C to C Activities
26.1.2021 સી ટુ સી પરિવાર દ્વારા ૨૨૫ માં રવિવારે નૂતનવર્ષે ઉજણવીરૂપે આપણે રીક્ષા ચાલકો ને ડસ્ટબીન તથા મીઠાઈ આપી રવિવાર ઉજવ્યો હતો. ત્યાર પછી બીજા ૧૦ રવિવાર સુધી આપણે કોવીડ પરિસ્થિતિ ને કારણે ભેગા થયા વગર જ આપણી પ્રવુતિ ચાલુ જ રાખી. ઘણા લોકોએ ઘર-આંગણે, પોતાની સોસાયટી માં સફાઈ કરતા ફોટો પણ મોકલ્યા. બધા ને ખુબ ખુબ અભિનંદન. 24 જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ સી ટુ સી પરિવાર ના ૨૩૫ રવિવાર પુરા થઈ રહ્યા છે. અને ૨૬ જાન્યુઆરી પણ આવી રહી છે. ગત ૨૬ જાન્યુઆરીએ આપણે એક ઐતિહાસિક બાઈક રેલી (સરદાર સ્વચ્છતા યાત્રા) નું આયોજન કર્યું હતું. આ વખતે પણ ખુબ મોટા કાર્યક્રમ નું આયોજન હતું. પણ પરમીશન ના ઇસ્યુ ને કારણે મોકૂફ રાખી છે. *છતાં પણ આપણે આ યાત્રા કરીશું..* (જે આવવા ઇચ્છતા હોય તેઓંએ તા. ૨૫ , બપોરે ૨.૦૦ વાગ્યા સુધી જણાવી દેવું) ૨૬ જાન્યુઆરી *સવારે ૯.૦૦ કલાકે ચરોતર ગેસ પાસે ધ્વજવંદન કરીને* આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા રવાના થઈશું. 7.2.2021 સી ટુ સી પરિવાર દ્વારા ટી.પી. ૮ વિસ્તારની સોસાયટીમાં *તા. ૭ ફેબ્રુઆરી, રવિવાર * ના રોજ સ્વચ્છતા જાગૃતિ અભિયાન અતર્ગત કાર્યક્રમ કરવામાં આવશે. ૧) હેરીટેજ રેસ...