શિક્ષક દિન વિશેષ...
1.
*गुमनामी के अंधेरे में था, पहचान बना दिया*
*जीवन की हर मुश्किल और उलझन को आसान बना दिया*
*गुरु की कृपा ने मुझे एक अच्छा इंसान बना दिया।।*
2.
*गुमनामी के अंधेरे में था, पहचान बना दिया*
*जीवन की हर मुश्किल और उलझन को आसान बना दिया*
*गुरु की कृपा ने मुझे एक अच्छा इंसान बना दिया।।*
2.
3.
4.
A teacher affects eternity; he can never tell where his influence stops.
Henry Adams
શિક્ષક અનંત કાળ સુધી (એની) અસર છોડે છે; એ ક્યારેય કહી ના શકે કે એની અસર ક્યારે પુરી થશે.
હેન્રી એડમ્સ
5.
6.
૫ મી સપ્ટેમ્બર
શિક્ષકદિન
"જીવન પત્તાની બાજીનો ખેલ છે ન તો આ રમત આપણે શોધી છે કે ન તો પતા આપણે બનાવ્યા છે રમતના નિયમો પણ આપણે ઘડયા નથી કે પત્તા કેવા વહેંચાશે તેનો પણ આપણને અંદાજ નથી પતા વેચાય છે - ભારે કે હલકા બસ અહીં સુધી પ્રારબ્ધનું રાજ્ય છે ; પરંતુ રમત સરસ રમવી કે ખરાબ એ આપણા હાથની વાત છે .એવુંયે બને કે કુશળ રમતવીર હળવા પતાથીય સારું રમે ને જીતે, તો નીરસપણે રમનાર ભારે પતા હોવા છતા હારી જાય.આમ જોઇએ તો માનવજીવન પરવશતા ને સ્વતંત્રતા ,દૈવયોગ ને પુરુષાર્થનુ મિશ્રણ લાગે છે."
ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન
7.
*શિક્ષક દિન વિશેષ..*
*યુધ્ધ મોરચે જતાં રસ્તામાં ગાંડીતૂર નદી આવી ત્યારે ગુરૂ-શિષ્ય વચ્ચે પ્રથમ નદી કોણ પાર કરશે તે વિષે રકઝક થઈ. અંતે શિષ્યે એમ કહ્યું કે, “ગુરૂજી ! તમને કંઈ થઈ જશે તો હું બીજો તમારા જેવો ગુરૂ નહીં બનાવી શકું પરંતુ નદી ઓળંગતા કદાચ હું ન રહું તો આપ જેવા સમર્થ ગુરૂ મારા જેવા અનેક રાજાનું નિર્માણ કરી શકશે. માટે મારા દેશને આપ જેવા શિક્ષકની જરૂર હોવાથી પ્રથમ હું નદી પાર કરીશ.” આ ગુરૂ-શિષ્યની જોડી એટલે સિકંદર અને એરિસ્ટોટલ.... આ જ સિકંદર મહાને એકવાર કહેલું- “હું જીવું છું એ મારા માતા-પિતાને આભારી છે પણ હું સારી રીતે જીવું છું એ મારા શિક્ષકને આભારી છે.”*
*કેટલાંક માણસોને એવું કહેતા સાંભળ્યા છે કે, મારે આટલાં વર્ષ થઈ ગયાં મારે ક્યારેય ડોક્ટરની જરૂર પડી નથી. મારે પાયલોટની જરૂર પડી નથી, મારે બિલ્ડરની જરૂર પડી નથી, મારે વકીલની જરૂર પડી નથી, મારે પોલિસની જરૂર પડી નથી, મારે કોઈ રાજકારણીની જરૂર પડી નથી..... વગેરે વગેરે... કોઈ એમ કહેશે કે, મારે ક્યારેય શિક્ષકની જરૂર પડી નથી ???*
*આ પૃથ્વી ઉપર ભગવાન બાદ સૌથી વધુ ચમત્કાર શિક્ષકોએ કર્યાં છે !!! આ એક શિક્ષક કુમારી સુલિવાનની તાકાત છે કે દેખવાની, સાંભળવાની, બોલવાની શક્તિ ન ધરાવનાર બાળકીને “હેલન કેલર” તરીકે જગ મશહૂર કરી. સંસારમાં માત્ર બે-પાંચ વ્યવસાય જ એવા છે કે જેમાં તમે પ્રત્યક્ષ રૂપે કોઈકની જિંદગીને સર્વોત્તમ બનાવી શકો છો. એ તમામ વ્યવસાયોમાં શિક્ષકનો વ્યવસાય સર્વશ્રેષ્ઠ છે.*
*જો કોઈને શિક્ષક ન હોવાથી કોઈ ફેર ન પડે, એમ માનવાની કલ્પના હોય તો એકવાર માત્ર પ્રયોગ માટે થઈને કોઈ ગામમાં માત્ર દસ વર્ષ માટે સ્કૂલ બંધ કરી દો. જુઓ પછી આવનાર પેઢીની દશા !!!*
*તમારી આજુબાજુ એકવાર ઝીણવટથી નજર કરીને કહો- તમારા બાળકમાં હાલ જે કંઈ સારા સંસ્કાર છે તે તેને ક્યાંથી મળ્યાં છે ? શું આ સંસ્કાર તમારા મોબાઈલ, ઈન્ટરનેટ, ટી.વી., પાડોશીઓ, મિત્રો, સગાં-વહાલાંએ આપ્યાં છે ? ભગવાન રુઠી જાય, દેવતા રુઠી જાય તો ગુરૂ તમારી રક્ષા કરે છે પણ ગુરૂ રુઠી જાય તો તમારી રક્ષા કોઈ કરી શકતું નથી.*
*એક શિક્ષકને કો’કે પુછ્યું કે, બે અને ત્રણ પાંચ જ કેમ થાય ? બે અને ત્રણ ચાર કે છ કેમ ન થાય ? શિક્ષક ગણિતજ્ઞની સાથે સાથે આધ્યાત્મિક પણ હોવો જોઈએ. શિક્ષકે સમજાવ્યું કે, ૨+૩=૫ જ કેમ થાય ? ૨+૩=૪ કે ૬ કેમ ન થાય ? કારણ કે આપણે કોઈની પાસેથી લઈએ તો ૨+૩=૫ની જગ્યાએ ૬ ન લઈ લઈએ અને કોઈને આપીએ ત્યારે ૨+૩=૪ ન આપીએ...એટલે બે અને ત્રણ પાંચ થાય !!! છે કોઈ નામાંકીત ચાર્ટડ એકાઉન્ટન્ટ પાસે આવો જવાબ .... શિષ્યની પાત્રતા અને શિક્ષકની કર્તવ્ય નિષ્ઠા ભળે છે ત્યારે-ત્યારે શ્રી કૃષ્ણ-સાંદિપની, દ્રોણ-અર્જુન, વશિષ્ઠ-શ્રીરામ, ગોખલે-ગાંધી, રમાકાંત આચરેકર-સચિન, હરિદાસ-તાનસેન, ચાણક્ય-ચંદ્રગુપ્ત મૌર્ય, રામકૃષ્ણ પરમહંસ-સ્વામી વિવેકાનંદ ઈતિહાસ સર્જે છે.*
*લોકલાડીલા અબ્દુલ કલામના શબ્દો હતાં- આ દેશને ભ્રષ્ટાચાર મુક્ત અને સુંદર મનવાળા લોકોનો દેશ ત્રણ જ વ્યક્તિ બનાવી શકે છે- માતા-પિતા અને શિક્ષક.... કોઈ સ્કૂલનું બહું મોટું નામ છે તો સમજો કે ત્યાંની બિલ્ડિંગ ફેસિલિટીના કારણે નહીં પણ ત્યાંના શિક્ષકોના કારણે તે સુવિખ્યાત છે.*
*એક સ્વરુચિ ભોજનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. તેમાં એક યુરોપીયને એમ કહીને ભારતીયોની હસી ઉડાવી કે, ભગવાન આપણને ખૂબ ચાહે છે એટલે આપણને સૌને ગોરી ચામડીના બનાવ્યાં. એક ભારતીય સમસમી ગયો. એ કાર્યક્રમમાં સ્ટેજ પર એનો બોલવાનો વારો આવ્યો. તે ભારતીયએ એક વાર્તા કહી, “ઈશ્વર એક વખત રોટલી બનાવવા બેઠા. પહેલી રોટલી બનાવી પણ તે કાચી રહી. એ સાવ ધોળી રહી. ઈશ્વર બીજી વાર ધ્યાન રાખીને રોટલી બનાવી. આ વખતે રોટલી વધારે શેકાઈ જવાથી કાળી થઈ ગઈ. બે વારના અનુભવ બાદ પ્રભુએ ખૂબ સાવચેતીથી ત્રીજી રોટલી શેકી. આ રોટલી ના કાચી રહી કે ના બળી ગઈ. તે સરસ પાકેલી અને ખાવાલાયક બની. તે ઘઉંવર્ણી હતી. પેલા યુરોપિયનને તો કાપો તો લોહી ન નીકળે એવી હાલત થઈ ગઈ. આ ભારતીય સજ્જન એ તે બીજું કોઈ નહીં પણ જેની યાદમાં આપણે “શિક્ષક દિન” ઉજવીએ છીએ તે સર્વપલ્લી રાધાકૃષ્ણન હતાં.*
*શિક્ષક મિત્રોને એક વિનંતી – ગમે ત્યાંથી સમય કાઢીને ત્રણ પુસ્તકો વાંચજો- દિવાસ્વપ્ન, તો-તો ચાન અને સમર હિલ. રાજ કૌશિકનો એક શેર છે.*
*ઉસને જરૂર કીસી સે મહોબ્બત કી હોગી,*
*ક્યૂંકી વો બાત કરતે બાર-બાર રોતા !*
*શિક્ષકો પ્રત્યે લાગણી છે એટલે કહું છું, પોતાના વ્યવસાય પ્રત્યે સજાગ રહેજો. વાંચન-મનન-ચિંતન ચાલુ રાખજો. વર્ગમાં જાઓ ત્યારે હસતાં મોંએ જજો. જે શિક્ષક વિભુના વરદાન જેવાં માસૂમ બાળકોના વર્ગમાં ખુશ રહી શકતો નથી તેને સ્વર્ગ મળે તોય દુ:ખી જ રહેશે !!! ક્લાસરૂમને ખાસ-રૂમ બનાવી બાળદેવોની સેવા કરજો. શિક્ષક એટલે પરમાત્માનો સદભાવના દૂત. જગતને પાષાણયુગથી આર્ટીફીશિયલ ઈન્ટેલિજન્ટ્સ યુગ સુધી પહોંચાડનાર એકમાત્ર વ્યવસાયકાર હોય તો તે વન એન્ડ ઓન્લી ટીચર છે !
જય શિક્ષક.*
*
જેમ પંખી નો એવોર્ડ એની પાંખ માં હોય છે,તેમ શિક્ષક નો એવોર્ડ વિદ્યાર્થીઓ ની આંખ માં હોય છે.શિક્ષણ એ ધંધો નથી પણ ધર્મ છે.આવા ધર્મ માં રોકાયેલ તમામ ગુરુજનો ને આજના શિક્ષક દિને વંદન 🙏🏻🙏🏻🌹🌹🌷🌷
*
આજે પાંચમી સપ્ટેમ્બર.. શિક્ષક દિન નિમિત્તે..🔺પાંચ.. પિરામીડ રચનાઓ ..સાદર સમર્પિત..🔺
.........................................
હું
એક
'સંસ્કૃત
અધ્યાપક'
છે 'ગર્વ' મને
'અસાધારણ' છું
કરું ઝીરો ને હીરો.!
...........................................
છે
આજે
દિવસ
અદકેરો..
કરું વ્યક્ત હું
'પૂર્ણ કૃતજ્ઞતા'
'મારા શિક્ષકો પ્રત્યે..!
...........................................
ભૈ
ગુરુ
વગર
કદી જ્ઞાન
ઉપજે નહીં
પછી ભલે વાંચો
'વેદ,પુરાણ,પોથી..!'
...........................................
હા
હું છું
શિક્ષક
નથી દીન,
હીન,લાચાર..
'છું અસાધારણ.!'
'છે પ્રલય,નિર્માણ.!'
...........................................
ભૈ..
સર..!
સાહેબ..!
ને શિક્ષક..!
ગુરુ'માસ્તર..!
પંતુજી,ટીચર..!
'સર્વેમાં સરે હેત.!'
...........................................
મારુ 'સૌભાગ્ય' છે કે હું એક શિક્ષક છું..!શિક્ષક હોવાનો મને ગર્વ છે...!
...શૈલેશ ઓઝા,કડી(વતન-મન્દ્રોપુર, તા.ખેરાલુ,જિ. મહેસાણા,ઉ.ગુજરાત)
*
પાંચ આંગળીઓ વિદ્યાર્થીની ને છઠ્ઠી આંગળી શિક્ષકની....👉
સાચા માર્ગદર્શન રૂપી છઠ્ઠી આંગળીના સંબંધની ઉજવણીનું પર્વ એટલે શિક્ષક દિન✏
*
[05/09, 06:49] +91 94268 92727: ✍🏻👏🏻✍🏻👏🏻✍🏻👏🏻✍🏻👏🏻✍🏻👏🏻✍🏻
હતા એ કોમળ હાથ
જેને વળતા જેણે શીખવ્યું
કોરી કુમળી જીહવા
જેને બોલતા જેણે શીખવ્યું
હતી ઘણી જિજ્ઞાસા મનમાં
જેને સુલઝાવતા જેણે શીખવ્યું
નાનકડાં ડગમગતા કદમ
જેને સાચા મારગે ચાલતા શીખવ્યું
હતું બાળપણ કોરી પાટી
શૂન્ય થી એકડો જેણે શીખવ્યું
ખબર ક્યાં હતી હાર-જીતની
અજેય બની જીવતા જેણે શીખવ્યું
✍🏻🍃✍🏻🍃✍🏻🍃✍🏻🍃✍🏻🍃✍🏻
*શિક્ષકદિને સર્વે શિક્ષકોના ચરણોમાં પ્રણામ*
〰️➿〰️➿〰️➿〰️➿〰️➿〰️
*જય સ્વામિનારાયણ*
🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼
[05/09, 10:32] +91 99741 57774: 🌹શિક્ષકદિનની શુભકામના🌹
👉 સાચો શિક્ષક કમાન્ડર નહીં પણ કોચ હોય છે.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
👉 ઉપદેશ નહીં, ઉદાહરણ આપે તે શિક્ષક.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
👉 પ્રભાવિત કરે તે નહીં પણ પ્રકાશિત કરે તે શિક્ષક.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
👉 શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ
- ચાણક્ય
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
👉 સાધારણ કભી શિક્ષક નહીં હોતાં.
- આધુનિક ચાણક્ય
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
👉 આજે શિક્ષક દિન છે પણ ખાનગી શાળાનો શિક્ષક "દીન" છે.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
👉 રસ્તા પર એક બેવડ વળી ગયેલાં વૃક્ષને જોઇને બાળકે પુછ્યું
" કેમ અંગુઠા પકડીને ઉભું છે? તે લેશન નહોતું કર્યું."
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
👉 એક બાળક વર્ગખંડની બહાર બેઠું હતું.
રાઉન્ડમાં નીકળેલા આચાર્યે બાળકને પુછ્યું, " બેટા કેમ બહાર બેઠો છું "
બાળકે ખુબ સરસ જવાબ આપ્યો,
" સર, અંદર તો ભણાવે છે "
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
👇
શિક્ષણમાં સુધારણા , ધ્યેય અમારું એ જ છે,
કંટકોને પણ માનીશું કે ફુલ કેરી સેજ છે.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
👇
બાળકની આંખોમાં વાવે
સપનાંની વણઝાર
શિક્ષક સાચો શાળા માટે
બની જતો શણગાર
- પાર્થ ખાચર
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
👇
શિક્ષણની કેવી ફસલ નીપજે છે,
અહીં આખી એક ગઝલ નીપજે છે,
કેટલાંય સિધ્ધાંતો અને મુલ્યો મળે,
ત્યારે એક આદર્શ શિક્ષક નીપજે છે.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
👇
ચાલો શિક્ષક કર્મને સાકાર કરીએ,
હદયથી શિક્ષકત્વનો વિસ્તાર કરીએ,
મળ્યું છે આ મોંઘેરું શિક્ષકજીવન
બાળદેવોનો સદા સાક્ષાત્કાર કરીએ.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
👉 શિક્ષક કભી સાધારણ નહીં હોતા,
ઉસકા પગાર હી "સાધારણ" હોતાં હૈ.
- ખાનગી શાળાના ચાણક્ય
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
સંકલન- પારેખ લાલજીભાઈ
જ્ઞાનમંદિર વિદ્યાપીઠ તરઘરા (બોટાદ)
૯૯૭૪૧ ૫૭૭૭૪
[05/09, 06:49] +91 94268 92727: ✍🏻👏🏻✍🏻👏🏻✍🏻👏🏻✍🏻👏🏻✍🏻👏🏻✍🏻
હતા એ કોમળ હાથ
જેને વળતા જેણે શીખવ્યું
કોરી કુમળી જીહવા
જેને બોલતા જેણે શીખવ્યું
હતી ઘણી જિજ્ઞાસા મનમાં
જેને સુલઝાવતા જેણે શીખવ્યું
નાનકડાં ડગમગતા કદમ
જેને સાચા મારગે ચાલતા શીખવ્યું
હતું બાળપણ કોરી પાટી
શૂન્ય થી એકડો જેણે શીખવ્યું
ખબર ક્યાં હતી હાર-જીતની
અજેય બની જીવતા જેણે શીખવ્યું
✍🏻🍃✍🏻🍃✍🏻🍃✍🏻🍃✍🏻🍃✍🏻
*શિક્ષકદિને સર્વે શિક્ષકોના ચરણોમાં પ્રણામ*
〰️➿〰️➿〰️➿〰️➿〰️➿〰️
*જય સ્વામિનારાયણ*
🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼
[05/09, 11:11] +91 98246 01443: Remembering some words of my Teachers.
૧) આ કંઈ તારા બાપા નો બગીચો છે?
૨) ટાંચણી પડે તોય સંભળાય એટલી શાંતિ જોઈએ.
૩) હ્રશ્વ અને દિર્ઘમાં સમજ નથી પડતી?
૪) પ અને ય માં ફરક નથી દેખાતો?
૫) જેટલા છે એટલાં બધા સ સરખા?
૬) ઇ કયો પાછળ અવાજ કરે છે.ઉભો થાય જોય...
૭) કાલ તારા વાલીને લઈને આવજે નહીંતર બેસવા નહી દઉ.
૮) જે દિ' આ ભણાવું છું એનો ઉપયોગ કરવાનો આવશે તે દિવસે હું બઉ યાદ આવીશ.
૯ ) આંય ભનવા આવો છ કે બાપાના પૈસા બગારવા....... લેસન ની કરી લાવે તેને પ્રિન્સીપાલ પાસે લઈ જવસ..... (પારસી ટીચર 😃)
૧૦) તું રોજ લેશન ની નોટ જ કેમ ભૂલી જા - કાલે નોટ વગર કલાસ માં આવતો નય.
૧૧) એઈ વ્યાસ... ક્લાસમાં આંબલી ને બોર ખાવા આવો છો???
૧૨) એય કલાકાર... સખણો બેસ.
૧૩) ડીસીપ્લીન જેવું કાંઈ છે જ નઈ ને.
૧૪) બળદિયા જેવો છે સાવ.
૧૫) પડી ખબર ?
૧૬) બાપા ના પૈસા બગાડે રાખો.
૧૭) નોટ ગૂમ થઈ ગઈ ? તુ કેમ ગૂમ ના થયો?
૧૮) ......
*તમને યાદ હોય એ ઉમેરતાં જાવ.*☺️🤔🍁🍂
*Happy Teachers Day*❤
[05/09, 16:59] +91 99787 35736: 🔰
પોતે જીવનભર
પગારદાર
રહીને
લાયક વિદ્યાર્થીને
છેક પગાર દાતાની
કક્ષાએ પહોંચાડે છે
શિક્ષક ......!
🔰
-- ખ્વાબ.
[05/09, 08:10] +91 99136 88543: આજનો શિક્ષકદિન અધૂરો એટલે લાગે છે કે શિક્ષકોને પૂર્ણતાનો પરિચય કરાવનાર અમારા વિદ્યાર્થીઓ આજે અમારી સ્કૂલમાં નથી...... સ્કૂલમાં પગ મૂકીએ ને દોડતા આવે કે પહેલા good મોર્નિંગ કોણ કહીદે છે એ વાત માટે રોજ હરીફાઈ કરે , પ્રાર્થનાસભા, હાજરી અને પછી ક્રમસઃ શરૂ થતા 8 પિરિયડ, ને તે દરમિયાન તેઓનો શોર બકોર, સ્કૂલ માં થતી ચહલ પહલ.. બદલાતા તાસ ની વચ્ચે વાતું કરવાનો એક પણ અવસર ના ચુકતા તેઓ, અમારી વઢ ખાતા ને પછી વ્હાલા લાગતા તેઓ , કંથસ્થીકરણ માં ગાતી વખતે આખો વર્ગ ગજવી નાખતા તેઓ.. .. કોણ જાણે ક્યાં ખોવાઈ ગયા... આ કોરોના એ તો અમનેય શિક્ષક માંથી ટેલિફોનઓપરેટર બનાવી નાખ્યા હોય તેવું લાગવા માંડ્યું છે, જોકે સારુ છે તમને મળવાનું એ એક્માત્ર માધ્યમ છે, મોબાઇલ અને ટીવી ના ઉપયોગની હમેશા તમને ના પાડતા આજે એજ આપણી શિક્ષણપ્રક્રિયા ના માધ્યમ બની ગયા છે,,, સાચું કે જે મારાં વ્હાલા વિદ્યાર્થી! તને વર્ગખંડ શિક્ષણ જેવું મોબાઇલ માં ફાવે છે કે???? મને તો તું સામે હોય ને, મારામાં એકરૂપ બની આપણી વચ્ચે તાદાત્મ્ય સધાય ને વિષય વસ્તુ ની સમજ મેળવતા દુનિયાની સફર કરી આવવા નો અહેસાસ થાય, 35 મિનિટ સાર્થક કરવાનો ઉમંગ લઇ હું વર્ગખંડ માંથી નીકળું ત્યારે સ્વર્ગ માંથી નીકળવાની અનુભૂતિ થાય..... ત્યારે મેં ભણાવ્યું હોય એવું લાગે.... આ ઓનલાઇન શિક્ષણ અધૂરું અધૂરું લાગે છે.... આ કોરોનાએ પહેલા લોકડાઉન કરાવ્યા, ધીરે ધીરે અનલૉક ની પરિસ્થિતિ આવી જ્યાં બધું ખુલવા લાગ્યું ફક્ત ના ખુલી આપણી શાળાઓ... અમે એ શાળાઓમાં જઈએ છીએ... પણ જાણે લોકડાઉન થઇ ગયા હોઈએ એવું લાગે છે, કારણ કે તમારો પગરવ ત્યાં નથી, કિલ્લોલ, કોલાહલ, ના બદલે સાવ નિરવ શાંતિ !!!! ઘંટ ના ટકોરે ચાલતા અમે ઘંટ વાગવાનો અવાજ પણ ભૂલી ગયા છીએ.... હે ઈશ્વર! પરિસ્થિતિ પૂર્વવત થાય,.. સુની શાળાઓ ના આંગણા ગાજતા થાય, કોરોના નો કહેર મટે ત્યારે અમે શિક્ષકદિન ઉજવીશુ.... ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને નતમસ્તક પ્રણામ પણ દર વર્ષ જેવો ઉમંગ આ વર્ષે ક્યાંથી લાવવો?????
ડૉ. પૂજા આર. કેવડિયા
સી. કે. એમ. કન્યા વિદ્યાલય -મુન્દ્રા
[05/09, 17:57] +91 98210 49267: અંગુઠા અમને પગના પકડાવ્યા
ને ઉપર મુકી ફુટ,
ધ્યાન ક્લાસની બહાર ગયુ
ત્યા તો છુટુ વાગ્યુ બુટ,
મા સમાન દરજ્જો દીધો
એટલે કહેવાયા મા-સ્તર,
ધમકાવી-પટાવીને ઉતાર્યુ
અમારુ અજ્ઞાનનુ અસ્તર,
પંતૂજી તોયે છે પ્રિય પ્રણેતા પ્રારબ્ધ ના પરિચાલક,
શત સલામ એ શિક્ષકોને જે સાક્ષર સમાજ પ્રચાલક.
*વિદ્યાભિજ્ઞ વિભૂતિઓને વંદન.*
Comments
Post a Comment