મા બાપની સેવા...

વર્ષ માં એક વખત ઘરડા ઘર ની મુલાકત લેવી...
તેવું મન થી મેં નક્કી કર્યું હતું...

મંદિર મા ભગવાન ને રૂપિયા ની હવે જરૂર રહી નથી...
જીવતી વ્યક્તીઓ ની સેવા કરતી સંસ્થા નેે સહાય કરવી.. એ પ્રભુ સેવા બરાબર છે..

ત્યાંના સંચાલક દવે કાકા પણ મને અંગત રીતે પરિચિત થઈ ગયા હતા...

એક પૂજનીય, માન ઉપજે તેવું તેમનું વ્યકતીત્વ.. નિઃસ્વાર્થ ભાવના સાથે ઘરડા ઘરનો પાયો તેમને નાખ્યો હતો..
સંસ્થા ને  ઘણી બધી મુશ્કેલી ઓ પડી...છતાં પણ દવે કાકા..અડીખમ આજે પણ ઉભા છે...

દવે કાકા તેમની..સંસ્થા મા થયેલ વિવિધ ફેરફારો..મને બતાવી રહ્યા હતા ઘરડા ઘર નું રીનોવેશન..
દરેક ઘરડી વ્યક્તી ના રૂમ મા AC..TV ..ઘરડા માણસ ને અનુરૂપ રૂમના ફર્નિચર...પડદા..આરામ ખુરશી..ઇન્ટરકોમ સિસ્ટમ ...

મેં હસ્તા..હસ્તા..કીધું...દવે કાકા..આપણો રૂમ પાક્કો..

દવે કાકા બોલ્યા ..બેટા એવા દિવસ ભગવાન કોઈ ને ના આપે..
આ દરેક દીવાલ ની અંદર ઘરડી વ્યક્તીઓ ના નિસાસા છુપાયેલ હોય છે...જે તેમના સંતાનો ને કદી શાંતિ થી જીવવા નહીં દે...

બહુ..કપરૂ છે બેટા ઘરડા ઘરના પગથિયાં ચઢવા...
સોના ના પાંજરા ની કિંમત પંખી ને પુછવી ...પડે

અમે તો ફક્ત પ્રયત્ન કરીએ છીયે કે તેઓ તેમની જતી અવસ્થામાં સ્વમાન અને આનંદ થી જીવે....
છતાં પહણ ઘણા વડીલો તેમનો ભૂતકાળ ભૂલી નથી શકતા... બેટા ..ભૂલી પણ કઈ રીતે શકે..

બાળકો ને કેટલો પ્રેમ આપ્યો હોય.. જીંદગી આખી ઘસી નાખી સ્વપ્નાં ના વાવેતર કરી  બાળકો ને મોટા કર્યા..હોય..
ફક્ત આ દિવસોજોવા માટે.....?

જા..ખાતરી કરવી હોય  તો કરીજો
એક..એક વ્યક્તી ના માથે હાથ ફેરવી જો...તેઓ રડી પડે નહીં તો કહેજે... દરેક વડીલો પોતાની લાગણીઓ દબાવી ને બેઠા છે...
જીવતી લાશો છે બેટા... જીવતી લાશ..

મારી આંખ પણ ભીની થઈ ગઈ..મેં વાત બદલતા કહ્યું..

દવે કાકા...આ બધી વાત તો ..બરાબર પણ એવું કેવું ડોનેશન આ સંસ્થા ને મળી ગયું.. કે આખી સંસ્થા ની કાયા પલટ થઈ ગઈ....

દવે કાકા બોલ્યા...
બેટા...જો આ એક પ્રાર્થના હોલ બનાવ્યો છે.
સવાર સાંજ પ્રભુ ની પ્રાર્થના માટે અહીં બધા વડીલો ભેગા થાય છે....
હોલ મા દ્રસ્ટી કરી તો ભગવાન શ્રી ક્રિષ્ના રાધાજી ની સ્મિત કરતી મૂર્તિ હતી..અને તેની બાજુ મા એક દાદા..દાદી ની ઉંમર ના બે ફોટા હાર પેહરાવેલા જોઈ... મેં પુછયુ.. દવેકાકા..આ વડીલ કોણ છે...?

અહીં...બેસ બેટા... અમે પ્રાર્થના હોલ મા બેઠા..
આ સંસ્થા ની કાયા પલટ પાછળ આ બંન્ને મહાન વ્યક્તીઓનું યોગદાન છે...દવે કાકા બોલ્યા

દોઢ વર્ષ પહેલાં..આ બંન્ને  વ્યક્તી ને ભગવાને બોલાવી લીધા...
લગભગ..દસ વર્ષ થી આપણી સંસ્થા મા ગોપાલ દાદા અને શાંતા બા રહેતા હતા....
શાંતાબા માયાળુ..પણ ગોપાલ દાદા સ્પષ્ટ, પણ નિખાલસ, હતા....

મેં કીધું પણ દવે કાકા..
અહીં ઘરડા ઘર મા તેઓ નું આવવા નું  કારણ..?

દવે કાકા બોલ્યાં.. બેટા..
અહીં કોઈ કારણ વગર આવતું નથી...
દીકરા ના લગ્ન પછી...દીકરા વહુ ના લક્ષણ તેમને બરાબર ના લાગ્યા...
દીકરો અને દીકરા ની વહુ ની જીદ હતી.. કે તમારી ઉમર વધે છે..હવે ઘર અને તમામ મિલ્કત અમારા નામે કરી દો... ગોપાલ દાદા તો કડક સ્વભાવ ના .હતા તેમણે દીકરા-વહુ ને કહી દીધું.. મારા જીવતા આ કામ નહીં થાય...

દીકરો.. વહુ..માથા ફરેલ હતા...તેમણે કીધું.. સારૂં તો અમે અમારો રસ્તો કરીયે.. તમે તમારો...
દીકરો વહુ જુદા થયા...
ઉમર ને કારણે શાંતાબા થી કામ થતું નહતું...એટલે એ લોકો ઘર ને તાળું મારી આપણી સંસ્થા મા કાયમ માટે રહેવા આવી ગયા....

બે એક વર્ષ થી બંન્ને ની તબીયત લથડી હતી...
અમારા સંસ્થાના નિયમ મુજબ તેમના સંતાન ને જાણ કરી કે શાંતા બા ની તબિયત નાજુક છે..તો છેલ્લા દિવસો માટે તમારે ત્યાં લઈ જાવ....

તેનો દીકરો ને વહુ..આવ્યા પણ આંખ મા કોઈ લાગણી નહીં...દિલ મા કોઈ કરૂણા નહીં...
દીકરો બોલ્યો...માઁ તને લેવા આવ્યા છે...

શાંતા બા કહે તારા બાપા વગર નહીં આવું...
દીકરો.. જિદ્દી હતો...કહે પહેલા  અમારા નામે મકાન મિલ્કત કરે પછી...વાત....

ગોપાલ દાદા પણ જાય તેમ નહતા...
હાથ જોડી બોલ્યા... જા બેટા જા.. તારા અને મારા સંબધો બાપ દીકરા ના રહ્યા જ નથી....તારી માઁ એ ભૂલ થી સંતાન ને નહીં પથરા ને જન્મ આપી દીધો..

તારી માઁ અહીજ રહેશે...અને અહીજ મરશે.. અમે સાથે જીવવા અને મરવા માટે વચનબદ્ધ છીયે...તું કોણ અમને બંન્ને ને જુદો પાડનાર...

ગોપલ દાદા ના દીકરા વહુ...
તેમની મોંઘી ગાડી ના અહંમ અને તિરસ્કાર ની ભાવના સાથે બારણાં પછાડી  ગાડી હંકારી સંસ્થા ની બહાર નીકળી ગયા....

દવે કાકા એ પાણી પીધું..
બેટા.. બીજા દિવસે... સમાજ ને દાખલો બેસે તેવું કામ ગોપાલ દાદા એ કર્યું..
લોકો...મોટી..મોટી વાતો કરે..
સંસ્થા નો ઉપયોગ પણ કરે...
આખી જીંદગી.. દીકરા વહુ ની ટીકાઓ કરી..અંતે  જે સંસ્થા એ આશરો આપ્યો હોય તેને રૂપિયા નું પણ દાન કર્યા વગર જતા રહે છે..

બેટા ગોપાલ દાદા એ સવારે..વકીલ ને બોલાવી....તેની તમામ મિલ્કત સંસ્થા મા દાન કરી દીધી...
બેટા દસ  કરોડ.. તેમનો બંગલો જ સાત કરોડ નો હતો..અકલ્પનીય  દાન સાથે...

ગોપાલ દાદા બોલ્યા....
એક મારી શરત....સમજો કે છેલ્લી ઈચ્છા..
આ ઘરડા ઘર નું રીનોવેસન કરાવો ત્યારે એક રૂમ ખાલી રાખવો.. જયારે અમારા મરી ગયા પછી મારા દીકરા વહુ  મિલ્કતનો હિસાબ માંગવા આવે તો ...
તેને  આ રૂમ ની ચાવી આપી કહેજો..
કે વારસા મા તારો બાપ આ ઘરડા ઘર મા જે રૂમ માં રહેતો હતો..તે ફક્ત તારા નામે કરતો  ગયો છે...

મેં કીધું..કાકા.. કેટલી નફરત સંતાન પ્રત્યે થઈ ગઈ હશે...
પછી ગોપાલ દાદા..અને શાંતા બા નું શુ થયું..?

બેટા.... શાંતા બા એક દિવસ અશક્તી ને કારણે સવારે ઉભા ના થયા... ગોપાલ દાદા એકલા પડી ગયા...
બીજે દિવસે સંસ્થા માં શાંતા બા નું  બેસણુ રાખ્યું.... હતું..
બધા સવારે ગોપાલ દાદા ને રૂમ ઉપર બોલવા ગયા...પણ ગોપાલ દાદા એ રૂમ નું બારણું ખોલ્યું નહીં....તાળા ની બીજી ચાવી થી બારણું  ખોલ્યું...તો ગોપાલ દાદા પહણ શાંતા બા ની પાછળ ઉપડ્યા...

સમગ્ર...સંસ્થા મા ગમગીનતા નું વાતવરણ છવાઈ ગયું....
દવે કાકા આંખ લૂછી..બોલ્યા.

મને યાદ છે તેમના શબ્દો..
ગોપાલ દાદા તેના છોકરા ને બોલ્યા હતા
 "સાથે જીવવા અને મરવા માટે અમે એકબીજા વચનબધ્ધ છીયે.. તું અમને જુદો કરવા વાળો કોણ....."?
બેટા.. ગોપાલ દાદા એ વચન પાળી બતાવ્યું..

નિઃસંતાન લોકો ની સેવા કરવી ગમે છે...
પણ સંતાન હોવા છતાં ઘરડાઘર મા આવતા વડીલો ને સાચવતા બહુજ દર્દ થાય છે...

આ છે સંસ્થા નું કાયાપલટ નું કારણ...આ પ્રાર્થના હોલ નું નામ એટલે જ અમે "ગોપાલ ભવન" રાખેલ છે.

મારા થી બોલાઈ ગયું..વાહ..ગોપાલ દાદા..વાહ

साथ चाहिये तो पूरा ज़िन्दगी भर का चाहिये..
कुछ पल का साथ तो जनाजा उठाने वाले लोग भी दे देते है...

મિત્રો...
માઁ બાપ કદી પોતાના સંતાન ને શ્રાપ આપતા નથી...પણ તેની આંતરડી દુભાવનાર ને કદી માફ પણ નથી કરતા...

સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો,
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહી..!

ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહી..!
પળ પળ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહી.🙏🏻
*જેવું કર્મ કરશો તેવુ જ ભોગવશો*
*સાચું , ખોટું, સારું કે ખરાબ જે કરશો તે તમારે  આ જન્મે નહી તો  આવતે જન્મે ભોગવ્યે જ છૂટકો*🙏🏻


2.

પોતાના મા-બાપ નું સન્માન કરવાની ૩૫ રીતો,
જો કરી શકો તો..????????

૧.   તેઓની હાજરી માં તમારા
      સેલફોન ને સંપૂર્ણ અળગો
      રાખો.
૨.   તેઓ શું કહે છે એના પર
      ધ્યાન આપો.
૩.   તેમની માન્યતા સ્વીકારો.
૪.   તેઓની વાતચીત માં તમો
      પણ સામેલ થાવ.
૫.   તેઓને સમ્માન ની નજરે
      જુઓ.
૬.   તેઓના કાયમ વખાણ
      કરો.
૭.   સારા સમાચાર તેઓને
      જરૂર આપો.
૮.   તેઓને ખરાબ સમાચાર
       આપવાનું બની શકે તો
      ટાળો.
૯.   તેઓના મિત્રો અને
      સંબંધીઓ સાથે
      આદરતા થી વર્તો.
૧૦. તેઓ દ્વારા થયેલ સારા
      કામ ને કાયમ યાદ રાખો.
૧૧. તેઓ કદાચ એક ની એક
      જ વાત વારંવાર કહે તો
      પણ એને એવી રીતે
      સાંભળો કે જાણે
      પહેલીવાર વાત કરે છે.
૧૨. ભૂતકાળ ની દુ:ખ ઉપજાવે
      એવી યાદો કે પ્રસંગો ને ફરી
      ફરીને ના જણાવો.
૧૩. તેઓની હાજરીમાં
      એકબીજા ના કાનમાં જઇ
      વાત કરવા નું ટાળો.
     (કાનફુસી)
૧૪. તેઓની સાથે વિવેકપૂર્વક
     બેસો.
૧૫. તેઓના વિચારો ને ઉતરતા
      છે એમ જણાવી એને
      વખોળતા પણ નહીં.
૧૬. તેઓની કોઇપણ વાત ને
      અધવચ્ચે થી કાપવાનું
      ટાળો.
૧૭. તેઓની ઉંમર નો મલાજો
      રાખો.
૧૮. તેઓની અળખે પળખે
      તેમના પૌત્ર-પ્રપૌત્રો કે
      પૌત્રી-પ્રપ્રૌત્રી ને નિયમ
      બતાવવા કે મારઝૂડ કરવાનું
      ટાળો.
૧૯. તેઓની સલાહ અને
      માર્ગદર્શન ને સ્વીકારો.
૨૦. તેઓનું નેતૃત્વ સ્વીકારો.
૨૧. તેઓ સાથે ઉંચા અવાજે
      વાત ના કરો.
૨૨. તેઓની આગળ કે સામે થી
      પસાર થવાનું ટાળો.
૨૩. તેઓના જમતાં પહેલાં તમે
      પોતે જમવા નું ટાળો.
૨૪. તેઓને એક ધાર્યા જોયા
      ના કરો મતલબ કે ધૂરયા ના
      કરો.
૨૫. તેઓને તે ઘડીએ પણ
      ગૌરવશાળી છો એવું
      સાબિત કરાવો જે સમયે
      તેઓ પોતે માનતા હોય કે
      હું આને લાયક જ નથી.
૨૬. તેઓની સામે તમારા પગ
      રાખીને કે તેઓની તરફ પીઠ
      રાખીને બેસવાનું ટાળો.
૨૭. તેઓની ઉતરતી વાત ના
      કરો અને અન્યએ કરી હોય
      તો પણ એનું વર્ણન કરી
      તેઓને જણાવો નહીં.
૨૮. તેઓને પણ તમારી
      પ્રાર્થના માં ઉમેરો.
૨૯. તેઓની હાજરી માં કંટાળો
      કે થાક નું પ્રદર્શન ના કરો.
૩૦. તેઓની ભૂલો કે અજ્ઞાનતા
      પર હસવાનું ટાળો.
૩૧. તેઓના કહેતાં પહેલાં
      તેમનું કામ કરો.
૩૨. નિયમિતપણે તેઓની
      નજીક જવાનું રાખો.
૩૩. તેઓ સાથેના સંવાદ માં
      પોતાના શબ્દો નો ધ્યાનપૂર્વક
      ઉપયોગ કરો.
૩૪. તેઓને એજ શબ્દો દ્વારા
      સન્માનિત કરો જે એમને
      પોતાને ગમતા હોય.
૩૫. પોતાના ગમે તે કામ ના
      ભોગે પણ તેઓ ને
      પ્રાથમિકતા આપો.

*મા-બાપ જ આ દુનિયા નો સૌથી મોટો ખજાનો છે.*

*સૌથી પહેલાં આપણા ભગવાન અને ગુરૂ મા-બાપ જ છે અને આ વાત દરેક શાસ્ત્રો અને ધર્મ પણ જણાવે છે.*  🌹

3.

*Do not miss..*
*માં - બાપ ને ભુલશો નહીં*     
લગ્નની એ પહેલી રાત      આજે આપણે જે વાત કરવાના છીએ તે માટે નમ્ર વિનંતી કરીએ છીએ કે વાંચીને આ લેખને બને તેટલો શેર કરજો જેથી દરેક લોકોને આલેખનો બોધ મળે.
એક કપલ હતું જે ના નવા નવા લગ્ન થયા હતા, લગ્ન ની પહેલી રાતે જ્યારે પત્ની સજી-ધજીને પલંગ પર બેઠી હતી ત્યારે તેનો પતિ ભોજન થાળ લઈને આવ્યો. એ ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ હોવાથી આખા રૂમમાં તેની ખુશ્બુ પ્રસરી ગઈ, અને આ ખુશ્બુ થી પત્ની પણ રોમાંચિત થઇ ઉઠી, 

એ સ્ત્રી એ પછી પોતાના પતિ સાથે વાત કરી કે તમે મમ્મીને પણ અહીં બોલાવી લો, આપણે ત્રણે સાથે ભોજન કરી લઈએ, 
પતિએ કહ્યું કે ના તેઓ જમીને સુઈ ગયા હશે, ચાલો આપણે પ્રેમથી ભોજન કરીએ, 
આથી પેલી સ્ત્રી એ ફરી પાછું પતિ ને કહ્યું કે મેં મમ્મીને જમતા જોયા નથી, તેના પતિ એ જવાબ આપ્યો કે તું જીદ શું કામ કરી રહી છે, લગ્નના કામમાંથી થાકી ગઈ હશે માટે સૂઈ રહી છે, નિંદરમાંથી જાગી ને પછી તે ભોજન કરી લેશે. ચાલો આપણે પ્રેમથી ભોજન કરી લઈએ.

આટલું બન્યા પછી પહેલા સ્ત્રીના મગજમાં શું વિચાર આવ્યો પરંતુ તેને તરત જ તેના પતિને છુટાછેડા આપવાનો નિર્ણય કરી લીધો.

અને જોતજોતામાં જ તેને છૂટાછેડા આપી પણ દીધા, અને બીજા લગ્ન પણ કરી લીધા. 
અને આ બાજુ તેના પહેલા પતિ એ પણ બીજા લગ્ન કરી લીધા. બંને એકબીજાના રસ્તામાંથી અલગ થઈ ગયા અને બંનેના ઘર વસી ગયા.

બંને લોકો ખુશી ખુશી રહેવા લાગ્યા, આ બાજુ પેલી સ્ત્રીને બે બાળકો થયા જે ખૂબ જ સંસ્કારી અને આજ્ઞાકારી હતા. પોતાની મમ્મી જે કહે તે બધું માનતા. 
ધીમે ધીમે સમય વીતતો ગયો, બાળકો પણ મોટા થતાં ગયા.

એક સમય પછી જ્યારે પેલી સ્ત્રી ની ઉમર 60 વર્ષની થઈ ગઈ તો તેને તેના બાળકોને કહ્યું કે હું  Girnar યાત્રા કરવા માંગું છું કારણકે ત્યાં હું તમારા સુખમય જીવન માટે પ્રાર્થના પણ કરી શકો. બાળકો તરત જ પોતાની માને લઈને Girnar ની યાત્રા પર નીકળી ગયા. એક જગ્યાએ ત્રણે મા દીકરા ભોજન માટે રોકાયા અને બાળકો ભોજન પીરસીને માતાને ખાવાની વિનંતી કરવા લાગ્યા.

એ જ સમયે તેની માતાની નજર એક ખુબ જ ખરાબ હાલત માં બેઠેલા એક વૃદ્ધ પડી, તેની હાલત એટલી બધી ખરાબ હતી કે તેનો ચહેરો પણ ઠીક થી દેખાઈ રહ્યો ન હતો. પરંતુ આ વૃદ્ધ તેની પાસે પડેલા ભોજન અને તેના બાળકો પ્રત્યે એક ટસે જોઈ રહ્યો હતો, આથી માતાને તે વૃદ્ધ પર દયા આવી ગઈ 

અને તેના બાળકોને કહ્યું કે જાઓ પહેલા પેલા વૃદ્ધ ને નવડાવી દો અને તેને વસ્ત્ર આપો ત્યાર પછી આપણે ભોજન કરીશું. દીકરાઓએ બિલકુલ માતાએ કહ્યું તેમ કર્યું પછી તેને માતા સામે લઈ આવ્યા તો માતા જોઈને આશ્ચર્ય ચકિત રહી ગઈ
 કારણકે તે વૃદ્ધ બીજું કોઈ નહીં પરંતુ એ જ માણસ હતો જેની સાથે તેને લગ્નની પહેલી રાત્રે જ છૂટાછેડા લીધા હતા.

માતા તરત જ આ વૃદ્ધ ને ઓળખી ગઈ અને તેને પૂછ્યું કે તમારી આવી હાલત કઈ રીતે થઈ? આથી વૃદ્ધે પોતાની નજર જુકાવી ને કહ્યું કે મારી પાસે બધું જ હતું, અને કંઈ જ કમી ન હતી 

પરંતુ છતાં પણ મારા બાળકો મને ભોજન આપતા ન હતા, મારો તિરસ્કાર કરતા હતા, મને ઘરથી બહાર કાઢી મૂક્યો.

ત્યારે પેલી સ્ત્રીએ તેને જવાબ આપ્યો કે આ વાતનો અંદાજો તો મને સુહાગરાતના દિવસે જ લાગી ગયો હતો જ્યારે તમે પહેલા પોતાની માતાને ભોજન કરાવવા ની જગ્યાએ તે સ્વાદિષ્ટ ભોજનને લઈને મારા રૂમમાં આવી ગયા હતા અને મારા વારંવાર કહેવા છતાં તમે પોતાની માતાનો તિરસ્કાર કર્યો હતો,

 કદાચ આજે એનું જ તમે ફળ ભોગવી રહ્યા છો.

જેવો વ્યવહાર આપણે આપણા વડીલો સાથે કરીશું તે જોઈને આપણા બાળકો માં પણ એ જ ગુણ આવે છે કે કદાચ આ જ પરંપરા હોય છે, 
કાયમ માતા-પિતાની સેવા કરવી તે આપણું દાયિત્વ બને છે.
 જે ઘરમાં માતા-પિતા હશે છે તે જ ઘરમાં પ્રભુ વસે છે.

દરેક લોકોની આંખ ઉઘાડી દે તેવો પ્રસંગ અહીં વર્ણવ્યો છે,
* **** Do NOT Miss.... 
 તમને નમ્ર વિનંતી છે કે આ લેખ ને એટલો શેર કરજો કે દરેક લોકો સુધી પહોંચી જાય, અને દરેક લોકો આ પ્રસંગ નો ભાવાર્થ સમજી ને...
કદી પણ તેના માતા-પિતા નો તિરસ્કાર ન કરે.

🙏માબાપ ને ભુલશો નહિ🙏

4.



Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...