ઈ વી એમ વિષે

*From Prof Dahyabhai Patel*

*EVM પર કરેલ આ સંશોધને પુરા ગુજરાત, બેંગલુરુ, હૈદરાબાદ, મુંબઇ,દિલ્હી માં ચકચાર જગાવી છે પણ પ્રશાશન ગાંઠતું નથી... તો જાણી લો..EVM માં ગોટાળા કેવી રીતે કરાય?*


મિત્રો!

ભારત દેશ દુનિયાનો સૌથી મોટો જનતંત્રીક દેશ છે.

આપણા દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી ચૂંટણી પ્રક્રિયા EVM (Electronic Voting Machines) થી કરવામાં આવે છે.
દરેક ચૂંટણીના પરિણામો બાદ આક્ષેપ-પ્રતિઆક્ષેપ પણ થાય છે. ફરિયાદો પણ થાય છે. છેવટે કોઈપણ તાપસ વગર  EC (Election Commission) ક્લીન ચિટ આપી દે છે.

વાત ભાજપ-કૉંગ્રેસની નથી પણ લોક-તંત્રની સલામતીની છે કે શું આ આક્ષેપોમાં ખરેખર કંઈક તથ્ય છે?

જો આક્ષેપો સાચા જ હોય તો આ બાબત દેશ માટે સૌથી ખતરનાક અને ઘાતક છે અને દેશને જેમ અંગ્રેજોના હાથમાંથી છોડાવ્યો તેમ મશીનની માયા-જાળમાંથી છોડવાની દરેક નાગરિકની ફરજ છે. માત્ર દેશ ભક્તિની વાતો કરવાથી દેશ બચાવી શકતો નથી.

મને પણ શંકા છે જ અને છેલ્લા સાત વર્ષથી હું તથ્ય શોધું છું. જે મને જડ્યું, શોધ્યું તે અનેક મિત્રોના આગ્રહથી આપ સમક્ષ મુકું છું. તમને તથ્ય લાગે તો દેશના હિતમાં પણ,બેસી ન રહેતા. હવે તો ચિંતા આવતી પેઢીની છે.

*સવાલ એ છે કે...*

- કઈ પાર્ટીને કેટલી સીટ મળશે તેની ચૂંટણી પહેલા ત્રિકાળ જ્ઞાનીની જેમ ખબર કેવી રીતે પડી જાય છે? એટલી હદે કે "ફલાણી પાર્ટીનું તો ખાતું પણ નહિ ખુલે" જેવા વિધાનો..

- એક જ સમયે નગરપાલિકા અને મહાનગરપાલિકાના પરિણામો વિરોધાભાસી કેમ?

- મા.સુપ્રીમ કોર્ટના આદેશ છતાં ખર્ચનું બહાનું કાઢી EC કોઈ પગલાં લેતું નથી.(ભૂમિકા શંકાના દાયરામાં લાગે છે?)

-  દરેક ચૂંટણી વખતે મોકપોલના નાટક કરી પારદર્શિતાના દંભ કરતું આ તંત્ર ટેક્નિકલ ખરાઈ કરવા પ્રજા સામે ડેમો-મશીન કેમ નથી આપતું? જો નિષ્ણાતોને મશીન આપવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જાય!

- 2014 ની લોકસભા ચૂંટણી બાદ 1 જ મહિનામાં ગોટાળા બહાર આવવાના ડરથી  9 લાખ મશીન સક્રેપ કરવામાં આવ્યા, હાલ સક્રેપ ચાલુ છે. કંપનીઓ ખુદ નથી જાણતી કે આ મશીનની 15 વર્ષની આયુષ્ય કોને નક્કી કરી આપી?

- UP ચૂંટણીમાં કેટલીક જગ્યાએ VVPAT લગાવ્યા પણ તાત્કાલિક નિયમ બદલી દીધા ને હોબાળા થવા છતાં VVPAT થી રિકાઉન્ટિંગ આપ્યા નહિ.

- અમેરિકામાં 50 માંથી માત્ર 5 રાજ્યોમાં  જ (કડક નિયમો નીચે)  EVM વપરાય છે
જાપાન, જર્મન,નેધરલેન્ડ,યુરોપ EVM નિર્માતા હોવા છતાં EVM વાપરતા નથી.
આમ જેમણેે મશીન પદ્ધતિ બંધ કરી છે તેવા અન્ય વિકસિત દેશોની જેમ તંત્ર કાં તો મશીનો બંધ કરે અથવા સચ્ચાઇ સાબિત કરે.

- આ હકીકત પ્રદર્શિત કરવા,  અમને EC, EVM મશીન આપી નથી શકતું તેથી, અમોએ સમગ્ર પ્રક્રિયા, દલીલો અને ષડયંત્ર માળખાની રજુઆત કોમ્પ્યુટર આધારિત પ્રોગ્રામ તૈયાર કરી ઘણા મહાનુભાવો અને નિષ્ણાતો સમક્ષ મૂકી છે. તંત્ર સામે લખાપટ્ટી પણ ખુબ કરી છે, તંત્ર ગાંઠતું નથી.
જન આક્રોશ જ  દેશ ને બચાવી શકે....

*EVMs સાથે ચેડાં કરવા કેવી રીતે પ્લાનિંગ કરવામાં આવે છે?*

આપણા દેશમાં વપરાતા EVMs બે કંપની બનાવે છે..

1. Bharat Electronics Ltd (BEL), Bangalore અને 

2.Electronic Corporation of India Ltd (ECIL), Hyderabad.

જે પૈકી ગોપનીયતા જાળવવા મેંન્ટેનન્સ કદાચ કોઈ એક જ કંપનીને આપવામાં આવે છે

કોઈપણ ચૂંટણી ટાણે આ કંપની EVM મેન્ટેનન્સ સ્ટાફ મોકલે છે

દરેક મશીનનો કોમન પાસવર્ડ હોય છે જે આ સ્ટાફના હેડ પાસે હોય છે.

કોઈ એક વ્યક્તિને 50-100 કરોડ આપવામાં આવે તો આ જમાનામાં કોઈ હરિશ્ચંદ્ર નથી

 ધારો કે લોકસભાની ચુંટણી હોય તો આ સ્ટાફ ગાંધીનગર આવે.

જેવી ઉમેદવારોની યાદી બહાર પડે કે તરત જ આ સ્ટાફનો હેડ EVM સાથે ગરબડ કરવા તૈયાર કરેલા કોમ્પુટર પ્રોગ્રામમાં આ યાદીના ઉમેદવારોના ક્રમ યોગ્ય મતલબથી દાખલ કરી દે છે અને અલગ અલગ 26 મતદાન ક્ષેત્રોના એન્જિનિયારોને આપવામાં આવતા ટૂલ્સમાં સેવ કરી દે છે.

આ કામ માત્ર હેડ ગણતરીની મિનિટોમાં કરી દે છે જે કોઈને ખબર પણ હોતી નથી.

આ એન્જિનિયર પોતાના જિલ્લા મથકે રહેલા EVMs ને ચેક કરવાની કાયદેસરની પ્રક્રિયામાં, પોતાની સાથે લાવેલ નાનકડું ટૂલ (જે પેન ડ્રાઇવ જેવું કામ કરે છે) જેવું EVM ના પાછળ રહેલા ડેટા ઇન્ટરફેસ પોર્ટ સાથે જોડે કે તરત જ તેમાં રહેલો ગરબડ કરવાનો પ્રોગ્રામ આપોઆપ વાયરસની જેમ ઇન્સ્ટોલ થઈ જાય છે. જો કે આ બાબત થી આ એન્જિનિયરને ખબર પણ હોતી નથી.

આ પ્રોગ્રામ ટાઈમ આધારિત હોય છે તે ચૂંટણીના દિવસે ને ચૂંટણી પુરી થવાના સમયે એકાદ સેકન્ડ માં કામ તમામ કરી દે છે.


*EVMs. માં કેવો પ્રોગ્રામ મુકવામાં આવે છે?*

EVM માં દાખલ કરવામાં આવતો આ પ્રોગ્રામ EXCEL બેઝ હોય છે
તેમાં કરેલી ગોઠવણી મુજબ...

1. ઇચ્છીત ઉમેદવારને બાકીના ઉમેદવારો પાસેથી નિર્ધારિત માત્રામાં વોટ એવી રીતે ટ્રાન્સફર કરવાના હોય છે કે જેથી કુલ સરવાળો તેનો તે જ રહે.

2. આ પ્રોગ્રામ ટાઈમ બેઝ હોય છે  તે ચૂંટણી પુરી થવાની તારીખ અને સમયે એક સેકન્ડ માટે જ એક્ટિવેટ થાય છે. માટે બાકીના કોઈપણ સમયે મશીનનો ટેસ્ટ લેવામાં આવે તો તે બરાબર જ કામ બતાવે છે.

3. આ પ્રોગ્રામનું કામ પૂરું થતા જ બીજો એક પ્રોગ્રામ બીજી જ સેકન્ડે એક્ટિવેટ થઈ આગળના પ્રોગ્રામને ડીલીટ કરી દે છે જેથી કરી ને આ મશીનની ક્યારેય તપાસ કરવામાં આવે તો કંઇ જ પકડાય નહિ.

આ પ્રોગ્રામમાં મશીન ખોલવું પડતું નથી, VVPAT મશીન વાપરવામાં આવે તો પણ ગરબડ કરી શકાય છે અને મતદાતાને ખબર પણ પડતી નથી

આ બધીજ ગોઠવણી માત્ર આશરે 100 kb જ જગ્યા રોકે છે.

*EVMs. વિષે અન્ય હકીકતો..*

- EVM મીની કોમ્પ્યુટર જેવી રચના છે જેમાં મેમરી, પ્રોસેસર, અને ટાઈમર હોય છે. જેનાથી કોઈપણ નાનકડો પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરી શકાય છે જેમ કે છેલ્લી મહાનગર પાલિકાની ચૂંટણીમાં વપરાયેલ મશીનોમાં બે બટન દબાવવાની રીત હતી.

- આ મશીનો માં લીથીયમ બેટરી વાપરવામાં આવે છે જે લોન્ગ લાઈફ અને નોનચારજેબલ હોય છે. તે જયારે બળી જાય ત્યારે તે બદલીને તેમાં ટાઈમ સેટ કરવો પડે તે માટે તેને ડેટા ઇન્ટરફેસ પોર્ટથી કોમ્પ્યુટર સાથે જોડવામાં આવે છે. એક ખાસ જાણકારી કે કોઈપણ તબક્કે આ પોર્ટ, કે જે મશીનની પાછળ હોય છે તેનો ઉલ્લેખ  કે ઉપયોગીતા બતાવવામાં આવતી નથી.

- આ મશીનોને ઇન્ટરનેટ કે વાઇફાઇ સાથે જોડવાની કોઈ સુવિધા હોતી નથી જેથી મશીન સાથે વાયરલેસ ચેડાં કરી શકાય નહિ.(કદાચ EC એટલા માટે આ મશીનો ને સલામત ગણે છે)

- આ મશીનો કોઈપણ ઉમેદવારોના નામ કે સંજ્ઞા ઓળખતા નથી. તે માત્ર ક્રમને જ ઓળખે છે.

મિત્રો..

- આ કોમ્પ્યુટર આધરીત પ્રોગ્રામ હોવાથી WHATS APP થી હું આપને આપી શકતો નથી. લેપટોપ, કોમ્પ્યુટર કે Email થી જ આપી શકાય..

- હાલ હું US માં California (સિલીકોન વેલી) માં છું, ઘણા IT નિષ્ણતોના સંપર્કમાં છું અને આ બાબતે ખુબ ચર્ચા કરી છે, દરેકનું એક જ કહેવું છે-

*"કોઈ ગમે તે કહે, EVM સાથે બહુ સહેલાઈથી ચેડાં કરી શકાય*

હવે આપણી પાસે સમય નથી.
જો જાગવામાં નહીં આવે તો ફરી ગુજરાતમાં *"મશીન સરકાર"* નિશ્ચિત છે. આ બાબત શકય તેટલી ફેલાવજો...

દેશ બચાવવા થી મોટી કોઈ દેશ સેવા નથી

આભાર..

*જય હિન્દ*

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...