લૉક ડાઉન ખૂલે તો...

*૩/૫/૨૦ પછી કેટલીક કડવી વાસ્તવિકતાઓ.*

હવે આપની તથા આપના કુટુંબની જવાબદારી આપની છે.
*આપ કા સમય શુરૂ હોતા હૈ અબ !*
આફત બહાર હતી, એ હવે માથાં પર ઝળૂ઼ંબશે,
જિંદગી હવે પહેલાં જેવી હરગીઝ નથી રહેવાની !

હવે વાંચશો તેમાં કોઈ વાત સુગર કોટેડ શૈલીમાં કે આશ્વાસનના ટૉનમાં નથી એટલે કોરોનાની જેમ પોતાના જોખમે આગળ વધવું. આમપણ લોકડાઉનની પૂર્ણાહુતિ સાથે શિખામણ કે અવેરનેશ વધારવાના હોમવર્કનો પિરીયડ હવે પૂરો થયો છે. સલામતિનું સરકારે પહેરાવી રાખેલું (ઘરમાં જ રહેવાની લક્ષ્મણરેખા) બખ્તર હવે સ્વૈચ્છિક છે અને તમે હવે લૉકડાઉનની
સાંકળથી મુક્ત છો !

આ વાત અસ્સલ એવી છે કે તમે જંગલમાં નીકળી પડ્યાં છો અને રાનીપશુઓથી જાન બચાવવાની જવાબદારી હવે તમારે, જાતે/પોતે જ લેવાની છે. સહી સલામત ઘેર આવો એ જ પૂરતું નથી, કોઈ માણસખાઉં પગેરું પકડીને ઘર સુધી ન આવી જાય, તેની સાવધાની પણ આપ શ્રીમાને જ રાખવાની છે !!!

યસ, ઇમ્તિહાનની ક્ષણો લોકડાઉન હટવાની સાથે જ શરૂ થઇ જવાની છે અને

*લખી રાખો કે...
*લખી રાખો કે...
*લખી રાખો કે...

*ર૫ માર્ચ, ર૦૨૦ પહેલાં જીવેલા એ લાઇફ હવે પૂરી થઈ ગઈ છે. હાલ પૂરતો તો એ આપણાં બધાનો એક એવો શાનદાર ભુતકાળ છે, જે આપણે હવે જીવી શકવાના નથી, નથી અને નથી જ.*

 ત્રીજી મે,૨૦૨૦ પછી (અગડમ લોકોને બાદ કરો તો) આપણે બધાએ હવે નવી રીતે જીવવા માટે ફરજિયાત લાચાર બનવાનું છે.

*ગમે કે ન ગમે, પણ આ જ હવે સત્ય છે !*

*- તો દિલ મજબૂત કરીને એકડ એક કે પા પા પગલીની જેમ હવે જીવવાની છે, એ જિંદગી (કે લાઇફ સ્ટાઇલ)ને સમજી લો, વાત ઘરમાં જ રહેતાં મેમ્બરો થી જ કરીએ :*

▪️હવે બચ્ચાંઓને શેરી મહૌલ્લા કે સોસાયટીના પ્લે એરિયામાં બેધડક રમવા નહીં મોકલી શકાય !

▪️ધરના વડિલો કે ભાભીનણંદો સાંજે ઓટલે બેસીને નિરાંતે ગામની ' ચોવટ કે પંચાત કે કોરોના ની ચિંતા' નહીં કરી શકે !

▪️આયા કે ઘાટીને ઘરકામ માટે ફરી બોલાવી લેવાનો અર્થ પણ નથી કારણકે... પરિસ્થિતિ હજુ એવી જ છે !
🙏🏼ગમે તેની પાસેથી શાકભાજી કે ફળફળાદિ ખરીદવું અથવા તો ગમે તે ફેરિયા પાસેથી કોઇપણ જાતની ખરીદી કરવી તે પણ જોખમ ભર્યું જ છે ગમે ત્યાં ઓર્ડર આપી અને ઘરે ફૂડ ડિલિવરી કરાવું અથવા તો ગમે તે  પાર્સલ પોતાના ઘરે મંગાવું તે પણ એક જોખમ ભર્યું જ છે ટૂંકમાં અજાણ્યા કોઇ પણ વ્યક્તિ પાસેથી કોઇપણ વસ્તુઓ લેવી અથવા તો મંગાવી કે ખરીદવી એ પૂરેપૂરું કોરોના નું જોખમ છે
▪️હા, થિયેટર કે મલ્ટી પ્લેક્સ પણ ભૂલી જાવ કારણકે... જ્યાં પ્લેનમાં ત્રણ સીટ વચ્ચે એક પેસેન્જર બેસવાનો હોય ત્યાં આ તાયફો થશે નહીં, કરાય પણ નહીં !

▪️નેચરલી, હોટેલ, રેસ્ટોરાં કે ફૂડ આઉટલેટ વગર જ ચલાવવાનું છે, કારણ કોરોના ગમે ત્યાંથી તમારી પ્લેટ કે સીટ કે ટેબલ પર આવી શકે છે !

▪️હવે કામ પુરુ કરીને ઘેર જ આવવાનું છે કારણકે,
- મિત્ર કે દૂરના સગા પણ ઇચ્છતાં નથી કે તમે ટહૂકો કરીને તેના માળામાં પ્રવેશો !
- તમારાથી મોટી ગજાની વ્યકિત માટે હવે તમે માત્ર 'કારણ વગરનું જોખમ' જ છો !
- ચાની કીટલી કે પાનના ગલ્લે તમે તમારા નહીં, પણ ભાભી/બચ્ચાં/માતા-પિતા/બહેનના જોખમે પણ ઊભા રહી શકો તેમ નથી.
- ટૂંકમાં, તમારી જેમ બીજા વિચારે છે કે - કોઇને કારણ વગર મળવું નથી !

▪️સૌથી ગંભીર વાત તો એ છે કે હવે કલાકોમાં થતી પથરી કે પાઇલ્સની સર્જરી હોય કે બીજી સામાન્ય માંદગી હોય, હોસ્પિટલમાં ઍડમિટ થયા એટલે 'કોરોના પેશન્ટ'ની જેમ જ ટ્રીટ થવાના કારણકે, હોસ્પિટલ હવે (પહેલાંની જેમ) મુલાકાતીઓ માટે ઑપન રાખવામાં નહીં આવે !

▪️ફરવા/હરવા પર પણ પૂર્ણ વિરામ છે.હા, વાડી/ફાર્મ/લિંક ઍન્ડ વિલા હોય તો વાત જુદી છે, જોકે ત્યાં પણ ઘેર હતા - એ જ મેમ્બર ના થોડા ચહેરા જોવાના રહેશે !

▪️સતત બહાર રહીને આવો ત્યારે સૌથી પહેલાં તો તમારો શુદ્ધિ સંસ્કાર બાથરૂમમાં જઈને કરવો પડશે અને બહારગામ જઇને આવ્યાં હોય તો માત્ર પરમકૃપાળુ પરમાત્માની મહેરબાની હોવી જોઇશે, તમારા અને તમારા ફેમિલી પર !

*▪️હવે પાર્ટી / સેરેમની / ગેટ ટૂ ગેધર / દાવત / પ્રાર્થના સભા / સમારોહ જેવા અનુભવો ભૂતકાળના સુખદ સંભારણા છે. આ શબ્દો હવે ડિક્ષનેરીની શોભા વધારે એ જ ઉચિત છે !*

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...