તિલક વિષે......
*તિલક ચાંદલાના ફાયદા :* *(1)* ચંદનનું તિલક એ ભગવાનના ચરણનું પ્રતિક છે... કુંકુમનો ચાંદલો એ લક્ષ્મીજીનું પ્રતિક છે... કપાળ (ભાલ) એમાં આપણું ભાગ્ય લખાએલ છે... ભગવાનના ચરણનો અને લક્ષ્મીજીનો આપણા કપાળમાં નિવાસ થાય તો આપણું ભાગ્ય અવળાનું સવળું થઈ જાય... સવળું હોય તો તેને દોડવાનો વેગ મળે છે... 👆 આ વાત એમજ છે... *(2)* સધવા સ્ત્રીઓના કપાળમાં ચાંદલો હોય છે એ એમ બતાવે છે કે તેનો રક્ષણહાર તેનો પતિ હયાત છે... ભક્તના પતિ ભગવાન છે જો ભક્ત તિલક ચાંદલો કરે છે તો ભક્તની રક્ષાની જવાબદારી ભગવાન ઉપર આવી જાય છે ભક્તના પતિ ભગવાન હર પળ તેની રક્ષામાં રહે જ છે... *(3)* તિલક ચાંદલાથી આપણે ભગવાનના કહેવાઈએ છીએ... જે જેના તેને તેની લાજ બાળક તેના માતાપિતાનો છે તો બાળકની તમામ જવાબદારી માતાપિતા સંભાળે છે... જો આપણા કપાળમાં તિલક ચાંદલો હશે તો આપણે આપણી જવાબદારી વહન કરવા ભગવાનને પ્રાર્થના કરવી નહીં પડે... આપણી તમામ જવાબદારી ભગવાન સંભાળી લેશે જ... *(4)* તિલક ચાંદલો કરવાની ભગવાનની આજ્ઞા હોવાથી આજ્ઞા પાળવાથી ભગવાનનો બહુ મોટો રાજીપો મળે છે... *ભગવાનના રાજીપાની સમાન કોઈ મોટી વાત નથી...