કોરોનાથી સાવધાન...

જાહેરનામું : #આણંદ જિલ્લામાં કોરોનાના ઝડપી સંક્રમણને ધ્યાને લઈ કન્ટેઈનમેન્ટ એરિયા જાહેર કરાયા.

#OurAnandNews

#OurGujaratNews

આણંદ : હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસ COVID-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. જે બાબતે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા સમાયાંતરે કોરોના વાયરસ COVID-19ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે.

જિલ્લામાં ઉમરેઠ, ખંભાત, આંકલાવ, પેટલાદ, કરસમદ, વિદ્યાનગર રોડ, ચિખોદરા, જીટોડીયા, હાડગુડ, ગામડી, આણંદ શહેરમાં કેટલાક વિસ્તારોને નિયંત્રિત વિસ્તાર જાહેર કરી નિયમોનો અમલ કરવામાં આવી રહ્યો છે…
જે અનુસંધાને કોરોના વાયરસ COVID-19 ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારૂ આમુખ- (ર) ની વિગતે જાહેરનામાથી સુચના બહાર પાડવામાં આવેલછે. વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે લોકોની અવર જવર ઉપર ), જિલ્લા મેજિસ્ટ્રેટ, આણંદ શ્રી આર.જી.ગોહીલે ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ- ૧૯૭૩ની કલમ- ૧૪૪, ધી ગુજરાત એપેડેમીકડિસીઝ એકટ ૧૮૯૭ની કલમ-ર અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ની કલમ૩૦ તથા ૩ ૪ હેઠળ  પ્રતિબંધ ફરમાવ્યો છે.

👉તદ્દનુસાર નીચે જણાવેલ વિસ્તારો Covid -19 ના Containment Area (નિયંત્રિત વિસ્તાર) તરીકે જાહેર કરવામાં આવે છે. ઉમરેઠ નગરપાલિકા વિસ્તારમાં આવેલ મોચીવાડ વિસ્તાર,  ખંભાત નગરપાલિકા વિસ્તારમાં આવેલ નાનો કુંભારવાડો, વાડાપોળ, આબાખાડ,પીરજપુર,રામનગર, આંકલાવ તાલુકા અંતર્ગત અંબાવ ગ્રામ પંચાયત હદમાં આવેલ વિસ્તાર સતકેવલ મંદિરવાળુ ફળીયુ , પેટલાદ તાલુકા અંતર્ગત ચાંગા ગ્રામ પંચાયત હદમાં આવેલ જનતા કોલોની વિસ્તાર, કરમસદ નગરપાલિકા હદ વિસ્તારમાં રેમ્બોપાર્ક પાછળ, કરમસદ-વિદ્યાનગર રોડ પરઆવેલ નંદનવન સોસાયટી, આણંદ (ગ્રામ્ય) તાલુકા અંતર્ગત:(૧) ચિખોદરા ગ્રામ પંચાયત હદમાં આવેલ પારસમણી બંગલો (૨) જીટોડીયા ગ્રામ પંચાયત હદમાં આવેલ આદીનાથ બંગ્લોઝ (૩) હાડગુડ ગ્રામ પંચાયત હદમાં આવેલ બસેરા સોસાયટી વિસ્તાર (૪) ગામડી ગ્રામ પંચાયત હદમાં આવેલ રોયલ સીટી  ,આણંદ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ ઉમરીનગર, ભંગારવાળી ગલી,પેરામાઉન્ટ સોસાયટી, માનીયાની ખાડ, બાગે-અમર સોસાયટી, રહીમનગર, ઇકબાલ કોલોની, અમરદીપ સોસાયટી, પેરેડાઇઝ સોસાયટી, રીલીફ ટાઉનશીપ, શાહિલપાર્ક,પેરામાઉન્ટ સોસાયટી પાછળની ગલી, શાલીમાર સોસાયટી, સાહિલ પાર્ક,ઇસ્માઇલનગર, તૈયબા રેસીડેન્સી, સાહિમા પાર્ક, પોલીસ લાઇન, ૧૧ હરિઓમ પાર્ક-૧, હિમાલીયા હાઇટ્સ, વ્રજધામ સોસાયટી-૮૦ ફુટ રોડ, ચિનાર ગુનાર, બગદાદનગર ઉકત વિસ્તાર માટે નીચે મુજબની અમલવારી કરવાની રહેશે.આ વિસ્તારના એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ પર થર્મલ સ્ક્રીનીંગ કરવાનું રહેશે.

આ વિસ્તારને આવરી લેતા મુખ્ય માર્ગો પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે.(3)આ વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓ સવારના ૭:૦૦ કલાકથી સાંજના ૭:૦૦ કલાક સુધી જ ચાલુ રાખી શકાશે.આ હુકમ તા.૦૨/૦૭/૨૦૨૦ થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.સરકારી ફરજ પરની વ્યક્તિઓ ફરજના ભાગરૂપે અવર-જવર કરી શકાશે. આ જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટએક્ટની કલમ-૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ ની જોગવાઈ મુજબશિક્ષાને પાત્ર થશે.

તદ્દઅનુસાર આર.જી.ગોહિલ, (આઈ.એ.એસ), જિલ્લા મેજિસ્ટ્રેટ, આણંદે ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ- ૧૯૭૩ ની કલમ- ૧૪૪, ધી ગુજરાત એપેડેમીકડિસીઝ એકટ ૧૮૯૭ની કલમ-ર અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ની કલમ 30 તથા ૩૪ હેઠળ સંદર્ભ-૧વાળા જાહેરનામાથી આણંદ (ગ્રામ્ય) તાલુકા અંતર્ગત આવેલ ત્રણોલ ગ્રામ પંચાયતનો દુધ મંડળી સામેનો લાલપુરા વિસ્તાર અને સોજીત્રા નગરપાલિકાહદમાં આવેલ વણકરવાસ વિસ્તાર (૨) સંદર્ભ-૨વાળા જાહેરનામાથી ખંભાત નગરપાલિકાહદમાં આવેલ કડીયાપોળ, કોઠીપાડો, નાકારાતની પોળ, રાવળીયાવાડ, પીઠનો સુથારવાડોના વિસ્તારોને Covid -19 ના Containment Area (નિયંત્રિત વિસ્તાર) પ્રસિધ્ધ કરવામાં આવેલ તે વિસ્તારોને આ જાહેરનામાથી Covid -19 ના Containment Area (નિયંત્રિત વિસ્તાર)માંથી મુક્ત કરેલ છે.


આજની અપડેટ...

ચેતી જઈ એ!!!!

આજે વધુ ૧૧ કોરોના કેસ નોંધાયા છે. આણંદ, વિદ્યાનગર અને સામરખામાં આજે વધુ પાંચ કેસ નોંધાયા છે. જેમાં દક્ષાબેન રમણભાઈ પટેલ ઉ.વ. ૬૨ રહે. સતકૈવલધામ સોસાયટી આણંદ-વિદ્યાનગર રોડ આણંદ, રામાભાઈ બકુરભાઈ પટેલ ઉ.વ. ૭૦ રહે. સતકૈવલ સોસાયટી આણંદ-વિદ્યાનગર રોડ આણંદ, ભારતીબેન અરવિંદભાઈ પટેલ ઉ.વ. ૬૫ રહે. ફ્રેન્સ કોલોની ગ્રીડની પાછળ આણંદ, ક્લેરાબેન ફીલીપભાઈ મેકવાન ઉ.વ. ૬૫ રહે. રાજગૃહપાર્ક બજરંગ સોસાયટી પાસે વિદ્યાનગર, મંજુલાબેન ગોરધનભાઈ પરમાર ઉ.વ. ૬૦ રહે. જુની પાણીની ટાંકી પાસે સામરખા તા. આણંદ, મયુદ્દીન ફકરુદ્દીન મલેક ઉ.વ. ૬૫ રહે. સરગમ સોસાયટી ભાલેજ રોડ આણંદ, નવીનભાઈ શીવાભાઈ પટેલ ઉ.વ. ૬૫ રહે. ઝંડાકુઈ માણેજ તા. પેટલાદ, ઉસ્માનભાઈ ઈબ્રાહીમભાઈ વ્હોરા ઉ.વ. ૭૨ રહે. અખંડાનંદ સોસાયટી બોરસદ, બીપીનભાઈ ભરતભાઈ પટેલ ઉ.વ. ૫૨ રહે. સાર્વજનિક હોÂસ્પટલ પાસે કાવીઠા તા. બોરસદ, હર્ષદભાઈ મગનભાઈ પટેલ ઉ.વ. ૫૯ રહે. મોરડ તા. પેટલાદ, શીલાબેન સી. મહેતા રહે. ગોરવાળી ફળી દુધની ડેરી પાસે પચેગામ તા. તારાપુર સહિત ૧૧ જણાના કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે.

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...