ડાબે પડખે સુવાના ફાયદા
********************************
ડાબે પડખે સૂઈ રહેવાના કેટલા બધા ફાયદા છે..! ડાબે પડખે સૂવાથી કરોડના હાડકાં પર જોર ઓછું પડે* છે. જો તમને કમરનો દુ:ખાવો કાયમ રહેતો હોય તો ડાબે પડખે સુવાથી કમરનો દુ:ખાવો ઓછો થઈ જાય છે.

વૈજ્ઞાનિકો એ ઘણા બધા પ્રયોગો પછી શોધી કાઢ્યું છે કે તમારા શારીરિક અને માનસિક આરોગ્ય માટે તમે રાત્રે કઈ રીતે સૂઈ જાઓ છો તે સૌ કોઈએ જાણવું ખૂબ જરૃરી છે ..તમે કેટલા કલાક સૂઈ જાઓ છો અગત્યનું નથી પણ કેવી રીતે સૂઈ જાઓ છો તે અગત્યનું છે.
છેલ્લા સંશોધન પ્રમાણે જે લોકો ડાબે પડખે સૂઈ જાય છે તેઓ જમણે પડખે સૂઈ જનારા કરતાં વધારે તંદુરસ્ત બને છે આ વાતનો ઉલ્લેખ આપણાં દેશના આયુર્વેદના પુરાણા ગ્રંથ ‘ચરક સંહિતા’*માં પણ કરેલો છે.

૧. તમારા શરીરની ‘લીમ્ફેટિક સિસ્ટમ’ વધારે સક્રિય થાય છે. જેની અસરથી શરીરમાં (ખાસ કરીને મગજમાં) એકઠા થયેલા ઝેરી પદાર્થો (ટોકસીન્સ) અને બિનઉપયોગી કચરો ‘લીમ્ફનોડ’ની મારફતે બહાર નીકળી જાય છે.

૨. હૃદયને ફાયદો થાય છે.ગ્રેવીટિને કારણે હૃદય મારફતે જુદા જુદા અંગોને લોહી પહોંચાડનારી આર્ટરીમાં લોહીનું પરિભ્રમણ સારું થાય છે અને લીમ્ફનોડ મારફતે હૃદય તરફ લીમ્ફની નળીઓમાં લીમ્ફ સારી રીતે જાય છે.

૩. હાર્ટ બર્ન (એસિડિટી) થતો અટકે*છે. ડાબે પડખે સુવાથી હોજરીમાંથી એસિડ અને ખોરાકનો નહીં પાચન થયેલો ભાગ અન્નનળીમાં પાછો જતો નથી એટલે એસિડિટી થતી નથી. હવે તમને જ્યારે જ્યારે એસિડીટી જેવું લાગે ત્યારે થોડી વાર ડાબે પડખે સૂઈ રહેજો. એસિડીટીનાં લક્ષણો ઓછા થઈ જશે.

૪. ડાબે પડખે સૂઈ જવાથી તમારી હોજરી અને પેંન્ક્રિયાસ પેટમાં થોડા ઊંચે રહેવાથી હોજરીના પાચક રસો અને પેંન્ક્રિયાસમાંથી નીકળતા એંન્ઝાઈમને કારણે લીધેલા ખોરાકનું પાચન સારી રીતે થાય છે એટલે કે પાચન શક્તિ સુધરે છે. ડાબે પડખે સૂઈ જવાથી ખોરાકનું પાચન થયા પછી વધેલો નકામો કચરો મોટા આંતરડામાંથી મળાશયમાં સરળતાથી જાય છે. આને કારણે તમે સવારે ઉઠો કે તમારે મળત્યાગ (હાજત)માટે જવું પડે છે.

૫. ડાબે પડખે સૂઈ જવાથી તમારી કરોડના હાડકાં પર જોર ઓછું પડે છે. આને કારણે જો તમને કમરનો દુ:ખાવો કાયમ રહેતો હોય તો ડાબે પડખે સુવાથી કમરનો દુ:ખાવો ઓછો થઈ જાય છે.

૬. *ગર્ભવતી સ્ત્રી ડાબે પડખે સુઈ જવાનું રાખે તો તેને થતો કમરનો દુ:ખાવો તો ઓછો થઈ જશે પણ સાથે-સાથે લિવર પર ગર્ભાશયનું દબાણ નહીં આવવાથી લોહીનું પરિભ્રમણ સારી રીતે થશે જેનો લાભ ગર્ભાશય, તેમાં રહેલા ગર્ભ અને કિડનીને મળશે.

૭. તમારી સ્પ્લીન (બરોળ) એક મોટી લીંફ ગ્લેન્ડ છે. તમારા *શરીરની ડાબી બાજુએ છે, ડાબી બાજુએ સૂઈ જવાથી તેમાં એકઠો થયેલો કચરો જલ્દી નીકળી જવાથી તમારા શરીરમાં સ્ફૂર્તિ આવે છે.

૮. ડાબે પડખે સૂઈ જવાથી નસકોરાં બોલતા બંધ થઈ જશે કારણ તમારી શ્વાસ નળી ઉપર થતું તમારી જીભના અને ગળાના સ્નાયુનું દબાણ ઓછું થઈ જશે.

૯. ડાબે પડખે સૂઈ જવાથી તમારા મગજમાં એકઠા થયેલા ટોક્સીન પદાર્થ સરળતાથી નીકળી જાય છે એટલે તમે જ્યારે સવારે પથારીમાંથી ઊઠો છો ત્યારે તમને એકદમ સ્ફૂર્તિ લાગે છે.
ડો. હીરલ દેસાઈ અમદાવાદ

Comments
Post a Comment