આગમવાણી...

બેટી કમાશે બાપ ખાશે, ભૂંડો આવશે કાળ,
માવતર જણ્યા મેલશે, ભૂપ લેશે ના ભાળ;
ભૂપ લેશે ના ભાળ, માણસ માણસ ને ખાશે,
સત્ય છુપાશે સુતલ, જૂઠ્ઠા જગ વખણાશે;
જીવતા જોશે લાખણા, પાપીનાં ચડશે પાળ,
બેટી કમાશે બાપ ખાશે, ભૂંડો આવશે કાળ !

ભેળો સાળો ભુવનમાં, રહેશે દિવસ ને રાત,
કજિયાખોર કામિની, ઘણી જ ઓરશે ઘાત,
ઘણીજ ઓરશે ઘાત, બોલાવી બમણી બોલે,
એક કહો તાં તેર, સુણાવશે હોલે હોલે;
જીવતાં જોશે લાખણા, નહીં હોય નાત જાત,
ભેળો સાળો ભુવનમાં, રહેશે દિવસ ને રાત !

વિધવા શણગાર સજસે, સુહાગણ વિધવા વેશ,
સુંદરી મુંડન કરાવશે, હશે નર ને લાંબા કેશ;
નર ને લાંબા કેશવળી, ચાલશે છટકા કરતો,
બેઠી હશે બાઇ બાકડે, પુરુષ પાણી ભરતો;
જીવતા જોશે લાખણા, આ દેશ થશે પરદેશ,
વિધવા શણગાર સજસે, સુહાગણ વિધવા વેશ !

વાદળિયું વહેતી થશે, પવને કરી પલાણ,
ધરતી રહેશે તરસતી, નદિયુ સુકાશે નવાણ;
નદિયુ સુકાશે નવાણ, ખોરા સૌ ધાન જ ખાશે
મહેલો થાશે મસાણ, ત્યાં રમશે ચુડેલુ રાસે;
જીવતા જોશે લાખણા, ભુખરા ઉગશે ભાણ,
વાદળિયું વહેતી થશે, પવને કરી પલાણ !

દરિયો ડુંગર ચડશે, ડુંગર થય જાશે ધાર,
જંગલ જંગલ નહીં રહે, વસ્તિનો થશે વિસ્તાર;
વસ્તિનો થશે વિસ્તાર, વનચર નગર વસશે,
તસુ ધરા ને કાજ, બેટા બાપ ને મારવા ધસશે;
જીવતા જોશે લાખણા, ભાઈ ભાઈ નો ખાર,
દરિયો ડુંગર ચડશે, ડુંગર થય જાશે ધાર !!

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...