જૂની કહેવતો નવાં સ્વરુપે...

#નવા_જૂની 😊

□ સાપ ગયા ને લીસોટા રહ્યા- લોક ડાઉન ગયાં ને માસ્ક રહ્યાં. 

□ સંપ ત્યાં જંપ-  મોદી ત્યાં ટ્રંપ.

□ બાર ગાઉએ બોલી બદલાય- ચેનલે ચેનલે નિવેદન બદલાય.

□ મૂળાના ચોરને મુઠ્ઠીનો માર- બ્લેકના માવા ને લાઠીચાર્જ.

□ સિંહ ઘાસ ખાય?- દારૂડિયો છીકણી સૂંઘે?

□ ડાહી સાસરે ના જાય ને ગાંડીને શિખામણ આપે- આદુ મોળું ના પડે ને હળદર ને રંગ છોડાવે!

□ કાગડા બધે કાળા- ભાષણ બધ્ધાં સારાં.

□ રડતીને પીયરિયાં મળ્યાં- અનિલભાઈનું બજાર બેઠું.

□ દુકાળમાં અધિક માસ આવ્યો- બટાટા ખૂટ્યા નહીં ને ગાંઠિયા લાવ્યા.

□ અતિસાર પર એરંડિયા પાન- હપ્તા બાકી ને લોન આપી.
😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...