પચાસી વટાવતાં...
*હું*
*👍🏻50 વટાવ્યા પછી... મારા માં આવેલા બદલાવો...*
*વ્યક્તિનો પૈસો, પાવર અને પોઝિશન થી હવે અંજાતો નથી. વ્યક્તિના વિચાર, વાણી અને વર્તનથી ખેંચાતો થયો છું.*
*ખુદના માટે સમય કાઢું છું. સ્વીકારી લીધું છે કે દુનિયા મારા ખભા પર ટકી નથી. મારા વગર કંઈ અટકી પડવાનું નથી. મારા પરિવાર સાથે ખુદને પણ પ્રેમ કરવા લાગ્યો છું.*
*નાના વેપારીઓ અને ફેરિયાઓ સાથે ભાવતાલ કરવાનું બંધ કર્યું છે. ક્યારેક ખબર હોય કે છેતરાવ છું તો પણ હસ્તે મોઢે જતું કરું છું.*
*ભંગાર વીણવા નીકળતા લોકોને પસ્તી કે ખાલી તેલનો ડબ્બો એમજ આપી દઉં છું, પચીસ પચાસ રૂપિયા જતા કરું ત્યારે એના ચેહરા પર લાખો મળી ગયાનો આનંદ જોઈ ખુશ થાઉં છું.*
*રોડ પર પાથરણું પાથરી વેપાર કરતા વ્યક્તિ પાસેથી ક્યારેક નકામી વસ્તુ પણ ખરીદી લઉં છું. એમનો વેપાર કરવાનો ઉત્સાહ વધતો જોઈ આનંદ થાય છે.*
*કોઈ ધાર્મિક સ્થળે દાન આપી પોતાના નામની તકતી મરાવવા કરતાં નાના બાળકોને જમાડવા કે મદદ કરવી અને અબોલ પશુ પક્ષીઓ માટે દાણા પાણીની વ્યવસ્થા કરવામાં વધારે ખુશી મળે છે.*
*વડીલો અને બાળકોની એકની એક વાત કેટલીયે વાર સાંભળી લઉં છું. કહેવાનું બંધ કરી દીધું છે કે તેઓ એ વાત ઘણી વાર કહી ચુક્યા છે.*
*ખ્યાલ હોય કે વ્યક્તિ ખોટો છે તો એકાદ વાર સમજાવું પણ વારંવાર એની ભૂલ સુધારવાનું બંધ કરી દીધું છે. દરેકને ખોટું ન કરતા અટકાવવાનો ઠેકો નથી લીધો. ખોટા વ્યક્તિ સાથે દલીલો કરવા કરતા માનસિક સ્વસ્થ રહેવું પસંદ છે.*
*સારા કામ કે વિચારોની મુક્તપણે પ્રશંસા કરું છું. આ ટેવ સકારાત્મક છે. વખાણ્યા બાદ મને પણ આનંદ મળે છે.*
*બ્રાન્ડેડ કપડાં, મોબાઈલ કે બીજી કોઈ બ્રાન્ડેડ વસ્તુ થકી વ્યક્તિત્વ આંકવાનું મૂકી દીધું છે. વ્યક્તિત્વ વિચારોથી નિખરે છે બ્રાન્ડેડ વસ્તુઓ થી નહી એ સમજાય ગયું છે.*
*હું એવા લોકોથી અંતર જાળવું છું જેઓ પોતાની કુટેવો મારા પર થોપવાના પ્રયત્નો કરે છે. એને સુધારવાનો પ્રયત્ન હવે નથી કરતો કારણકે ઘણાં એ કરી ચૂક્યા હોય છે.*
*જીંદગીની દોડમાં પાછળ રાખી દેવા જ્યારે કોઈ મેલી રાજરમત રમે છે ત્યારે હું શાંત રહી તેને રસ્તો આપી દઉં છું. આખરે, ના તો હું જિંદગીની હરીફાઈમાં છું, ના તો મારો કોઈ હરીફ છે. હરિફાઈ ખુદ સાથે ખુદને કંડારવાની છે.*
*લાગણીઓની અભિવ્યક્તિ કરતા ક્યારેય શરમાવું નહી એ શીખી લીધું છે. એ લાગણીઓને દાબી રાખી મારી નાખવા કરતાં અભિવ્યક્તિ સરળ છે.*
*હુસાતુસી માં સંબંધો તોડવા કરતાં થોડો સમય આપતા શીખી ગયો છું. મોટેભાગે સમય સાથે સબંધોમાં પડેલી તિરાડ પૂરાઈ જતી જોઈ છે.*
*હું એજ કરું છું જેનાથી મને આનંદ આવે. લોકો શું વિચારશે કે કહેશે તેની ચિંતા લોકો ઉપર છોડી દીધી છે. ચાર લોકોને ખુશ રાખવા મારું મન મારવાનું છોડી દીધું છે.*
*ફાઈવ્ સ્ટાર હોટેલમાં રહેવા કરતાં પ્રકૃતિ નજીક જવું ગમે છે. જંક અને થાઈ ફૂડ કરતાં માખણ અને બાજરાના રોટલા માં સંતોષ થાય છે.*
*પોતાના પર હજારો રૂપિયા વાપરવા કરતાં કોઈ જરૂરિયાતમંદ ના હાથમાં પાંચસો હજાર આપવાનો આનંદ માણી લેતાં શીખ્યો છું.*
*કટ્ટરતા કરતાં તર્કસંગતતા ગમવા લાગી છે. ખોટા પાસે સાચું સાબિત કરવા કરતાં મૌન રહેવાનું પસંદ કરવા લાગ્યો છું. બોલવા કરતાં વાંચવા લાગ્યો છું. ખુદને પ્રેમ કરવા લાગ્યો છું.*
2.
ડીફેન્સીવ રમીને💐👌👌👌
50-55 -60 પુરા કર્યા..!!
*હવે ખભા ઉંચકવા છે,*
ચોક્કા છક્કા મારવા છે,
હવે જ ખરી મજા છે.
તનથી થાક્યો છુ જરા,
*મનથી હાર્યો જરાય નથી,*
હવે બમણા ઉમંગથી રમવુ છે,
હવે જ ખરી મજા છે.
ઇન્જરી, સ્લેજીંગ, ખોટી અપીલો,
*કેટલુ બધુ સહન કર્યુ !*
હવે આ બધુ ગણકારવુ નથી,
હવે જ ખરી મજા છે.
આઉટ થવુ મંજુર છે,
*રીટાર્યડ હર્ટ થવુ નથી,*
ખુમારીથી રમ્યો છુ, ખુમારીથી રમવુ છે,
હવે જ ખરી મજા છે.
સેન્ચુરી ભલે ના થાય,
*70, 80 માં આઉટ ભલે થવાય,*
બાકીની ઈનીંગ મસ્તીથી રમવી છે,
હવે જ ખરી મજા છે.
ટીમને જીતવા જોઈતા રન કરી લીધા,
*બાકીનુ હવે ટીમ પર છોડી,*
મારે મારી રીતે રમવુ છે,
હવે જ ખરી મજા છે.
સામે ઉભેલો પાર્ટનર,
*છેલ્લે સુધી સાથ આપે.....*
તો એક યાદગાર ઈનીંગ રમવી છે,
હવે જ ખરી મજા છે.
3.
*પચાસ વટાવી ચુકેલા માટે*
૧:- હમેંશા યુવાનોથી પણ સ્વચ્છ,સુઘડ અને ફેશનેબલ રહો ...
૨:- વિચારોમાં જોરદાર સકારત્મકતા જાળવી રાખો .
૩:- મનમાં લેશ માત્ર ખ્યાલ રહેવા ના દો કે હુ યુવાન નથી ! પોતાને યુવાન જ માનો .
૪: સતત અપડેટ રહો.પાણી પણ વહેતુ હોય ત્યાં સુધી જ નિર્મળ રહે બંધિયાર થતા જ ગંધાવા લાગે.
૫:- ફેશન અને ઘડપણને એકબીજાના વિરોધી ના માનો.
૬:- દેવ દર્શન સવાર પુરતા જ રાખો.
દેશ અને ધર્મ પ્રત્યે પુરી શ્રધ્ધા રાખો .
૭:- જિંદગી ના છેલ્લા શ્વાસ સુધી વિદ્યાર્થી બની શીખો. છેલ્લે સુધી કાર્ય કરતા રહો.તમે પચાસ ઉપર પહોંચ્યા છો એ જ તમારા પરની પ્રભુ ક્રુપા છે.
*પાછલી જિંદગી એ તો બોનસ છે.*
*શોખ અને વટથી માણો.*
*ઢસરડા કરીને નહી*
4.
*આજ ફિર જીનેકી તમન્ના હૈ!*
કેર્લીફોર્નિયા યુનિવર્સીટીના સાઈકોલોજી વિભાગના પ્રોફેસર ડો. રચેલ વોએ એક અભ્યાસમાં કહ્યું છે કે-
*"મોટી ઉંમરમાં નવો હુન્નર શીખવાથી, છ જ સપ્તાહમાં તમારું મગજ ત્રણ દાયકા જેટલું યુવાન થઇ જાય છે."*
વૈજ્ઞાનિકો કહે છે કે-
*"યાદદાસ્ત ઓછી થવી, નિર્ણયશક્તિ ધીમી થઇ જવી અને બોલવામાં મુશ્કેલી આવવી તેવી મોટી ઉંમરની અલ્ઝેઈમરની બીમારીમાં ફોટોગ્રાફી, સંગીત, પેઇન્ટિંગ કે લખવા જેવા શોખ મગજના પાવરને મજબુત બનાવે છે!*
*જીવંત રહેવા માટે જીવવું જરુરી છે. . . . .*
*ઉમંગ સાથે,*
*ઉત્સાહ સાથે,*
*સ્વિકાર સાથે,*
અને
*ગમતીલી પ્રવૃતિઓ સાથે*
તથા
*ગમતીલા વ્યક્તિ સાથે.*
*આ જ મંગળ જીવન!*
*ઉંમર અને શોખને કે ઉંમર અને ગમતી પ્રવૃતિને કોઇ બંધન હોતુ નથી.*
*તમારુ જીવન; તમારા શોખ!*
આપણા દેશમાં, સમાજમાં લોકોને ઉંમરને લઈને બહુ વાંધા હોય છે.
" *આ ઉંમરે તેણે આવું બધું કરવાની શું જરૂર છે?*" *
*એવું લોકો પૂછ-પૂછ કરે*.
આ માનસિકતા બદલવાની જરૂર છે. તમારામાં થનગનાટ હોય, અને મન ખુલ્લું હોય, તો તમે જે ચાહો તે શીખી શકો છો.
*શોખને ઉંમરનુ કોઇ બંધન નહિ હોવું જોઈએ.*
ઉલ્ટુ ઉંમર થાય, તેમ શોખનું મહત્વ વધવુ જોઇએ.
શોખ ખર્ચાળ હોય, તેવુ પણ જરૂરી નથી.
*શોખ હોવો જરુરી છે.*
*એક ધ્યેય, મક્સદ, પાગલપન જરૂરી છે.*
*મોટી ઉંમરે કેવી રીતે જીવાય* તે *વહીદા રહેમાન* પાસે શીખવા જેવું છે.
‘પ્યાસા,’ ‘કાગજ કે ફૂલ,’ ‘સાહેબ, બીબી ઔર ગુલામ,’ ‘ગાઈડ’ અને ‘નીલ કમલ’ જેવી યાદગાર ફિલ્મોની સ્ટારને તેની સમકાલીન એક્ટ્રેસ *આશા પારેખ* (74) અને *હેલન* (81) સાથે ખાસ બહેનપણાં છે.
ત્રણે અવારનવાર રખડવા ઉપાડી જાય. સિનેમા જોવા જાય. ખાવા-પીવા માટે ભેગાં થાય.
*એકલા હશો તો તુટી જશો.*
*પેલી લાકડાની ભારી જેવુ.*
*સંયુક્ત હશો તો જલદી નહિ તુટો!*
*Like minded* લોકો સાથે જીવવાનો આગ્રહ જરૂરી છે.
મોટી ઉમ્મરે *Marriage* પણ કરાય.
અથવા *Live in Relationships* માં પણ રહેવાય.
પણ મસ્ત જ જીવાય!
*આ મસ્ત જીવન માટે શારીરિક અને આર્થિક તંદુરસ્તી એ પાયાની શર્ત છે.*
*બાકી ઘડપણ એ દયા નથી, વૈભવ છે!*
ઇશ્વરે આપેલી ઉમદા તક છે.
જે તમે તમારા વ્યસ્ત જીવનમા નહિ કરી શક્યા, *ન પામી શક્યા તે બધુ જ ઘડપણમાં મેળવવાની સુવર્ણ તક છે.!*
હમણાં થોડા દિવસ પહેલાં ટ્વિંકલ ખન્નાએ વહીદા રહેમાન સાથે એક નાનકડો ઈન્ટરવ્યુ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.
એમાં ટ્વિંકલે પૂછ્યું હતું કે-
“હવે જીવનમાં શું કરવાનું બાકી છે?”
ત્યારે વહીદાએ આંખનું મટકું માર્યા વગર કહ્યું હતું, *સ્કૂબા ડાઈવિંગ!!*
ટ્વિંકલ સ્તબ્ધ થઇ ગઈ!
“૮૧ વર્ષની ઉંમરે સ્કુબા ડાઈવિંગ કરવું છે?”
“તો શું થયું?”
વહીદાએ વળતો સવાલ કર્યો.
“હું તંદુરસ્ત હોઉં, તો હું એ પણ કરી જ શકું.”
*"તો શું થયું?"*
તેમાં ઢળતી ઉંમરે કેવી રીતે વ્યસ્ત અને સકારાત્મક જીવાય, તેનો મંત્ર છુપાયેલો છે.
*શિક્ષણનો અર્થ જ થાય શીખવું!*
તમે કોઇની પણ સારપના એકલવ્ય થઈ જ શકો!
*તમે જ તમારા ગુરુ.*
*તમારુ જીવન જ તમારૂ ગુરુર!*
છેલ્લે..
*મારે મારા અરમાનોને મારી મરવું નથી.*
*કોઇ મને દોરવે, કોઇ મને જીવાડે*
*એમ મારે જીવવું નથી.*
*મારુ જીવન, મારી ઇચ્છપુર્તિ સાથે*
*મસ્ત જાય અને અસ્ત થાય.*
*બસ એજ પ્રાર્થના,*
*આ જ મારો મોક્ષ!!!*
🍀
5.
❤️🧡💛💚💙💝
*મેં 50 વટાવ્યા પછી...* *મારા માં આવેલા બદલાવો...*
❤️🧡💛💚💙💝
*વ્યક્તિનો પૈસો, પાવર અને પોઝિશન થી હવે અંજાતો નથી*
❤️🧡💛💚💙💝
*ખુદના માટે સમય કાઢું છું..*
❤️🧡💛💚💙💝
*સ્વીકારી લીધું છે કે દુનિયા મારા ખભા પર ટકી નથી. મારા વગર કંઈ અટકી પડવાનું નથી. મારા પરિવાર સાથે ખુદને પણ પ્રેમ કરવા લાગ્યો છું.*
❤️🧡💛💚💙💝
*નાના વેપારીઓ અને ફેરિયાઓ સાથે ભાવતાલ કરવાનું બંધ કર્યું છે. ક્યારેક ખબર હોય કે છેતરાવ છું તો પણ હસ્તે મોઢે જતું કરું છું.*
❤️🧡💛💚💙💝
*ભંગાર વીણવા નીકળતા લોકોને પસ્તી કે ખાલી તેલનો ડબ્બો એમજ આપી દઉં છું, પચીસ પચાસ રૂપિયા જતા કરું ત્યારે એના ચેહરા પર લાખો મળી ગયાનો આનંદ જોઈ ખુશ થાઉં છું.*
❤️🧡💛💚💙💝
*રોડ પર પાથરણું પાથરી વેપાર કરતા વ્યક્તિ પાસેથી ક્યારેક નકામી વસ્તુ પણ ખરીદી લઉં છું. એમનો વેપાર કરવાનો ઉત્સાહ વધતો જોઈ આનંદ થાય છે.*
❤️🧡💛💚💙💝
*વડીલો અને બાળકોની એકની એક વાત કેટલીયે વાર સાંભળી લઉં છું. કહેવાનું બંધ કરી દીધું છે કે તેઓ એ વાત ઘણી વાર કહી ચુક્યા છે.*
❤️🧡💛💚💙💝
*ખ્યાલ હોય કે વ્યક્તિ ખોટો છે તો એકાદ વાર સમજાવું પણ વારંવાર એની ભૂલ સુધારવાનું બંધ કરી દીધું છે. દરેકને ખોટું ન કરતા અટકાવવાનો ઠેકો નથી લીધો.*
*ખોટા વ્યક્તિ સાથે દલીલો કરવા કરતા માનસિક સ્વસ્થ રહેવું પસંદ છે.*
❤️🧡💛💚💙💝
*સારા કામ કે વિચારોની મુક્તપણે પ્રશંસા કરું છું. આ ટેવ સકારાત્મક છે. વખાણ્યા બાદ મને પણ આનંદ મળે છે.*
❤️🧡💛💚💙💝
*બ્રાન્ડેડ કપડાં, મોબાઈલ કે બીજી કોઈ બ્રાન્ડેડ વસ્તુ થકી વ્યક્તિત્વ આંકવાનું મૂકી દીધું છે. વ્યક્તિત્વ વિચારોથી નિખરે છે બ્રાન્ડેડ વસ્તુઓ થી નહી એ સમજાઈ ગયું છે.*
❤️🧡💛💚💙💝
*હું એવા લોકોથી અંતર જાળવું છું જેઓ પોતાની કુટેવો મારા પર થોપવાના પ્રયત્નો કરે છે. એને સુધારવાનો પ્રયત્ન હવે નથી કરતો કારણકે ઘણાં એ કરી ચૂક્યા હોય છે.*
❤️🧡💛💚💙💝
*જીંદગીની દોડમાં પાછળ રાખી દેવા જ્યારે કોઈ મેલી રાજરમત રમે છે ત્યારે હું શાંત રહી તેને રસ્તો આપી દઉં છું. આખરે, ના તો હું જિંદગીની હરીફાઈમાં છું, ના તો મારો કોઈ હરીફ છે. હરિફાઈ ખુદ સાથે ખુદને કંડારવાની છે.*
❤️🧡💛💚💙💝
*લાગણીઓની અભિવ્યક્તિ કરતાં ક્યારેય શરમાવું નહી એ શીખી લીધું છે. એ લાગણીઓને દાબી રાખી મારી નાખવા કરતાં અભિવ્યક્તિ સરળ છે.*
❤️🧡💛💚💙💝
*હું એજ કરું છું જેનાથી મને આનંદ આવે. લોકો શું વિચારશે કે કહેશે તેની ચિંતા લોકો ઉપર છોડી દીધી છે. ચાર લોકોને ખુશ રાખવા મારું મન મારવાનું છોડી દીધું છે.*
❤️🧡💛💚💙💝
*ફાઈવ્ સ્ટાર હોટેલમાં રહેવા કરતાં પ્રકૃતિ નજીક જવું ગમે છે. જંક ફૂડ કરતાં માખણ અને જુવાર કે બાજરાના રોટલા માં સંતોષ થાય છે.*
❤️🧡💛💚💙💝
*પોતાના પર હજારો રૂપિયા વાપરવા કરતાં કોઈ જરૂરિયાતમંદ ના હાથમાં પાંચસો હજાર આપવાનો આનંદ માણી લેતાં શીખ્યો છું.*
❤️🧡💛💚💙💝
*કટ્ટરતા કરતાં તર્કસંગતતા ગમવા લાગી છે. ખોટા પાસે સાચું સાબિત કરવા કરતાં મૌન રહેવાનું પસંદ કરવા લાગ્યો છું. બોલવા કરતાં વાંચવા લાગ્યો છું. ખુદને પ્રેમ કરવા લાગ્યો છું.*
❤️🧡💛💚💙💖
Comments
Post a Comment