હે સકલ સૃષ્ટિના સર્જનહાર મારા પિતા પરમેશ્વર, પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તી અને પવિત્ર આત્મા, સૌ પ્રથમ તો તમારો આભાર માનું છું કે તમે મને,મારી જીવન સાથી સુનિતાને, મારા વહાલા બાળકો નિસર્ગ અને સાક્ષીને, મારા મા,બાપુ અને મમ્મીને,મારા તમામ સગાં સંબંધીઓ,મિત્રો અને સ્નેહીજનોને આજની અત્યારની આ ઘડી સુધી સાચવી-સંભાળીને રાખ્યાં છે એ માટે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે પ્રાર્થું છું કે આવનાર હવે પછીની તમામ ક્ષણોમાં, આજના આ સમગ્ર દિવસ અને રાત્રિ દરમ્યાન તમે અમને સૌને સાચવી-સંભાળીને રાખજો.તમે અમારી સૌની સાથે અને પાસે રહેજો. અમારા સૌનું રક્ષણ કરજો. હે પ્રભુ, આજના દિવસના ધારેલાં તમામ કાર્યો પૂર્ણ કરવાની અમને શક્તિ આપજો.અમને નોકરી, ધંધો કે વ્યવસાયના સ્થળે જતાં અને આવતાં સંભાળી રાખજો. અમને અમારાં નોકરી, ધંધા અને વ્યવસાયમાં પૂરતી કાર્યદક્ષતા અને ધગશથી કાર્ય કરવાની શક્તિ આપજો.અમે અમારા કાર્યો પૂરી પ્રામાણિકતા અને નિષ્ઠાથી કરી શકીએ એવી શક્તિ આપજો. હે પ્રભુ અમારા રોજિંદા કાર્યોમાં તમારી સહાર કરો.અમારે ફાળે આવેલાં દુન્યવી કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરી શકીએ એવી કરુણા અને કૃપા વર...