સહાય એજ સદભાવના

વ્યકિતગત મહાભારત

કેવલ વોટસએપ મેસેજ કરી રહયો હતો, તેની મેડીકલ કોલેજમાં જવાની સંભવિત તૈયારીઓ વિશે. મિત્રોને નવાઇ લાગતી હતી. કેવલનું પરિવાર સામાન્ય આર્થિક સ્થિતિનું હતું. તેના પિતાજી સત્યકામ કઇ રીતે મેડિકલ કોલેજમાં પ્રવેશનો અને અભ્યાસનો ખર્ચ ઉઠાવશે? ઊચ્ચ શિક્ષણ એ તેમના માટે સ્વપ્નવત ગણાય.
”અને મળ્યો,. હું પાંચ વર્ષ ત્પાં હોસ્ટેલમાં જ રહીશ. ઘરે પણ નહી આવું.” કેવલ સ્વપ્નમાં રાચતો હતો. પોતાની જાતને તે હવે એજયુકૅશનનાં એવરૅસ્ટ પર બેસેલો જોઇ રહયો હતો. તે પરિવારમાં કૅહતો, ”મારા બધા મિત્રો વિદેશમાં ભણવા જવાના છે. મારે પણ જવુ જ છે. ” માતા - પિતા ચિંતામાં પડી જતા. દીકરાની પરીક્ષા સાથે પરીવારની પણ પરીક્ષા થઇ રહી હતી. સત્યકામની જીંદગી તો પાણીપતના પાંચમાં યુધ્ધ જેવી હતી. એક સરેરાશ મદયમવર્ગીય જીવન, સંઘર્ષ, સુખના અલ્પવિરામો માટેનો તરફડાટ, કાયદેસરના કામો માટૅ કાકલુદીઑ, ઓફીસ-ર્પોલિટિકસ, અઘમાધમ કૌરવો સામે આજે પણ હારતાં પાંડવોની પરંપરા અને કશું જ નહી. શિક્ષણના શો- રૂમ જેવી સંસ્થાઓની ફ્રી ભરીને સત્યકામ હાંફી ગયો હતો.તેની પ્રમાણિક્તાથી આવક મર્યાંદીત હતી. લાચાર પત્ની ટિફ્રીન અને ટયુશનનો આધાર લઇ સહકાર આપતી. રાત્રે છેલ્લી શિફટમાં નોકરી કરીનેં પાછાં આવતા સત્યકામ નિચોવાઈ જતો, ચુસાઇ જતો. પુત્ર -પુત્રીના માસુમ ચેહરા સામે જોઇને આંખમાંથી આંસુ આવી જતા. કેવલનાં અરમાન અસીમ હતા. વિદેશમાં જ ભણીનેં વિદેશમાં જ સ્થાઇ થવુ હતું. પ્રીમીયમ સ્ટાન્ડર્ડનાં ઇન્સ્ટિટયુટ માં ભણવાંનો તેનામાં બુલંદ સેલ્ફ - કોન્ફિડન્સ હતો. તર્કની તલવાર પશ્નોનો પહાડ ચીરી શકતી ન હતી. દેશમાં તેને ભવિષ્ય ઘુંધળુ લાગતું હતું. પર્સનલ પોલિટીકસની પરંપરામાં પતનની પીડા તેણે નાની ઉમરમાં જ જોઈ લીધી હતી. પીંડાનું પોટલુ ઉચકીને તે ફરતાં પિતાજીને તેણે જોઇ લીધા હતા. કિસ્મતનાં કટાક્ષ સામે લડી લેવા સત્યકામે કારખાનામાં પરચેઝ -મેનેજર તરીકે લાંચ લઇને ફ્રીની સગવડ કરી. તેનો અંતરાત્મા ઘવાતો હતો. જીવનમાં પહેલીવાર તેણે પાપ કર્યુ, તેની લાગણી તેને દિવસ - રાત કોરી ખાતી. પરિવારમાં પણ કોઇને ખ્યાલ ન હતો. બૅકમાંથી સ્ટુડન્ટ્લોન માટૅ શેઠ પાસે જામીન થવાની લાગણી મુકી, પણ શેઠે ના પાડી દીધી. લોન બતાવવીં અનિવાર્ય હતી.

કોઇ જામીન થવા તૈયાર ન હતુ. તેની મુંઝવણ માં તેની ઉંઘ પણ હરામ થઇ ગઇ હતી.એક બાજુ લાંચ લેવાનો અપરાધ ભાવ, બીજી બાજુ મોટી લોનમાં જામીન ન મળવાની ચિંતા, મિત્રો પણ તેને ....... ગણી મોં છુપાવતા. સ્વાવલંબનની સુંગધ અને દંભની દુગૅધ, તોછડી જબાન અને પથ્થરો ચહેંરાનાં તિરસ્કારના તીર તેને વીંધી નાખતા હતાં. જ્ઞાતિ - વતનનાં ઓળખપત્રો તે વટાવી શકતો ન હતો. ફરી એકવખત તેણે શેઠને મળવાનું નકકી કર્યુ. છેલ્લા પ્રયત્નો તરીકે, શેઠની ઑફીસમાં જવાને બદલે તેણે બંગલે જવાનું નક્કી કર્યું. શેઠના પિતાજી સમજુ હતા. તેમને સત્યકામ એક - બે વખત મળેલો અને સારી છાપ પડેલી.

શેઠ સાથે વાત કરતા તે અચકાતો હતો. શેઠ મોબાઈલ પર કોઈ મેસેજ જોતા હતા. સત્યકામની વાત પુરી થઈ . શેઠે સહી કરવાની કડક ભાષામાં ફરીથી ના પાડી દીધી. સત્યકામ બહાર નીકળી જઈને ધેર જવાનું વિચારતો હતો, ત્યાંજ શેઠે તેનાં હાથમાં એક મોટુ કવર આપ્યું. સત્યકામ, તું આપણી કંપનીનો સ્થાપના કાળથી જોડાયેલો એન્જીનીયર છે. પરિંશ્રમી, પ્રામાણિક એન્જીનીયર સત્યકામ ને લાગ્યું કે ઉદર કરડતાં પહેલા ફુંકિ રહ્યો છે. શેઠ આગળ બોલ્યા, તને કડક શિક્ષા કરવાની છે. પરચેઝ માં ભુલ કરવા બદલ . શેઠ જમાનાનાં ખાધેલા હતા. ”કવર ખોલ” - શેઠ બોલ્યા.
સત્યકામે ગભરાતા ગભરાતાં કવર ખોલ્યું. એક પ્રિન્ટ આઉટ બહાર પાડી. તેના દીકરાએ ફેસબુક પર શેઠને જામીન થવાની વિનંતી કરી હતી. તે સંદેશાની પ્રિન્ટ આઉટ અને સાથે કંપની તરફથી જ વગર વ્યાજની લોન નો ચેક. સત્યકામ ગળગળો થઈ ગયા, સ્તબ્ધ થઈ ગયો.
શેઠ ના પિતાજી બોલ્યા, ભાઈ તારી શાલીનતાની શાખ તારી સહાયે આવી.
ક્ષીણ પણ સાચુકલો સાદ સત્યનો જ હોય છે, અમે આંખો મીંચીને કંપની ચલાવતા નથી. અમારાં ધર્મમાં અનુ કંપા-દાન નું પણ મહત્વ છે, એકલા દેરાસરોં જ નથી બંધાવતા, વિશ્વમાં ખરો ઉજાસ તો જ્ઞાનનો અને સદભાવનો જ છે”.

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...