એક કમ કસોટી કથા...¿
મને એક આદર્શ એકમ કસોટી તપાસવા લાગતો સમય...... ઓછામાં ઓછી 20 મિનિટ.... જો હું બાળકનું તમામ લખાણ વાંચું, ઉકેલવા પ્રયત્ન કરું, એના ગુણ જ્યાં કપાયા ત્યાં સ્પષ્ટ નિર્દેશ કરું, એની બધી ભૂલો આવરી લેવાય એવા સૂચન કરું.
હવે મારી પાસે એક વર્ગની 50 લેખે 3 વર્ગની 150 કસોટી આવે છે, એટલે મારે માનનીય સ્કૂલ ઇન્સ્પેકટરશ્રીની નજરોમાં બેસ્ટ કહી શકાય એવી તપાસણી કરવા ટોટલ 3000 મિનિટ એટલેકે 50 કલાક સમય ફાળવવો પડે હવે મારી પાસે સંપૂર્ણ શિક્ષણ કાર્ય કરવા અઠવાડિયાના 45 કલાક છે. એટલે એડજસ્ટ કરવા એક કસોટી તપાસવા હું સમય ઘટાડો કરું તો પણ si શ્રી ને સંતોષ થાય એવી કસોટી તપાસવા મારે 10 મિનિટ પર કસોટી ફાળવવી જ પડે. ક્યારેક દસ પંદર બાળકો 0થી5 ગુણ વચ્ચેના હોય એટલે કસોટી ઝડપી તપાસાય પણ સામે એમની પુનઃકસોટી લેવાની એટલે ત્યાં મારે 20 મિનિટ આપવી જ પડે.
હવે હું 45 મિનિટનો તાસ લેવા જાઉં છું ત્યારે શીખવવાના મુદ્દા, દૈનિકબુક મુજબ, અને યોગ્ય LM નો ઉપયોગ કરવાનો જોડે પ્રશ્નોત્તરી કરવાની, ટેક્નોલજીનો ઉપયોગ કરવાનો દરેક બાળકને સમાન તક આપવાની અને જરૂરિયાત વાળા બાળકો પર વિશેષ ધ્યાન આપીને ભણાવવાનું, છતાંય મને ખુદને મારુ અધ્યયન અધ્યાપન નબળું થયું છે એવું ક્યારેક લાગે તો SI શ્રીને લાગે એતો સ્વાભાવિક જ છે. આ બધાની વચ્ચે તાસ પૂરો થઈ જાય એ પહેલાં શીખવેલા મુદ્દાનું આકલન કરવાનું અને એ મુજબ પત્રક A ભરવાનું પછી દૈનિકબુક આયોજન મુજબ મારે બીજો તાસ લેવા ઉપડી જવાનું.
આની સાથે સાથે એકમ કસોટી માં જ્યાં ભૂલો થઈ છે એવી કસોટીઓનું ઉપચારાત્મક તો કરાવવાનું જ. તો જોડે જોડે પ્રિય બાળક ક્યાં પોહચ્યું, એને કક્કો અને એકડા કેટલા આવડ્યા એતો ચેક કરવાનું જ..
કોઈપણ ભોગે તમામ બાળકો તમામ લર્નિંગ આઉટકમ્સ એચિવ કરે એજ મારો ધ્યેય, એમાં એ એચિવ થાય એ માટે ખરા,ખોટા, કે પ્રશ્નાર્થની નિશાનીઓ કરી હોય તે શેના આધારે કરી એના પુરાવા રાખવાના, જોડે જોડે બાળકનો વ્યક્તિત્વ વિકાસ કેટલો થયો એ પણ અપડેટ કરવા પત્રક B ભરતુ રહેવાનું.
તો આ દોઢસો બાળકોમાં કોની કસોટીમાં અક્ષરો બદલાઈ જાય છે, એ ધ્યાનપૂર્વક જોવાનું, એ પણ જોવાનું કે બાળકો માસ કૉપી ન કરે, કદાચ એમનું લખાણ એસાઈશ્રીને સરખું લાગે તો આ દસ મિનિટ પર કસોટી ફાળવીને 1500 મિનિટ કરેલું તમારું કાર્ય શૂન્ય પણ થઈ જઈ શકે. એટલે આ બાબતની કાળજી રાખવાની.
સ્કૂલ ઓફ એક્સેલેન્સ અંતર્ગત 80% બાળકો 80% સિદ્ધિ મેળવે એવું લક્ષ્યાંક અમારે સિદ્ધ કરવાનું.
આટલું બધુ કાર્ય આટલી પરફેકટલી રીતે કેવી રીતે થઈ શકે, એના માટે સ્કૂલ ઓફ એક્સેલેન્સમાં જિલ્લાના તમામ એસ આઈ એક શાળામાં આખુ વિક મુકવામાં આવે અને આ કાર્ય ડેમોસ્ટ્રેશન અને soe સ્કૂલના શિક્ષકોને એક માર્ગદર્શન સ્વરૂપે પ્રત્યક્ષ કરી બતાવે તો soe ના તમામ શિક્ષકોનું મનોબળ વધશે, હિંમત અને નવો જુસ્સો આવશે, અને આ મુજબ કાર્ય કરવાનું છે એનો સચોટ ખ્યાલ આવે.
આપણે શીખ્યા છીએ કે અનુભવેલું જ્ઞાન થિયરીકલ જ્ઞાન કરતા અનેકઘણું ચડિયાતું છે તો soe સ્ટાફને આ અનુભવ પૂરો પાડવામાં આવે તો ધારી સફળતા શાળા મેળવી શકે, આ માત્ર મારો વિચાર છે, યોગ્ય લાગે તો આપણે આપણા હોદ્દેદારો દ્વારા આવી રજુઆત કરાવી શકીએ. 🙏🙏
ખૂબ જ દુખી અને
વ્યથિત શિક્ષક 🙏🙏
Comments
Post a Comment