દીકરી એટલે દીકરી...

એક વખત જરૂર વાંચજો થોડો સમય કાઢી ને...

એક શાળા માં એક નવી 30 32 વરસ ની એક શિક્ષિકા ની ભરતી થઇ.. એ શાળા girls school હતી.. એ શિક્ષિકા દેખાવ માં અતિ સુંદર હતી પણ એને હજી સુધી લગ્ન નોહતા કર્યા..
બધી છોકરીઓ એની આજુ બાજુ ઘૂમ્યા કરતી.. અને પ્રશ્ન કરતી કે
" મેડમ તમે હજી સુધી લગ્ન કેમ નથી કર્યા તમે તો એટલા સુંદર છો કે તમને તો ગમે તે હા પાડી દે .
શિક્ષિકા એક વાત કહે છે બધાને...
એક સ્ત્રી ને 5 દીકરીઓ હતી.. પણ એક પણ દીકરો ન હતો.. એટલે એ સ્ત્રી નો પતિ નારાજ હતો એનાથી..
એ સ્ત્રી ફરી પ્રેગ્નેન્ટ થઇ ને એટલે એના પતિ એ કહ્યું કે જો આ બાળક પણ છોકરી જ હશે ને તો એને હું બહાર રસ્તા માં છોડી આવીશ એનો સ્વીકાર નહિ કરું હું ..
પણ ભગવાન ની ઈચ્છા હોય એ જ થાય છે.. એ સ્ત્રી ને ફરી છોકરી જ આવી.. એટલે એના પતિ એ છોકરી ને ગામ માં થોડે દૂર રસ્તા ના ચોક માં મૂકી આવ્યો... એ સ્ત્રી આખી રાત એ છોકરી ની સલામતી માટે પ્રાથના કરતી રહી...
સવારે એના પતિ ત્યાં ચોક પર જાય છે તો તે છોકરી ત્યાં ને ત્યાં જ હતી કોઈ લઇ નોહ્તું ગયું...એટલે ફરી એ ઘરે લઇ આવ્યો એને..
આવું 4 5 દિવસ કર્યું એણે પણ કોઈ એ છોકરી ને લઇ ન જતું .. ને હવે એ ભાઈ પણ થાકી ગયા તા એટલે ભગવાન ની મરજી સમજી એ છોકરી ને રાખી લે છે...
થોડો સમય જતા એ સ્ત્રી ફરી પ્રેગ્નેન્ટ થઇ આ વખતે એને દીકરો આવ્યો પણ એના આવ્યા પછી એની દીકરી માંથી એક દીકરી મરી જાય છે...
એ પછી એ સ્ત્રી ને બીજા 3 દીકરા આવ્યા પણ દરેક વખતે એક એક દીકરી મરતી જતી .. હવે એ સ્ત્રી ને 4 દીકરા તો આવ્યા પણ દિકરી એક જ રહી..અને એ પણ એ જ કે જેને એ ભાઈ રસ્તા પર છોડી આવ્યા હતા જેને એ સ્વીકારવા નોહતા માંગતા..
થોડા સમય માં એ સ્ત્રી આ દુનિયા છોડી જતી રહી એટલે એક દીકરી ને 4 દિકરા એકલા થઇ ગયા... ને એ ભાઈ એ બધા ની દેખભાળ રાખતા ધીરે ધીરે બધા મોટા થઇ ગયા...
પછી એ શિક્ષિકા કહે છે કે
" તમને ખબર છે કે એ છોકરી કોણ હતી જે બચી ગઈ હતી..
એ હું.  ને મેં એટલે લગ્ન નથી કર્યા કેમ કે મારા પિતા હવે વૃદ્ધ થઇ ગયા છે ને એ જરા પણ કામ નથી કરી શકતા.. એટલે મારી કમાણી ઉપર જ અમારું ઘર ચાલે છે ને હું મારા પપ્પા ની દેખભાળ રાખી શકું છું..  કેમ કે મારા ભાઈઓ પાસે પપ્પા પાસે આવવાનો સમય નથી. . છોડી ને જતા રહ્યા છે એ બધા...
અને. પપ્પા હવે દુઃખી થઇ ને કહે છે જે દીકરા મેળવવા મેં તને આટલી તકલીફ આપી એ વિચારી ને હું શર્મિન્દગી અનુભવું છું.....

દીકરી એ દિકરી છે એની તોલે કોઈ ન આવી શકે.  દીકરો કદાચ મા બાપ ને છોડી દેશે પણ દીકરી આખરી દમ સુધી મા બાપ નો સાથ નહીં છોડે...

2.
એક પુરૂષને કોણ બદલી શકે? એની મા? એની પત્ની? એની દોસ્ત? એની બહેન? 
આમાંથી કોઇ જ નહીં....પુરૂષને ધરમૂળથી એની દિકરી જ બદલી શકે...! 

દિકરીનો પિતા રૂનાં ઢગલા જેવો હોય છે...એ વાતે વાતે હાલી જાય છે...પોતે પરણ્યો ત્યારે પત્નીને એણે જ કહેલું, “મમ્મીને ઘરકામમાં મદદ કરજે !” હવે સાસરે ગયેલી દિકરીને સાસરામાં કામ કરતી જોઇ એ હાલી જાય છે ! પત્ની પાસે એ બધું જ હાથમાં માંગતો હતો-હવે જમાઇને જોઇને વિચારે છે, “એને હાથ નથી?!” 

આ એડવર્ટાઇઝમેન્ટ દરેક પિતાએ જોવી જોઇએ. ઘર-ઘર રમતી દિકરીને એણે ક્યારેય એવું સમજાવ્યું ન્હોતું કે-ઘરકામ પતિ-પત્ની બંનેની જવાબદારી હોય...આ એડવર્ટાઇઝમેન્ટનો પિતા એની દિકરીને સોરી કહે છે-કહે છે, મેં તને ઘર-ઘર રમતા અટકાવી નહીં એનાં માટે સોરી....હું પણ તો ક્યાં તારી મમ્મીને ઘરકામમાં મદદ કરતો હતો...તેં જે જોયું એ જ તું શીખી... તારો પતિ જ્યારે નાનો હશે ત્યારે ઘર-ઘર રમતા રમતા એ પેપર વાંચવાની કે ટીવી જોવાની એક્ટિંગ કરતો હશે...એનાં પિતા તરફથી પણ સોરી...

ઘર તો સ્ત્રી જ સાચવે, કપડાની ગડી તો સ્ત્રીએ જ કરવાની, ચા તો સ્ત્રી જ મૂકે, વોશિંગ મશીન તો સ્ત્રી જ ચલાવે, વહેલી તો સ્ત્રી જ ઉઠે...પતિ આવા નિયમો બનાવે છે અને પિતા આ નિયમોને તોડવા ખાલી હવામાં હાથ વીંઝતો રહે છે...!! 

-એષા દાદાવાળા

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...