાજ સુધી આપણા રાજાઓ પાસે *"રાજગુરુ"* હતા. જેઓ કુળ (પરિવાર), ગોત્ર અને સંપ્રદાયની ચોપડામાં વંશવાળી રૂપે નોંધ રાખતા. ગુજરાતમાં જેમને આપણે *"વહીવંચા"* કહીએ છીએ તે. રાજાઓ રાજનીતિ અને યુદ્ધમાં પણ ગોત્ર સંબંધો, ગઠબંધન સમૂહો અને લોહી રેખા (લોહીનો સંબંધ)નું સન્માન કરીને નિર્ણય લેતા હતા. એનું કારણ શું? કારણ કે, ગોત્રને ધ્યાનમાં ના લેવું એ આપણી કરોડજ્જુને ધ્યાનમાં ના લેવા બરાબર છે, જેના થકી આપણું અસ્તિત્વ છે.
*✍️ (૧૮) ગોત્ર પ્રણાલીએ સ્ત્રીઓને શોષણથી બચાવી છે.* પ્રાચીન સમયમાં ગોત્ર ઓળખ થકી અત્યાચારો અટક્યા અને પરિવારની વંશવાળી અનુસાર તેમના પ્રત્યે સન્માન જળવાઈ રહ્યું. છોકરીઓની નાના સમુદાયમાં થતી હેરાફેરીથી બચાવી શકાઈ. ત્યાં સુધી કે, કોઈ સ્ત્રીનું અપહરણ કરવામાં આવતું તો તેને યુદ્ધમાં અલગ કરીને તેમનું ગોત્ર, ઘર, વંશ થકી તેમને ઓળખવામાં મદદ મળતી હતી. ગોત્ર પ્રણાલી એ પછાતપણું નહિ, પણ શાનદાર ધરોહર છે.
*✍️ (૧૯) બ્રહ્માંડ પહેલીમાં ગોત્ર આપણી ભૂમિકા પણ છે.* ગોત્ર કોઈ ધર્મ વિષે (સુસંગત) નથી પણ આપણી ઓળખ માટે છે. ભલે કોઈ નાસ્તિક હોય, આધ્યાત્મિક હોય કે ના હોય, રીત રિવાજોમાં ભ્રમિત હોય તો પણ ગોત્ર અગત્યનું છે. કારણ કે, કોઈપણ ધર્મથી ઉપર, પૈતૃક ચેતના છે. આ ખૂબ ઊંડા તળિયા સુધી તેના મૂળ જમાવેલુ ભારતીય જ્ઞાન છે, જે મજબુર નથી કરતું પણ ચુપચાપ માર્ગદર્શન આપે છે. આપણે તેના પર વિશ્વાસ ના રાખી શકીએ તો કાંઈ વાંધો નહિ પણ તેને યાદ રાખવું ખૂબ જરૂરી છે.
*✍️ અંતમાં..*
આપનું નામ આધુનિક હોઈ શકે, આપણી જીવન શૈલી વૈશ્વિક હોઈ શકે, પરંતુ આપણું ગોત્ર અનાદિકાળથી અસ્તિત્વમાં છે. જો આપણે તેને નહિ જાણી શકીએ તો એ નદી જેવું છે કે, જે નથી જાણતી તે ક્યાંથી આવી છે. ગોત્ર આપણું અતીત છે, એ ભવિષ્યના જ્ઞાનનો આપણો પાસવર્ડ છે. એને અનલોક કરો, એ પહેલા કે, આવતી નવી પેઢી ભૂલી જાય કે, આવું બધું અસ્તિત્વમાં હતું. જેના કારણે નવી પેઢીનું અસ્તિત્વ, ઓળખ ખતમ થઈ જાય. જે જાણતા ના હોય એ આજથી શોધવાનું શરૂ કરે કે, મારું ગોત્ર કયું છે!!
Comments
Post a Comment