Friendshipday Message & Poems
FRIENDSHIP :*
__________________________
....मै यादों का
किस्सा खोलूँ तो,
कुछ दोस्त बहुत
याद आते हैं....
...मै गुजरे पल को सोचूँ
तो, कुछ दोस्त
बहुत याद आते हैं....
_...अब जाने कौन सी नगरी में,_
_...आबाद हैं जाकर मुद्दत से....😔_
....मै देर रात तक जागूँ तो ,
कुछ दोस्त
बहुत याद आते हैं....
....कुछ बातें थीं फूलों जैसी,
....कुछ लहजे खुशबू जैसे थे,
....मै शहर-ए-चमन में टहलूँ तो,
....कुछ दोस्त बहुत याद आते हैं.
_...सबकी जिंदगी बदल गयी,_
_...एक नए सिरे में ढल गयी,_😔
_...किसी को नौकरी से फुरसत नही..._
_...किसी को दोस्तों की जरुरत नही...._😔
_...सारे यार गुम हो गये हैं..._
...."तू" से "तुम" और "आप" हो गये है....
....मै गुजरे पल को सोचूँ
तो, कुछ दोस्त बहुत याद आते हैं....
_...धीरे धीरे उम्र कट जाती है..._
_...जीवन यादों की पुस्तक बन जाती है,_😔
_...कभी किसी की याद बहुत तड़पाती है..._
_और कभी यादों के सहारे ज़िन्दगी कट जाती है ..._😔
....किनारो पे सागर के खजाने नहीं आते,
....फिर जीवन में दोस्त पुराने नहीं आते...
_....जी लो इन पलों को हस के दोस्त,_😁
_फिर लौट के दोस्ती के जमाने नहीं आते ...._
*....हरिवंशराय बच्चन*
2.
ઝાપટુ આવ્યુ
અચાનક યાદનુ,
ઠેઠ અંદર સુધી
પલળી ગયો હું
વાદળની બુંદોએ તો
માટીને મહેકતી કરી દીધી,
પણ દિલની યાદોએ તો
પાં૫ણોને વહેતી કરી દીધી..
પુછશે ઘરે કે
કેમ પલળ્યા હતા?
કહીશુ, રસ્તામાં
ભાઇબંધ મળ્યાં હતા..
...વ્હાલા મિત્રોને અર્પણ.
3.
.. *👬 મૈત્રી🤝🏻*
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ચાલો દોસ્તીની વ્યાખ્યાથી અવગત કરાવું,
મારા મિત્રો તમને મિત્રતાનો પરિચય કરાવું.
ના તોલી શકાય એવુ અતુલ્ય રતન છે મૈત્રી,
લોહીના સંબંધથી ગહેરો સંબંધ છે મૈત્રી.
બેકદર દોસ્તોને વીતેલા સમયની કદર કરાવું,
મારા મિત્રો તમને મિત્રતાનો પરીચય કરાવું.
સ્વાર્થ વગરનો એક નિસ્વાર્થ પ્રેમ છે મૈત્રી,
જીત હારથી ઉપરનો એક જુગાર છે મૈત્રી.
ભુલાઈ ગયેલા સમયને ફરી સ્મરણ કરાવું,
મારા મિત્રો તમને મિત્રતાનો પરિચય કરાવું.
ખોવાયેલ પાનામાં ખુશીઓનો સમય છે મૈત્રી,
ના ભૂલી શકાય એવી યાદોની ભવર છે મૈત્રી.
સમય સાથે ભુલાયેલી યાદો આઝાદ કરાવું,
મારા મિત્રો તમને મિત્રતાનો પરિચય કરાવું.
દુઃખની ક્ષણોમાં સુખદ અહેસાસ છે મૈત્રી,
તકલીફની પળોમાં જીવન કેરો શ્વાસ છે મૈત્રી.
સમજણ વિશ્વાસના અતૂટ તારથી સજાવું,
મારા મિત્રો તમને મિત્રતાનો પરિચય કરાવું.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
4.
સમય અને સ્થળમાં શરીર ચોમેર ભટકે છે
મારા શ્વાસ તો મારા મિત્રોમાં ધબકે છે.
પ્રત્યેક સુખ-દુ:ખની પળો અહીં કોને કહેવી વ્હાલા
હ્રદય જેવું ખાલી ખોખુંય જોને કણસે છે
મારા શ્વાસ તો મારા મિત્રોમાં ધબકે છે.
ભૂકંપથી તો કચ્છની જેમ આપણે પણ ટેવાઇ ગયા
કોઇ આંચકા વિનાય મન કેમ ઠાલું ઠાલું લથડે છે
મારા શ્વાસ તો મારા મિત્રોમાં ધબકે છે.
મૈત્રીની આપ-લેથી દુ:ખ થોડા દૂર થવાના?
તોય જીવનના ઝંઝાવાતો કેમ સમીર થઇ શમે છે?
મારા શ્વાસ તો મારા મિત્રોમાં ધબકે છે.
હસ્તરેખામાં ભલે ટૂંકી હોય આયુષ્યરેખા
સાક્ષાત્ યમને પણ રંજન મુદત્ત આપવી પડે છે
કારણ મારા શ્વાસ તો મારા મિત્રોમાં ધબકે છે.
5.
મિત્રદિવસ ની શુભેચ્છા....
નિર્દોષ ભોળી અલ્લડ એક છોરી છે દોસ્તી
સૌને ગમે છે ,સૌની કમજોરી છે દોસ્તી ...!
જીવનમાં એક માત્ર મેં ગુન્હો કર્યો સતત
જ્યાંથી મળી છે ત્યાંથી મેં ચોરી છે દોસ્તી ..!
કાગળ ઉપર કાયમ રહે તો ક્યાં સુધી રહે ?
તેથી જ મારા કાળજે કોરી છે દોસ્તી ..!!
એ પ્રેમ છે ને એનું રૂપ શ્યામ હોય પણ
બેશક પરંતુ રાધા-શી ગોરી છે દોસ્તી .!!
એને કશો ય ફેર અવસ્થાનો ના પડે
મોસમ ગમે તે હોય બસ મ્હોરી છે દોસ્તી !
તારે જે નામ છાપવું હો છાપ , ડર નહીં
આજે ય મારા દોસ્ત ! જો, કોરી છે દોસ્તી ..!!
6.
*मैथिलीशरण गुप्त की सुन्दर रचना*
तप्त हृदय को , सरस स्नेह से ,
जो सहला दे , *मित्र वही है।*
रूखे मन को , सराबोर कर,
जो नहला दे , *मित्र वही है।*
प्रिय वियोग ,संतप्त चित्त को ,
जो बहला दे , *मित्र वही है।*
अश्रु बूँद की , एक झलक से ,
जो दहला दे , *मित्र वही है।*
7.
"તમારો મિત્ર એ તમારા અભાવોની પૂર્તિ છે"- ખલિલ જીબ્રાન.
"મને તમારા મિત્રો અને સાથીદારો બતાવો. હું તમને કહી આપું કે તમે કોણ અને કેવા છો."-ગેટે.
"જેટલી વાર આપણે એક મિત્ર ગુમાવીએ છીએ તેટલીવાર આપણું મૃત્યુ થાય છે"- સાઈરસ.
8.
જીવનમાં મિત્ર ના હોત તો !
આ જીવનને જીવન કેમ કહેવું?
મિત્રતા એક એવો દિપ છે કે જેમાં,
બંને એ એકસાથે બળવું જ પડે.
મિત્રતા એક એવો ધોધ કે જેમાં,
પડ્યાં પછી પણ વહેતાં રહેવું પડે.
મિત્રતા એક ખુલ્લું રણ કે જેમાં,
આસ પાસ બધું જ દ્રશ્યમાન છે.
મિત્રતા એક મોટું ઝરણું કે જેમાં,
વહેતાં વહેતાં જીવન જીવી જવાય.
મિત્રતા એક એવો સંબંધ કે જે,
જીવનનો ધબકાર અને શ્વાસ છે.
એટલે જ મિત્રોથી જીવું છું હું કે જે,
મારા માટે જીવાનો આધાર અને પ્રાણ છે.
9.
પછી શામળિયોજી બોલિયા તને સાંભરે રે
હાજી બાળપણાંની પ્રીત મને કેમ વિસરે રે
આપણે બે મહિના સાથે રહ્યાં તને સાંભરે રે
સાંદીપનિ ઋષિને ઘેર મને કેમ વિસરે રે
અન્ન ભિક્ષા માંગી લાવતા તને સાંભરે રે
હાજી જમતાં ત્રણે ય સાથ મને કેમ વિસરે રે
આપણે સુતા એક સાથરે તને સાંભરે રે
સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે રે
પાછલી રાતના જાગતા તને સાંભરે રે
હાજી કરતા વેદનો પાઠ મને કેમ વિસરે રે
ગુરુ આપણા ગામે ગયા તને સાંભરે રે
હાજી જાચવા કોઈ શેઠ મને કેમ વિસરે રે
કામ દીધું ગોરાણીએ તને સાંભરે રે
કહ્યું લઈ આવો કાષ્ટ મને કેમ વિસરે રે
શરીર આપણાં ઉકળી ગયાં તને સાંભરે રે
હાજી લાગ્યો સૂરજ તાપ મને કેમ વિસરે રે
ખંભે કુહાડા ધરિયા તને સાંભરે રે
ઘણું દૂર ગયા રણછોડ મને કેમ વિસરે રે
આપણે વાદ વદ્યા ત્રણે બાંધવા તને સાંભરે રે
હાજી ફાડ્યું મોટું ઝાડ મને કેમ વિસરે રે
ત્રણ ભારા બાંધ્યા દોરડે તને સાંભરે રે
હાજી આવ્યા બારે મેહ મને કેમ વિસરે રે
શીતળ વાયુ વાયો ઘણો તને સાંભરે રે
હાજી ટાઢે થરથરે દેહ મને કેમ વિસરે રે
નદીએ પૂર આવ્યું ઘણું તને સાંભરે રે
ઘન વરસ્યો મૂશળધાર મને કેમ વિસરે રે
એકે દિશા સૂઝે નહિ તને સાંભરે રે
થાતા વીજ તણાં ચમકાર મને કેમ વિસરે રે
ગુરુજી નીસર્યાં ખોળવા તને સાંભરે રે
દેતાં ગોરાણીને ઠપકો અપાર મને કેમ વિસરે રે
આપણને છાતીએ ચાંપિયાં તને સાંભરે રે
હાજી તેડીને લાવ્યા ઘેર મને કેમ વિસરે રે
-પ્રેમાનંદ-
10.
__________________________
....मै यादों का
किस्सा खोलूँ तो,
कुछ दोस्त बहुत
याद आते हैं....
...मै गुजरे पल को सोचूँ
तो, कुछ दोस्त
बहुत याद आते हैं....
_...अब जाने कौन सी नगरी में,_
_...आबाद हैं जाकर मुद्दत से....😔_
....मै देर रात तक जागूँ तो ,
कुछ दोस्त
बहुत याद आते हैं....
....कुछ बातें थीं फूलों जैसी,
....कुछ लहजे खुशबू जैसे थे,
....मै शहर-ए-चमन में टहलूँ तो,
....कुछ दोस्त बहुत याद आते हैं.
_...सबकी जिंदगी बदल गयी,_
_...एक नए सिरे में ढल गयी,_😔
_...किसी को नौकरी से फुरसत नही..._
_...किसी को दोस्तों की जरुरत नही...._😔
_...सारे यार गुम हो गये हैं..._
...."तू" से "तुम" और "आप" हो गये है....
....मै गुजरे पल को सोचूँ
तो, कुछ दोस्त बहुत याद आते हैं....
_...धीरे धीरे उम्र कट जाती है..._
_...जीवन यादों की पुस्तक बन जाती है,_😔
_...कभी किसी की याद बहुत तड़पाती है..._
_और कभी यादों के सहारे ज़िन्दगी कट जाती है ..._😔
....किनारो पे सागर के खजाने नहीं आते,
....फिर जीवन में दोस्त पुराने नहीं आते...
_....जी लो इन पलों को हस के दोस्त,_😁
_फिर लौट के दोस्ती के जमाने नहीं आते ...._
*....हरिवंशराय बच्चन*
2.
ઝાપટુ આવ્યુ
અચાનક યાદનુ,
ઠેઠ અંદર સુધી
પલળી ગયો હું
વાદળની બુંદોએ તો
માટીને મહેકતી કરી દીધી,
પણ દિલની યાદોએ તો
પાં૫ણોને વહેતી કરી દીધી..
પુછશે ઘરે કે
કેમ પલળ્યા હતા?
કહીશુ, રસ્તામાં
ભાઇબંધ મળ્યાં હતા..
...વ્હાલા મિત્રોને અર્પણ.
3.
.. *👬 મૈત્રી🤝🏻*
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ચાલો દોસ્તીની વ્યાખ્યાથી અવગત કરાવું,
મારા મિત્રો તમને મિત્રતાનો પરિચય કરાવું.
ના તોલી શકાય એવુ અતુલ્ય રતન છે મૈત્રી,
લોહીના સંબંધથી ગહેરો સંબંધ છે મૈત્રી.
બેકદર દોસ્તોને વીતેલા સમયની કદર કરાવું,
મારા મિત્રો તમને મિત્રતાનો પરીચય કરાવું.
સ્વાર્થ વગરનો એક નિસ્વાર્થ પ્રેમ છે મૈત્રી,
જીત હારથી ઉપરનો એક જુગાર છે મૈત્રી.
ભુલાઈ ગયેલા સમયને ફરી સ્મરણ કરાવું,
મારા મિત્રો તમને મિત્રતાનો પરિચય કરાવું.
ખોવાયેલ પાનામાં ખુશીઓનો સમય છે મૈત્રી,
ના ભૂલી શકાય એવી યાદોની ભવર છે મૈત્રી.
સમય સાથે ભુલાયેલી યાદો આઝાદ કરાવું,
મારા મિત્રો તમને મિત્રતાનો પરિચય કરાવું.
દુઃખની ક્ષણોમાં સુખદ અહેસાસ છે મૈત્રી,
તકલીફની પળોમાં જીવન કેરો શ્વાસ છે મૈત્રી.
સમજણ વિશ્વાસના અતૂટ તારથી સજાવું,
મારા મિત્રો તમને મિત્રતાનો પરિચય કરાવું.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
4.
સમય અને સ્થળમાં શરીર ચોમેર ભટકે છે
મારા શ્વાસ તો મારા મિત્રોમાં ધબકે છે.
પ્રત્યેક સુખ-દુ:ખની પળો અહીં કોને કહેવી વ્હાલા
હ્રદય જેવું ખાલી ખોખુંય જોને કણસે છે
મારા શ્વાસ તો મારા મિત્રોમાં ધબકે છે.
ભૂકંપથી તો કચ્છની જેમ આપણે પણ ટેવાઇ ગયા
કોઇ આંચકા વિનાય મન કેમ ઠાલું ઠાલું લથડે છે
મારા શ્વાસ તો મારા મિત્રોમાં ધબકે છે.
મૈત્રીની આપ-લેથી દુ:ખ થોડા દૂર થવાના?
તોય જીવનના ઝંઝાવાતો કેમ સમીર થઇ શમે છે?
મારા શ્વાસ તો મારા મિત્રોમાં ધબકે છે.
હસ્તરેખામાં ભલે ટૂંકી હોય આયુષ્યરેખા
સાક્ષાત્ યમને પણ રંજન મુદત્ત આપવી પડે છે
કારણ મારા શ્વાસ તો મારા મિત્રોમાં ધબકે છે.
5.
મિત્રદિવસ ની શુભેચ્છા....
નિર્દોષ ભોળી અલ્લડ એક છોરી છે દોસ્તી
સૌને ગમે છે ,સૌની કમજોરી છે દોસ્તી ...!
જીવનમાં એક માત્ર મેં ગુન્હો કર્યો સતત
જ્યાંથી મળી છે ત્યાંથી મેં ચોરી છે દોસ્તી ..!
કાગળ ઉપર કાયમ રહે તો ક્યાં સુધી રહે ?
તેથી જ મારા કાળજે કોરી છે દોસ્તી ..!!
એ પ્રેમ છે ને એનું રૂપ શ્યામ હોય પણ
બેશક પરંતુ રાધા-શી ગોરી છે દોસ્તી .!!
એને કશો ય ફેર અવસ્થાનો ના પડે
મોસમ ગમે તે હોય બસ મ્હોરી છે દોસ્તી !
તારે જે નામ છાપવું હો છાપ , ડર નહીં
આજે ય મારા દોસ્ત ! જો, કોરી છે દોસ્તી ..!!
6.
*मैथिलीशरण गुप्त की सुन्दर रचना*
तप्त हृदय को , सरस स्नेह से ,
जो सहला दे , *मित्र वही है।*
रूखे मन को , सराबोर कर,
जो नहला दे , *मित्र वही है।*
प्रिय वियोग ,संतप्त चित्त को ,
जो बहला दे , *मित्र वही है।*
अश्रु बूँद की , एक झलक से ,
जो दहला दे , *मित्र वही है।*
7.
"તમારો મિત્ર એ તમારા અભાવોની પૂર્તિ છે"- ખલિલ જીબ્રાન.
"મને તમારા મિત્રો અને સાથીદારો બતાવો. હું તમને કહી આપું કે તમે કોણ અને કેવા છો."-ગેટે.
"જેટલી વાર આપણે એક મિત્ર ગુમાવીએ છીએ તેટલીવાર આપણું મૃત્યુ થાય છે"- સાઈરસ.
8.
જીવનમાં મિત્ર ના હોત તો !
આ જીવનને જીવન કેમ કહેવું?
મિત્રતા એક એવો દિપ છે કે જેમાં,
બંને એ એકસાથે બળવું જ પડે.
મિત્રતા એક એવો ધોધ કે જેમાં,
પડ્યાં પછી પણ વહેતાં રહેવું પડે.
મિત્રતા એક ખુલ્લું રણ કે જેમાં,
આસ પાસ બધું જ દ્રશ્યમાન છે.
મિત્રતા એક મોટું ઝરણું કે જેમાં,
વહેતાં વહેતાં જીવન જીવી જવાય.
મિત્રતા એક એવો સંબંધ કે જે,
જીવનનો ધબકાર અને શ્વાસ છે.
એટલે જ મિત્રોથી જીવું છું હું કે જે,
મારા માટે જીવાનો આધાર અને પ્રાણ છે.
9.
પછી શામળિયોજી બોલિયા તને સાંભરે રે
હાજી બાળપણાંની પ્રીત મને કેમ વિસરે રે
આપણે બે મહિના સાથે રહ્યાં તને સાંભરે રે
સાંદીપનિ ઋષિને ઘેર મને કેમ વિસરે રે
અન્ન ભિક્ષા માંગી લાવતા તને સાંભરે રે
હાજી જમતાં ત્રણે ય સાથ મને કેમ વિસરે રે
આપણે સુતા એક સાથરે તને સાંભરે રે
સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે રે
પાછલી રાતના જાગતા તને સાંભરે રે
હાજી કરતા વેદનો પાઠ મને કેમ વિસરે રે
ગુરુ આપણા ગામે ગયા તને સાંભરે રે
હાજી જાચવા કોઈ શેઠ મને કેમ વિસરે રે
કામ દીધું ગોરાણીએ તને સાંભરે રે
કહ્યું લઈ આવો કાષ્ટ મને કેમ વિસરે રે
શરીર આપણાં ઉકળી ગયાં તને સાંભરે રે
હાજી લાગ્યો સૂરજ તાપ મને કેમ વિસરે રે
ખંભે કુહાડા ધરિયા તને સાંભરે રે
ઘણું દૂર ગયા રણછોડ મને કેમ વિસરે રે
આપણે વાદ વદ્યા ત્રણે બાંધવા તને સાંભરે રે
હાજી ફાડ્યું મોટું ઝાડ મને કેમ વિસરે રે
ત્રણ ભારા બાંધ્યા દોરડે તને સાંભરે રે
હાજી આવ્યા બારે મેહ મને કેમ વિસરે રે
શીતળ વાયુ વાયો ઘણો તને સાંભરે રે
હાજી ટાઢે થરથરે દેહ મને કેમ વિસરે રે
નદીએ પૂર આવ્યું ઘણું તને સાંભરે રે
ઘન વરસ્યો મૂશળધાર મને કેમ વિસરે રે
એકે દિશા સૂઝે નહિ તને સાંભરે રે
થાતા વીજ તણાં ચમકાર મને કેમ વિસરે રે
ગુરુજી નીસર્યાં ખોળવા તને સાંભરે રે
દેતાં ગોરાણીને ઠપકો અપાર મને કેમ વિસરે રે
આપણને છાતીએ ચાંપિયાં તને સાંભરે રે
હાજી તેડીને લાવ્યા ઘેર મને કેમ વિસરે રે
-પ્રેમાનંદ-
10.
Nice.
ReplyDelete