ગુરૂ પૂર્ણિમા વિશેષ....
1. *ગુરૂ મહિમા* અંધકાર ચીરી ને સવાર લાવે એ જ ગુરુ, અજ્ઞાનતાથી જે ઉગારે એ જ ગુરુ, દુરથી સલાહ તો સૌ કોઈ આપે પણ કાન પકડીને જે સમજાવે એ જ ગુરુ.., વ્યક્તિત્વ ને જે સજાવે એ જ ગુરુ દિલ ના તાર ને જે ગજાવે એ જ ગુરુ શરબત શેરડીના તો સૌ કોઈ પાવે પણ મોઢું દબાવી ને લીંબડો પાવે એ જ ગુરુ..... સુતેલા ને જે જગાડે એ જ ગુરુ જડતા ને જે ભગાડે એ જ ગુરુ મરેલા ને તો સૌ કોઈ પ્રગટાવે પણ જે જીવતા ને પ્રગટાવે એ જ ગુરુ..... મને મુજથી ઓળખાવે એજ ગુરુ ભંવર માથી કિનારે લાવે એજ ગુરુ દુરથી રસ્તો તો સૌ કોઈ બતાવે પણ હાથ પકડી ને મંઝીલ સુધી લાવે એ જ ગુરુ.... આવનાર ગુરુપૂર્ણિમા ની ખૂબ ખૂબ શુભકામનાઓ....🙏🏻 –--–--------------- સોહમપાલનપુરી ૯૪૨૭૩૨૯૩૩૯ sohampalanpuri@gmail.com 2. ગુરૂ! નમું ચરણ બડભાગી…રમેશ પટેલ(આકાશદીપ) આતમ દીપ અજવાળે ભાળું ભવભવના સુખ સુભાગી પૂનમ પાવન અષાઢી ધન્ય ગુરૂ! નમું ચરણ બડભાગી ભોળો હું ભગવંત જીજ્ઞાસુ મળીયા ગુરુ નિમિત્તે જ્ઞાની ભેદ જ જીવ શિવનો લાધ્યો સાચી સાધના ઉર પ્રમાણી દૃશ્યમાં જ દીઠા દૃષ્ટાને પ્રગટ દીઠો સ્વસરૂપે દાદા દોરે અદીઠ તપ પથડે મળ્યો નીવ...