લસણની ઉપયોગીતા...

હૃદયરોગ,તાવ,કબજીયાત, અરુચી, ઉધરસ, સોજો, કોઢ, કૃમિ, શ્વાસ અને કફ માટે નું અકસીર લસણ એક ઉત્તમ ખાદ્યપદાર્થ પ્રસિદ્ધ રસાયણ છે.પ્રાચીનકાળથી ભારતમાં લસણનો ખાવામાં અને ઔષધમાં ઉપયોગ થતો આવ્યો છે.લસણના બી થતા નથી ભાદરવા કે આસો માસમાં તેની કળીઓ રોપીને જ તેનું વાવેતર કરવામાં આવે છે. રેતાળ કે સારા નિતારવાળી જમીન લસણના પાકને વધુ અનુકૂળ આવે છે.

આરોગ્ય માટે લસણ અતિ ગુણકારી હોવાથી આપણા પ્રાચીન આચાર્યોએ તેને અમૃત સમાન ગણેલ છે.વાઘ ભટ્ટ લસણ ની ઉપયોગીતા સમજાવતા કહે છે કે…

‘विघते वायो न द्रव्य लशुनात्परमा’

વાયુરોગ પર લસણ કરતા બીજી કોઈ સારી ઔષધિ નથી. લસણમાં વાયુનો નાશ કરવાની શક્તિ છે.

દર શિયાળાની ઋતુમાં જો વિધિપૂર્વક લસણનું સેવન કરવામાં આવે તો મનુષ્ય નીરોગી, તેજસ્વી અને બળવાન બની દીર્ઘ આયુષ્ય ભોગવે છે.લસણ ઉત્તમ રસાયણ છે. એ બુદ્ધિ, આયુષ્ય, વીર્ય અને પુરુષત્વવર્ધક છે, તેથી શિયાળામાં અને ચોમાસામાં તેનો ખાસ ઉપયોગ કરવો જોઈએ.

દુબળા માણસને આસંધના ચૂર્ણ સાથે, સ્વરભેદવાળાએ જેઠીમધ સાથે, ગળાના દર્દીને તલના તેલ સાથે, કોઢ વાળાએ ખેરની છાલ સાથે,ક્ષયના રોગીએ ઘી અને દૂધ સાથે, અર્શના રોગીએ કડાછાલ સાથે, ઉદર કૃમિ વાળાએ વાવડિંગના ચૂર્ણ સાથે, અને ઉધરસ તથા શ્વાસના રોગીએ ત્રિફળાના ચૂર્ણ સાથે લસણનું સેવન કરવું વધારે હિતાવહ છે.

વિટામિનોની ખામીને લીધે જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ ગઈ હોય તેમના માટે લસણ નો ઉપયોગ અત્યંત હિતકારી છે.

લસણ પોષ્ટિક, વીર્યને વધારનાર, સ્નિગ્ધ, ગરમ, પાચન કરનાર, ઝાડો ઉતારનાર, રસમાં અને પાકમાં તીખું, તીક્ષ્ણ તથા મધુર ગણાય છે.એ ભાંગેલા ને સાધનાર, કંઠને હિતકારી, ભારે, પિત્ત તથા લોહીને વધારનાર, બળ આપનાર, શરીરનો રંગ સુધારનાર, બુદ્ધિ અને નેત્રને હિતકારી તથા રસાયણ છે.વળી એ હૃદયરોગ, જીર્ણજ્વર, પડખાનું શુળ, ઝાડા કબજીયાત, અરુચી, ઉધરસ, સોજો, કોઢ, કૃમિ, વાયુ, શ્વાસ અને કફને મટાડે છે.

લસણ ક્યાં રોગ માં દવા તરીકે કઈ રીતે લઈ શકાય ?
લસણ, કોથમીર, આદુ, ધોળી દ્રાક્ષ, ખાંડ અને સિંધવ ની ચટણી કરીને ખાવાથી અરુચિ મટે છે તથા ખોરાકનું પાચન થાય છે.
લસણ અને તુલસીનો રસ અડધો-અડધો તોલો લઈ તેમાં સૂંઠનું ચૂર્ણ બે માસા અને મરીનું ચૂર્ણ એક મસો મેળવી, અડધો શેર ગાયના દૂધ સાથે સવાર-સાંજ પીવાથી થોડા જ દિવસમાં શરદીમાં આશ્ચર્યજનક ફાયદો કરે છે. શરદીનો આ રામબાણ ઉપાય છે.
લસણનો રસ ૧ તોલો, વાવડીંગનું ચુર્ણ ત્રણ માસા, આદુનો રસ અડધો તોલો અને સિંધવ એક મસો લઈ એક મહિના સુધી ગરમ પાણી સાથે પીવાથી શરદી દમ અને શ્વાસના રોગીઓને ફાયદો કરે છે.
લસણની એક થી દોઢ તોલા જેટલી કળીઓ દૂધમાં પકવી, ગાળી એ દૂધ પીવડાવવાથી બાળકોની કાળી ખાંસી મટે છે.
ત્રણ માસા લસણને પીસી, તેમાં છ માસા તલનું તેલ કે ઘી અને સિંધવ મેળવી, સવારે ખાવાથી વિષમજવર, વાતકફદાહજ્વર અને સર્વે પ્રકારના વાતવ્યાધિ દૂર થાય છે.
લસણ ખાંડ અને સિંધવ સરખે ભાગે મેળવી,ચાટણ કરી, તેમાં બમણું થીજેલું ઘી મેળવીને ચાટવાથી મંદાગ્નિ, અજીર્ણ, આફરો, ઉદરશૂળ, ઉધરસ-ખાંસી, ઇન્ફ્લુએન્ઝા, સંધિવા વગેરે રોગો મટે છે તેમજ ક્ષય રોગમાં પણ ફાયદો થાય છે.
લસણનો રસ અને અરડુસીના પાનનો રસઅથવા માત્ર લસણને વાટી ગાયના ઘી અને ગરમ દૂધમાં મેળવીને પીવાથી ક્ષયરોગ મટે છે.
લસણની કળીઓ એક ભાગ, સિંધવ ચોથો ભાગ, ઘી માં શેકેલી હિંગ ચોથો ભાગ અને આદુનો રસ દોઢ ગણો મેળવી તેનું સેવન કરવાથી ઉદર રોગનો નાશ કરે છે, પેટની વધેલી ચરબી ઓછી થાય છે.

લસણ, પીપરીમૂળ અને હરડે એકત્ર કરીને ખાવાથી અને ઉપર એક ઘૂંટડો ગાયનું મૂત્ર પીવાથી બરોળની વૃદ્ધિ માટે છે. લસણની ચટણી ઘીમાં મેળવીને ખાવાથી શૂળ મટે છે.
લસણ આઠ તોલા, એરંડિયું અડધો તોલો, સિંધવ પાવલીભાર, ઘીમાં શેકેલી હીંગ એક માસા જેટલી બારીક ઘૂંટી, રોજ એક-એક તોલા જેટલું લેવાથી આમજન્ય શૂળ મટે છે.
લસણની કળીઓ અડધો તોલો ગાયના ઘીમાં તળીને રોજ ભોજન પહેલા ખાવાથી આમવાત મટે છે.
લસણ વાટી, તલના તેલમાં મેળવીને ખાવાથી કે લસણ અને અડદના વડા બનાવી તલના તેલમાં તળીને માખણ સાથે ખાવાથી વાઈ મટે છે.
લસણની એક કળી ગળવાની શરૂઆત કરી દરરોજ એક-એક વધારતા જઈ, ચાલીસમા દિવસે ચાલીસ કળીઓ ગળવી અને એ જ રીતે એક-એક કરી ઓછી કરતા જઈ બીજા ચાલીસ દિવસ સુધી કળીઓનું ગળવાથી લકવો મટે છે.
લસણ ચાર તોલા લઈ, છોલી, પીસી, તેમાં હિંગ, જીરું, સિંધવ ,સંચળ, સૂંઠ મરી અને પીપર નું ચૂર્ણ એક-એક માસો નાખી, તેની ચણીબોર જેવડી ગોળીઓ બનાવી ખાવાથી અને ઉપર એરંડમૂળનો ઉકાળો પીવાથી પક્ષાઘાત, કૃમી, શુળ, કમરનો દુખાવો, આંખનો દુખાવો, પેટમાં વાયુ વગેરે તમામ પ્રકારના વાયુના રોગો દૂર થાય છે. વાના રોગીઓ માટે લસણ સર્વોત્તમ છે.
લસણ, જીરૂં, સીંધવ, હીંગ, શુદ્ધ ગંધક, સૂંઠ, મરી અને પીપર સરખે ભાગે લઈ તેનું ચૂર્ણ બનાવવું. પછી એ ચૂર્ણ ને લીંબુના રસમાં ઘૂંટી, ચણીબોર જેવડી ગોળીઓ બનાવી. આ ગોળી જરૂર પ્રમાણે એકથી બે ગોળીઓનું સેવન કરવાથી અજીર્ણ, કોલેરા મટે છે, પાચનશક્તિ સતેજ થાય છે અને સર્વ પ્રકારના વાયુ રોગ મટે છે.
લસણ, બી વગરના લાલ મરચાં, કાચી હિંગ અને કપૂર એ ચારેય ને સરખે ભાગે મેળવી થોડા પાણીમાં પીસી બબ્બે રતીની ગોળીઓ બનાવી અડધા-અડધા કલાકે એક-એક ગોળી આપવાથી પ્રબળ વેગ વાળો કોલેરા મટે છે.
લસણની કળી ઊભી ચીરી તેમાં બાજરીના દાણા જેટલું અફીણ ભરી તે કળી અંગારા ઉપર કે દીવાની જ્યોત ઉપર શેકીને ખવડાવવાથી બાળકો ના લોહીના પરુવાળા ઝાડા બંધ થાય છે.
લસણ પીસીને દૂધમાં પીવાથી લોહીના દબાણ (બ્લડપ્રેશર) માં અત્યંત ફાયદો કરે છે લસણ બ્લડપ્રેશરની રામબાણ ઔષધી છે.
લસણ, ફુદીનો, જીરું, ધાણા, મરી અને સિંધવ ની ચટણી બનાવીને ખાવાથી બ્લડપ્રેશર ઓછું થાય છે.
લસણની કળીઓ ઘીમાં તળીને ખાવાથી ગમે તેવું ભાંગેલું તૂટેલું હાડકું સંધાય છે.
લસણ, મધ, લાખ અને સાકર ની ચટણી માફક પીસી, ઘીમાં મેળવી, રોજ ખાવાથી ભાંગેલું કે ઊતરી ગયેલું હાડકું સંધાય છે.
લસણeની કળીઓને કચરી, પોટલી બનાવી, ગળામાં બાંધી રાખી તેની વાસ લેવાથી ખાંસી મટે છે.
લસણના રસને જેતૂનના તેલમાં મેળવી બાળકો ની છાતી અને પીઠ પર ચોળવાથી ખાંસી મટી જાય છે. ખાસી માટે આ રામબાણ ઔષધી છે.

લસણની કળીઓને બારીક પીસી, કપડા પર પાથરી, પગના તળીયે તેલ ચોપડી,તેનો પાટો બાંધવાથી અને સવાર-સાંજ પાટો બદલતા રહેવાથી કાળી ખાંસી મટે છે.
લસણની કળીઓ પીસીને કાનપટી પર લેપ કરવાથી આધાશીશી તાત્કાલિક માટે છે. લસણના રસના ટીપા નાકમાં પાડવાથી પણ આધાશીશીમાં ફાયદો કરે છે.
લસણને ખૂબ લસોટી, મલમ જેવું કરી, કપડાં પર લગાડી, પટ્ટી બનાવી, કંઠમાળ જેવી ગળાની ગાંઠો પર પડતા રહેવાથી ગળાની અસાધ્ય લાગતી ગાંઠો મટે છે.
લસણની કળીઓ વાટી, રસ કાઢી, એ રસ ૩ દિવસ ચોળવાથી શરીરમાંની ગરમીને લીધે શરીર પર ફેલાયેલા લાલ ચાંદા મટે છે.
લસણ અને મરી વાટી, લેપ કરવાથી ગાંઠ,ગુમડા, બામલાય વગેરે પાકીને જલદી ફૂટે છે.
લસણની કળીઓ વાટી તેનો લેપ કરવાથી ઘા માં પડેલા કીડા મરી જાય છે. લસણ, રાય અને હિંદની ધૂણી આપવાથી શીતળાના ચાંદામાં કીડા પડ્યા હોય તો મટી જાય છે.
લસણ, હળદર અને ગોળને મેળવીને વાગેલા મુંઢમાર પર લેપ કરવાથી ફાયદો થાય છે.
લસણની કળીઓ વાટી, તેનો રસ ૩ દિવસ ધાધર પર ચોળવાથી ધાધર માટે છે. બહુ બળતરા થાય તો પાછળથી ઘી ચોપડવું.

લસણની કળીઓ વાટી, તેની લુગદી બનાવી ને ખરજવા પર મૂકવાથી ભીંગડા પોચા પડી ઉપડી જાય છે તથા ચામડી લાલ થાય છે પછી તેના પર બીજો સાદો મલમ ચોપડવાથી ખરજવામાં ફાયદો થાય છે.
લસણની કળીઓ તેલમાં કકડાવીને એ તેલના ટીપા કાનમાં નાખવાથી કાનના સણકા મટે છે તેમજ કાન પાકતો હોય તો પણ ફાયદો કરે છે.
લસણની પીસીને નાકથી સુંઘવાથી મૂર્છા મટે છે.
સાપ કે વીંછી કરડ્યો હોય તો તેના ડંખ પર લસણ વાટીને ચોપડવાથી અને લસણનો બે તોલા રસ મધ મેળવીને ચટાડવાથી તુરત જ ફાયદો કરે છે.
હડકાયું કૂતરું કરડ્યું હોય તો તેના પર લસણની કળીઓ પીસીને લેપ કરવાથી અને લસણની બે તોલા ચટણીને પાણીમાં ઉકાળીને ખાવાથી તથા ખોરાકમાં લસણ વધારે ખાવાથી ૭ દિવસ સુધી આ પ્રમાણે કરવાથી ઝેરનો નાશ કરે છે. હડકાયા કૂતરાના ઝેરનું આ એક સાદો અને ઉત્તમ ઉપાય ગણાય છે.
લસણ વધારે માત્રામાં લેવાથી હોજરી અને આંતરડામાં ઉગ્રતા અને વિરેચન કરે છે, પણ લસણને જો મધ કે ઘીમાં મેળવીને લેવાય તો તેનો દાહક ગુણથી ઓછો થઈ જાય છે.
વૈજ્ઞાનિક મત પ્રમાણે લસણ ઉષ્ણ, લઘુ, દિપન, ઉત્તમ, કૃમિહર, સબળ, ઉત્તેજક, કફ મટાડનાર, પ્રબળ સડો રોકનાર અને બલ્ય છે.
લસણ કેલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા ઉત્તમ ખનીજતત્વો ધરાવે છે લસણમાં વિટામિન ‘બી’, ‘સી’ તથા થોડા પ્રમાણમાં ‘એ’ પણ છે.

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...