અટલબિહારી બાજપાઈ...

1.अटलजीकी कविता

मैं जी भर जिया, मैं मन से मरूं,
________________________

लौटकर आऊंगा, कूच से क्यों डरूं?
__________________________
मोड़ पर मिलेंगे इसका वादा न था,

रास्ता रोक कर वह खड़ी हो गई,
यूं लगा जिंदगी से बड़ी हो गई।

मौत की उमर क्या है? दो पल भी नहीं,
जिंदगी सिलसिला, आज कल की नहीं।

मैं जी भर जिया, मैं मन से मरूं,
लौटकर आऊंगा, कूच से क्यों डरूं?

तू दबे पांव, चोरी-छिपे से न आ,
सामने वार कर फिर मुझे आजमा।

मौत से बेखबर, जिंदगी का सफ़र,
शाम हर सुरमई, रात बंसी का स्वर।

बात ऐसी नहीं कि कोई ग़म ही नहीं,
दर्द अपने-पराए कुछ कम भी नहीं।

प्यार इतना परायों से मुझको मिला,
न अपनों से बाक़ी हैं कोई गिला।

हर चुनौती से दो हाथ मैंने किए,
आंधियों में जलाए हैं बुझते दिए।

आज झकझोरता तेज़ तूफ़ान है,
नाव भंवरों की बांहों में मेहमान है।

पार पाने का क़ायम मगर हौसला,
देख तेवर तूफ़ां का, तेवरी तन गई।

मौत से ठन गई।

अटल जी :
" जरा जनम को रोग है, सब काहू को होय, ज्ञानी झेले ज्ञान से , मूरख झेले रोय।"

2.*અટલજી ને શ્રધ્ધાંજલી...*

‘ભારત જમીન કા ટુકડા નહીં,
જીતા જાગતા રાષ્ટ્રપુરુષ હૈ,
હિમાલય ઇસકા મસ્તક હૈ,
ગૌરીશંકર શિખા હૈ,
કશ્મીર કિરીટ હૈ,
પંજાબ ઔર બંગાલ દો વિશાલ કંધે હૈ,
વિંધ્યાચલ કટિ હૈ,
નર્મદા કરધની હૈ,
પૂર્વી ઔર પશ્ચિમી ઘાટ દો વિશાલ જંઘાયે હૈ,
કન્યાકુમારી ઇસકે ચરણ હૈ,
સાગર ઇસકે પગ પખારતા હૈ,
પાવસ કે કાલે કાલે મેઘ ઇસકે કુંતલ કેશ હૈ,
ચાંદ ઔર સૂરજ ઇસકી આરતી ઉતારતે હૈ,
યહ વંદન કી ભૂમિ હૈ,
અભિનંદન કી ભૂમિ હૈ,
યહ તર્પણ કી ભૂમિ હૈ,
યહ અર્પણ કી ભૂમિ હૈ,
ઈસકા કંકર કંકર શંકર હૈ,
ઈસકા બિંદુ બિંદુ ગંગાજલ હૈ,
હમ જિયેંગે તો ઇસકે લિયે,
મરેંગે તો ઇસકે લિયે... ,
હમારે મરને કે બાદ ગંગા કે જલ પ્રવાહ મેં બહતી હુઈ હમારી હડ્ડીયો કી ઔર કોઈ કાન દેકર સુનેગા તો ઇસમે સે ભી એક હી આવાજ નિકલેગી ભારત માતાકી જય... ભારત માતાકી જય... ભારત માતાકી જય.....
બીત ગયા યુગ...એક યુગ કા અંત...

3.

“યાદ અટલજી આવશે.”

(૧) કોઇ કિસ્સા સંસદ સુણાવશે.
         કોઇ કવિતા સંસદ સંભળાવશે.
            ત્યારે યાદ અટલજી આવશે.
(૨) ઋજુ હ્રદય પણ પાષાણ જેવા.
        કરે ઘડાકા પોખરણમાં એવા.
          કોઇ હોઠે વાત ભારતની લાવશે,
           ત્યારે યાદ અટલજી આવશે.
(૩) એ હાથ દોસ્તીનો લંબાવતા.
        ભુ માર્ગે લાહોર જઇ આવતા.
          કોઇ દુશ્મનના હાજા ગગડાવશે.
           ત્યારે યાદ અટલજી આવશે.
(૪) જેઓ વાત પ્રેમની છેડતા.
        ને યુધ્ધ ભુમિ પણ ખેડતા.
          કારગીલથી ક્ષત્રુને ભગાવશે.
           ત્યારે યાદ અટલજી આવશે.
 (૫) વાત વિરોધીઓની માનતા.
         રાજધર્મને સદૈવ નિભાવતા.
           ‘દેવ’ ગંભીર મુખડું મલકાવશે.
             ત્યારે યાદ અટલજી આવશે.
   
દેવાયત ભમ્મર:- ૧૬/૮/૧૮

4.

આખરે અટલજી ચાલ્યા ગયાં.. કાલ મોડી રાતથી જ્યારે સમાચાર આવ્યા ત્યારથી ડર હતો કે હવે અટલજી ચાલ્યા જશે..ભારતીય રાજનીતિ નો એક ધ્રુવ સિતારો આથમી ગયો..વ્યક્તિ ગત રીતે મારા માટે દુઃખદ દિવસ. અટલજી ડો.અબ્દુલ કલામ મોદીજી પ્રમુખ સ્વામી મોરારીબાપુ અમિતાભ બચ્ચન અને સચિન.. આ કેટલીક એવી હસ્તીઓ છે જેનાથી જીવન જીવવા જેવું લાગે છે.અટલજી રાજકારણી ન હતા..રાજપુરુષ હતાં.. એમની તોલે આવે એવો રાજકારણી હવે કદાચ નહિ મળે..એમને માત્ર જોઈએ તોય દિલ ને સૂકુંન મલે.. કેટલાં પારદર્શક કે એકવાર એમનો પરિચય આપનારે એમને બ્રહ્મચારી કહ્યા તો અટકાવવા અને કહ્યું મૈં અવિવાહિત હું બ્રહ્મચારી નહિ...આટલી નિખાલસતા હવે કદી જોવા મળશે ? તો વિરોધ પક્ષ એટલે માત્ર વિરોધ જ કરવાનો એવી માનસિકતા તોડી 1971 માં ઇન્દિરા ગાંધીને યોગ્ય રીતે દુર્ગા કહ્યા હતા..એમની અસખલીત વાણી સાંભળીને જ નહેરુએ કહ્યું હતું..યે લડકા એક દિન જરૂર પ્રધાનમંત્રી બનેગા..જે સાચું પડ્યું પણ ખૂબ મોડું.અને 2004 માં માત્ર12 સીટ ના તફાવત થી હારી ગયા એ પણ એટલું જ દુઃખદ..પણ સતા ની એમને ક્યાં તમાં હતી !?જયલલિતા ની પાર્ટી ના muthhiya.. યાદ છે?ભ્રષ્ટાચાર માં કસૂરવાર ઠર્યા ને રાજીનામું માંગી લીધું ને પછી ટેકો પાછો ખેંચ્યો અને એક મત માટે પછી વિશ્વાસ નો મત હારી ગયા..પાકિસ્તાન સાથે લાહોર યાત્રા અને પોખરણ અણુ ધડાકો એમના વ્યક્તિવના બે પાસા કોમળ અને કઠોર ને વ્યક્ત કરે છે...જીવનમાં કેટકેટલી ચડતી પડતી જોઈ..પણ હમેશ કહેતા રહ્યા હાર નહિ માનુગા મૈં..67 વર્ષની ઉંમરે અમેરિકામાં કિડની ના ઓપરેશન વખતે પણ એ જ જુસ્સો કાવ્યમાં વ્યક્ત કર્યો હતો .બહુ ઓછાને ખબર હશે કે અટલજી શેષ જિંદગી એક કિડની થી જીવ્યા હતાં.. વિરોધીઓ માં પણ લોકપ્રિયતા વાજપેયી થી વધારે ભાગ્યે જ કોઈની હસે..કારણ એ માનતા છોટે મન સે કોઈ બડા નહિ હો શકતા..આવા બહુમુખી પ્રતિભા ધરાવતા વાજપેયી ચાલ્યા ગયા? હવે એ કોણ પુરશે ખોટ ?કોણ કહેશે..ગીત નયા ગાતા હું ? અલવિદા અટલજી ..સલામ

5.

मौतसे से ठन गई,
ठन गई,
मौत से ठन गई !

जूझने का मेरा इरादा न था,
मोड़ पर मिलेंगे इसका वादा न था,

रास्ता रोक कर वह खड़ी हो गई,
यों लगा ज़िन्दगी से बड़ी हो गई।

मौत की उमर क्या है ? दो पल भी नहीं,
ज़िन्दगी सिलसिला, आज कल की नहीं।

मैं जी भर जिया, मैं मन से मरूँ,
लौटकर आऊँगा, कूच से क्यों डरूँ ?

तू दबे पाँव, चोरी-छिपे से न आ,
सामने वार कर फिर मुझे आज़मा।

मौत से बेख़बर, ज़िन्दगी का सफ़र,
शाम हर सुरमई, रात बंसी का स्वर।

बात ऐसी नहीं कि कोई ग़म ही नहीं,
दर्द अपने-पराए कुछ कम भी नहीं।

प्यार इतना परायों से मुझको मिला,
न अपनों से बाक़ी है कोई गिला।

हर चुनौती से दो हाथ मैंने किये,
आंधियों में जलाए हैं बुझते दिए।

आज झकझोरता तेज़ तूफ़ान है,
नाव भँवरों की बाँहों में मेहमान है।

पार पाने का क़ायम मगर हौंसला,
देख तेवर तूफ़ाँ का, तेवरी तन गई।

मौत से ठन गई।

6.

• અટલ બિહારી વાજપેયી:
ભારતીય રાજનીતિના રાજર્ષિને
વિનમ્ર શ્રદ્ધાંજલિ....
काल के कपाल पर लिखता मिटाता हूँ...

મારુ સૌભાગ્ય છે કે એક પત્રકાર તરીકે ભારતરત્ન શ્રદ્ધેય અટલબિહારી વાજપેયીની ત્રણવાર મુલાકાત લેવાનું અને એમની સાથે પાકિસ્તાન- લાહોરયાત્રા જવાનું મળ્યું. એમના હસ્તે ૨૦૦૧ માં ‘સામાજિક સમરસતા અને ભારતીય રાષ્ટ્રવાદ’ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન માટે મને શ્રેષ્ઠ
પત્રકારત્વનો એવોર્ડ મળ્યો હતો..
ઘણી યાદો છે, એમની સાથે મુલાકાત અને પ્રવાસની....
દેશના લોકપ્રિય નેતા અટલબિહારી વાજપેયીના જીવન...કાર્ય અને વિચારને ઉજાગર કરતું એકપણ પુસ્તક ગુજરાતી ભાષામાં નહોતું. અટલજી સાથેની મુલાકાતો અને એમના સહયોગીઓને મળીને  'અટલબિહારી વાજપેયી-અજાતશત્રુ રાજપુરુષ' પુસ્તક તૈયાર થયું (લેખક-કિશોર મકવાણા• પ્રકાશક-ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધીરોડ, રતનપોળના નાકે, અમદાવાદ• મૂલ્ય: ૩૨૫ રૂપિયા) ગુજરાતી ભાષામાં અટલજી પર પ્રથમ વાર આવું પુસ્તક પ્રસિદ્ધ થયું. આ પુસ્તકની પ્રસ્તાવના ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ લખી છે. આ પુસ્તક અટલજીની બાળપણ થી લઇ એમની સંસદીયયાત્રા સુધીનો પરિચય કરાવે છે...તો સાથે સાથે એમની વિચારયાત્રા અને એમની કવિતાનો તેમજ અદ્ભુત વકૃત્વતાનો પણ પરિચય કરાવે છે. પુસ્તકમાં અટલજીની બાલ્યવસ્થા, યુવાવસ્થાની દુર્લભ તસવીરો છે.
આજ આ રાજપુરૂષના મહાપ્રયાણ સમયે એમની સાથેની અનેક  યાદો આજ આંખ સામે તરવરે છે.
ભારતીય રાજનીતિના રાજર્ષિને વિનમ્ર શ્રદ્ધાંજલિ....
~~~~~~~~~~~~~~~~~~~~~~

25 ડિસેમ્બર 1927
અટલ બિહારી વાજપેયીનો જન્મ...
અને 16 ઓગસ્ટ 2018 મૃત્યુ:
છેલ્લા ઘણા સમયથી
મૌન સાધનામાં સરી પડેલા અટલજી જાણે મૃત્યુની જ પ્રતિક્ષામાં હતા. એક સમયે લાખો લોકોને મંત્રમુગ્ધ કરનારી એમની વાણી નિયતે છીનવી લીધી હતી. એ અજાત શત્રુ રાજપુરૂષ કહેવાયા. અંગ્રેજ કવિ વર્ડ્સવર્થની પંક્તિ અટલજીના વ્યક્તિત્વ સાથે બરાબર બંધ બેસે છે : Those who come to scoff, remained to pray. જે કોઈ એમની મજાક ઉડાડવા આવ્યા, એ અંતે એમનાં વખાણ કરતા રહ્યા...અટલજીએ ભારતના વડાપ્રધાન તરીકે 15 ઑગસ્ટ 1998ના દિવસે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધતા કહેલું : ‘એક સામાન્ય પરિવારમાં જન્મેલો, શાળાના શિક્ષકનો દીકરો ભારતના વડાપ્રધાનપદે પહોંચે એ ભારતીય લોકતંત્રની મજબૂતીનું પ્રતીક છે.’
અટલજીને લોકતંત્ર અને સંવિધાનમાં ગજબની આસ્થા હતી... એ આસ્થાએ જ એમને ૧૯૮૦માં મુંબઇમાં ભારતીય જનતા પાર્ટીના પ્રથમ અધિવેશનમાં ભવિષ્યવાણી કરવાની પ્રેરણા આપી હશે. એમણે મુંબઇના સાગર કિનારે સભાને સંબોધતા કહ્યું હતું: ‘હું પશ્ચિમીઘાટના સાગર કિનારે ઊભો રહીને ભવિષ્યવાણી કરવાનું સાહસ કરૂં છું કે અંધેરા છટેગા, સૂરજ નિકલેગા, કમલ ખિલેગા...’
અટલજીની ભવિષ્યવાણી સાચી પડી. ભારતના પહેલા બિન કોન્ગ્રેસી વડાપ્રધાન તરીકે અટલજી દિલ્હીની ગાદીએ બેઠા.
છેલ્લી અડધી સદીથી પણ વધુ સમયથી અટલ બિહારી વાજપેયી ભારતીય લોકતંત્રને મજબુત કરવામાં પોતાનું સંનિષ્ઠ યોગદાન આપતા રહ્યા. એ સંસદમાં હોય કે સંસદની બહાર, ભારતીય જાહેર જીવન અને ભારતીય રાજનીતિને તેમની અપ્રતિમ પ્રતિભાથી પ્રભાવિત કરતા રહ્યા. રાષ્ટ્રહિત અટલજી માટે સર્વોપરી હતું. તેથી જ અટલજી હંમેશાં કહેતા રહ્યા છે : ‘રાજનીતિ-રાજકીય સત્તા આપણા માટે સાધ્ય નહીં, સાધન છે. રાષ્ટ્રનું પરમ કલ્યાણ અને સમૃદ્ધિ એ જ આપણા સૌનું લક્ષ્ય છે.’ અટલજીએ હંમેશાં આ દેશને એક જીવંત અને જીવતા જાગતા રાષ્ટ્રપુરુષ તરીકે જોયો. એટલે એક જ ભાષણમાં એમના અંતરમનમાંથી શબ્દો નીકળ્યા હતા :
‘ભારત જમીન કા ટુકડા નહીં,
જીતા જાગતા રાષ્ટ્રપુરુષ હૈ,
હિમાલય ઇસકા મસ્તક હૈ,
ગૌરીશંકર શિખા હૈ,
કશ્મીર કિરીટ હૈ,
પંજાબ ઔર બંગાલ દો વિશાલ કંધે હૈ,
વિંધ્યાચલ કટિ હૈ,
નર્મદા કરધની હૈ,
પૂર્વી ઔર પશ્ચિમી ઘાટ દો વિશાલ જંઘાયે હૈ,
કન્યાકુમારી ઇસકે ચરણ હૈ,
સાગર ઇસકે પગ પખારતા હૈ,
પાવસ કે કાલે કાલે મેઘ ઇસકે કુંતલ કેશ હૈ,
ચાંદ ઔર સૂરજ ઇસકી આરતી ઉતારતે હૈ,
યહ વંદન કી ભૂમિ હૈ,
અભિનંદન કી ભૂમિ હૈ,
યહ તર્પણ કી ભૂમિ હૈ,
યહ અર્પણ કી ભૂમિ હૈ,
ઈસકા કંકર કંકર શંકર હૈ,
ઈસકા બિંદુ બિંદુ ગંગાજલ હૈ,
હમ જિયેંગે તો ઇસકે લિયે,
મરેંગે તો ઇસકે લિયે... ’
અટલ બિહારી વાજપેયીનો જન્મ યમુનાના કિનારે ઉત્તર પ્રદેશના આગરા જિલ્લાના બટેશ્વર ગામમાં...બાળપણ વીત્યું ખળખળ વહેતી શાંત યમુનાના કિનારે, જ્યાં ઘણાં શિવમંદિર છે. અહીં અટલજીના દાદા શ્યામલાલ વાજપેયીનું પૈતૃક ઘર છે. અટલજીના પિતા કૃષ્ણાબિહારી અને માતા કૃષ્ણાદેવીએ બટેશ્વરથી ગ્વાલિયર સ્થળાંતર કર્યું.
અટલજીના પિતા કૃષ્ણબિહારી સંસ્કૃતના વિદ્વાન અને કવિ. એમણે રચેલી ‘ઇશ વંદના’ ગ્વાલિયર રજવાડાની સ્કૂલોમાં બાળકો ગાતાં. તેઓ રજવાડાની શાળાઓના જિલ્લા નિરીક્ષક હતા. પ્રેમ અને મમતાની સાથે સાથે અનુશાસન, માનવતાના મૂલ્ય અને સદાચારના સંસ્કાર પણ અટલજી અને એમનાં ભાઈ-બહેનોને વારસામાં મળ્યાં હતા.  પિતાજીની સાથે અટલજી અને એમનાં ભાઈ બહેનો રામાયણની ચોપાઈઓ ગાતાં અને સંસ્કૃત શ્લોકોની અંતાક્ષરી રમતાં.
અટલજીની બુદ્ધિપ્રતિભા બાળપણથી જ તેજ. પરીક્ષાના પરિણામમાં એમણે પહેલો નંબર ક્યારેય છોડ્યો નહોતો. બી.એ. થઈ ગયા પછી એમ.એ. અને લૉ ની ડિગ્રી માટે ગ્વાલિયરથી કાનપુર શહેરમાં આવ્યા. કાયદાનો અભ્યાસ કરવા કૉલેજમાં દાખલ થયા ત્યારે એક મજેદાર ઘટના બની. જે કૉલેજમાં અટલજીએ પ્રવેશ લીધો હતો એમાં જ એમના પિતા કૃષ્ણબિહારીએ પણ સેવાનિવૃત્ત થયા પછી પ્રવેશ લીધો. અટલજીના પિતા કૉલેજમાં પ્રવેશ લેવા ગયા ત્યારે કૉલેજના આચાર્યને આનંદ અને આશ્ચર્ય થયું. વર્ગમાં ઘણીવાર રમૂજ થતી. પિતા વર્ગમાં ગેરહાજર રહે તો પુત્ર અટલજી પાસે ખુલાસો પુછાતો, અને પુત્ર ગેરહાજર હોય ત્યારે પિતાને પૂછવામાં આવતું કે અટલબિહારી આજ કેમ નથી આવ્યો ? કૃષ્ણબિહારી વાજપેયીને ચાર પુત્ર અને ત્રણ પુત્રીઓ હતી. છ દીકરા-દીકરીનાં લગ્ન થઈ ગયાં પછી અટલજીને પૂછવામાં આવ્યું તો એમણે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે પોતે દેશ સેવા માટે લગ્ન નહીં કરે. અને એમણે ભારતમાતાની સેવામાં પોતાનું સમગ્ર જીવન અર્પણ કરવાનો નિર્ણય કર્યો. નવયુવાન અટલજી બ્રિટિશરાજ સામે થતા કોઈ પણ સંઘર્ષમાં અગ્રેસર રહેવા લાગ્યા. એમને ચોવીસ દિવસની જેલ પણ થઈ. અટલજીના ભાષણો સાંભળવા એક લહાવો ગણાતો.
અટલજી સંસદની પહેલી ચૂંટણી 1952માં લડ્યા અને હારી ગયા. આ ચૂંટણી વિશે અટલજી કહે છે : ‘એ વખતે ચૂંટણી જીતવા કરતાં જનસંઘનું નામ થાય એમાં જ સૌને આનંદ થતો.’ચૂંટણીમાં ઊભો રહે એને ખબર જ હોય કે હારવાનો છે, એટલું જ નહીં ડિપોઝિટ પણ જશે તો ય ચૂંટણીમાં ઉત્સાહથી ઝુકાવતા...’ અટલજી 1957ની લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશના ગૌંડા-બલરામપુર લોકસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટાઈ આવ્યા અને ભારતીય જનસંઘના નેતા તરીકે સંસદમાં યશસ્વી પ્રવેશ મળ્યો. ત્યારથી લઈને 2004 સુધી ભારતીય સંસદનું ગૌરવ બની રહ્યા.
ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે સંસદમાં અટલજી બહુ બોલતા નહીં પરંતુ જે બોલતા તે હૃદયની સ્પર્શી જતું. એમના પ્રતિસ્પર્ધી એમની વાત સાથે ભલે અસહમત હોય છતાંય એમના શબ્દો સાંભળવા એમને ગમતા. અટલજીના ભાષણમાં શબ્દનું સામર્થ્ય અને હળવો આનંદ રહેતો. સંસદગૃહને મુગ્ધ કરી દેતા. સંસદમાં એકવાર બધાનાં જોરદાર ભાષણો થયાં. સંસદમાંથી બહાર નીકળતી વખતે એક નેતાએ ડૉ. અનંતશયનમ્ આયંગરજીને પૂછ્યું કે આ સંસદના મહાન વકતા કોણ લાગે છે ? આયંગરજી તરત જવાબ આપ્યો – ‘અંગ્રેજીમાં પ્રોફેસર હિરેન મુખર્જી અને અને હિન્દીમાં અટલજી’

  7.
ભારત આઝાદ થયો. ત્યારબાદ દેશમાં જમણેરી વિચારધારાના વિશ્વાસપાત્ર રાજનેતા તરીકે અટલ બિહારી વાજપેયીએ અનોખી ઓળખ મેળવી હતી. વાજપેયીને ભારતીય લોકશાહીમાં અપાર શ્રદ્ધા રહી. તેમણે હંમેશા લોકશાહી મૂલ્યોના જતન માટે કામગીરી કરી. ઉપરાંત ભારતીય લોકશાહીને વિશ્વમાં લોકશાહીને ગૌરવ અપાવવા માટે હંમેશા કટિબદ્ધ રહ્યાં. વાજપેયી એક શ્રેષ્ઠ સાંસદ અને ઉમદા વ્યક્તિ હતાં. તેઓ વિપક્ષીદળોના નેતાઓને ખૂબ જ માન-સન્માન આપતા હતાં. અને વિરોધ પક્ષો પણ વાજપેયીને વિચાર કે સૂઝાવને આવકારી લેતા હતાં. આઝાદ ભારતના આ મહાન રાજનેતાની જિંદગીની સફર તરફ નજર કરવા જેવી છે :

અટલ બિહારી વાજપેયીના પિતાનું ક્રિષ્નાબિહારી વાજપેયી હતું. તેમને મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં જન્મ ૨૫ ડિસેમ્બર ૧૯૨૪નો રોજ થયો હતો. તેમણે ગ્વાલિયરની વિક્ટોરિયા કોલેજ(હાલની લક્ષ્મીબાઈ કોલજ)માં અને પછી ઉત્તરપ્રદેશ સ્થિત કાનપુરની ડી.એ.વી કોલેજમાં અભ્યાસ કર્યો. તેમણે પોલીટિકલ સાયન્સ સાથે એમ.એ.ની ડિગ્રી મેળવી. શરુઆતથી સામાજિક કાર્યોમાં રસરુચિ. વાજપેયી વ્યવસાયે પત્રકાર હતાં અને કવિતા લેખન પ્રત્યે રસરુચિ હતી. જોકે, વાજપેયીની ડેસ્ટિની રાજનીતિ તરફ જઈ રહી હતી.

- ત્રણ વખત દેશના વડાપ્રધાન બન્યા

- ૧૦ વખત સંસદસભ્ય તરીકે ચૂંટાયા

- બે વાર રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા

- ભારતીય જનસંઘ, જનતા પાર્ટી અને ભાજપ એમ ત્રણ પક્ષોના સ્થાપક સભ્ય તરીકે પાયાની ભૂમિકા અદા કરી.

૧૯૫૧ : સ્થાપક સભ્ય- ભારતીય જનસંઘ સંઘ.

૧૯૫૭-૬૨ : દ્વિતીય લોકસભામાં પહેલીવાર સંસદ તરીકે ચૂંટાયા.

૧૯૫૭-૭૭ : નેતા, ભારતીય જનસંઘ પાર્લમન્ટરી પાર્ટી.

૧૯૬૨ : રાજ્યસભાના સાંસદ બન્યા.

૧૯૬૬-૬૭ : ચેરમેન, કમિટી ઓન ગર્વમેન્ટ એસ્યોરન્સ

૧૯૬૭ : ચોથી લોકસભામાં બીજી વખત સાંસદ બન્યા.

૧૯૬૭-૭૦ : ચેરમેન, પબ્લિક એકાઉન્ટ કમિટી

૧૯૬૮-૭૩ : અધ્યક્ષ, ભારતીય જન સંઘ

૧૯૭૧ : પાંચમી લોકસભામાં ચૂંટાયા(ત્રીજી વખત સંસદ તરીકે )

૧૯૭૭ : છઠ્ઠી લોકસભામાં ચૂંટાયા(ચોથી વખત સંસદ બન્યા)

૧૯૭૭-૭૯ : દેશના કેબિનેટ વિદેશપ્રધાન બન્યા.

૧૯૭૭-૮૦ : સ્થાપક સભ્ય, જનતા પાર્ટી

૧૯૮૦ : સાતમી લોકસભામાં ચૂંટાયા (પાંચમી વખત સાંસદ બન્યા)

૧૯૮૦-૮૬ : અધ્યક્ષ, ભારતીય જનતા પાર્ટી(ભાજપ)

૧૯૮૦-૮૪, ૧૯૮૬ અને ૧૯૯૩-૯૬ : નેતા, ભાજપ પાર્લામેન્ટરી પાર્ટી

૧૯૮૬ : સભ્યા, રાજ્યસભા

૧૯૮૮-૮૯ : સભ્ય, જનરલ પર્પઝ કમિટી

૧૯૮૮-૮૯ : સભ્ય, હાઉસ કમિટી અને સભ્ય, બિઝનેસ એડવાઈઝરી કમિટી

૧૯૯૦-૯૧ : ચેરમેન, કમિટી ઓન પીટીશન્સ

૧૯૯૧ : દસમી લોકસભામાં ચૂંટાયા ( સાંસદ તરીતે છઠ્ઠી ટર્મ)

૧૯૯૧-૯૩ : ચેરમેન, પબ્લિક અકાઉન્ટ કમિટી, લોકસભા.

૧૯૯૩-૯૬ : ચેરમેન, કમિટી ઓન એક્સ્ટર્નલ એફેઈર્સ

૧૯૯૩-૯૬ : વિપક્ષ નેતા, લોકસભા

૧૯૯૬ : ૧૧મી લોકસભામાં ચૂંટાયા ( સંસદ તરીકે ૭મી વખત)

૧૬ મે ૧૯૯૬ થી ૩૧ મે ૧૯૯૬ : પ્રથમ વખત દેશના વડાપ્રધાન બન્યા( ઈન્ચાર્જ અન્ય વિષયો. પણ કોઈને કેબિનેટ મિનિસ્ટરીની ફાળવણી કરી શક્યા નહીં.) બનાવ્યા નહીં.)

૧૯૬-૯૭ : વિપક્ષી નેતા, લોકસભા

૧૯૯૭-૯૮ : ચેરમેન, કમિટી ઓન એક્સ્ટર્નલ અફેઈર્સ

૧૯૯૮ : ૧૨મી લોકસભામાં ચૂંટાયા ( સંસદ તરીકે ૮મી વખત)

૧૯૯૮-૯૯ : બીજી વખત દેશના વડાપ્રધાન બન્યા

૧૯૯૯ : તેરમી લોકસભામાં ચૂંટાયા ( સંસદ તરીકે નવમી વખત) અને લોકસભામાં ભાજપ પાર્લામેન્ટરી પાર્ટીના નેતા બન્યા.

૧૩ ઓક્ટોબર ૧૯૯૯ થી મે-૨૦૦૪ : ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા.

૨૦૦૪ : ચૌદમી લોકસભામાં ચૂંટાયા ( સંસદ તરીકે ૧૦મી વખત) અને એનડીએના ચેરમેન બન્યા.

આમ, અટલબિહારી વાજપેયી એક વિદ્વાન, નિષ્ઠાવાન અને જનહિતને અગ્રસ્થાને રાખીને રાજનીતિ કરનાર રાજનેતા તરીકે કાયમ ઓળખાશે.

⚡️ સોર્સ:નવગુજરાતસમય

વાજપેયીએ વડાપ્રધાન તરીકે ત્રણ વખત નેૃતૃત્વ સંભાળ્યું હતું. જેમાં

(૧) પ્રથમ વખત - ૧૬ મે ૧૯૯૬ થી ૧ જૂન ૧૯૯૬ સુધી.

(૨) દ્વિતીય વખત - ૧૯ માર્ચ ૧૯૯૮ થી ૨૬ એપ્રિલ ૧૯૯૯ સુધી.

(૩) તૃતીય વખત - ૧૩ ઓક્ટોબર ૧૯૯૯ થી ૨૨ મે ૨૦૦૪ સુધી.

અટલ બિહારી વાજપેયી હિન્દી કવિ, પત્રકાર અને પ્રખર વક્તા પણ છે. ભારતીય જનસંઘની સ્થાપનામાં તેમની ભૂમિકા ખૂબ જ મહત્વની હતી. ૧૯૬૮ થી ૧૯૭૩ સુધી જનસંઘના અધ્યક્ષ પણ રહ્યાં.

જીંદગીભર રાજનીતિમાં સક્રિય રહેલા અટલ બિહારી વાજપેયી લાંબા સમય સુધી રાષ્ટ્રધર્મ, પાંચજન્ય અને વીર અર્જુન સહિતના સામયિકના સંપાદક પણ રહ્યાં. વાજપેયી રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સમર્પિત પ્રચાર રહ્યાં અને આ નિષ્ઠાના કારણે એમણે જીવનભર અવિવાહિત રહેવાનો સંકલ્પ કર્યો. સર્વોચ્ચ પદ પર પહોંચવા સુધી એમણે પોતાનો સંકલ્પ નિષ્ઠાપૂર્વક નિભાવ્યો.

‘હું મરવાથી ડરતો નથી, ડરું છું તો ફક્ત બદનામીના ડરથી’: અટલજી

પાંચ વર્ષની ટર્મ પૂર્ણ કરનાર એકમાત્ર બિન-કોંગ્રેસી વડાપ્રધાન
અટલ બિહારી વાજપેયી 1999-2004માં તેઓ ત્રણ વખત દેશના વડાપ્રધાન પદે રહ્યા હતા. નોંધનીય છે કે 1999-2004માં તેમણે પૂરા પાંચ વર્ષ સુધી પોતાના વડાપ્રધાનનો કાર્યકાળ પૂરો કર્યો હતો. આ સાથે જ વાજપેયીજી પાંચ વર્ષની ટર્મ પૂર્ણ કરનાર સૌપ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન બન્યા હતા. તેઓ ખૂબજ સરળ સ્વભાવના હતા.

8.



Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...