બાળપણની યાદી...

1.

સાચે જ ધોરણ પાંચ સુધી સિલેટ ની પટ્ટી ચાટવાથી કેલ્શિયમ ની ઉણપ પૂરી કરવી એ કાયમી ટેવ હતી પણ ખબર નહોતી પડતી કે તેનાથી કેલ્શિયમની ઊણપ પૂરી થાય છે.

અને આ અમારી કાયમી ટેવ હતી તેમાં થોડી ઘણી બીક  એ પણ લાગતી હતી કે સિલેટ ચાટવાથી કઈ વિદ્યા માતા ગુસ્સે ના થઈ જાય...

અને ભણવાનો તણાવ તો પેન્સિલના પાછલો હિસ્સો ચાવી ચાવીને તણાવમુક્ત થઈ જતા હતા..

અને હા ચોપડીઓના વચ્ચે વિદ્યાના ઝાડનું ડાળુ અને મોરના પિછાને મૂકવાથી અમે હોશિયાર થઈ જઈશું એવી દૃઢ માન્યતા હતી..

અને કપડાની થેલીમાં તો ચોપડા ગોઠવવા એ અમારું આગવું કૌશલ હતું અને ચોપડા ગોઠવવા એ જ એ જમાનામાં હુંનર મનાતું હતું.

અને જ્યારે જ્યારે નવા ધોરણમાં આવતા ત્યારે ચોપડીઓ ઉપર પુઠા ચડાવવા એ અમારા જીવનનો વાર્ષિક ઉત્સવ હતો ‌.

અને માતા-પિતાને અમારા તો ભણતરની કોઈ ફિકર કી ચિંતા જ નહોતી પરંતુ અમારું ભણતર એ તેમના ઉપર એક આર્થિક  તણાવ ઉભો કરવા વાળો બોજ હતો.

વર્ષોના વર્ષો વીતી જતા છતાં અમારા માતા-પિતા ના પાવન પગલા ક્યારે અમારી સ્કૂલ તરફ પડતા ન હતા.

અને અમારા દોસ્તો પણ કેવા મજાના હતા. જ્યારે સાયકલ લઈને જતા હતા ત્યારે એકને ડંડા ઉપર અને બીજાને કેરિયર પર બેસાડતા બેસાડતા અને કેટલી મંઝિલો ખેડી હશે એ અમને યાદ નથી પરંતુ થોડી થોડી બસ અસ્પષ્ટ યાદો અમારી સ્મૃતિ પટલ પર છે.

એ જમાનામાં નવા નવા ટેલિવિઝન આવ્યા હતા કોઈ કોઈના ઘરે ટેલિવિઝન હતા જોવા જઈએ તો ક્યારે ક્યારે અમને કાઢી મૂકવામાં પણ આવતા છતાં અમને કોઈ અપમાન જેવું લાગતું ન હતું અને પાછા બીજા દિવસે ત્યાં જઈ ગોઠવાઈ જતા.

નિશાળમાં શિક્ષકનો માર ખાતા ખાતા અને અંગૂઠા પકડતા પકડતા ક્યારે શરમ સંકોચ અનુભવ્યો નથી કારણ કે તે વખતે ક્યારે અમારો ઇગો હટ નહોતો થતો. કારણકે અમને ખબર જ નહોતી કે  ઇગો કઈ બલાનું નામ છે.?

માર ખાવો એ અમારા જીવનની દૈનિક સહજ પ્રક્રિયાનો ભાગ હતો.

અને મારવાવાળો અને માર ખાવા વાળો બંને ખુશ થતા હતા કારણકે એક ને એમ હતું કે ઓછો માર ખાધો અને બીજાને એમ થતું હતું કે અમારો હાથ સાફ થઈ ગયો આમ બંને ખુશ.

અમે ક્યારે અમારા મમ્મી પપ્પાને એવું ન બતાવી શક્યા કે અમે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ કારણકે અમને આઇલવયુ બોલતા જ નોતુ આવડતું.

આજે અમે દુનિયાના ઉતાર-ચઢાવ નીચે દુનિયાનો હિસ્સો બની ચૂક્યા છીએ કોઈ મિત્રો ને પોતાની મંઝીલ મળી ગઈ છે. તો કોઈ મિત્રો મંઝિલ શોધતા-શોધતા આ દુનિયાની ભીડમાં ક્યાં ખોવાઈ ગયા તેની ખબર નથી.

એ સત્ય છે કે અમો દુનિયાના કોઈપણ છેડે હોઈએ પરંતુ અમોને સચ્ચાઈ અને હકીકતો એ  પાલ્યા હતા અમે સચ્ચાઈની દુનિયામાં જીવતા હતા.

અમને ક્યારેય કપડાં ઇસ્ત્રી બચાવવા માટે સંબંધની ઉપચારીકતા ક્યારેય નથી સમજી સબંધો સાચવવા ની ઔપચારિકતા બાબતોમાં અમે સદાય મૂર્ખ જ રહી ગયા.

 અમો પોત પોતાના ભાગ્ય સાથે આજે જે પણ સપના  જોઈ રહ્યા છીએ. તે સપના જ અમને જીવિત રાખી રહ્યા છે .નહીતો અમે જે જીવન જીવીને આવ્યા છીએ તેની સામે હાલનું આજીવન કાંઈ જ નથી.

અમે સારા હતા કે ખરાબ એ ખબર નથી પણ અમારો પરિવાર અને અમારા મિત્રો એક સાથે હતા એ જ મહત્વનું હતું.

 કાશ આ સમય ફરીથી પાછો આવે.

2.

🤔🤔🤔🤔🤔🤔🤔🤔
આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ?

એક સાયકલમાં
ત્રણ સવારી જતાં,
એક ધક્કો મારે
ને બે બેસતાં,
આજે બધા પાસે
બે બે કાર છે,
પણ
સાથે બેસનાર એ દોસ્ત
કોને ખબર ક્યાં છે ?

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ?
☹️☹️☹️☹️☹️☹️☹️☹️

એકનાં ઘરેથી બીજાનાં ઘરે
બોલાવા જતાં,
સાથે મળીને રખડતાં
ભટકતાં નિશાળે જતાં,
આજે
ફેસબુક વોટ્સએપ પર
મિત્રો હજાર છે,
પણ
કોને કોના ઘરનાં
સરનામાં યાદ છે ?

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ?
🤥🤥🤥🤥🤥🤥🤥🤥

રમતાં, લડતાં, ઝઘડતાં,
ને સાથે ઘરે જતાં,
કોનો નાસ્તો કોણ કરે
ઈ ક્યાં ધ્યાન છે,
આજે ફાઈવ સ્ટારમાં
જમવાનાં પ્રોગ્રામમાં પણ,
બહાનાં કાઢી કહે છે કે
મને તારીખ ક્યાં યાદ છે ?

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ?
😦😦😦😦😦😦😦😦

રોજ સાથે રમતાં વાતો કરતાં,
સમય પ્રત્યે સૌ અજાણ હતાં,
આજે રસ્તામાં,
હાથ ઉંચો કરીને કહે છે કે,
સમય કાઢીને મળીએ
તારૂં એક કામ છે,

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ?
🤫🤫🤫🤫🤫🤫🤫🤫

ત્રણ દિવસ
પતંગને કાના બાંધતાં,
દિવાળી જનમાષ્ટમીની
રાહ જોતાં,
આજે રજાઓમાં
ફોરેન ફરવા નિકળી જવું છે,
મિત્રો સાથે
તહેવારો માણવાનો
ક્યાં ટાઈમ છે ?

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ?
😇😇😇😇😇😇😇😇

આઠ આનાની પેપ્સીકોલામાં
અડધો ભાગ કરતાં,
પાવલીનાં કરમદામાં
પાંચ જણા દાંત ખાટાં કરતાં,
આજે સુપ સલાડ ને
છપ્પન ભોગ છે,
પણ
ભાગ પડાવનાર
ભાઈબંધની ખોટ છે,

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ?
🤣🤣🤣🤣🤣🤣🤣🤣

ભેરૂનાં જન્મદિવસનાં
જલસા કરતાં,
મોટાનાં લગન પંદર દી માણતાં,
આજે મિત્રનાં મરણનાં
સમાચારે પણ,
વોટ્સએપમાં
આર.આઈ.પી.
લખીને પતાવીએ છીએ,

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ?
🙃🙃🙃🙃🙃🙃🙃🙃

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ?
🤔🤔🤔🤔🤔🤔🤔🤔

3.

*કેવો સુંદર જવાબ!*👌✅👌✅😳🤔

બે *"પેઢી"* વચ્ચેની સરખામણી.......
દરેક વ્યક્તિએ
વાંચવી જ જોઈએ , ન ગમે તો પૈસા પાછા 😂

👌👌

એક યુવાને
તેના પિતાને પૂછ્યું:
"તમે લોકો પહેલા કેવી રીતે રહેતા હતા?
ટેક્નોલોજી ન હતી
કાર કે પ્લેન નહીં
ઇન્ટરનેટ નહીં
કોમ્પ્યુટર નહીં
મોલ નહીં
કલર ટીવી નહીં
મલ્ટિપ્લેક્સ સિનેમા નહીં
મોબાઈલ ફોન નહીં
સારી હોટેલો, રેસ્ટોરન્ટ નહીં
સારા કપડા નહીં
હીલ સ્ટેશન પર ફરવા જવાનું નહીં

*તેના પિતાએ જવાબ આપ્યો:*
*જેમકે તમારી પેઢી આજે કેવી રીતે જીવે છે?* અમને આશ્ચર્ય થાય છે...👇

કોઈ પ્રાર્થના નથી
કરુણા નથી
કોઈ સન્માન નથી
કોઈ માન નથી
મોટો પરિવાર નથી
શરમ નથી
નમ્રતા નથી
સમયનું આયોજન નથી
રમતગમત નથી
વાંચન નથી
ખેતીકામ નથી
ગુરુ પ્રત્યે આદર નથી

"અમે,
1950 -1980 ની વચ્ચે
જન્મેલા આશીર્વાદિત લોકો છીએ.
અમે જીવંત નવલકથા છીએ.
👉
રમતી વખતે અને
સાયકલ ચલાવતી વખતે
અમે ક્યારેય
હેલ્મેટ પહેરી ન હતી.
👉
શાળા પછી અમે
સાંજ સુધી રમતા.
અમે ક્યારેય ટીવી જોયું નથી.
👉
અમે સાચા મિત્રો સાથે રમ્યા,
ઈન્ટરનેટ મિત્રો સાથે નહિ.
👉
જો અમને ક્યારેય
તરસ લાગે તો અમે
નળનું પાણી પીધું,
બોટલનું પાણી નહીં.
👉
અમે ચાર મિત્રો સાથે એક જ ગ્લાસ શરબત શેર કરતા હોવા છતાં અમે ક્યારેય બીમાર થયા નથી.
👉
અમારું વજન ક્યારેય વધ્યું નથી કારણકે અમે રોજ રોટલો દહીં અથાણું ખાતા હતા.
👉
ખુલ્લા પગે ફરવા છતાં અમારા પગને કંઈ થયું નથી. કાંટા અમારાથી દૂર રહેતા.
👉
અમારા માતા અને પિતાએ અમને સ્વસ્થ રાખવા માટે ક્યારેય કોઈ સપ્લીમેન્ટ્સનો ઉપયોગ કરવા દીધો નથી. મગફળી,ગોળ, બાજરાનો - ઘઉં નો પોંક, મકાઈના ડોડા અને ક્યારેક શેરડી નો સાંઠો મળે એટલે ભૈયો ભૈયો.
👉
અમે અમારા પોતાના રમકડા બનાવતા અને તેની સાથે રમતા, ધુળમાં, રેતીમાં દેશી રમતો રમતા. વાગેતો કાળી માટી લગાવી દેતાં... દુઃખ ગાયબ.
👉
અમારા માતા-પિતા શ્રીમંત ન હતા.
તેઓએ અમને પ્રેમ અને સંસ્કાર આપ્યા
દુન્યવી ભૌતિક સાધન સામગ્રી નહીં.
👉
અમારી પાસે ક્યારેય
સેલફોન, ડીવીડી,
પ્લે સ્ટેશન, એક્સબોક્સ,
વિડીયો ગેમ્સ,
પર્સનલ કોમ્પ્યુટર,
ઈન્ટરનેટ ચેટ નહોતા -
પણ
અમારે સાચા મિત્રો હતા તે અમારા માટે નેટવર્ક નું કામ કરતા..
👉
અમે અમારા મિત્રોના ઘરની બિનઆમંત્રિત મુલાકાત લીધી અને તેમની સાથે ભોજનનો આનંદ માણ્યો.
👉
તમારી દુનિયાથી વિપરીત,
અમારે નજીકમાં રહેતા સંબંધીઓ હતા જેથી કુટુંબનો સમય અને સંબંધો એક સાથે માણવામાં આવ્યા. મામા ,માસી ,ફઈ નો પ્રેમ જોવા તમારે એક પેઢી આગળ જન્મ લેવાની જરૂર હતી.
👉
અમે ભલે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટામાં હતા પણ તમને એ ફોટામાં રંગીન યાદો જોવા મળશે. અમે હવે અમે તમારા માટે કલર ઝેરોક્ષ છીએ.🤓
👉
અમે એક અનોખી અને સૌથી વધુ સમજદાર પેઢી છીએ,
*કારણ કે અમે એવી છેલ્લી પેઢી છીએ જેમણે તેમના માતા-પિતાનું નત મસ્તકે સાંભળ્યું છે.*
ઉપરાંત,
*એવી પ્રથમ  પેઢી છીએ જેઓએ તેમના બાળકો પાસેથી પણ સાંભળવુ પડ્યું છે.* *હજી પણ બાળકો ઘઘલાવે છે પણ અમે સાંભળી લઈએ છીએ*

અને અમે એવા લોકો છીએ જેઓ હજુ પણ વધુ સ્માર્ટ છીએ અને તમને તે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં મદદ કરી રહ્યા છીએ જે અમે તમારી ઉંમરના હતા ત્યારે ક્યારેય અસ્તિત્વમાં જ ન હતું... જોયું જ ન હતું.
તેથી તમારા માટે એ વધુ સારું છે કે અમે આ પૃથ્વી અને તમારા જીવનમાંથી અદૃશ્ય થઈએ તે પહેલાં.
તમે...
અમારાથી આનંદ લો.
અમારી પાસેથી શીખો. અમે હરતી ફરતી યુનિવર્સિટી છીએ.😆

💔

આમ જોવા જઈએ તો..અમે એક
અનલીમિટેડ ડીશ છીએ ....તમે ધરાઈ જશો. જો પચાવી શકો તો અમને માણો 😝.   🌹🙏🌹





Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...