આત્મહત્યાથી બચી શકાય છે...
1.
એક ફિલ્મ અભિનેતાની આત્મહત્યાનો પ્રચંડ શોકઃ એક જુદો દષ્ટિકોણ
આલેખનઃ રમેશ તન્ના
હિન્દી ફિલ્મોના 34 વર્ષના હોનાહાર અને નીવડેલા અભિનેતા, નામે સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી. ખૂબ જ દુઃખદ બનાવ. જેની પાસેથી ફિલ્મ ઉદ્યોગને ઢગલો અપેક્ષા હતી, જેણે કેટલીક સુંદર ફિલ્મો કરી તેનું આ રીતે મૃત્યુ થાય તેનો આંચકો લાગે જ. સોશિઅલ મીડિયા પર જબરજસ્ત આગ લાગી ગઈ.
પરમ કૃપાળુ પરમાત્મા સુશાંતસિંહ રાજપૂતના આત્માને પરમ શાંતિ આપે તેવી પ્રાર્થના કરીને મારે એક જુદી જ વાત કરવી છે.
ભારતમાં દર વર્ષે આશરે 1,35,000 લોકો આત્મહત્યા કરે છે. દરરોજ આશરે આઠથી દસ ખેડૂતો આત્મહત્યા કરે છે. 28 વિદ્યાર્થીઓ સામેથી મોતની ચાદર ઓઢી લે છે. અનેક પ્રકારના અન્યાય અને અત્યાચારનો સામનો કરતી મહિલાઓ પણ મોટી સંખ્યામાં આત્મહત્યા કરે છે.
આજે જે દિવસે સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી એ દિવસે પણ ભારતમાં સેંકડો લોકોએ આત્મહત્યા કરી જ છે.
એક અભિનેતાની આત્મહત્યાના પગલે આખો દેશ શોકમગ્ન થાય છે.. સોશિઅલ મીડિયા પરની પ્રતિક્રિયાઓ જોઈને લાગે છે કે ભારતમાં જાણે કે કોઈએ પહેલી આત્મહત્યા કરી. દિવસ-રાત ખેતરમાં કાળી મજૂરી કરતો ખેડૂત જ્યારે મોતની ચાદર ઓઢે છે ત્યારે આપણને કશું થતું નથી. કેમ એ માણસ નથી ? એ અનાજ પકવે છે ત્યારે તો આપણું પેટ ભરાય છે. દેશ માટે એ મહત્વનો ના ગણાય ? કોઈ મહિલા લાચાર થઈને ખુદકશી કરે છે ત્યારે કેમ આપણને શોક થતો નથી ? કોઈ વિદ્યાર્થી, કોઈ બેરોજગાર યુવાન, કોઈ અસહાય વડીલ આત્મહત્યા કરે ત્યારે આપણે ચૂપ જ રહીએ છીએ. એ તો રુટિન થઈ ગયું છે. એની તો આપણે નોંધ પણ લેતા નથી. આપણા હૃદયને એક નાનકડો કંપ પણ આવતો નથી. અને એક અભિનેતા આત્મહત્યા કરે ત્યાં તો.......
ખરેખર કાં તો આપણે પ્રમાણભાન ગુમાવી બેઠેલી પ્રજા છીએ અને કાં તો મુગ્ધતામાં-દેખાદેખીમાં ફસાઈ ગયેલા લોકો છીએ. આપણે કેટલાંક ક્ષેત્રોને એટલું મહત્ત્વ આપીએ છીએ જાણે કે તેના પર જ આપણું જીવન નિર્ભર છે. સ્વસ્થ સ્થિતિ એને જ કહેવાય કે કોઈ પણ આત્મહત્યા આપણને વિચલિત કરે. મીડિયા-સોશિઅલ મીડિયા- નવી ડિવાઈસીસને કારણે એક આભાસી દુનિયા ઊભી થઈ ગઈ છે જેને આપણે સાચી દુનિયા માનીને દંભી થઈ ગયા છીએ અને પ્રમાણભાન અને સામાન્ય વિવેક ગુમાવી ચૂક્યા છીએ. એનાથી મોટી ચિંતા એ છે કે કેટલાક મોટા સમૂહ માટે આપણે સંવેદનબધિર થઈ ગયા છીએ. લોકડાઉનમાં શ્રમિકોને ચાલતા ઘરે જવું પડ્યું તેનું એક કારણ એ સંવેદનબધિરતામાં જ પડેલું છે.
સમાજને, સમાજના જુદા જુદા વર્ગોને જોવા-સમજવા અને મૂલવવાની સમતુલા આપણે ગુમાવી બેઠા છીએ. ફિલ્મ-ઉદ્યોગ-રાજકારણ અને રમતગમતનાં ક્ષેત્રો જ આપણા મગજને સ્પર્શે છે. પરદાએ ઊભી કરેલી વર્ચ્યુઅલ, આભાસી, બનાવટી દુનિયામાં આપણે બધા અટવાઈ ગયા છીએ. આપણે સ્વસ્થતા, સમતુલા અને સંવેદના ત્રણેય ગુમાવી બેઠા છીએ.
આપણે આપણી જાત પરનું નિયંત્રણ પણ ગુમાવી દીધું છે. એક જણ સુશાંતસિંહ રાજપૂતને શોકાંજલિ આપે છે એ સાથે જ બધા તરત આવેગમાં આવીને એક્ટિવ થઈ જાય છે. તેને કોઈ ધક્કો મારે છે અને તે પણ લાઈનમાં જોડાઈ જાય છે. આ જે ધક્કો મારે છે તે પરિબળે કે બળે જ સમાજને પોતાના નિયંત્રણમાં લઈ લીધો છે. કોરોના કરતાં પણ વધારે ખતરનાક વાયરસ છે એ, જો ઓળખી શકીએ તો. જો સમજી શકીએ તો.
આપણે વર્ચ્યુઅલ દુનિયાના પ્રભાવમાંથી બહાર આવીને એક્ચ્યુઅલ દુનિયામાં જીવવાની જરૂર છે. રંજનને ઓછું કરીને મંથન તરફ જવાની જરૂર છે. મુગ્ધતા અને ભાવુકતામાંથી બહાર આવીને પરિપકવતા અને મક્કમતા તરફ જવાની આવશ્યકતા છે.
જીવનને ઉપર ઉપરથી નહીં અંદરથી પણ જોવાની જરૂર છે.
પ્રવાહમાં તણાવાના બદલે જ્યા જવાનું હોય ત્યાં ચરણ મૂકવાનો તકાદો છે.
આપણા હૃદયનાં એરિઅલને એવું બનાવીએ કે દરેકની પીડાનાં સ્પંદનો તે ઝીલી શકે.
અભિનેતાની આત્મહત્યાનો શોક વ્યક્ત કર્યો તે યોગ્ય જ કર્યું પણ એક ભાંગી પડેલો ખેડૂત, એક બેરોજગાર યુવાન, એક પીડિત શ્રમિક, એક ગભરાયેલો વિદ્યાર્થી, એક છેતરાયેલો વડીલ, એક લાચાર સ્ત્રી મોતને વહાલું કરે ત્યારે પણ આપણું હૃદય રડવું જોઈએ. પણ એ થતું નથી. આપણને એની ખબર નથી અને ખબર છે તો પરવા નથી.
પરદાના એટલા પ્રભાવમાં ના આવીએ કે આપણા હૃદયમાં રહેલી સંવેદનશીલતા પર જ પરદો પડી જાય.
સ્વસ્થ બનીએ, સમતોલ અને સંવેદનશીલ બનીએ. દરેકની પીડાને આત્મસાત કરવા તત્પર રહીએ.
પરમ કૃપાળુ પરમાત્મા સુશાંતસિંહ રાજપૂતના આત્માને પરમ શાંતિ આપે તેવી પુનઃ પ્રાર્થના કરીને આશા રાખું છું કે વિશ્વમાં કોઈનેય આત્મહત્યા કરવી જ ના પડે....
(પોઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્ના, 9824034475, અમદાવાદ)
2.
આજ ની સુંશાતસિંહ રાજપુત ના આપઘાત ની ઘટના એક ખુબજ દુખ:દ ઘટના 😌
કહેવાય છે ને સમય સમય ની વાત છે ...એક સમય ની છીછોરે ફિલ્મ આપઘાત ના કરવાનો નો તેમજ બિંદાસ્ત જીવન જીવવાનો એક સુંદર મેસેજ આપી ગઈ પંરતુ એજ પિકચર નો એક એકટર એટલે સુંશાતસિંહ રાજપુત જ્યારે આપઘાત કરી જીવન ટુંકાવી દે છે ત્યારે ખુબ દુખ ની લાગણી અનુભવાય છે .
આજે આપ સવઁ ને એક સુંદર મેસેજ આપવો છે .
ભલે પરિણામ ઓછુ આવે , ભલે ઘંઘા મા ખોટ આવે , ભલે સંસારીક જીવન મા ચડતી પડતી આવે , ભલે ને સંસારીક જીવન મા કોઈ આપણા થી દુર જતુ રહે અથવા કોઈ છોડી ને જતુ રહે પણ હર હમેંશ આપણે આપણો હોંશલો બુંલદ રાખશુ અને ફરી નવી જીંદગી જીવીશુ .
ખાસ આ ૨૦૨૦ નુ વષઁ આપણા માટે ખુબ અઘરુ સાબિત થનારુ બનશે પણ આપણે આ વષઁ ને ખુબ મહત્વ નુ સમજી ૨૦૨૧ ના સારા નિમાઁણ નુ સ્વપન જોવાનુ છે .
જીવન મા આપઘાત નો વિચાર ક્યારેય ના કરી બસ એક નવી જીંદગી નો વિચાર કરી હર હમેંશ કાયઁશીલ બની જીવન જીવવુ જોઈએ .
ચડાવ ઊતાર આવે , સુખ દુખ આવે , પાસ -ફેલ થવાય તો જ જીંદગી જીવાય એ સુત્ર ને ઘ્યાન મા રાખી જીવન જીવવાની મજા માણવી.
3.
*આત્મહત્યા*
*Last letter before EXIT*
ખભો,ખોળો, મન કી બાત, કાઉનસલિંગ, ટ્રીટમેન્ટ બધુ પત્યા પછી નો અંતિમ તબક્કો આત્મહત્યા છે.
ડુબતો માણસ જેમ તણખલા ને પણ સહારો માની બહાર આવવા પ્રયત્ન કરે છે તેમજ આત્મહત્યા કરી મરતો માણસ પણ એ પરિસ્થિતિ મા થી બહાર આવા મથે જ છે. બનતા બધાજ પ્રયાસો કરી છુટે છે, પણ અંતે મગજ અને હ્રદય સુન્ન પડી જાય છે અને શરીર વિદાય લેવા તરફડીયા ખાય છે. ગળે ફાંસો ખાવો, જહર પીવુ કે પાણી મા ડુબી મરી જવુ તો ક્રિયા માત્ર હોય છે.
સર્જાયેલી પરિસ્થિતિ ને કારણે આત્મહત્યા કરતા માણસ ની માનસિક પીડા એટલી અસહ્ય હોય છે કે એ પીડા થી મુક્ત થવા મોત જ ફક્ત અને ફક્ત રસ્તો રહે છે અને જીન્દગી જીવવાની બધીજ ફીલોસોફી વધુ તકલીફ આપે છે, irritate કરે છે.
જેણે ખરેખર માનસિક પીડા સહન કરી હશે એ કદાચ આ રીતે મરતી વ્યક્તિ નો હાશકારો પણ સાંભળી શકે એને અનુભવી શકે.
એક કડવુ સત્ય એ પણ છે કે માનસિક બિમાર વ્યક્તિ એટલી હદે જડ થઈ જાય છે કે એની આજ બાજૂ ના બધાજ લોકો એને મદદ કરવા તૈયાર હોય છે, મદદ કરે પણ છે, સાચી સલાહ આપે પણ જે તે વ્યક્તિ કોઈ ની વાત સાંભળવા કે સમજવા તૈયાર જ નથી હોતી. એને આખી દુનિયા ના બધાજ લોકો થી ફરીયાદ હોય છે. બધાથી એ નારાજ હોય છે, अरे खुद से भी ख़फा होते है।
કોઈ પણ વ્યક્તિ આત્મહત્યા કરતા પહેલા પોતાનો ભૂતકાળ, વર્તમાનકાળ અને મર્યા પછી નો ભવિષ્યકાળ ચોક્કસ નજર સામે લાવે છે. બધાજ સારા નરસા અનુભવો, પરિસ્થિતિઓ, ભૂલો, એણે કરેલા અને સહેલા અપમાન બધુજ એ દૃષ્ટાંત કરે છે. એના મરવા થી કોને કેટલુ દુઃખ થશે અને તે વ્યક્તિઓ કેવી રીતે એમાથી બહાર આવશે તે પણ અનુમાન લગાવી મરતો હોય છે.
જો એને ક્ષણ માટે પણ એવો વિચાર આવે કે મારા પછી આનુ શુ થશે અથવા આને મારી જરુર છે તો એ મરી ન શકે.
એને મરવા થી નુકસાન અને ફાયદા નુ balance sheet મેચ થાય તો જ એ વ્યક્તિ પોતાની પીડા નો અંત લાવવા આત્મહત્યા નુ પગલું ભરે છે.
4.
સુશાંતસિંઘ રાજપુત ની અેક વષઁની આવક 160 કરોડ હતી આના પરથી સાબિત થાય છે કે જીવન જીવવા સારા મિત્રોની જરૂર છે જેને આપણે આપણી વાત કરી શકીએ,
એકાદ ગ્રામ સોનું ઓછું હશે તો ચાલશે...
પણ તકલીફ માં હોય ત્યારે ખુલી ને વાત કરી શકીએ એવા બે ચાર વ્યક્તિઓ જરૂર રાખજો... 😓
પૈસા નહિ
5.
આજ ની સુંશાતસિંહ રાજપુત ના આપઘાત ની ઘટના એક ખુબજ દુખ:દ ઘટના 😌
કહેવાય છે ને સમય સમય ની વાત છે ...એક સમય ની છીછોરે ફિલ્મ આપઘાત ના કરવાનો નો તેમજ બિંદાસ્ત જીવન જીવવાનો એક સુંદર મેસેજ આપી ગઈ પંરતુ એજ પિકચર નો એક એકટર એટલે સુંશાતસિંહ રાજપુત જ્યારે આપઘાત કરી જીવન ટુંકાવી દે છે ત્યારે ખુબ દુખ ની લાગણી અનુભવાય છે .
આજે આપ સવઁ ને એક સુંદર મેસેજ આપવો છે .
ભલે પરિણામ ઓછુ આવે , ભલે ઘંઘા મા ખોટ આવે , ભલે સંસારીક જીવન મા ચડતી પડતી આવે , ભલે ને સંસારીક જીવન મા કોઈ આપણા થી દુર જતુ રહે અથવા કોઈ છોડી ને જતુ રહે પણ હર હમેંશ આપણે આપણો હોંશલો બુંલદ રાખશુ અને ફરી નવી જીંદગી જીવીશુ .
ખાસ આ ૨૦૨૦ નુ વષઁ આપણા માટે ખુબ અઘરુ સાબિત થનારુ બનશે પણ આપણે આ વષઁ ને ખુબ મહત્વ નુ સમજી ૨૦૨૧ ના સારા નિમાઁણ નુ સ્વપન જોવાનુ છે .
જીવન મા આપઘાત નો વિચાર ક્યારેય ના કરી બસ એક નવી જીંદગી નો વિચાર કરી હર હમેંશ કાયઁશીલ બની જીવન જીવવુ જોઈએ .
ચડાવ ઊતાર આવે , સુખ દુખ આવે , પાસ -ફેલ થવાય તો જ જીંદગી જીવાય એ સુત્ર ને ઘ્યાન મા રાખી જીવન જીવવાની મજા માણવી
🙏🏻
6.
🔔तनाव के उन क्षणों में मजबूत लोग भी आत्महत्या कर लेते है - वो लोग जिनके पास सब कुछ है : शान...शौकत ...रुतबा ...पैसा .. इज्जत ! इनमें से कुछ भी उन्हें नहीं रोक पाता !!
तो फिर क्या कमी रह जाती है ?
कमी रह जाती है उस ऊँचाई पर एक अदद दोस्त की
कमी होती है उस मुकाम पर
एक अदद राजदार की
एक ऐसे दोस्त की जिसके साथ "चांदी के कपों" में नहीं
किसी छोटी सी चाय के दुकान पर बैठ सकते ..
जो उन्हें बेतुकी बातों से जोकर बन कर हंसा पाता
वह जिससे अपनी दिल की बात कह हल्के हो सके.. वह जिसको देखकर
अपना स्ट्रेस भूल सके
वह दोस्त,
वह यार,
वह राजदार,
वह हमप्याला -
उनके पास नहीं होता
जो कह सके तू सब छोड़ ... चाय पी मैं हूं ना तेरे साथ !!! और आखिर में यही मायने कर जाता है...सारी दुनिया की धन दौलत एकतरफ...सारा तनाव एक तरफ !!!!
वह दोस्त वह एक तरफ !!!!!
लेकिन अगर आपके पास
वह दोस्त है + वह यार है ;
तो कीमत समझिये उसकी... चले जाइए एक शाम उसके साथ
चाय पर ... जिंदगी बहुत हसीन बन जाएगी......
याद रखिए आपके तनाव से यदि कोई लड़ सकता है तो वो है आपका दोस्त और उसके साथ की एक कप गर्म चाय !!!!! 😘🙏🏻😍
7.
જેટલા ડિપ્રેશનમાં આવીને અમીર આત્મહત્યા કરે છે....
એટલા ડિપ્રેશનમાં મિડલ ક્લાસ વ્યક્તિ રોજ જીવે છે.
8.
ક્યાંય સાંભળ્યું કે,
ધરમેન્દ્ર એ આત્મહત્યા કરી.....?
*રાજકુમાર એ....?*
*મુકેશ ખન્ના એ..?*
*મનોજ કુમાર એ....?*
*અનુપમ ખેર એ...?*
*નહી...* 👈
અત્યાર ની પેઢી જ કેમ આત્મ હત્યા કરે છે.....?
*આધ્યાત્મિકતા......0%*
*સંસ્કાર..... 0%*
*હિમ્મત.....0%*
*સાહસ....0%*
*સરળ સાદા વિચાર....0%*
*પરિશ્રમ....0%*
*આત્મ મંથન....0%*
*પ્રાચિન રહેણી કહેણી...0%*
*જ્ઞાન....0%*
*આત્મ વિશ્વાસ...0%*
*વર્તન વિવેક....0%*
*શારીરિક રમત...0%*
*પુજા પાઠ...0%*
*શ્રધ્ધા વિશ્વાસ....0%*
માત્ર
*Social midiya*
*Google*
*You tube*
*Tik tok*
*What's app*
*map*
*Facebook*
*twitter*
ટુંક મા કેયે તો...
*પિતા* પર વિશ્વાસ ન હોય,
*Google* પર વિશ્વાસ હોય
રસ્તો ભુલી જાય તો *માણસ* ને ન પુછે,
*Map* ને પુછે...
*5000* face book friends હોય....
પણ
*ટાણે અળધી રાત્રે* દુખ મા ભાગ લેવા *પાળોસી મિત્ર* ન આવે...
*ગુરુ* ને કાય પણ ન પુછે,
*You tube* મા સર્ચ મારે...
*સાયકલ નો ચેન* ઉતરી ગયો હોય તો બાજુ વારા ને બોલાવવા પ ડે....
*આ હાલ ની પેઢી....*
આ કોઈ એક ની વાત નથી
*અત્યાર ની 85% પેઢી ની વાત છે આ....*🙏🙏🙏
Comments
Post a Comment