ઓનલાઈન ટીચીંગ વિષે...















Online Education ના વિરોધીઓ માટે Special Dose.... થોડા....... હળવા મુડમાં પણ કડક શબ્દો માં.  (ગુસ્તાખી માફ)

વોટ્સપીયા અને ફેઇસબુકીયા નવરા લોકોને છેલ્લા પાંચ-સાત દિવસથી એક સરસ કામ મળી ગયું છે, એ છે Online Education નો (જોયા જાણ્યા વિના) બેફામ વિરોધ કરવો. અને જાણે એ રીતે વિરોધ કરવો કે એને  પેઢીઓથી Online Learning નો અનુભવ હોય. અરે ભાઈ શિક્ષકોને ક્યા શોખ હતો તમારા ટાબરિયાંને મોબાઈલને રવાડે ચડાવવાનો. એને તો ટાબરિયાંની હારે વર્ગખંડમાં એયને મોજથી ભણતા-ભણતાં ભણાવવું હતુ.આ તો મજબુરીનું બીજું નામ મહાત્મા ગાંધી(આવું સુત્ર બાળપણમાં કોણ જાણે કોણે શીખવી દીધેલુ)   વિદ્યાર્થીઓ વગરની શાળા એને ય કરડવા દોડે છે, ફૂલ વગર કાંઇ બગીચો થોડો રૂડો લાગે, ન જ લાગે ને?  એનેય  જીવતા જાગતાં રમકડાં ને રમાડવા હતાં.  રાહ જોઈને બેઠા હતા કે "કોરોના ભાગે જો જનતા સૌ જાગે, તો કોરોના જટ ભાગે", પણ અજ્ઞાનની ની ગાઢ નિદ્રામાં સુતેલી (અમૂક ટકા) જનતા જાગી નહિ તે... કોરોનાને આગ્રહ કરીને રોક્યો.  તે ઇ તો ભાઇ મોઢાનો મોળો તે રોકાઇ ગ્યો બોલો. હવે એમાં આ ટાબરિયાં બિચાડા શું કરે. એને ય એની નિહાય્ળ ની એવી યાદ આવતી તી પણ નો ખૂલી તે નો જ ખૂલી. છેલ્લે 15 મી માર્ચે શાળાના દર્શન કર્યા હતા, આજે પૂરા 90 દાડા થ્યા પણ હજી ક્યારે શાળાએ જવાશે એ ક્યા કોઈને ખબર છે.  
હવે ભણવાનું તો ભાઇ એવું છેને કે તમે અઠવાડિયું ન ભણોને તો અઠવાડિયામાં તો બધુંય ભુલાઈ જાય. મામા-માસીના લગનની ચાર દાડાની રજા લઇને જાય અને 10 દિવસે આવે ત્યારે એને ય થાય કે આ બધાને તો કેટલું આવડે છે ને હું તો .............. 

 [થોડી શિષ્ટ ભાષામાં- આજકાલ શિક્ષણની જરૂરીયાત ભણવા (to study) પુરતી મર્યાદિત રહિ ગઇ છે, ભણવું એટલે માત્ર સારું પરિણામ મેળવવા, ડીગ્રી મેળવવા અભ્યાસ કરવો. જો ભણવાની જગ્યાએ જો શીખવા (to learn) માટે જો અભ્યાસ કરવામાં આવતો હોત તો આજની પરિસ્થિતિમાં  online તો શું વર્ગખંડ અધ્યયનની પણ જરૂર જ ન પડે. ગૌતમ બુદ્ધ પ્રવચનને અંતે કહેતા मद्वाचो न तु गौरव, अप्पो दिपो भव। અર્થાત મારી વાતનું સીધુ ગૌરવ ન કર, તું તારો દિવો બન. હવે Ph.D  અને M.Phil ના થીસીસ ની પણ કોપી મારી દે એવા વિદ્યાર્થીઓ આજે ખોબલે ને ધોબલે મળતા હોય તો પોતાનો દિવો બનવાનું બહું દૂર રહ્યું.]

મૂળ મુદ્દા પર આવીએ તો... એક સુરતની ગુરૂકુળના શિક્ષિકા બેને વોટ્સપ નંબર લેવા માટે વાલીને ફોન કર્યો.... અને ભાઈ..... ઇ વાલીની તો શું  વાત કરું...... ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં તો સુગ્રીવની શક્તિને  ય પાછળ રાખી દે એવા હો ભાઈ.  કોલ રેકોર્ડીંગ કરી લીધો હો..... અને પછી તો Share નો option ગોતીને ઇ ઓડિયોને વોટ્સપ પર તરતો મૂક્યો હો....ભાઈ....ભાઈ. કલાકોમાં તો ગુજરાતીઓ એ ગામડે ગામડે ગુંજતો કરી દિધો. ઇ ભાઈ તો સુરતના, અને મૂળ કાઠીયાવાડી લહેકામા વાત કરે હો. શિક્ષિકાબેન ને ગેંગેફેફે થવા માંડ્યુ બોલો. ઇ તકનો લાભ લઈને ભાઇતો ઉતરી પડ્યા ભારતની શિક્ષણપ્રથા પર, મોદી પર, અધિકારીઓ પર અને હદ તો ન્યા કરી નાખી કે એણે કહી જ નાખ્યું કે એક વરસ અમારા છોકરા નહિ ભણે તો વકીલ કે કલેકટર નથી બની જવાના. એમની વાત 100% સાચી છે, એક વર્ષ નહિ ભણે એટલે કાંઈ જ નહિ બને એની જવાબદારી હું લઉં છું. (શિક્ષણમા 1 વર્ષનો ડ્રોપ એટલે આખી કારકિર્દીનું  પતન એ વાત આપણે સહુએ સ્વીકારવી પડે). Exceptions are always there. 

 પછી તો  કોઈએ વળી કેપ્સન લખ્યું 'online ભણાવવા બાબતે (અભણ) વાલીનો જવાબ. અને વાલી હોય કે સુગ્રીવ બધા અત્યારે ફરજ મુકત થવાં માગે જ છે. મારા બાળકને ભણાવવા માટે બધી મહેનત શિક્ષકોને જ કરવાની  હોય. પાસે બેસીને ભણાવવાનું તો એક બાજુ રહ્યું, મારો ફોન પણ હું મારા બાળકને ભણવાના ઉપયોગ માટે ન આપું. (ગેઇમ રમવા માટે આપો છો ત્યારે કેમ કાંટા નથી વાગતા, અને ત્યારે તો આંખો ખરાબ થવાની ચિંતા પણ ભૂલાઇ જાય છે.) ક્યારેક તો બાળક ક્યા ધોરણમાં ભણે છે એ પણ વાલીને ખબર નથી હોતી ને મોટા શિક્ષણવિદ્ બનીને અભિપ્રાયો આપવા મંડી પડે.  આવી માનસિકતાથી પીડાતા તમામ બુધ્ધિજીવીઓએ આ ઓડીયોને બેફામ શેર કર્યો.  બધાને ખૂબ મજા આવી ચોરે ને ચૌટે એની ચર્ચા થવા લાગી. 
 હવે એ ભાઈએ એવો દાવો કર્યો કે મોબાઈલનો ઉપયોગ કરીને છોકરાની આંખો બગડે છે. અરે મારા વાલીડા.... tik tok માં છોકરા કેટલી કલાક મથે છે ઇ તો જો. એણે કહ્યું કે અમારા ઘરમાં એક જ સ્માર્ટ ફોન છે અને પાંચ બાળકો ભણે છે તો એ કઇ રીતે શક્ય બને.  અરે ભાઈ 'તમારા છગન-મગન સોનાના ને ગામના બધાં ગારાના' એમ થોડું ચાલે. તમારા જેવી પરિસ્થિતિ કેટલા ઘરોમાં હશે? 10 કે 15 ટકા. તો બાકીના 85 ટકાને શા માટે શિક્ષણથી વંચિત રાખવા જોઈએ.  દરેક ઘરમાં તમારા જેવી જ પરિસ્થિતિ હોય એવું થોડું જરૂરી છે?

ગઇકાલની ટેલી કોન્ફરન્સ માં  ગુજરાત રાજ્યના શિક્ષણ અગ્ર સચિવ માન. શ્રી વિનોદ રાવ સાહેબે કે જેઓ દોઢ કરોડ વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે સતત ચિંતિત છે એમણે હતાશ ચહેરે હ્રદય સોંસરવી નીકળી જાય એવી એક વાત કરી હતી કે "Home Learning (જેને સામાન્ય લોકો online Education કહે છે) એ વર્ગખંડ અધ્યયનનો વિકલ્પ નથી, કે નથી વ્યવસ્થા.  આ તો માત્ર એક મજબુરી છે". મિત્રો, સાહેબશ્રી ના આ શબ્દો ગહન ચિંતન અને ચિંતાનો વિષય છે. શિક્ષણ સાથે જોડાયેલા લોકોએ અનુભવ્યું હશે જ કે 35 દિવસના વેકેશનમા બાળકો શિક્ષણના સંપર્કમાં નથી રહેતા અને શાળાએ આવે ત્યારે પાયાના જ્ઞાનથી શરૂઆત કરવી પડતી હોય છે. તો આ તો ચાર-પાંચ મહિનાનો ગેપ, આનું પરિણામની અસર બાળકની સમગ્ર કારકિર્દી પર પણ પડી શકે એવું તમને નથી લાગતું.  

મોબાઈલ અને tv બાળકો માટે નુકસાનકારક છે એ હું પણ સ્વીકારું છું  પણે આનાથી વધારે નુકશાન કરશે આટલા લાંબા સમય સુધી બાળકોને શિક્ષણથી દૂર રાખવા એ.  
જાગૃત માતાપિતા તરીકે આ બાબતની ગંભીરતા સમજીએ. બાળકને પાસે બેસીને શાળામાંથી થતા પ્રયત્નો માં શક્ય હોય તો મદદરૂપ થઇએ. શિક્ષકો વગર પગારે તેની મજબૂરી થી તમારા બાળકને ભણાવે છે તમારા હિત રક્ષકો છે એમની સાથે વિવેકપૂર્ણ વર્તન રાખીએ. બાળકને શિક્ષણના સંપર્કમાં રાખીએ.  જો તમે ઘરે અભ્યાસ કરાવી શકો એમ હો તો well and good. પણ એ શક્ય ન બને તો નિષ્ઠાપૂર્વક એને online Education માં સક્રિય બનાવીએ. 
આ પોસ્ટથી આપની લાગણી દુભાય તો માફ કરજો પણ સરવાળે બાળકોનુ હિત છુપાયેલું છે એટલે કડક શબ્દોમા લખવું પડ્યું છે.  આપને જો મારી આ વાત વિદ્યાર્થીઓના હિતના રક્ષણ માટે યોગ્ય લાગે તો. શેર કરવાનો વિકલ્પ તમારી પાસે છે. 





આઈ થીંક, વી આર મિસિંગ ધ પોઈન્ટ. વાત ઓનલાઈન કે ઓફલાઈનની છે જ નહીં, વાત શિક્ષણની છે. So, Let’s address the elephant in the room. શિક્ષણ. 

પ્રશ્ન એટલો જ છે કે જો કોઈ બાળક એના શાળાકીય ‘શિક્ષણ’ કે ‘બુકીશ નોલેજ’થી એક વર્ષ જેટલો સમય અળગું રહે, તો એના ‘ઉજ્જવળ’ ભવિષ્ય પર કેવી અને કેટલી વિપરીત અસરો પડે ? 

આનો જવાબ એટલો જ છે કે પાણીનું પરબ બંધ થઈ જવાથી આપણા બાળકને જો એવું લાગવા માંડે કે હું તરસથી મરી જઈશ, તો એનો અર્થ એટલો જ થાય કે કાં તો આપણા ઘરમાં પાણી નથી ને કાં તો આપણામાં પાણી નથી. 

ઘરમાં ઈલેક્ટ્રીસીટી જાય અને રાતે અંધારા થઈ જાય તો ‘ઈલેક્ટ્રીસીટી બોર્ડ’ને ફોન કરીને આપણે ‘ઓનલાઈન પ્રકાશ’ મોકલવાની માંગણી નથી કરતા. એટ ધ સેમ ટાઈમ, આપણે અંધારામાં પણ નથી રહેતા. આપણે મીણબત્તી કે દીવો કરીએ છીએ. જ્યારે અજવાળાના બધા સોર્સ બંધ થઈ જાય ત્યારે આપણો દીવો આપણે જાતે કરવો પડે છે. 

બાળકોના શૈક્ષણિક જીવન દરમિયાન આપણો ‘રીલાએબલ એન્ડ ડીપેન્ડન્ટ પરંતુ આઉટસોર્સડ્ એનર્જી સપ્લાય’ બંધ થઈ જાય ત્યારે એમના સુધી ‘અનઈન્ટરપ્ટેડ’ જ્ઞાન અને સમજણ પહોંચતા રહે (માહિતીઓ નહીં), એ માટે બાળકોના ‘UPS’ આપણે જ થવું પડે. 

અને આમ પણ, જે પદ્ધતિમાં સંવાદ, માનવીય સ્પર્શ કે કોઈ ‘હ્યુમન કનેક્શન’ શક્ય જ નથી, એ પદ્ધતિને શિક્ષણ કઈ રીતે કહી શકાય ? બાળકોને સ્ક્રીન સામે બેસાડી રાખવાથી જે મળે એને શિક્ષણ નહીં, સંતોષ કહેવાય. બાળકોને વ્યસ્ત રાખ્યાનો સંતોષ. ચાવ્યા વગર પાઠ્ય-પુસ્તકની માહિતીઓ બાળક ગળી ગયાનો સંતોષ. ‘કાંઈક ભણી લીધા’નો સંતોષ. અભ્યાસક્રમ આગળ ‘ચાલ્યાનો’ અને ‘ચલાવી દીધા’નો સંતોષ. આપણે ખર્ચેલા પૈસાના બદલામાં ‘કંઈક વસૂલ’ કરી લીધાનો સંતોષ. ઘરમાં બાળક સાવ નવરું અને ‘નોન-પ્રોડક્ટીવ’ નથી બેઠું, એ વાતનો સંતોષ. આ ‘ફોલ્સ સેન્સ ઓફ સિક્યોરિટી’ છે. 

આમ તો ‘ઓનલાઈન શિક્ષણ’ શબ્દ જ Oxymoron છે. એમેઝોન, ઝોમેટો કે બીજું કોઈપણ ઉદાહરણ લઈએ, પણ જેનો ઓર્ડર ઓનલાઈન થઈ શકે, એ દરેકને કોમોડિટી કહેવાય. આર યુ ગેટીંગ મી ? હવે, પ્રોબ્લેમ એ થયો છે કે બાળકોના આટલા બધા ‘ફ્રી’ ટાઈમથી ઓબ્સેસિવ થઈ ગયેલા આપણે  કોઈને કોઈ રીતે એમને વ્યસ્ત રાખવા માટે એટલા બધા ‘ડેસ્પરેટ’ થઈ ગયા છીએ કે આપણે ‘ઓનલાઈન શિક્ષણ’નો ઓર્ડર પ્લેસ કરવા માંડ્યા છીએ. 

ટ્રાય કરવામાં કાંઈ વાંધો નથી. પણ જો એવું જ હોય તો ધીમે ધીમે આપણે પ્રેમ, દોસ્તી, હૂંફ કે વહાલ પણ ‘ઓનલાઈન’ ટ્રાય કરવું જોઈએ. ડૉક્ટર્સ માટે એવું કહેવાય છે કે ‘હ્યુમેનીટેરીયન ટચ’ વગરની સારવાર નકામી છે. જો એમાં લાગણી, કેર અને કન્સર્ન ભળેલા ન હોય, તો એને સારવાર નહીં, બીઝનેસ કહેવાય. એ જ વાતને શિક્ષણને લાગુ ન પડે ? 

જ્યારે આટલા હજારો વર્ષો પછી માંડ માંડ કુદરતે માનવજાતિને એવો સમય અને અવસર આપ્યો છે કે પોતાના બાળકને ખોળામાં બેસાડીને એને જગત વિશેની સમજણ અને જ્ઞાન આપી શકે ત્યારે આપણે એને સ્ક્રીન સામે બેસાડવા માટે મથામણ કરી રહ્યા છીએ. 

થોડું આકરું લાગશે બટ લેટ મી ટેલ યુ. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણને બાળકોને ‘એન્ગેજ’ રાખતા નથી આવડતું. અને એટલે જ એમના ‘ક્રિએટીવ બ્રેઈન’ને પોષણ આપવાને બદલે, આપણે તેમના ‘એનાલિટીકલ કે લોજીકલ બ્રેઈન’ને પરાવલંબી પોષણ આપ્યા કરીએ છીએ. 

બોરડમ જરૂરી છે. કંટાળો એ ક્રિએટીવીટી માટેની પૂર્વશરત છે. એક ખૂણામાં બે કલાક સુધી સાવ નવરું બેઠેલું અને કંટાળેલું બાળક ત્રીજી કલાકે કંઈક એવું ક્રિએટીવ શોધીને લાવશે, જે કરવામાં એની મરજી અને મોજ બંને હશે. પણ અહિયાં પ્રોબ્લેમ એ છે કે આપણે એ બે કલાક પૂરા નથી થવા દેતા. બાળકના કંટાળાને કોઈ ‘હાનિકારક સંકેત’ ગણીને એ દૂર કરવાના શોર્ટકટ્સ શોધવા માંડીએ છીએ. અને એ પ્રોસેસમાં સૌથી હાથવગો અને સરળ ઉપાય આપણને મળે છે ‘સ્ક્રીન.’ 

એ કોઈપણ સ્ક્રીન હોય. ટીવી, મોબાઈલ, લેપટોપ, વિડીયો ગેમ. 
બીલીવ મી, જેવી કોઈપણ સ્ક્રીન ‘ઓન’ થાય છે એટલે તરત જ બાળકનું ક્રિએટિવ બ્રેઈન ‘ઓફ’ થઈ જાય છે. અને જે માધ્યમ મગજ કે વિચારવાની પ્રક્રિયાને જ બંધ કરી દે, એને શિક્ષણ કઈ રીતે કહેવાય ? એ તો શિક્ષણના મૂળ ઉદેશ્યને જ ‘ડાઈલ્યુટ’ કરી નાખે છે. આ ‘માસ હિસ્ટેરીયા’માંથી જેટલી જલદી બહાર આવી શકાય, એટલું સારું.     

લેટ મી કન્ક્લ્યુડ ધીસ. એક જ લાઈનમાં વાતને સમજવાનો પ્રયત્ન કરીએ. દૂધ પીવા માટે પોતાના આંચળ પાસે આવેલા વાછરડાને ગાય ક્યારેય સામે રહેલી દૂધની ડેઈરી નથી બતાવતી. 
-ડૉ. નિમિત્ત ઓઝા ( P.S : મારે પણ એક આઠ વર્ષની દીકરી છે. અજવાળું કરવા માટે વિલિંગનેસ જોઈએ, ઈલેક્ટ્રીસીટી નહીં.)

कटाक्ष

बच्चे टीचर्स पर प्रताड़ना का आरोप लगा रहे हैं कि टीचर्स रात 10.30 बजे ग्रुप में msg डालकर सूचना मांगते हैं।

टीचर्स प्रिंसिपल के रवैये से दुःखी व आक्रोशित हैं कि प्रिंसिपल रात 10 बजे स्कूल ग्रुप में msg कर सूचना एकत्र करने व सुबह 07 बजे तक टास्क कम्प्लीट करने के लिए दबाव बनाते हैं।

प्राचार्यों की शिकायत है कि RO रात 9.30 पर गूगल सीट भेजकर उन्हें सुबह 08 बजे तक हर हाल में सूचना एकत्र कर इस सीट भरकर प्रेषित करने के लिए बाध्य करता है।

ROs के साहब जी लोग तनावग्रस्त हैं कि रात 09 बजे आदेश आता है कि फ़ला सूचना या विवरण with full analysis सुबह 09 बजे समयबद्ध मुख्यालय भेजना है, जिसमें किसी if but का विकल्प नहीं है।

मुख्यालय में आलाअफ़सरान दुःखी मन से सोच रहे हैं कि वह किससे दुखड़े रोएँ कि उनके ऊपर बैठे तमाम विभागों मंत्रालयों सभाओं को लगता है कि अला फ़ला सूचना देना या एक्टिविटी करवाना.. एक छोटा सा कार्य है। क्या इतने बड़े organization में लोग इतना नहीं कर सकते? और बस वे दन्न से एक ठो लेटर भेज देंगे।
---
रात 11.30.. बच्चा जल्दी जल्दी क्लास ग्रुप में माँगी गई सूचना, मेल, विवरण, सम्बन्धित pics, pdf आदि भेज रहा है.. गुरुजी उसे फैमिली को सुलाकर बगल रूम में आ रही चीजों को कम्पाइल करने में लगे हैं. (इसे पूरा करके अलार्म लगाकर सोएंगे, सुबह जल्दी से उठकर ऑनलाइन क्लास लेनी है)
---
उधर दुनिया भर को लग रहा है कि "सरकारी अध्यापकों की ही मौज है। स्कूल तो बंद है, मास्टरवे घर बइठे मस्ती मार रहे हैं।"

#ऑनलाइन_दुखड़े








Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...