કટાક્ષ કથાઓ...
1.
લાલાનો ગેસ પ્રોજેક્ટ
==============
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણથી પ્રેરણા લઈને લાલાએ “make in India” અંતર્ગત ગટર ગેસ યોજના મોટે પાયે શરુ કરવાનું અભિયાન ચલાવ્યું છે. લાલાએ આ માટે અંબાણી જૂથ સાથે જોડાણ કર્યું છે. આ માટેની પાઈપ લાઈનો અને મોટા ટાંકાઓનું નિર્માણ થશે. મોટે પાયે ઉત્પન્ન થયેલા ગેસથી ઇલેક્ટ્રિસીટી બનવાના તથા કાર ચલાવાના પ્લાન્ટ નંખાશે. આ માટે લાલાએ મોદીછાપ વૈજ્ઞાનિકો નીમી દીધા છે. હવે લાલો આકાશને આંબવાનો પ્રયાસ કરી રહ્યો છે.
મોદી સરકારના ઉચ્ચ કક્ષાના પ્રધાનો અને ONGCના સંબિત પાત્રા સાથે લાલાએ અનેક બેઠકો યોજી છે. લાલાએ પોતાના આ Dream Projectની બ્લુએ પ્રિન્ટ તૈયાર કરી દીધી છે. લાલો ભારતને ગેસમય બનાવી વિશ્વકક્ષાએ મુકવા કમર કસી છે. લાલાએ મોદીછાપ વૈજ્ઞાનિકો પર વધારે મદાર રાખે છે.
લાલાના નેતૃત્વ હેઠળ વૈજ્ઞાનિકો કામે લાગી રહ્યા છે. લાલાએ સૌ પ્રથમ વધારેમાં વધારે ગેસ ઉત્પન્ન કરવાનું આયોજન હાથ પર લીધું છે. આ માટે તેણે ગટર ગેસ ઉપરાંત જન-ગેસનો ઉપયોગ કરવા વિચાર્યું છે. લોકોને વધારેમાં વધારે બટાકા, વાલ, મૂળા વગેરે ગેસ ઉત્પન્ન કરતો ખોરાક ફરજીયાત ખવડાવવામાં આવશે. આવા ખોરાકનું વિતરણ કરવા લાલાની પૂરી ફોજ કામે લાગશે, જેમાં સરકારનો પૂરો સહયોગ રહેશે. દેશહિતમાં આ ખોરાક લેવો ફરજીયાત હશે. વ્યક્તિદીઠ અમુક ચોક્કસ માત્રાનો ગેસ ઉત્પન્ન કરવાનો રહેશે. રક્તદાનની જેમ “ગેસદાન”ના અનેક કેમ્પ યોજવામાં આવશે. સૌથી વધુ ગેસદાન કરનારને રાષ્ટ્રવાદીનું સર્ટીફીકેટ આપવામાં આવશે. દરેક ચાની લારીઓ અને ચાની દુકાનોએ આ ગેસ વાપરવો ફરજીયાત હશે.
ગાયના ગોબર અને ગાયના શરીરમાંથી નિકળતા ગેસની કિંમત બમણી હશે. આ ગેસથી દરેક મંદિરમાં દીવા સળગાવવામાં આવશે. મંદિરોમાં ગાયગેસથી આરતીઓ કરવામાં આવશે. આ સિવાય લાલાનાં અનેક આયોજનો છે, જેનું પેટન્ટ લીધા બાદ જાહેર કરવામાં આવશે.
આ પ્રોજેક્ટનું નામકરણ “પંડિત દીનદયાળ ગેસ પાવર પ્રોજેક્ટ” કરવામાં આવ્યું છે. ૧૫મી ઓગસ્ટ ૨૦૧૮ના રોજ વિધિવત ઉદ્દઘાટન કરવામાં આવશે. સૌ પ્રથમ ગેસયુક્ત ખોરાક અમિત શાહને ખવડાવવામાં આવશે. તેમના પેટ પર બાંધેલી લાલ રીબીન કાપી નરેન્દ્ર મોદીના હસ્તે પ્રોજેક્ટને વિધિવત ખુલ્લો મુકાશે. અમિત શાહમાંથી નિકળતા ગેસ વડે ચાલતા માઈકનો ઉપયોગ કરી મોદી લાલ કિલ્લા પરથી ભાષણ કરશે. આ વિશ્વનું સૌ પ્રથમ ગેસ ભાષણ હશે. લાલો આ કાર્યક્રમનો અતિથી વિશેષ રહેશે. લાલાને મોદીની લગોલગ બેસવાનો લહાવો મળશે.

Comments
Post a Comment