"બોલ.. બીજું શું ચાલે?" ---"બસ જો ને આ પરવાર્યા..આજે તો દાળ-ઢોકળી કરી 'તી તે વાસણે ય ઓછા જ હતાં.. ને તારા ભાભી તો તું જાણે જ છે,કેટલી ઉતાવળી છે તે...એ તો વહેલાં વહેલાં જ જમવા બેસી ગઈ,એને ભૂખ લાગે એટલે તો મારે એને બેસાડી જ દેવી પડે,એનાથી જરાય ભૂખ્યું ના રે'વાય, ને છોકરાઓ પણ થોડી હા ..ના..કરતાં બેસી ગ્યા તે હારુ થયું,વહેલાં પરવાર્યા..!!" ..."--લે,એટલે તેં ફોન કર્યો એમ કહે ને! મારે તો આજે હજી વાસણે ય બાકી છે..આ તો તારો ફોન જોયો તે ઉપાડ્યો, બાકી મરવાનીય હાચું કહું તો અત્યારે ફુરસદ નથી મને!..આ મોબાઇલ બી કાને દબાઈ ને રોટલી જ વણું છું. આજે તો તમારા ભાભી કહે,'બહુ દિવસ થી બે-પડી નથી બનાઇ,મને બહુ મન થાયછે,'-તે બે-પડી બનાવું છું,ને થોડી કેરી પડી છે તે રસ કાઢીશ હમણાં, આજે તો મારે બે -અઢી વાગી જશે ભૈ સાબ આ વાસણ કરતાં કરતાં.. એટલું વળી સારુ છે કે કચરા-પોતા પતાવી દીધા છે આજે, -જો કે ,જૂઠું નહિ બોલું હોં, થોડી આ તમારા ભાભીએ ડ્રોઈંગરૂમને ઝાટક ઝુટક માં મદદ કરી તે વહેલું પત્યું...ક્યારેક એમનાં દિલમાં આમ જ રામ વસે ને મદદ કરવાનું સુઝે છે તે સારું જ છે.....