વ્યથા - આજના શિક્ષકની..
••• 1 ••• છેલ્લાં ઘણાં દિવસથી કેટલાંક શૈક્ષણિક બૂટલેગરો કહે છે કે, “પહેલાંના ઋષિમુનિઓ ઝાડ નીચે બેસીને ભણાંવતા હતાં છતાં આજના કરતાં સારું શિક્ષણ આપતાં હતાં.” વાગોળને હંમેશા દુનિયા ઉંધી જ દેખાય ! ગઈકાલના ઋષિમુનિઓનું જ લેટેસ્ટ વર્ઝન “શિક્ષક” છે. ઉપરના વાક્યને ફરી એકવાર વાંચો. “ઝાડ નીચે ભણાવતાં ......” યસ, ભણાવતાં અમે ક્યાં ભણાવીએ છીએ જ ? ૧૮ પુરાણો, શાસ્ત્રો જોઈ લીધાં, એક પણ ઋષિમુનિ BLO ન હતાં. કોઈ ઋષિમુનિ ઓડીટ કરાવવા ગયા નહોતાં. કોઈ ઋષિમુનિ ૨૦ દિવસીય બ્લોક-ક્લસ્ટરની તાલીમમાં જોડાયા ન હતાં, એકપણ આશ્રમનું ઈન્સ્પેક્શન થયું ન હતું. હોળી-દિવાળી જેવા ઉત્સવો સિવાય અન્ય કોઈ ઉત્સવનું આયોજન કરેલ ન હતું. તે સમયે હજુ શિષ્યવૃતિના કોઈ પત્રકો બન્યા ન હતાં. ઓન લાઈન ડેટા એન્ટ્રીને લગભગ પાંચેક હજાર વર્ષની વાર હતી. તે સમયે રાજાશાહી હોવાથી કોઈ ઋષિમુનિને પ્રિસાઈન્ડિંગ કે પોલિંગ ઓફિસરનો ઓર્ડર મળ્યો ન હતો. ૯ નું ઉચ્ચત્તર પગાર ધોરણ મેળવવા કોઈ ઋષિમુનિ દર દર કી ઠોકરે ખાતાં જોવામાં આવ્યા નથી. આવું તો કેટલુંય ગણાવી શકાય તેમ છે. ઋષિમુનિઓ સફળ હતાં તેનું કારણ છે:- આશ્રમોમાં ગુરૂઓ સિવાય અન્ય કોઈ અધિકારી અથવા કે...