દિવ્યાંગ અકસ્માત વીમા યોજના
1.
*દિવ્યાંગ અકસ્માત વીમા યોજના*
*કોને લાભ મળે*
*•* આપઘાત કે કુદરતી મૃત્યુ સિવાય બીજી કોઈપણ રીતે લાભાર્થીઓનું મૃત્યુ થાય કે કાયમી અપંગતા આવે ટો આ યોજનાનો લાભ વીમા પોલીસીની શરતોને આધીન રહીને મળવાપાત્ર થાય.
*કેટલો લાભ મળે?*
*•* આ યોજના હેઠળ આવરી લેવાયેલ દિવ્યાંગ વ્યક્તિઓ અથવા તેના પરિવારને રૂ.૧,૦૦,૦૦૦/-ની વીમા રકમની મહત્તમ મર્યાદામાં આ યોજના હેઠળ વળતર ચુકવવાપાત્ર રહેશે. સામાન્ય જૂથ અકસ્માત વીમા પોલીસીની શરતોને ધ્યાનમાં રાખી વીમા રકમ નીચે મુજબના સંજોગોમાં મળવાપાત્ર થશે.
*•* અકસ્માતના કારણે મૃત્યુ/કાયમી સંપૂર્ણ દિવ્યાંગતાના કિસ્સામાં ૧૦૦ ટકા.
*•* અકસ્માતના કારણે બે આંખ કે બે અંગ અથવા હાથ/પગ ગુમાવવાના કિસ્સામાં ૧૦૦ ટકા.
*•* અકસ્માતના કારણે એક આંખ અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૧૦૦ ટકા.
*•* અકસ્માતના કારણે એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૫૦ ટકા.
*વારસદારો*
*•* આ વીમા યોજના હેઠળ લાભાર્થીઓના વારસદાર તરીકે નીચે મુજબની વ્યક્તિઓ ક્રમાનુસાર રહેશે.
*1.* પતિ અથવા પત્ની- તેમની ગેરહયાતીમાં
*2.* તેમના બાળક પુત્ર/પુત્રી- તેમની ગેરહયાતીમાં
*3.* તેમના માં-બાપ- તેમની ગેરહયાતીમાં
*4.* તેમના પૌત્ર/પૌત્રી – ઉક્ત ૧,૨,૩ ની ગેરહયાતીમાં
*5.* લાભાર્થી ઉપર આધારિત અને તેમની સાથે રહેતા અપરણિત અથવા વિધવા અથવા ત્યકતા બહેન.
*6.* ઉપરોકત કિસ્સા સિવાયના તથા વિવાદાસ્પદ કેસમાં સબંધિત લાભાર્થીઓને લાગુ પડતા વારસાધારા હેઠળ જાહેર થયેલ વારસદારો.
*•* ઉપરોક્ત, કિસ્સામાં જો વારસદારો સગીર હોય તો તેમના નેચરલ ગાર્ડિયન/કાયદેસરના વાલીને વીમા રકમનું ચુકવણું કરવાનું રહેશે.
*જરૂરી પુરાવાઓ*
*•* આ વીમા રક્ષણના લાભાર્થીના વારસદારે ઉપસ્થિત થયેલ દાવા માટે નીચે મુજબની કાર્યવાહી અનુસરવાની રહેશે.
*•* લાભાર્થીના મૃત્યુના કિસ્સામાં ઉપરોક્ત જણાવ્યા મુજબના વારસદાર અથવા કાયમી અપંગતા ના કિસ્સામાં લાભાર્થીએ પોતે અકસ્માત તારીખના ૯૦ દિવસમાં નોડલ અધિકારી/ સક્ષમ અધિકારીને આ યોજના હેઠળ નિયત કરેલ નમૂનામાં લેખિતમાં જાણ કરવાની રહેશે.
*•* દાવા અરજીની સાથે નીચે મુજબના દસ્તાવેજો જોડવાના રહેશે.
*•* વિકલાંગ ઓળખકાર્ડ
*•* એફ.આઈ.આર (F.I.R)
*•* અધિકૃત તબીબનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ
*•* જન્મ-મરણ નોંધની અધિકારી ધ્વારા આપવામાં આવેલ જે-તે વ્યક્તિનું મરણનું પ્રમાણપત્ર.
*•* વિકલાંગ વ્યક્તિની વાર્ષિક આવક રૂ.૬,૦૦,૦૦૦/- થી ઓછી હોવાનું આવક પ્રમાણપત્ર
*•* કાયમી અપંગતાના કિસ્સામાં સબંધિત જીલ્લાના સિવિલ સર્જન/સ્થાનિક અધિકૃત તબીબી અધિકારીનું પ્રમાણપત્ર.
*•* જરૂર હોય ત્યાં ઉમરનો પુરાવો (શાળા, કોલેજનું પ્રમાણપત્ર )
*•* અસાધારણ કેસમાં પોસ્ટમોર્ટમ રીપોર્ટની અશક્યતાના કિસ્સામાં જીલ્લા કલેક્ટરશ્રીનું પ્રમાણપત્ર.
નોંધ :- આ યોજના ગુજરાત સામુહિક જૂથ (જનતા) અકસ્માત વીમા યોજના સાથે સંકળાયેલ છે.
*અરજી કરવાની પદ્ધતિ*
*•* જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી ની કચેરી એ રૂબરૂ જઈ અરજી કરવાની રહેશે.
*•* અરજી કરવા માટે ફોર્મ ની લિંક
https://drive.google.com/file/d/1bB2KuwOlsc9Pph5RfzJsoXWCjdDXsE8b/view?usp=sharing
2.
*દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાય આપવાની કેન્દ્ર સરકારની યોજના (એડીપ યોજના)*
*કોને લાભ મળે*
*•* દિવ્યાંગતાની ટકાવારી ૪૦% કે તેથી વધુ હોવી જોઈએ.
*•* માસિક આવકના અન્ય સ્ત્રોત રૂ. ૨૦,૦૦૦/- થી વધુ ન હોવા જોઈએ.
*•* આશ્રિત હોય તેવા કિસ્સામાં માતા-પિતા/વાલીની માસિક આવક રૂ.૨૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ.
*•* આ હેતુ માટે છેલ્લા ત્રણ વર્ષમાં જેઓને કોઈપણ પ્રકારની મદદ મળી ન હોય તેવા ૧૨ વર્ષની નાની ઉમરના બાળકો માટે આ મર્યાદા એક વર્ષની રહેશે.
*કેટલો લાભ મળે?*
*•* કોઈપણ એક સાધન સહાય રૂ.૧૦,૦૦૦/- ની મર્યાદામાં આપવામાં આવશે. (આધુનિક ઉપકરણની સહાય મળી શકે છે, જેમ કે ડેઝી બુક પ્લેયર, લેપટોપ અને ડીઝીટલ મેગ્નીફાયર. આ પ્રકારના ઉપકરણ નિષ્ણાંત સમિતિના સુચન ધ્વારા આપવામાં આવશે. જે ૧૦ વર્ષમાં એક વખત મળશે.)
*•* ધોરણ-૯ થી ઉપર ભણતા વિદ્યાર્થીઓને કોઈપણ એક સાધન સહાય રૂ. ૧૨,૦૦૦/-ની મર્યાદામાં આપવામાં આવશે.
*•* સાધનો અને ઉપકરણો બેસાડવા સુધારાત્મક ઓપરેશન કરવાની જરૂર પડે તો નીચે મુજબની સહાય આપવામાં આવશે.
*•* સાંભળવાની અને બોલવાની તકલીફવાળી દિવ્યાંગ વ્યક્તિઓને રૂ.૫૦૦ થી રૂ.૧૦૦૦/-.
*•* દ્રષ્ટિહીન દિવ્યાંગ વ્યક્તિઓને રૂ.૧૦૦૦ થી રૂ.૨૦૦૦.
*•* ઓર્થોપેડિક તકલીફવાળી દિવ્યાંગ વ્યક્તિને રૂ.૫૦૦૦ થી રૂ.૧૦૦૦.
*•* બહુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને એક થી વધુ સાધન સહાયની જરૂર પડે ત્યારે દરેક સાધન માટે અલગ રીતે તેની મર્યાદા લાગુ પડશે.
*જરૂરી પુરાવાઓ*
*•* દિવ્યાંગ વિદ્યાર્થીનું દિવ્યાંગ ઓળખકાર્ડ
*•* જે-તે વિભાગના નિષ્ણાંત તબીબનું ટકાવારી પ્રમાણપત્ર (સિવિલ સર્જનનો દાખલો)
*•* અરજદારની બેંક પાસબુકની પ્રમાણિત નકલ
*•* અરજદારના આધારકાર્ડની પ્રમાણિત નકલ
*•* દિવ્યાંગતા દર્શાવતો ફોટો
*અરજી કરવાની પદ્ધતિ*
*•* જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી ની કચેરી અથવા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, નવી દિલ્હીએ માન્યતા આપેલ સંસ્થાએ રૂબરૂ જઈ ફોર્મ ભરવાનું રહેશે.
3.
Comments
Post a Comment