મજાની વાતો.
કેનેડાના શિક્ષિકાની બહુ જ સરસ રચના વારંવાર વાંચવી ગમે છે .. ...... ............... તમે જીવવા માટે શું કરો છો એ જાણવામાં મને રસ નથી મારે જાણવું છે કે તમારા હૃદયમાં ઊંડી કોઈ આરત છે કે કેમ? અને એ ફળીભૂત થવાનું સ્વપ્ન જોવાની હામ છે કે નહિ. તમારી ઉંમરમાં પણ મને રસ નથી. પ્રેમ, સ્વપ્ન અને જીવંત રહેવાના સાહસ ખાતર ગાંડા દેખાવાનું જોખમ તો ખેડી શકો છો ને? મારે જાણવું છે કે તમે પીડા સાથે સ્વસ્થ બેસી શકો છો? એને છુપાવવા, ઘટાડવા કે મટાડવાના પ્રયત્નો વગર ? મારે જાણવું છે, તમે વિશ્વાસઘાતનો આરોપ સહી શકો છો ? પોતાના આત્માનો વિશ્વાસઘાત કર્યા વગર? મારે જાણવું છે કે દિનબદિન આકર્ષણના આટાપાટા વચ્ચે તમે સૌંદર્યને જોઈ શકો છો? એની હયાતીમાં તમારા જીવનનો સ્ત્રોત અનુભવી શકો છો? તમે ક્યાં, શું અને કોની પાસે ભણ્યા એમાં મને રસ નથી. મારે જાણવું છે કે બહાર બધું જ પડી ભાંગે ત્યારે અંદર કોણ તમને ટકાવી રાખે છે? મારે જાણવું છે કે તમે જાત સાથે એકલા રહી શકો છો? ખાલી ક્ષણોમાં તમારો સથવારો તમને ગમે છે? -ઓરિયાહ માઉન્ટન ડ્રીમર (અનુવાદ). The Invitation Oriah Mountain Dreamer It doesn't inte...