દિવાળી સંદેશા અને કાવ્યો

1.

_રંગોળી માં પૂરજો રંગ સરસ...._
_કે રંગીન થઈ જાશે ધનતેરસ...._

_રહેજો હંમેશા લાગણી ને વસ..._
_કે શુભ થઈ જાશે કાળીચૌદસ...._

_સળગાવી નાખજો નફરત ની પાળી..._
_કે ચમકાવતી જાશે જીંદગી દીવાળી..._

_રાખજો ને આપજો હર્ષ સામે હર્ષ..._
_કે ખરેખર ખીલી જાશે નૂતનવર્ષ..._

_સંબંધોમાં કદી રાખવી ન ખીજ..._
_કે ઉમંગોથી છલકી જાશે ભાઈબીજ..._

_દિલ થી દિલ સુધી બાંધજો બ્રીજ..._
_કે મહેકતી રહેશે હંમેશા ત્રીજ..._

_હરખ થી થઈ જવા લોથપોથ..._
_કે ખુશીઓ થી ભરાઈ જાશે ચોથ..._

_"પ્રેમ" ની મુલાયમ પાથરી જાજમ..._
_વીતાવજો એકમેકથી લાભ પાંચમ..._

2.

લાગણીથી ખળખળો તો
છે દિવાળી,
પ્રેમના રસ્તે વળો તો
છે દિવાળી.
એકલા છે જે સફરમાં
જિંદગીની,
એમને જઈને મળો તો
છે દિવાળી.
છે ઉદાસી કોઈ આંખોમાં
જરા પણ,
લઇ ખુશી એમાં ભળો તો
છે દિવાળી.
જાતથી યે જેમણે ચાહયા
વધારે,
એમના ચરણે ઢળો તો
છે દિવાળી.
દીવડાઓ બહાર
પ્રગટાવ્યે થશે શું ?
ભીતરેથી ઝળહળો તો
છે દિવાળી.

3.

*હું શોઘુ તને... દિવાળી*
*તું કયાં ખોવાઇ ગઇ ??? *

*હું શોઘુ તને* ગલી ફળિયામાં ...
તું ખોવાઇ ગઇ સીમલા મનાલીમાં....

*હું શોઘુ તને* ટમટમતા દિવડામાં..
તું ખોવાઇ ગઇ ઝગમગતી રોશનીમાં...

*હું શોઘુ તને* ફળિયાની રંગોળીમાં..
તું ખોવાઇ ગઇ બ્લોકસની ડિઝાઇનમાં...

*હું શોઘુ તને* સાકરની મીઠાસમાં ..
તું ખોવાઇ ગઇ ડ્રાયફ્રુટસની ખારાશમાં..

*હું શોઘુ તને* મંદિરની પૂજામાં...
તું ખોવાઇ ગઇ હોટલના ડિનરમાં...

*હું શોઘુ તને* મઠિયા પૂરીમાં...
તું ખોવાઇ ગઇ નાસ્તાના પેકેટૄસમાં...

*હું શોઘુ તને* ઘુઘરા મગસમાં...
તું ખોવાઇ ગઇ મોંઘી મીઠાઇમાં..

*હું શોઘુ તને* કાડઁની શુભેચ્છામાં..
તું ખોવાઇ ગઇ મોબાઇલના મેસેજમાં...

*હું શોઘુ તને* સ્વજનોની હુંફમાં...
તું ખવાઇ ગઇ પાટીઁ પીકનીકમાં...

*હું શોઘુ તને* ચાંદલીયા-લવિંગીયામાં....
તું ખોવાઇ ગઇ આતશબાજીમાં..

*હું શોઘુ તને* આસોપાલવના તોરણમાં...
તું ખોવાઇ ગઇ બંઘ દરવાજામાં...

*હું શોઘુ તને .. દિવાળી *
*તું કયાં ખોવાઇ ગઇ ?????*

4.

દિવાળી !

નાનાં હતાં ત્યારે કેટલી મોટી લાગતી હતી…..    ને હવે મોટાં થયાં તો દિવાળી જાણે નાની થઈ  ગઈ….!

તાણી તૂસીને બચાવેલી રકમમાંથી મા થોડો મોહનથાળ ને સુખડી કરતી ક્યારેક ઘી ઓછું પડે તો ક્યારેક
એલચી ન મળે પણ એના સ્વાદમાં માની ભારોભાર લાગણી નીતરતી

એટલે જ તો એકાદ ટુકડો લેવા કેટલાય કજિયા કરતાં….
ને મા સમજાવતી, ‘બેટા, એમ થોડું ખવાય હરતાં ફરતાં….?’

આજે જુદા જુદા રંગની…. જુદા જુદા પ્રાંતની…. નામેય ન આવડે એવી આઠ-દસ મિઠાઈનાં બોક્સ ફ્રિજમાં પડ્યાં પડ્યાં ઠરે છે, અને હરતાં ફરતાં એની સામે જોતાં જઈએ છીએ તો પણ
હવે મોંમાથી નાનપણ જેવી તીવ્ર ઈચ્છાનું પાણી ક્યાં ઝરે છે…!?

ધનતેરસે સુંવાળી વણતાં વણતાં મા, બેસતા વરસે કોણ કોણ આવશે તેની યાદી કરાવતી પછી કોનું સ્વાગત કઈ રીતે કરશું –
એવા ઉમળકાના ચોસલા પાડતી.
કોઈને ગરમ નાસ્તો ને કોઈને કોરો કોઈને ચા કે શરબત ને બાળકોને દૂધનો કટોરો એના જર્જરિત થઈ
ગયેલા નાના પર્સના છેલ્લા સિક્કા સુધી અકબંધ રહેતો માનો મોંઘેરો ઉમંગ ક્યાંથી લાવવો…?

આજે પાંચ દિવસની રજામાં ‘આઉટ ઑફ સ્ટેશન’નું આયોજન કરી એ બધીયે ‘ઝંઝટ’માંથી છૂટવા મથતી આપણી વૃત્તિ પર એ રંગ કેવી રીતે ચડાવવો….?

બોનસ, ડી.એ. ડિફરન્સ કે એરિયર્સ… કશું જ નહીં માની ત્રણ મહિનાની બચત ને પપ્પાના બે મહિનાના ઓવરટાઈમમાંથી દિવાળી કરવાની પણ તોય કોઈ બેરિયર્સ નહીં….

દિવાળીની રાત્રે જાતે ધોઈને…. હાથ દઈને ગડી કરી ગાદલા નીચે મૂકી ને
ઈસ્ત્રી કરાયેલો ડ્રેસ બેસતા વર્ષે વટભેર પહેરવાનો જે આનંદ હતો, તે આનંદ આજે રંગબેરંગી કપડાંથી ઠાંસોઠાંસ ભરેલા વૉર્ડરોબમાં ક્યાં સંતાતો ફરે છે –

એ જ સમજાતું નથી.
ખરેખર…. આપણે મોટાં થઈ ગયાં…. અને આપણી દિવાળી નાની થઈ ગઈ….!

5.

" દિપાવલી સંદેશ "
આપણું ભાવ જીવન ખીલે અને  જીવનવિકાસની દ્રષ્ટિ મળે તે માટે સંસ્કાર કરવાનો ઉત્સવ.
(1)  ધનતેરસ  - લક્ષ્મીપૂજન.
" પ્રભુ " આ સંપત્તિ તમારી છે. અને તે મારે જીવન વિકાસાર્થે વાપરવી છે. આ દ્રષ્ટિ જીવનમાં આવે તે લક્ષ્મીપૂજન
વિકૃત માર્ગે વપરાય તે  -  અલક્ષ્મી
સ્વાર્થમાં વપરાય તે  -   વિત્ત
પરાર્થે વપરાય  તે   -   લક્ષ્મી
પ્રભુ કાર્યાર્થ  વપરાય તે  -   મહાલક્ષ્મી.

(2)  કાળી ચૌદશ  -  શકિતપૂજન.
વિચાર કરવાનો દિવસ કે " મને મળેલ શકિત મેં યોગ્ય કાર્યમાં વાપરી કે ?
મારી વિત્ત શકિત, બુધ્ધિશકિત, ભૌતિક શકિત યોગ્ય રીતે વપરાય છે ?
પરપીડન માટે વપરાય તે  -  અશકિત(આસુરી શક્તિ).
સ્વાર્થ માટે વપરાય તે  -  શકિત.
રક્ષણાર્થે વપરાય  તે   -  કાલી.
પ્રભુકાર્યાર્થ વપરાય તે  -   મહાકાલી.

(3)  દિવાળી  -  જ્ઞાનપૂજન
     (શારદાપૂજનનો દિવસ).
વેપારી ચોપડાપૂજન કરે, સરવૈયું કાઢે, તેમ માણસે પણ જીવનનું સરવૈયું કાઢવું જોઈએ.
રાગ - દ્વેષ, વેર - ઝેર, ઈર્ષા, આસુરી વૃત્તિ, વિગેરે કાઢીને
પ્રેમ, શ્રધ્ધા, ભાવ, સત્કાર્ય માટે નિશ્ઠા વિગેરે વધ્યા કે કેમ ?

(4)   બેસતુ વર્ષ  -  ધ્યેય પૂજન
નવા નિશ્ચયો, નવા સંકલ્પો, કરવાનો દિવસ.
માણસ સંકલ્પ કરે કે મને મળેલા શ્વાસોશ્વાસમાંથી પ્રભુ કાર્યાર્થે વધારે શ્વાસોશ્વાસ વાપરીશ.
આવા દૈવી સંકલ્પો જીવનમાં ઉભા થાય તે જ દિવાળી છે.
" પગ પકડવાના પ્રભુના અને પગ દોડાવવાના પ્રભુ માટે ".

(5)  ભાઈ બીજ  - ભાવ પૂજન.
ભાઈ બહેનના ભાવજીવનનો પરમોચ્ચ દિવસ.
સમસ્ત સ્ત્રી જાતિ તરફ માં કે બહેનની દ્રષ્ટિએ સમાજ જોવા લાગશે તો સાચી ભાઈ-બીજ
થયેલી ગણાશે.
સમાજમાં સ્ત્રી માટે જો માંગલ્ય અને પવિત્રપૂર્ણ દ્રષ્ટિ ઉભી થાય તો સદૈવ દિવાળી જ છે.

(પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેનાં વિચારોમાંથી).

6.*Bye Bye Diwali-*


ફરી એકવાર ઉતાવળે આવી ને ચાલી ગઈ દિવાળી...✨⚡
જેવી આવી એવી જ Fast Forwardમાં જતી રહી દિવાળી..

ચેવડાનો ડબ્બો એને ન્યાય મળે એની રાહ જોતો રહ્યો.
Sugarfree મીઠાઈનો ડબ્બો ફ્રિજનું ખાનું રોકી રહ્યો..
થીજી ગયેલા icecreamનું તો બોક્સ પણ ખુલ્યું નથી..🍨
જુદા જુદા ખાનાવાળા Dryfruit Boxનેહવા સિવાય કોઈ સ્પર્શયું નથી..😏

સાફસફાઈ દરમ્યાન બાકી રહી ગયેલા એકાદ-બે ખાના વિચારતા રહી ગયા..😜
મેરા નંબર કબ આયેગા..કહીને વ્યંગ કરી રહ્યા..😰
અકબંધ પડી રહેલી સાડીઓનો mood પણ થોડો આઉટ હતો..😔

Chance લાગશે મારો ક્યારેય થોડોક એનેય doubt હતો..🤔
ઘરના દ્વારે મુકેલું નવું પગલૂછણિયું યથાવત સ્થિતિમાં રહી ગયું..
કેટલા વ્યસ્ત સંબંધો છે પરસ્પરના એય વિચારતું થઈ ગયું..🤔

ફટાકડા તો આ વખતે સરનામું જ ભૂલી ગયા..
ધુમાડો સ્વાસ્થ્ય માટે જ નહીં પૉકેટ માટે પણ ખરાબ છે એ સમજાવી ગયા..😰
શું આ જ હતી દિવાળી?😱

સોપો પડેલા ઘરમાં ખોવાઈ ગયેલી દિવાળી જો કોઈકને જડે તો સરનામું એને આપજો.
મોબાઈલ પૂરતી જ રહેલી શુભેચ્છાઓને રૂબરૂ સ્થાન આપજો..👍🏻

નાનકડી Mob screenમાંથી બહાર આવી ઝળહળાટ ભરેલી દિવાળી હો...
ફરી મળે એ જ પરિવાર..ફરીથી જીવનમાં એ જ ખુશહાલી હો..
એજ જુના મિત્રો મળે..
એવીજ ચહેરા પર લાલી હો..




Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...