વિશ્વ પર્યાવરણ દિવસ
મારા જીવનમાં વિશ્વ પર્યાવરણ દિવસનું આગવું અને અનેરુ મહત્વ અને સ્થાન છે.હું કુદરતને સંગે ઉછર્યો હોવાથી કુદરત મને ખૂબ વહાલી છે.પર્યાવરણનું જતન એ મારા માટે ફક્ત એક જ દિવસની ઉજવણી નથી.હું બારેમાસ એના રક્ષણ અને સંવર્ધન માટે જાગ્રત અને પ્રયત્નશીલ રહું છું.શાળામાં મારો પ્રત્યેક વિધ્યાર્થી પર્યાવરણના જતન માટે પ્રયત્નશીલ રહે તેવી કોશિષ હું હમેંશા કરતો રહું છું. પર્યાવરણને બચાવવા મેં આટલી ટેવો મારા જીવનમાં પાડી છે.

૧. મારા ઘરમાંથી નીકળતી તમામ નકામી વસ્તુઓ ફેંકી દેવાને બદલે કેટેગરી પ્રમાણે અલગ અલગ ભેગી કરીને સમયાંતરે રીસાયકલીંગ માટે પસ્તી કે ભંગાર વાળાને ત્યાં પહોંચાડીને વર્ષે દહાડે ૧૫૦૦ થી ૨૦૦૦ ₹ કમાઈ લઉં છું.જો કે મારો પૈસા કમાવાનો આશય ગૌણ છે.મૂળ આશય પર્યાવરણનું જતન છે.

૨.નાખી જ દેવો પડે અને સંગ્રહી ના શકાય તેવો કચરો પણ કેટેગરી પ્રમાણે એટલે કે સૂકો,ભીનો,કાચ એમ અલગ કરીને નગરપાલિકાની કચરાપેટીમાં જવા દઉ છું.
૩.મારા જેવી ટેવ મારા ઘરના સભ્યો પણ પાડે એવો આગ્રહ રાખતો હોવાથી એ લોકો અનૂકુળ થઈ ગયા છે.

૪. સ્કૂલમાં વર્ગદીઠ એક પર્યાવરણ રક્ષક બનાવી તેની પાસે વર્ગમાંથી કાગળ, ખાલી પેનો વગેરે ભેગી કરાવી, સમયાંતરે રીસાયકલીંગ માટે પસ્તી કે ભંગાર વાળાને ત્યાં પહોંચાડીને જે કાંઈ પૈસા મળે તેમાંથી સ્વયંસેવકોને રચનાત્મક ગીફ્ટ કે ફુલસ્કેપ ચોપડા આપું છું.

૫.ભણાવતી વખતે વિષયવસ્તુમાં પર્યાવરણનો ઉલ્લેખ હોય તો ખાસ, અને ઉલ્લેખ ના હોય તો સંબંધ બતાવીને પર્યાવરણના જતન, રક્ષણ અને સંર્વધન માટેની ઉપદેશાત્મક અને પ્રેરણાત્મક વાતો દ્ધારા સંદેશો ફેલાવું છું.

૬. વર્ગમાંના પ્રત્યેક પર્યાવરણ રક્ષકને વર્ષાન્તે પ્રમાણષત્ર આપી પુરસ્કૃત કરીને આ કાર્ય માટે પ્રેરિત કરુ છું.

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...