શ્રાદ્ધ વિષે...

 


● 1 ●

કડવુ સત્ય*

🤔🤔🤔🤔🤔🤔🤔


*જીવતા હોય ત્યારે કોઈ ના માં-બાપ "બ્રાહ્મણ "કોઈ ના "ક્ષત્રિય "કોઈ ના "વૈશ્ય "કોઈ ના "શુદ્ર... હોય છે*

*એમાંય પાછી અલગ અલગ જ્ઞાતિ ઓ અને નાતજાતના 18 વાળા પાછા સ્મસાન પણ અલગ-અલગ*


*તો મર્યા પછી દરેક ના માં-બાપ કાગડો જ કેમ???  શ્રાદ્ધ વખતે 🤔*


*કોઈના માં-બાપ હોલો હોવા જોઈએ ?* 

*કોઈના માં-બાપ હંસ હોવા જોઈએ?* 

*કોઈના માં-બાપ મોર હોવા જોઈએ?* 

*કોઈના માં-બાપ પોપટ હોવા જોઈએ?* 

🤔🤔🤔🤔🤔🤔🤔🤔


*તો પછી આવું કેમ? 🤔*

*જીવતા હોય ત્યારે બધાના માં- બાપ જુદા જુદા...અને મર્યા પછી એક જેવા?*


*સ્વયમ્ પ્રકાશીત થાઓ*

 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

●2●

*श्राद्ध* 


●  વિચાર્યું એકાદ શર્ટ લઈ લઉં તો ઠીક રહેશે પણ ત્યાં તો દિકરાનો જન્મદિવસ યાદ આવતાં જ બાપે પોતાના શર્ટ ખરીદવા ના વિચારનું તેજ ક્ષણે *શ્રાદ્ધ* કર્યું. 


●  આખો દિવસ દુઃખતી આંખો હવે ઊંઘવા માટે જાણે કે ઢળી પડતી હતી ત્યાં જ લાગ્યું કે દીકરાનું શરીર તાવને લઈને ગરમ છે, માએ તુરતજ પોતાની નિંદ્રા નું *શ્રાદ્ધ* કર્યું.  


●  રોજ હાથમાં સાવ જર્જરિત થઇ ગયેલી ઓફીસ બેગ લઈ જતા બાપે નવી બેગ ખરીદવાનું સપનું જોયું અને ત્યાં જ દિકરાની કૉલેજનો ખર્ચો યાદ આવતાં જ નવી ઑફિસ બેગના સપનાનું એજ ઘડીએ *શ્રાદ્ધ* કર્યું.


●  પીઠમાં ક્યારેક સહન ના થાય એવા દુઃખાવાની  ફરિયાદ કરતી માએ વૉશિંગ મશીન નું સપનું જોયું પણ દિકરાની સ્માર્ટ ફોન ખરીદવાની જીદ નજર સામે આવતાં, માએ એજ ક્ષણે વૉશિંગ મશીનના સપનાનું *શ્રાદ્ધ* કર્યું.


●  બાપાના બૂટના તળીયા દેખાવા માંડતા નવા બૂટ ખરીદવા માટે બરોબર મન બનાવી જ લીધું હતું ત્યાં તો દિકરાને સ્પોર્ટ્સ શુઝ અપાવવાના આનંદમાં બાપે પોતાના બૂટ ખરીદવાના સપનાનું એક જ ઝાટકે *શ્રાદ્ધ* કર્યું.


હાલ તો બાપ *વૃદ્ધાશ્રમ* માં  અને મા *સ્વર્ગવાસી* થઇ ગઇ છે. દિકરાના ભવિષ્ય માટે ના જાણે એમણે કેટ કેટલા *શ્રાદ્ધ* કર્યાં !


કેટલાક વર્ષો પછી દિકરો મા-બાપનું *શ્રાદ્ધ* કરતો હતો. 


પોતે પિતાંબર પહેરી, કર્મકાંડી બ્રાહ્મણ દ્વારા પૂંજન અને પાઠ કરી છેલ્લે પિંડ બનાવીને કેળના પાન પર મૂકીને *આ આ* કરીને *કાગડા* ને બોલાવી રહ્યો હતો. 


તેવામાં જ ક્યાંક થી ઉડતા ઉડતા બે કાગડા આવીને ખુશી ખુશી એ પિંડને ખાવા લાગ્યા.


*મૃત્યુ પછી પણ દિકરાના આનંદ માટે બન્નેએ પોતાના આત્મસમ્માનનું પણ શ્રાદ્ધ કર્યું.*

●3●

સમય હોય તો વાંચજો... 

એક પિતા એ તેના પુત્ર ને કહ્યું મારી અંતિમ વિધિ મા તને ત્રણ કલાક લાગશે અને મારું શ્રાદ્ધ કરવામાં પાંચ કલાક ..

 તો હું એમ કહું છુ કે આ બંને વિધિ માંથી તને મુંક્ત કરું છુ 

મારી બોડી નું દાન દઈ દેજે અને શ્રાધ્ધ ના કરતો પણ 


આ ૮ કલાક નો તારો સમય બચાવું છું તે 

તું મને જીવતા આપી દે અને ૮ દિવસ સુધી રોજ ૧ કલાક મારી પાસે બેસ... 


કડવું સત્ય છે પ્રમાણિક પણે સ્વીકારવું વરવું છે, 


આપ ગમે તેટલા વ્યસ્ત હો ઓફીસ ના સમય માંથી માત્ર એકાદ બે મિનીટ નો સમય કાઢી ને ઘરે ફોન કરો 

બા /બાપુ જમ્યા ??

દવા લીધી ??

કામ ઘણું છે છતાં હું જલ્દી આવી જઈશ 

(માતા પિતા નો જવાબ મળશે નિરાતે આવજે બેટા )

 અને ઘરે આવી tv નું બટન અને છાપુ છોડી બા બાપુ પાસે બેસી ખબર પૂછો તો તેજ કહેશે 

“બેટા થાકી ગયો હોઈશ જા હાથ મો ધોઈ ને જમી લે અને આરામ કર” 


માત્ર વડીલો ને ૧ કલાક આપવાથી તેની ૨૩ કલાક સારી જશે 

અને અડધી બીમારી દવા વગર સારી થઇ જશે...


પછી તસ્વીર લાગણી નહિ સમજી શકે અને “”ફૂલ ગયું ફોરમ રહી ગઈ” તેમ પેપર માં આપવાની જરૂર નથી.. 


તેના કરતા તે પૈસા કોઈ એકલા રહેતા વૃદ્ધ ને અને જરૂરિયાત વાળા ને આપો.


પિતા ને રસ્તો ક્રોસ કરવો છે તમે એકદમ ફ્રી છો હવે પિતા ને રસ્તો ક્રોસ કરવાથી જ કામ છે 

તેમ વિચારી નોકર ને કહો તો તે પણ રસ્તો ક્રોસ કરાવી આપશે પણ 

પિતા ને નોકર ના સ્પર્શ માં દીકરા ના સ્પર્શ નો આનંદ અને સંતોષ નહિ મળે 

તમે જો ઉભા થશો તો પિતા જ કહેશે તું બેઠ કામ કર રામુ ક્રોસ કરાવી આપશે ... 


અહી તમારી જો પિતા તરફ નિષ્ઠા હશે તો તમારી ઓરા કામ કરશે 

વડીલો ની જરૂરિયાત સીમિત હોય છે 

કોઈ વખત માતા પિતા ને તેની જરૂરી ચીજ ચુપ ચાપ લાવી સર પ્રાઈઝ આપી છે ???

 એક વખત ટ્રાય કરો ..

તેની આંખનો ખૂણો જુઓ સ્વર્ગ દેખાશે ...

ઉમર થતા વડીલો નો સ્વભાવ થોડો બદલે છે ત્યારે વિચારવું

 હું પણ વૃદ્ધત્વ ની line માં ઉભો છુ...

●4●

*શ્રાદ્ધની સમજ*


આ સૃષ્ટી એટલે કે પૂરા બ્રહ્માંડને ૧૨ રાશિથી બાંધ્યું છે. તેમાં મેષ રાશિને સમગ્ર વિશ્વનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે અને તેજ પ્રમાણે મીન રાશિ મોક્ષનું દ્વાર માનવામાં આવે છે.


આ મીન રાશિ બ્રહ્મલોક કે દેવલોક સાથે જોડાયેલી છે જ્યારે કન્યા રાશિ પિતૃલોક કે ચંદ્રલોક સાથે જોડાયેલી છે


હવે ખગોળ શાસ્ત્રના આધારે ૧૫ જુલાઈ પછી સૂર્યદેવતાની દક્ષિણયાત્રાની શરૂઆત થાય છે જેને આપણે દક્ષિણાયણના સૂર્ય કહીયે છીએ.


આ દક્ષિણાયનના સૂર્ય ધીમે ધીમે કન્યા રાશિ અને તુલા રાશિ તરફ જાય છે અને ત્યાં પિતૃલોકને જગાડે છે.


આ દક્ષિણાયનના સૂર્યની યાત્રા ૧૫ સપ્ટેમ્બર પછી કન્યા રાશિમાં પ્રવેશે છે ત્યારે પાતાળલોકમાં રહેલા પ્રેતયોનીને જાગ્રત કરે છે. 


હવે સમજવાની વાત એ છે કે સંસારમાં મૃત આત્માની ગતિ બે રીતની હોય છે.


જેઓ સંતકક્ષાના અને પુણ્યશાળી જીવો હોય તેઓ મરણ બાદ દેવયાન તરફ ગતિ કરે છે અને અતૃપ્ત આત્મા પ્રેતયાન તરફ ગતિ કરે છે. દેવયાનનો સીધો સંબંધ સૂર્ય સાથે હોય છે અને પ્રેતયાનનો સબંધ ચંદ્ર સાથે હોય છે ચંદ્ર સૂક્ષ્મ જગતને સંભાળે છે અને તેથી ચંદ્રલોકને પિતૃલોક પણ કહેવાય છે.


શાસ્ત્રમાં વર્ણવ્યા મુજબ ચંદ્રની ૧૬ કળા છે આ ૧૬ કળા આપણા હિન્દૂ પંચાગની ૧૬ તીથી સાથે જોડાયેલી છે પુનમથી અમાસ ૧૬ તીથી હોય છે તેમ સુદ અને વદ ની તમામ તીથી રિપીટ થાય છે.


આમ મૃત્યુ પછી આત્મા જે તિથિએ મરણ પામે તે મુજબ ચંદ્રની કળામાં સ્થાન પામે છે. એકમનું મરણ થયું હોય તે પહેલી કળામાં તે મુજબ જે પણ તિથિએ મરણ પામે તે ચંદ્રની કળા માં સ્થાન પામે છે. 


જ્યારે સૂર્ય કન્યા રાશિમાં આવે છે ત્યારે ભાદરવા સુદ પૂનમ આવી જાય છે અને તે ચંદ્રલોકમાં પિતૃઓને જગાડે છે. તે સમયે ચંદ્રની ૧૫મી કળાના દ્વાર ઉઘડી જાય છે અને તેમાં રહેલા પિતૃ પૃથ્વી પરના તેમના સંબંધીને ત્યાં જઈ શકે તેવી વ્યવસ્થા છે. આમ પુનમથી પછી દરેક કળાના દ્વાર ખુલતા જાય છે અને તેમાં વસતા પિતૃઓ પોતપોતાના ઘરે આવવા શક્તિમાન બને છે.


ચંદ્રનું આધિપત્ય દૂધ અને ખીરનું રહેલું હોવાથી શ્રાદ્ધ પક્ષમાં દૂધપાક કે ખીરનું મહત્વ વિશેષ છે. 


આમ દરેક પિતૃ તેમના નજીકના સ્વજન પુત્ર કે પૌત્રના ઘરે આવે છે અને શ્રાદ્ધ પામી સંતૃપ્ત થાય છે અને આશીર્વાદ આપતા જાય છે જે પરિવાર કુટુંબની ઉન્નતિ કરે છે. જે પિતૃનું શ્રાદ્ધ કરવામાં નથી આવતું તે અતૃપ્ત અવસ્થામાં પાછા જાય છે અને મનોમન ઉદાસ બની જાય છે તેનું વિપરીત પરિણામ કુટુંબને ભોગવવું પડતું હોય છે.


આ અતૃપ્ત પિતૃ ફરી એકવાર અમાવસયાને દિવસે અચૂક પાછા પોતાના સ્વજનના ઘરે આવે છે જેથી તેને આપણે સર્વપિતૃ અમાવાસ્યા કહીયે છીએ. આ દિવસે ભૂલ્યાચૂક્યાં દરેક પિતૃનું શ્રાદ્ધ મહિમા ઘણો છે અને તે અનાયાસે બાકી રહેલા પિતૃઓને સંતૃપ્ત કરવાનો મોકો મળે છે.


આથી દરેક પરિવારે શ્રાદ્ધ કરવું જ જોઈએ તે દિવસે બ્રાહ્મણ, બહેન દીકરી અને ભાણેજોને જમાડી શક્તિમુજબ દક્ષિણા આપવાથી અને કાગવાસ નાખવાથી પિતૃને પહોંચે છે 

આ હકીકત શાસ્ત્ર આધારિત છે અને સૌ જન આમાં શ્રધ્ધા રાખી કરે તે માટે તેને શ્રાદ્ધ નામ આપવામાં આવ્યું છે.  


શક્ય છે કે આજ ના દિવસો માં ઉપરોક્ત જ્ઞાન જો હોય તો કદાચ શ્રાદ્ધ ની પ્રવૃત્તિ નું માહાત્મ્ય ખબર પડે. 💐💐🙏🙏🙏🌹🌹

●5●

*🐧શ્રાદ્ધનું મહત્વ પ્રકૃતિલક્ષી કારણ*


🕉️શું આપણા ઋષિ મુનિઓ પાગલ હતા ? કાગડા માટે ખીર બનાવવાની ? તેને આપીએ તો પૂર્વજોને મળે ? 

પણ તેનો જવાબ છે ના . . . .

🕉️ઋષિઓ ક્રાંતિકારી વિચારધારા અને પ્રકૃતિનું રક્ષણ કરવાવાળા હતા.

🕉️તમે કોઈ દિવસ પીપળો કે વડને ઉગાડ્યો છે ?

કોઈને ઉગાડતા જોયા છે ? પીપળો કે વડના બીજ ક્યાંય મળે છે ? જવાબ છે ના . . . .

🕉️વડ કે પીપળાના ટેટા ગમે તેટલાં રોપશો પણ નહીં ઉગે.કારણકે પ્રકૃતિ / કુદરતે આ બે ઉપયોગી વૃક્ષ ઉગાડવા માટે ગોઠવણ કરી જ છે.

🕉️આ બન્નેના ટેટા કાગડા ખાય અને એમની હોજરીમાં પ્રોસેસ થાય પછી જ તે બીજ ઉગવા લાયક થાય છે તે સિવાય નહિં. કાગડા તે ખાય અને વિષ્ટામાં જ્યાં જ્યાં શૌચ કરે ત્યાં ત્યાં આ ઝાડ ઉગે. 

🕉️તમે અમુક વડલા ,પીપળા ધાબાની છત પર પણ ઉગતા જોયા હશે. કારણ કાગડાએ ત્યાં ચરક કરી છે.

પીપળો જગતનું એક માત્ર વૃક્ષ છે જે રાઉન્ડ ધ ક્લોક ઓક્સિજન છોડે છે અને વડના ઔષધીય ગુણો અકલ્પનિય તેમજ અદ્દભુત છે.જો આ બે વૃક્ષો જીવાડવા હોય તો કાગડાની મદદ વગર શક્ય નથી, માટે કાગડાને બચાવવા પડે. . . .


*એવું કેમ ?*

તો કાગડા ભાદરવા મહિના ઇંડાં મૂકે છે અને બચ્ચા બહાર આવે તો એ નવી પેઢીને તંદુરસ્ત અને ભરપૂર ખોરાક મળવો જરૂરી છે. માટે ઋષિઓએ કાગડાના બચ્ચાઓને દરેક છત પર ખોરાક મળી રહે એ માટે શ્રાદ્ધની ગોઠવણ કરી જેથી કાગડાની નવી જનરેશન ઉછરી જાય. . . . .

😰એટલે ખોટું મગજ દોડાવ્યા વગર આપણા ઉત્સવો ,પરંપરાઓ તેમજ રૂઢિઓમાં સમાયેલું વિજ્ઞાન જાણો અને શ્રાદ્ધ પ્રકૃતિના રક્ષણ માટે કરજો અને એક વાત ક્લિયર છે કે જયારે જયારે વડ,પીપળો જોશો તો પૂર્વજો યાદ આવશે જ. . . . .

ઋષિઓએ આપણી (માનવીની) અને પ્રકૃતિની રક્ષા માટે અલગ અલગ ઉત્સવો અને પરંપરાઓને આપણી આસ્થા સાથે ગોઠવ્યા છે.

આપણા ઋષિઓથી મોટા કોઈ વૈજ્ઞાનિક હતા નહિ ને થશે પણ નહીં . . . . . . .

*🙏ૐ નમો નારાયણાય🙏*

●6●

* *શ્રાધ્ધ પક્ષ (16-શ્રાદ્ધ)*


* શ્રાદ્ધ વિશે થોડી માહિતી :- (નમ્ર પ્રયાસ)

(1)શ્રાદ્ધ હંમેશા ભાદ્રપદ-1(એકમ) થી પ્રારંભ થઈ ને આસો સુદ-1(એકમ) પહેલું નોરતું એ 16(સોલમું) શ્રાદ્ધ છે.


(2) શાસ્ત્ર મુજબ શ્રાદ્ધ નો સમય અપરાન્નકાલ (બપોર પછી)છે.


(3) ઘણા લોકો નું એવું માને છે કે અમે ગયાજી જઈને  શ્રાદ્ધ કરી દીધું અથવા શ્રી મદ્ ભાગવત કથા કરી લીધી એટલે હવે શ્રાદ્ધ ન કરવું પડે, પણ એ વાત ખોટી છે એનું પ્રમાણ ગીતાપ્રેસ ના અત્યેષ્ઠીકર્મ માં આપેલું છે જે સાથે મોકલાવેલ છે. 


(4) મૃત્યુ બાદ વ્યક્તિ  ૧૨ ના દિવસે જ શ્રાદ્ધ માં ભળી જાય છે, પ્રેત માંથી પિતૃ માં ભેળવવા ની વિધી એટલે દ્વાદશાહશ્રાદ્ધ (બારમું).


(5) માણસ માત્ર નું (સ્ત્રી હોય કે પુરુષ) મૃત્યુ બાદ ૧૦મું, ૧૧મું, ૧૨મું, અને ૧૩મું થાય.

__________________________

* મહાલય શ્રાદ્ધારંભ :- ભાદ્રપદ-૧૫

(પૂનમ) સવારે 10:54 એ પૂર્ણ થતી હોવાથી 

(1) प्रतिपदा  श्राद्ध- 

એકમનું શ્રાધ્ધ -તા.02-09-2020 ને બુધવાર. 


* ભાદ્રપદ- કૃષ્ણ પક્ષ-૧(એકમ) બપોરે 12:29 એ પૂર્ણ થતી હોવાથી 

(2) द्वितिया श्राद्ध-

 બીજનું શ્રાધ્ધ-તા.03-09-2020  ને ગુરૂવાર, બપોરે 12:29 પછી કરવુ.


* ભાદ્રપદ-૨(બીજ) ને શુક્રવાર 

 તા.04-09-2020, બપોરે 14:26(2:26) સુધી છે તેથી તે દિવસે શ્રાદ્ધ પંચાંગ માં બતાવ્યું નથી.

ત્યાર બાદ બીજા દિવસે ભાદ્રપદ-૩(ત્રીજ) સાંજે 16:40(4:40) સુધી હોવાથી 

(3) तृतीया श्राद्ध-

ત્રીજનું શ્રાધ્ધ-તા.05-09-2020 ને શનિવાર 


* ભાદ્રપદ-૪(ચોથ) સાંજે 19:08(7:08) સુધી હોવાથી 

(4)चतुर्थी श्राद्ध-

ચોથનું શ્રાધ્ધ-તા.06-09-2020 ને રવિવાર 


* ભાદ્રપદ-૫(પાંચમ) રાત્રે  21:40(9:40)સુધી છે તેથી

(5) पंचमी श्राद्ध-

 પાંચમનું શ્રાધ્ધ-તા.07-09-2020 નેસોમવાર 


*ભાદ્રપદ-૬(છઠ્ઠ) રાત્રે  24:04(12:04) સુધી 

(6)षष्ठी श्राद्ध-

 છઠનુ શ્રાધ્ધ-તા. 08-09-2020 ને મંગળવાર


* ભાદ્રપદ -૭(સાતમ)

 રાત્રે  26:07(02:07)સુધી 

(7) सप्तमी श्राद्ध 

સાતમનું શ્રાધ્ધ-તા.09-9-2020 ને બુધવાર 


* ભાદ્રપદ-૮(આઠમ) 

રાત્રે  27:36(03:36)સુધી 

(8) अष्टमी श्राद्ध 

આઠમનું શ્રાધ્ધ-તા.10-9-2020 ને ગુરૂવાર 


* ભાદ્રપદ-૯(નોમ) રાત્રે 28:21(04:21)સુધી 

(9)नवमी श्राद्ध 

 નોમનું શ્રાધ્ધ-તા. 11-9-2020 ને શુક્રવાર 

(* અવિધવા નવમી :- અવિધવા નવમી  એટલે જે સ્ત્રીઓ સોભાગ્યવતી મરણ પામી હોય તેમનુ શ્રાદ્ધ અવિધવા  નવમી  ના દિવસે  કરવુ

જે સ્ત્રીઓ  વિધવા  હોય ને મરણ પામી હોય તેમનુ શ્રાદ્ધ  જે તિથિ એ મરણ પામ્યા  હોય તે જ તિથિ એ કરવુ)


* ભાદ્રપદ-૧૦(દશમ)

 રાત્રે 28:15(04:15)સુધી 

(10)दशमी श्राद्ध 

 દશમનું શ્રાધ્ધ- તા. 12-9-2020 ને  શનિવાર 


* ભાદ્રપદ-૧૧(એકાદશી)

રાત્રે 27:17(03:17) સુધી 

(11) एकादशी श्राद्ध 

એકાદશીનું  શ્રાધ્ધ-

તા.13-9-2020 ને રવિવાર 


* ભાદ્રપદ-૧૨(બારસ)

 રાત્રે 25:30(01:30) સુધી 

(12) द्वादशी श्राद्ध 

બારસ નું શ્રાદ્ધ તા. 14-09-2020 ને સોમવાર 


*ભાદ્રપદ - ૧૩(તેરસ) 

રાત્રે 23:00(11:00) સુધી 

(13) त्रयोदशी श्राद्ध  (શિવરાત્રી)

તેરસ નું શ્રાદ્ધ તા. 15-9-2020 ને મંગળવાર  


* ભાદ્રપદ-૧૪(ચૌદશ) સાંજે 19:58(7:58)સુધી 

(14) चतुर्दशी श्राद्ध

ચૌદશનું શ્રાધ્ધ તા. 16-9-2020 ને બુધવાર 

      (શસ્ત્રોથી મરેલાનું શ્રાધ્ધ)


*ભાદ્રપદ-૩૦(અમાસ) 16:31(04:31) સુધી 

(15) सर्वपित्री अमावास्या, पूनम-अमावास्या श्राद्ध-

 સર્વપિત્રી અમાસ-(પૂનમ અને અમાસ નું શ્રાધ્ધ)તા. 17-9-2020 ને ગુરૂવાર 


* આસો સુદ-૧(એકમ) 

રાત્રે 21:11 (9:11) સુધી 

(16) मातामह श्राद्ध-

માતામહ શ્રાદ્ધ-  તા. 17-10-2020 ને શનિવાર  


                       *નોંધ*

ચતુર્દશીના  મરણ પામેલા નુ શ્રાદ્ધ ચતુર્દશી ના દિવસે  ના કરાય તેમનુ બારસ અથવા  અમાસ ના દિવસે  કરવુ આવુ નિર્ણયસિન્ધુ અને  ધર્મ  સિન્ધુ મા વર્ણન  છે, અને 

પૂનમના દીવસે કોઈ નુ મૃત્યુ થયુ હોય તો તેનું શ્રાદ્ધ પૂનમ ના દીવસે નહીં થાય તેમનુ શ્રાદ્ધ

અમાસ ના દીવસે થાય  છે દરેક પંચાગ ની અંદર

પૂનમ નુ શ્રાદ્ધ અમાસ ના લખેલ છે.

જય શનિદેવ

●7●

તમે કોઈ દિવસ પીપળો કે વડને ઉગાડ્યો છે ?

કે કોઈને ઉગાડતા જોયો છે ?

પીપળો કે વડનાં બીજ મળે છે ?


જવાબ છે ના !


વડ કે પીપળા નાં ટેટા ગમે જેટલા રોપશો તો પણ નહિ ઉગે 

કારણકે પ્રકૃતિ કુદરતે આ બે લોકો ઉપયોગી વૃક્ષ ઉગાડવા માટે અલગ ગોઠવણ કરી છે .


આ બન્નેનાં ટેટા કાગડા ખાય અને એમની હોજરીમાં પ્રોસેસ થાય પછી જ તે બીજ ઉગવા લાયક થાય છે તે સિવાય નહિ .


કાગડા તે ખાય ને વિષ્ટા માં જ્યાં જ્યાં કરે ત્યાં ત્યાં આ ઝાડ ઉગે .


પીપળો જગતનું એકમાત્ર વૃક્ષ છે જે રાઉન્ડ ધ ક્લોક O2 ઓક્સિજન છોડે છે અને વડ ના ઔષધીય ગુણો અપરંપાર છે .


જો આ બે વૃક્ષો જીવડવા હોય તો કાગડાની મદદ વગર એ શક્ય નથી માટે કાગડાને બચાવવા પડે .


એ કેમનું ?

તો કાગડા ઓગસ્ટ મહિનો માં ઈંડા મૂકે અને બચ્ચા બહાર આવે તો એ નવી પેઢી ને તંદુરસ્ત અને ભરપૂર ખોરાક મળવો જરૂરી છે માટે ઋષિ ઓ એ કાગડાના બચ્ચાઓ ને દરેક છત પર ખોરાક મળી રહે એ માટે શ્રાદ્ધ ની ગોઠવણ કરી જેથી કાગડાની નવી જનરેશન ઉછરી જાય


એટલે મગજ દોડાવ્યા વગર શ્રાદ્ધ કરજો પ્રકૃતિ નાં રક્ષણ માટે !!

●8●


Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...