મા બાપની સેવા...
વર્ષ માં એક વખત ઘરડા ઘર ની મુલાકત લેવી... તેવું મન થી મેં નક્કી કર્યું હતું... મંદિર મા ભગવાન ને રૂપિયા ની હવે જરૂર રહી નથી... જીવતી વ્યક્તીઓ ની સેવા કરતી સંસ્થા નેે સહાય કરવી.. એ પ્રભુ સેવા બરાબર છે.. ત્યાંના સંચાલક દવે કાકા પણ મને અંગત રીતે પરિચિત થઈ ગયા હતા... એક પૂજનીય, માન ઉપજે તેવું તેમનું વ્યકતીત્વ.. નિઃસ્વાર્થ ભાવના સાથે ઘરડા ઘરનો પાયો તેમને નાખ્યો હતો.. સંસ્થા ને ઘણી બધી મુશ્કેલી ઓ પડી...છતાં પણ દવે કાકા..અડીખમ આજે પણ ઉભા છે... દવે કાકા તેમની..સંસ્થા મા થયેલ વિવિધ ફેરફારો..મને બતાવી રહ્યા હતા ઘરડા ઘર નું રીનોવેશન.. દરેક ઘરડી વ્યક્તી ના રૂમ મા AC..TV ..ઘરડા માણસ ને અનુરૂપ રૂમના ફર્નિચર...પડદા..આરામ ખુરશી..ઇન્ટરકોમ સિસ્ટમ ... મેં હસ્તા..હસ્તા..કીધું...દવે કાકા..આપણો રૂમ પાક્કો.. દવે કાકા બોલ્યા ..બેટા એવા દિવસ ભગવાન કોઈ ને ના આપે.. આ દરેક દીવાલ ની અંદર ઘરડી વ્યક્તીઓ ના નિસાસા છુપાયેલ હોય છે...જે તેમના સંતાનો ને કદી શાંતિ થી જીવવા નહીં દે... બહુ..કપરૂ છે બેટા ઘરડા ઘરના પગથિયાં ચઢવા... સોના ના પાંજરા ની કિંમત પંખી ને પુછવી ...પડે અમે તો ફક્ત પ્રયત્ન કરી...