યુવાનો માટે સંદેશ..(માતા પિતા)

💖 *દરેક યુવાન ફરજિયાત આખું વાંચે* 💖

ભારતમાં ૧૦.૩૮ કરોડ બુજુર્ગો છે ...

આપણા દેશની મહાન સંસ્ક્રૃતિના ગાન ભલે આપણે ગાઈયે, પણ વડીલોની સાચવણ અને માન સન્માનમાં આપણે બીજા દેશો કરતાં ઘણાં *'હલકાં'* છીએ ...

આજે પણ તમો જોતાં હશો કે,

👉૮૦% બુઢ્ઢા માબાપને જમવા અલગ બેસાડાય છે ...

👉૨૦% માબાપને સગવડતા હોય તોય ઘરવાળીના ડરથી  અલગ રખાય છે ...

👉 ૯૦% પુત્રો કામેથી આવીને સાંજે બાળકોને ચુમી ઉઠે છે, તો અમુક તો ઘરવાળી વર્ષોથી વિખુટી પડી ગઈ હોય તેમ લબાડવેડા કરી ભેટી પડે છે...

પણ ઘરમાં બા-બાપુજી ને 'કેમ છો બા ?' કહેતાં નથી !!!

👉 ૭૦% મા-બાપો ઘરડાં થાય ને કંઈ પણ બોલે... તો  "તમને ખબર નો પડે ...!"  એમ કહીને ચૂપ કરાય છે ...

👉૯૦% ઘરડાં માતપિતાને દિકરાઓ તેના પૈસા બાબતે પુછતાં નથી !  ભીખની જેમ રુ. માંગવા પડે છે ...

👉👉👉👉👉👉
જેવું કરશો તેવું ભરશો ...

એ મુજબ અમારા સર્વે પ્રમાણે જે લોકો માબાપને એકલાં છોડી મુકે છે કે માન સન્માન આપતાં નથી, તેમનાં પોતાનાં ઘડપણ વખતે તેનાંથી પણ વધુ બુરા હાલ થાય જ છે ...

👉👉અમુક કુટુંબોમાં તો આ પેઢી દર પેઢી ચાલ્યું આવતું જ હોય છે ...

માબાપો કુતરાંની જેમ બિચારાં થઈ જીવતાં હોય ..,

ને આવી સાયકલ પેઢી દર પેઢી ચાલું જ હોય...

ખરેખર આવા કુટુંબોમાં સંસ્કાર, શિષ્ટતા અને કેળવણીમાં જ ખોટ હોય છે ... 😔

સમજો ... વિચારો ... યુવાનો ...

૬૦ વર્ષ પતિપત્ની સાથે રહીને, જ્યારે તેમાંથી એકાદ સ્વર્ગે સિધાવે ત્યારે તેની જિંદગીમાં એકલતા વ્યાપી જાય ...

ધીરે ધીરે બચપણના ભાઈ બહેનો ચાલ્યાં જાય ...

ઓટા-ચોરાના મિત્રો એક પછી એક ચાલ્યાં જાય ...

૮૦-૯૦ વર્ષે તો તેના તમામ સાથીદાર, મિત્રો ચાલ્યાં જાય ....

જેની સાથે જીવવું છે તે તમામ નવાં ?

ઉંમરને લીધે શરીર સાથ ના દે ...
સંભળાય નહીં ..

ભાષા ના શબ્દો, ટેકનોલોજી, રહેનસહેન, ફેશન પળપળ બદલાતી હોય ત્યારે, બધાં સાથે સંકલન અશક્ય બની જાય ...

ત્યારે જીવવું એ જ બોજ બની જાય ....

માનવ જિંદગીનો સૌથી ભયાનક અને બિહામણો તબક્કો ત્યારે બની જાય કે પુત્રો હરામી પાકે....

આવા સમયે પુત્ર - પુત્રવધૂઓએ પોતાનાં બાળપણને યાદ કરવું જોઈએ ...

જન્મથી જ આપણને ખાતાં, ચાલતાં, બોલતાં ને આ દુનિયાના આટાપાટા જેણે ખંત અને મહેનતથી શીખવ્યા હોય ...

તેને જ્યારે જરુર પડે ત્યારે આટલા બધાં હલકટવેડા ????

વિચારો ....

માતપિતાને તરછોડીને આ દુનિયામાં
કોઈ જ સુખી થયું નથી...
થવાનું નથી...

કુતરાંના મોતે ના મરવું હોય અને
ઘડપણમાં સુખેથી જીવવું હોય તો,

માબાપની પોતાનાં ભુલકાં જેટલી જ કાળજી લો.

"કેમ છો બા ? કેમ છો બાપુજી ?"
આટલાં શબ્દો જ તેમને ઘડપણ ભુલાવી પરમ સુખ આપે છે.
લખી લો ...

*❤ માતપિતા એ સૌથી મોટા ઈશ્વર છે.*
       *તેને ભરપુર પ્રેમ કરો ...❤*

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...