સ્કૂલ ખૂલે તો સારું...
સાહેબ,હવે તો શાળા ખોલો.
રમી રમીને થાક્યા,ક્યાં લગ રમીએ બોલો.
સાહેબ,હવે તો શાળા ખોલો.
પેન્સિલ,રબર,સંચો લઈને દોડે ઊભા રોડે.
કબાટમાંથી દફતર મારું, રોજ નિશાળે દોડે.
કેમ કરી સમજાવું એને બોલો.
સાહેબ,હવે તો શાળા ખોલો.
ઘેર બેઠા ભણી-ભણીને,સૂજી ગઈ છે આંખો.
નાના અમથા પતંગિયાની,કાપો શીદને પાંખો.
કૂણી કૂણી કળીઓ ના કરકોલો.
સાહેબ,હવે તો શાળા ખોલો.
રમી રમીને થાક્યા,ક્યાં લગ રમીએ બોલો.
સાહેબ,હવે તો શાળા ખોલો.
~ પ્રવીણસિંહ ખાંટ
Comments
Post a Comment