દિકરી દિવસ-Daughter's Day-बेटी दिवस...
આકરો અભિપ્રાય... દીકરીનો મહિમા ગાવો જ જોઈએ, પણ સાથે સાથે આ બાબતોની ભૂલવા જેવી નથી.. 26મી સપ્ટેમ્બર વિશ્વ દીકરી દિવસ તરીકે ઉજવાય છે. "દીકરી એટલે વહાલનો દરિયો અને માતા-પિતાએ પોતાના હૃદયમાં ભરીઓ.." બાય ધ વે, દરિયો એટલે સાગર-સમુદ્ર નહીં હોં. દરિયો એટલે મોટી નદી, જે સાગર પાસે આવેલી હોય. દરિયો અને સાગર જુદા જુદા છે. હવે મૂળ વાત કરીએ. વિશ્વ દીકરી દિવસે સોશિઅલ મીડિયા પર દિકરીનો મહિમા ગાતા-રજૂ કરતા અનેક સુંદર-રસપ્રદ અને પ્રેરક સંદેશ- ઓડિયો કે વીડિયો જોવા મળે. આ બધુ જોઈને આનંદ જ થાય. દીકરીનો મહિમા ગાઈએ એટલો ઓછો. આપણે સદીઓ સુધી દીકરીઓ અને સ્ત્રીઓને ખૂબ અન્યાય કર્યો છે. સ્થિતિ હવે સમતોલ થવા તરફ ગતિ કરી રહી છે એ સારી નિશાની છે. ... પણ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. 1. દીકરીઓને અપાતી સ્વતંત્રતા અને સુવિધા અને જીવનની સાચી સુગંધ શહેરો-નગરોમાં પહોંચી છે. ગુજરાતનાં ગામો છે 18232. ગામોમાં, કેટલાક સમુદાયોમાં હજી પણ દીકરીઓ અભાવથી પીડાય છે અને તેમની સાથે ભેદભાવ પણ થાય છે. 2. કોઈ પણ સ્વતંત્રતા જવાબદારી સાથે જ જન્મતી હોય છે. સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચે તસુભાર...