૭/૧૨ પત્રક વિષે વિસ્તૃત માહિતી...
શું તમને ખબર છે કે ૭/૧ર પત્રકમાં જમીનને લાગતું 15 થી વધારે માહિતીઓની સમાવેશ કરવામાં આવેલ છે ? 1. બ્લોક નંબર 2. સર્વે નંબર 3. જમીનનો સત્તા પ્રકાર 4. ખેતરનું નામ 5. ખેડવા લાયક જમીન i. જરાયત જમીન ii. બાગાયત iii. કયારી 6. પોત ખરાબ 7. આકર/જુરી 8. ગણાતીયાના નામ i. નામંજૂર ii . તકરારી iii . રદ 9. ખાતા નંબર 10. મોજ જે તે ગામનું નામ 11. કબજેદારનું નામ 12. નોંધ નંબરો 13. બીજા હકકો અને બોજાની વિગત 14. બાંધકામ સી.ઓ.પી 15. ખેતી વિષયક માહિતી ૭/૧ર એટલે કે રેકર્ડ માટે નકકી કરેલા કુલ ૧૮ પત્રકો પૈકી પત્રક નં. ૭ અને પત્રક નં. ૧ર એમ બે પત્રકોને સંકલિત કરીને બનાવવામાં આવેલ એક પત્રક તેને ૭/૧ર કહે છે. પત્રક નં. ૭ માં માલિકી ક્ષેત્રફળ વિ. ની માહિતીની સાથે સાથે સદરહુ જમીનમાં ખેતી વિષયક માહિતીની પણ વારંવાર જરૂરીયાત રહેતી હોવાથી બંને પત્રકો ભેગા કરીને બનાવવામાં આવેલ તેને ૭/૧ર કહીએ છીએ. ૭/૧૨ નો નમુનો સૌ કોઇ મિત્રોએ જોયો જ હશે. તેમાં દર્શાવેલ દરેક માહિતીને A. B. C થી અંકીત કરેલ છે તેની વિગતવાર જાણકારી નીચે મુજબ છે. 1). બ્લોક નંબર:- જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ પેઢી બદલાતી ગઇ. એકંદરે દર રપ વર્ષ પેઢી બદલાતી જાય ...


















Comments
Post a Comment