:ચૂંટણી ફરજ એક અનુભવ:

બહુ ઉત્સાહથી વિધાનસભા ચૂંટણીમાં પ્રિસાઈડીંગ ઓફિસરની જવાબદારી અદા કરવા ગયો
અન્ય મિત્રોના ઓર્ડર આવતા એમની અકળામણ પણ સાંભળેલી.
મને ઘણી વાર થતું નોકરિયાતો ચૂંટણીની કામગીરીથી દૂર કેમ ભાગતા હશે!પણ અનુભવે સમજાયું કે હવે બીજીવાર આટલો ઉત્સાહ નહીં રહે..
એક રાત્રી રોકાણ (આમ તો ચૂંટણીના દિવસે બધું જમા કરાવતા બીજી રાત પડી જાય) તે પણ આપણી જવાબદારી એ...બંને દિવસ જમવાની કોઈ વ્યવસ્થા નહીં. બીજા દિવસે સવારે ચા-નાસ્તો પણ નહીં. કોઈ ઉમેદવારના પ્રતિનિધિ આપી જાય તો ઠીક. ત્યાં આદર્શ બતાવવા જાય તો રખડી જ પડાય.રાતે ગાદલાં મળ્યા પણ ઓઢવાનું ને તકિયાની સગવડ નહીં.શિયાળો ને નીચે પથ્થર એટલે ગાદલાં પણ ઠંડા લાગે.પીઠ પર દયા ખાધી!  શાળાના મકાનમાં બાથરૂમ નહીં એટલે સંડાસમાં નહાવાનું તો વિચારી જ નહીં શકાય.ગામડામાં તો લોકો ઘરે લઈ જાય પણ શહેરમાં...!સ્પ્રે હતો એટલે નાહ્યા વગર પણ ચલાવ્યું.કોઈ ને ડાયાબીટીસ તો કોઈ પ્રેશરવાળા... ચૂંટણીનું કામ એટલે માનસિક તનાવ પણ ખરો.અસંખ્ય જાતના ફોર્મ્સ ભરવાના ને વળી તેને યોગ્ય કવરમાં મૂકવા માટેની મથામણ.કેટલાક એવા પરપ્રાંતીય મિત્રો હતા જેમને ગુજરાતી સમજાતી ના હતી. અરે જેઓ ગુજરાતી હતા તેઓ પણ ફાંફા મારતાં હતા. આ બધા વચ્ચે પણ કામ થતું રહે...ચૂંટણી પૂરી કરી બધી સામગ્રી જમા કરાવવા રિસીવીંગ સેન્ટર પર લાઈનમાં ઊભા રહેવાનું...તમે શિક્ષક, પ્રોફેસર છો એ તો ભૂલી જ ગયા હોય.ત્યાં બધાને જ ઉતાવળ,પડાપડી. પછી બધી સામગ્રી જમા થાય એટલે હાશ...રાતે જમવાની સગવડ થયેલી એટલે થોડી રાહત થઈ...પછી ઝોનલ અધિકારીને શોધી ફરજમુકિતનું પ્રમાણપત્ર લેવાનું...ને તેઓ જયારે એમ કહે કે  કમ્પ્યુટર રૂમમાંથી તમારા માટે okનો મેસેજ આવે ત્યારે જ જવાનું...ત્યારે શું સ્થિતિ થાય...રાતે 9.00વાગે બધું જમા કરાવી, થોડું જમી લીધા પછી ફરજમુકિતની રાહ જોતા કમ્પ્યુટર રૂમની સામે okના મેસેજની રાહ જોતા રહ્યા...કોઈ તો ત્યાં પડેલાં ગાદલાં પર નસકોરાં બોલતાં થઈ ગયા છેક પોણા એકે આપણો નંબર બોલાયો ત્યારે ઈનામ મળ્યું હોય એવું લાગ્યું...પણ હજી બીજા મિત્રો લાઈનમાં હતા એમની નજર કમ્પ્યુટર રૂમ પર અટકી હતી.હું થોડો વહેલો મુકત થયો હોઉં એમ કેટલાક પરિચિતોએ અભિનંદન આપ્યા...ને મને ચિંતા હતી કે આ મિત્રો કયારે ફરજમુક્ત થશે...ઘરે સલામત પહોચતાં રાતે બે વાગ્યા.
રસ્તે એક વિચાર આવતો રહ્યો- આ કામગીરી કોઈક રીતે તો  હળવી-સરળ કરી શકાયને..!
શિક્ષણ સાથે જોડાયેલાઓની આવી અવદશા તો આઘાત જ આપે...અનુભવે થયું આવું જ થતું હોય તો પછી આ કામગીરીમાં જોડાવવાનું કોઈ ને ગમે ખરું !?

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...