સાયટીકાનો ઉપચાર...
આરોગ્ય ચિંતનઃ વૈદ્ય મનુભાઈ ગૌદાની
આપણા શરીરની અંદર અનેક પ્રકારના સ્નાયુઓ છે. આ તમામ સ્નાયુમાં “ સાયટીકા” નામનો સ્નાયુમંડળ સૌથી લાંબો છે. આ સ્નાયુમંડળ કમર અને નિતંબ લઈને સાથળની પાછળ બંને બાજુ અને પિંડીથી લઈને છેક એડી સુધી જાય છે. આ નર્વ પ્રધાનરૂપે સાથળના કમર તરફના મૂળથી લઈને પગની પાની સુધી પગની પાછળનો ભાગ આચ્છાદિત કરે છે, સાયટીકાને આયુર્વેદમાં “ગૃધ્રસી” ને સામાન્ય લોકવ્યવહારની પરિભાષામાં “ રાંઝણ” કહેવામાં આવે છે.
આ સાયટીકાનો દુઃખાવો ઉત્પન્ન થવાનું મૂળ કારણએ સ્થાન પર કંઈ માર લાગવો ગણાવાયો છે. આ સિવાય વધારે સમય બેસી રહેવું, એકાએક કમરમાંથી વાંકાવળીને નમવું, વજન ઉપાડવું, પડી જવું, કમરમાં ઝટકો-જર્ક લાગવો, સેક્સમાં વધારે પડતા પગ વાળવા વગેરે કારણોને લીધે સાયટીકા નર્વમાં ચોટ લાગવાથી તેમાં સોજો આવે છે તેની ગાદી ખસી જાય છે મણકાની તકલીફથી પણ સાયટીકાની તકલીફ થાય છે. નિતંબથી લઈને પગની પાની સુધી, પગની પાછળના ભાગમાં ઉઠતા, બેસતા, ચાલતા, સખત દુખાવો થવો, એ સાયટીકા-ગૃધ્રસી રોગનું લક્ષણ છે. આયુર્વેદમાં “ દુખાવો” એ વાયુ પ્રકોપનું પ્રધાન લક્ષણ છે.
આયુર્વેદિય સિધ્ધાંત પ્રમાણે વાયુના પ્રકોપ વગર દુખાવો, પિત્તના પ્રકોપ વગર બળતરા, અને કફના પ્રકોપ વગર ખંજવાળ થાય નહીં દુખાવોએ વાયુના પ્રકોપનું મુખ્ય લક્ષણ હોવાથી જ વાયુના રોગમાં આખી નર્વસ સિસ્ટમના રોગો આવી જાય છે. સાયટીકા એટલે ગૃધ્રસીનો સમાવેશ પણ આયુર્વેદમાં વાયુના રોગોમાં જ થયેલો છે. વાયુને દૃષ્ટિ સમક્ષ રાખીને જે તેનો ઉપચાર કરવાથી જ ધાર્યુ પરિણામ મેળવી શકાય છે.
રાંઝણનો દુઃખાવો અત્યંત તીવ્ર અને તીરના જેવો હોય છે. દાંત કે દાઢ દુખતી વખતે જેવાં ચસકા ઉપડે છે, એવો જ દુખાવો રાંઝણનો હોય છે. જે દુખાવો ઊભા થવાથી, ખાંસી આવવાથી, છીંકથી, કમરમાંથી નમવાથી, પડખું ફરવાથી, બેસવાથી તીવ્ર બને છે.
આયુર્વેદિય રીતે વાયુ દોષને ધ્યાનમાં રાખીને જ જો રાંઝણ એટલે કે સાયટીકાનો ઉપચાર કરવામાં આવે તો ધાર્યું પરિણામ મેળવી શકાય છે.
આયુર્વેદમાં જેમ પિત્તના રોગોમાં ઘી ઉત્તમ કહ્યું છે. તેમ વાયુના રોગોમાં દિવેલ ઉત્તમ કહેવાયું છે. દિવેલનું એક નામ “વાતારિ” છે. એટલે કે વાયુનો દુશ્મન તેને વાત ગજકેસરી પણ કહ્યું છે. વાત એટલે વાયુ, ગજ એટલે હાથી અને કેસરી એટલે સિંહ. વાયુરૂપી હાથીનો નાશ કરનાર દિવેલસિંહ છે. લકવા, કટીગ્રહ, અને રાંઝણ જેવાં રોગોમાં જો પ્રારંભથી જ દિવેલ ઔષધો સાથે ગોઠવી દીધું હોય તો તે ચમત્કારિક લાભ આપે છે અને દિવેલના આ વાતનાશક ગુણને લીધે જ વૈદ્યો વાયુના એંસી રોગોમાં દિવેલને વિભિન્ન રીતે પ્રયોજીએ છીએ.
ઘણીવાર કબજિયાતને લીધે અવરુધ્ધ થયેલો વાયુ, ઉર્ધ્વગતિ કરીને આફરો, હૃદયશૂળ, છાતીનો દુખાવો, શીરઃસ્થૂળ, ગભરામણ, પાશ્વશૂળ વગેરે અનેક વેદનાઓ ઉત્પન્ન કરે છે. આવા દર્દોમાં દિવેલ ઉત્તમ પરિણામ આપે છે.
– રોજ રાત્રે ૨ થી ૩ ચમચી એરંડિયું દૂધમાં નાંખી પીવું.
– સહન થઈ શકે એવા ગરમ પાણીમાં ૨૦ થી ૩૦ મિનિટ સવારે અને સાંજે બેસવું.
– કટીસ્નાન પછી પગની પાછળની બાજુએ પાનીથી પ્રારંભ કરી નિતંબ તરફ ઊલ્ટી રીતે મહાનારાયણ તેલથી હળવા હાથે માલિશ કરવી.
– મહારાસ્નાદિ ક્વાથઃ ચાર થી છ ચમચી સવારે, બપોરે, અને રાત્રે પીવો.
-રાસ્નાદિ ગૂગળની બે બે ગોળી દિવસમાં ત્રણવાર લેવી.
– વાયુની વૃધ્ધિ કરે એવા લઘુ, રૂક્ષ-લુખા, વાસી આહાર દ્રવ્યોનો ત્યાગ કરવો.
– ઉભડક બેસવું કે એકદમ પગ વાળવા પડે એવા કાર્યો કરવા નહિ.
– લાકડાની પાટ પર ચત્તા જ સૂવું, પગ સીધા રાખવા. -------------------------------------*સાયટીકા* . પીઠના કમરના ભાગથી લઇને પગની નસ સુધી થતો અસહ્ય દુ:ખાવો એટલે કે સાયટીકા, તેની સાથે જ ઢીંચણનો દુખાવો, હાંડકાની નબળાઇ જેવી મુશ્કેલીઓ થતી હોય છે. જે ઘરગથ્થુ ઉપચારથી પણ મટી શકે છે.
– ગાંગળા મીઠું :
ગાંગળા નમકમાં સારી માત્રામાં મેગ્નેશિયમ અને સલ્ફેટ રહેલા હોય છે. ત્વચાના છીદ્રો માટે ઇસ્પોમ સોલ્ટ ફાયદાકારક છે. કારણ કે તે જલ્દીથી શોષાઇ જાય છે. તમારે માત્ર હળવા ગરમ પાણીમાં ૨ કપ મીઠું ઉમેરી સ્નાન લેવાથી પણ સાયટીકામાં રાહત થાય છે. આમ અઠવાડીયામાં ત્રણ વખત કરવું જોઇએ.
– આદુ :
દુખાવાથી રાહત મેળવવા આદુને ખોરાકમાં ભેળવવાથી પણ ફાયદો થાય છે. સાયટીકા આદુ સૌથી વધુ અસરકારક છે. તેનાથી ખોરાકમાં પોટેશિયમ મળી રહે છે. તમે જીંજર જ્યુસ કે પછી જીંજર ટી પણ ટ્રાય કરી શકો છો.
– હળદર :
હળદર શરદીથી લઇને અન્ય બિમારીમાં પણ મદદરુપ છે. અને દુખાવાથી બચવા એક સફળ ઘરગથ્થુ ઉપચાર છે.
– મેથી :
મેથી ઘણાં એન્ટી ઇન્ફ્ટલેમેન્ટરી પ્રોપર્ટી ધરાવે છે. જે સાયટીકાના દુખાવાથી બચવા મદદરુપ બને છે. તેના બી ને તમે પીસીને દૂધમાં નાખી પેસ્ટ બનાવી દુખાવા પર લગાવી શકો છો. -------------------------------------સાઈટીકા(રાંઝણ)
રાંઝણ વાયુના પ્રકોપથી થતો રોગ છે.
ચારથી છ ચમચી દીવેલમાં એક ચમચી સુંઠનું ચુર્ણ મેળવી પીવાથી સાઈટીકા મટે છે.
એક ચમચી દીવેલમાં એક ચમચી નગોડના પાનનો રસ મેળવી સવાર-સાંજ પીવાથી સાયટીકા મટે છે.
૦.૩ ગ્રામથી ૦.૫ ગ્રામ (૨-૩ રતી) ભીમસેની કપુર દરરોજ સવાર, બપોર, સાંજ લેવાથી સાઈટીકા મટે છે. શરુઆત ઓછી માત્રાથી કરવી. વધુ માત્રાથી કરવાથી કદાચ ગળામાં તકલીફ પણ થાય.
એક-બે ચમચા ગૌમુત્રમાં બે મોટા ચમચા દીવેલ નાખી દરરોજ સવારે અને સાંજે પીવાથી સાઈટીકા મટે છે. ગૌમુત્ર તૈયાર પેકીંગમાં બજારમાં મળે છે.
સાઈટીકામાં પરહેજી બરફ, ઠંડુ પાણી, એકલું દુધ, ચોખા, દહીં, ભીંડા, સકરટેટી, તરબુચ, કમરખ, આલુ, પાલખ અને સંતરાં ન લેવાં. આ બધાંથી સાઈટીકામાં ખુબ જ હાની થાય છે. હંમેશાં ગરમ પાણીથી જ સ્નાન કરવું. માત્ર પરહેજીથી પણ સાઈટીકા જેવા હઠીલા રોગને કાબુમાં રાખી શકાય છે.
ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
*100% pure ઘાણી નું તાજું તલ, શિંગ, રાય તથા નારિયેળનું તેલ મેળવવા*
*સંપર્ક : જીગરભાઈ શાહ*
*93222 22251*
*93232 22251*
*93223 22251*

Comments
Post a Comment